Saturday, May 30, 2026

કોંગ્રેસને ચૂંટણી જીતાડીને દેખાવ બતાવો અન્યથા પદ છોડો

  ગાંધીનગર, તા.15 ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં 15 નેતાઓના એકહથ્થુ શાસનને કારણે રાજ્યમાંથી કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે, ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાને ફોન કરીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ નહિ હોય તો પદ છોડવાની...

રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ

ગાંધીનગર, તા.૧૫ રાજ્ય સરકારે એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગાર પર કામ કરી રહેલા કર્મચારીઓના પગાર વધારો મંજૂર કર્યો છે. જેને લઈ આ પગાર વધારો જાહેર કરાતા રાજ્ય સરકારની તિજોરી પર 94 કરોડનું ભારણ વધશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટીના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆતો ક...

રાજયના ૧૬ ટેકનિકનલ કોર્સની ૯૩૭૮૮ બેઠકો ખાલી રહી

ગાંધીનગર, તા.૧૪ ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરતી પ્રોફેશનલ એડમીશન કમિટી(એસીપીસી) દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ અને જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે પૈકી કેટલી બેઠકો ભરાઇ અને કેટલી બેઠકો ખાલી પડી તેની વિગતવાર માહિતી જાહેર કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે પ્રવેશ સમિતિએ અંદાજે ૧ લાખ ૫૮ હજાર જેટલી બેઠકો માટે કાર્યવાહ...

અમદાવાદમાંથી ૧૯,૭૩૩ ફૂડ સેમ્પલ પૈકી માત્ર ૩૭ સેમ્પલ અનસેફ

ગાંધીનગર,તા.૧૩ કેન્દ્રની યુપીએ સરકારે વર્ષ-૨૦૧૪માં પસાર કરેલા નવા ફૂડ સેફટી એકટ-૨૦૦૬નો અમદાવાદ શહેરમાં પાંચ ઓગસ્ટ-૨૦૧૧થી અમલ કરાઈ રહ્યો છે. આઠ વર્ષમાં અમદાવાદ શહેરમાંથી હેલ્થ વિભાગ દ્વારા સપ્ટેમ્બર અંત સુધીમાં કુલ મળીને ૧૯,૭૩૩ જેટલા ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે.જે પૈકી માત્ર ૩૭ સેમ્પલ અનસેફ જાહેર થવા પામ્યા છે.હેલ્થ વિભાગની આ કાર્યવાહી બતાવે છે ક...

મૂળ મુદ્દાથી લોકોને ભટકાવવા માટે પરીક્ષાઓ રદ્દ કરાતી હોવાની ચર્ચા

ગાંધીનગર, તા. 14 રાજ્યમાં કૌભાંડોમાં માહેર ભાજપ સરકાર દ્વારા વધુ એક કૌભાંડ હોવાનું બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. રોજગારી આપવાના બહાને સરકારે છેલ્લા અગિયાર વર્ષમાં પાંચમી પરીક્ષા રદ્દ કરી છે. પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવાની તો જાણે ફેશન હોય તેમ પરીક્ષાર્થીઓ સતત પીસાઈ રહ્યા છે. અત્યારસુધીમાં જેટલી...

બેટરીના ઉત્પાદન માટે ગુજરાત અને જાપાનની ઓટોમોટીવ ઇલેટ્રોનીકસ પાવર વચ્ચ...

ગાંધીનગર, તા.૧૪ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ.૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ કરાર સંપન્ન કરવામાં આવ્યા હતા. આ કરાર પર AEPPLના મેનેજીંગ ડિરેકટર ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ...

સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની વિધાર્થીઓની તૈયારી

ગાંધીનગર, તા. 14 રાજ્ય સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. આ સંજોગોમાં ધોરણ 12ની લાયકાત પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા અને ત્યારબાદ નિયમો બદલીને જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં કર્...

ગુજરાતમાં મતદારો ઉદાસિન: ઇવીપીમાં માત્ર 59 લાખ મતદારોનું વેરીફિકેશન

ગાંધીનગર,તા.14 ભારતીય ચૂંટણી પંચના નવા મતદાતા વેરીફિકેશન કાર્યક્રમ (ઇવીપી)માં વેરીફિકેશન કરવાની માત્રા ગુજરાતમાં ખૂબ ઓછી હોવાથી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતથી નારાજ છે. મહત્વની બાબત એવી છે કે અત્યાર સુધીમાં જે વેરીફિકેશન થયું છે તેમાં આદિવાસી વિસ્તાર અગ્રેસર છે, જ્યારે અમદાવાદ જેવા મોટા શહેર અને જિલ્લામાં ચૂંટણી પંચને નિરાશા પ્રાપ્ત થઇ છે. ઈવી...

‘મારા પર રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે જીએસટી અને આઈટી વિભાગના દરોડા’: ...

ગાંધીનગર,તા.13 બાયડ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રાજુભાઈ ખાંટ  ભાજપના ઉમેદવારના મોટા મત કાપે તેમ છે. ભાજપના ઉમેદવાર હારે તેમ હોવાથી ભાજપના દિલ્હી સ્થિત નેતાઓએ તેમના ઉપર આવકવેરો અને જીએસટીના દરોડા પાડવાની સૂચના અમિત શાહની મદદથી આપવામાં આવી હતી. દરોડા પાછળ શાહની ભુમિકા રાજુભાઈના ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલી લક્ષ્મી ટેક્સટાઈલ પર જીએસટી ટીમે ...

પીએમ સાહેબ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશમાંથી તો પ્રવાસીઓ આવે છે...

ગાંધીનગર, તા. 14 રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ...

શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.

ગાંધીનગર,તા.13 સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે. રાજયમ...

ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી?, દારુના વેચાણ અંગે એસપીને પત્ર લખો.....

ગાંધીનગર,તા.13 ગુજરાતમાં શિક્ષણનો દાટ વળી ગયો છે. એક સ્કૂલ સંકુલમાં વિદ્યાર્થીઓને જ્યારે એવો પ્રશ્ન પૂછાયો કે ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી. આ સવાલના કારણે રાજ્યના શિક્ષણતંત્રની આબરૂના ધજાગરા ઉડ્યાં છે. આ સંકુલે બીજો વિવાદાસ્પદ પ્રશ્ન દારૂબંધીનો પૂછ્યો હતો. આ બન્ને સવાલોના કારણે રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓને આંચકો લાગ્યો છે. દારુના...

8000 વૃક્ષોની વસતી સામે વિસનગરના તરભ ગામની વસતી 6000

ગાંધીનગર, તા.૧૨ ગુજરાત સરકાર વૃક્ષો વાવવાની અપીલ કરે છે પરંતુ મહેસાણા જિલ્લામાં આવેલું એક ગામ એવું છે કે, આ ગામમાં જેટલી વસતી છે તેનાથી વધારે વૃક્ષો વાવવામાં આવેલા છે. લીલોતરીથી આચ્છાદિત ગામ જોવું હોય તો મહેસાણાના આ ગામમાં જવું પડે. ગામડાના યુવાનોને ફરજીયાત વૃક્ષો વાવવાનો આદેશ ગામના વડીલો દ્વારા આપવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુક...

ગુજરાતના મુખ્યસચિવની દોડમાં ત્રણ IAS ઓફિસર

ગાંધીનગર,12 ગુજરાતના નવા મુખ્યસચિવપદે નિયુક્તિ પામવા માટે સિનિયર એવા ત્રણ સનદી અધિકારીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા સર્જાઈ છે. રાજ્યના હાલના મુખ્યસચિવ જગદીપ નારાયણ સિંહનું એક્સટેન્શન નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે આ પદ પર નિયુક્ત થવા માટે ત્રણ ઓફિસર લોબિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યસચિવના ખરા હક્કદાર અરવિંદ અગ્રવાલ છે કે જેઓ નાણાવિભાગન...

ગુજરાતમાં રીચાર્જીંગ વેલ વિના બનતી ઇમારતોમાં જળસંકટનો ભય

ગાંધીનગર,તા.11  ગુજરાતમાં કોઇપણ વસાહતનું નિર્માણ થાય અને તેને ભૂગર્ભના જળનો ઉપયોગ કરવો પડે તો બનાવવામાં આવનારા બોરવેલ પહેલાં રાજ્ય સરાકારમાં તેણે લેખિતમાં બાંહ્યધરી આપવાની હોય છે કે બોરવેલની સાથે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે રીચાર્જીંગ વેલ બનાવવામાં આવશે. જો કે આ કાયદાનું પાલન 80 ટકા વસાહતોના નિર્માણમાં થઇ રહ્યું નથી. ખાનગી તો ઠીક સરકારી બ...