ખેડૂતો માટેની સંસ્થા હવે ઉદ્યોગો માટે કામ કરશે
મહેસુલ વિભાગના પરિપત્રમાં જાહેરાત: કોઇ જમીનનો ઉપયોગ કરવાનનો હોય ત્યારે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં
ગાંધીનગર
ગુજરાત સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીને જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 (ખ)ના હેતુ માટે ખરેખર ઔદ્યોગિક પ્રવૃત્તિ (બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પજ) ગણવાનો નિર્ણય કર્યો છે, જેથી એપીએમસી માટેની જમીનમાં કોઇ અ...
ચૂંટણીથી રૂપાણી સરકાર ભયભીત, નવી જંત્રીના દરો સ્થગિત રાખ્યા
જો નવા દરો લાગુ કરવામાં આવે તો જમીન અને મકાનના ભાવ ભડકે બળે તેમ છે, સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે અત્યારે દરો લાગુ નહીં થાય
ગાંધીનગર
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવા જઇ રહી હતી પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારનો ડર બતાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ તુરત જંત્રીના નવા દરોને...
ગિફટ સિટીની નિષ્ફળતા ઢાંકવા સરકાર હવે રહેણાંકી ટાવર બનાવાશે
ગિફ્ટ સિટીમાં 33 માળના બે ટાવર બનશે
ગાંધીનગર
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઇન્ટનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)માં રાજયના સૌથી ઊંચા એટલે કે 33 માળના બે ટાવર બનાવવામાં આવશે. આ બે ગગનચુંબી 33 માળના ટાવરનું નિર્માણ બેંગલુરૂ સ્થિત શોભા ડેવલપર્સ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હવે ...
અબ કી બાર લસણ રૂ. ૨૦૦ ને પાર
સમગ્ર દેશમાં ગરીબોની કસ્તૂરી ડૂંગળીના ભાવ આસમાનને આંબી ગયા છે. તો બીજી બાજુ લસણની પણ બજારમાં ભારે અછત સર્જાતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ભાવ સામાન્ય પ્રજાની કમર તોડી રહ્યા છે. લસણના શોખીન ગુજરાતીઓ માટે આ એક માઠા સમાચાર ગણી શકાય. કેમ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે સાથે શિયાળામાં વધુ ખપતાં લસણના ભાવ વધવાના કારણે તે ખરીદવાની હિ...
ગુજરાતના ખેડૂતોની વીજળીમાં ૭૭ કરોડની રાહત
ગુજરાતના ખેડૂતોને વીજળીમાં 77 કરોડ રૂપિયાની રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 7.5 હોર્સપાવર થી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ જેટલા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 0 થી 7.5 અને 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણ માટે પ્રતિ હોર્સપાવર પ્રતિવર્ષ 665 રૂપિયાનો દર લેવામાં આવશે. વીજળીના ઉંચા દરો અને ચોમ...
ભાજપના ભરતી ભોપાળા
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેન...
કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે.
કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!..
કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ...
ગુજરાત જવાના ડરે,પરફોર્મન્સ સુધારવા મોદીનો રૂપાણીને આદેશ
ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવા તેમજ 2020ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના અગ્રણી નેતાઓને સૂચના આપી છે.
હાઈકમાન્ડની નારાજગી
ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારો નિકળી રહી છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારને બચાવવા માટે...
ગુનેગારોનું ભાજપ…
ભાજપા માટે શરમજનક ઘટના ઘટી છે .ભાજપના કોર્પોરટર પુત્ર અને તેના પિતાને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગર સેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર ...
નિતીન પટેલના પૂત્ર જૈમિન સામે અઢી વર્ષ છતાં દારૂ બંધીનો ગુનો કેમ ન નોં...
નશામાં હતો ડેપ્યુટી CM નીતિન પટેલનો પુત્ર, ફ્લાઈટમાં ન બેસવા દેવાયો!
અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્રને 8 મે 2017ના દિવસે ગ્રીસ જઈ રહેલા કતાર એરવેઝના વિમાનમાં બેસવા દેવાયો ન હતો. અધિકારીઓએ જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રીના પુત્ર જૈમિન પટેલ નશાની હાલતમાં એરપોર્ટ પર પહોંચ્યો હતો અને એરલાઈન્સ કંપનીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હ...
રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર દૂર કરવા આવે છે: ક્લિનમેન અનિલ મુકીમ
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા ગુજરાત કેડરના 1984 બેચના આઇએએસ ઓફિસર અનિલ મુકીમ ગુજરાતના સર્વોચ્ચ પદ ચીફ સેક્રેટરી તરીકે આવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં જ્યારે નાણા વિભાગના અધિક મુખ્યસચિવ હતા ત્યારે ભારત સરકારે તેમને ડેપ્યુટેશન પર લઇ જવાનો નિર્ણય કર્યો હતો.
સ્વચ્છ અને નિર્મળ પ્રતિભા
...
ડેરીની ભરતીમાં શંકર ચૌધરીનો વહીવટ….
કૌભાંડોમાં માહેર એવી સાબર ડેરીમાં વધુ એક કૌભાંડનો ફણગો ફૂટતાં વિવાદ ઊભો થયો છે. ડેરીમાં 189 કર્મચારીઓ ની ભરતીમાં રૂ. 15થી 25 લાખ સુધીના કૌભાંડ ડિરેક્ટર શંકર ચૌધરી દ્વારા કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે અન્ય પરીક્ષાર્થીઓએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 189 કર્મચારીઓની ભરતી માટે 1 ...
ઓનલાઈન બૂકિંગની સિસ્ટમ ડેવલપ કરવામાં નિયમોની ઐસીતૈસી કરાઈ
અભિજિત ભટ્ટ
ગાંધીનગર,તા:૨૮
રાજ્યના એસટી નિગમ દ્વારા લોન્ચ કરાયેલી એપ તૈયાર કરાવવામાં મોટાપાયે નિગમના અધિકારી દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો છે. કરોડોનો ચૂનો સરકારી તિજોરી પર લગાવાયો હોવા છતાં પણ કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા આંખ આડા કાન કરીને આ અધિકારીને છાવરવામાં આવી રહ્યા છે. સરકારના એસટી નિગમ દ્વારા જીએસઆરટીસીની એપ તૈયાર કરવા માટે સરકાર...
5G ને આવતા છ વર્ષ થશે !!!
ગુજરાતમાં 4-જીના સમયમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોને હાલ 2-જી અને 3-જીની સ્પીડ મળે છે ત્યારે 5-જીના શરૂ થયેલા સપનાં હજી અધુરાં રહેશે તેમ લાગી રહ્યું છે. દેશમાં 5-જીનો કારોબાર ટેલીકોમ કંપનીઓને મોંઘો પડી રહ્યો છે તેથી ગુજરાતમાં 5-જી સ્પીડ આવતાં હજી છ વર્ષ જેટલો સમય લાગી શકે છે. રાજ્યમાં મેટ્રોને 16 વર્ષ થયાં છે, જ્યારે 5-જીને હજી છ વર્ષનો સમય લાગશે.
...
માણસ બન્યો મોબાઈલ !!!
ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસતી 6.40 કરોડ હોવાનું અનુમાન છે પરંતુ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 6.87 કરોડ થઇ છે. એટલે કે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં મોબાઇલ વાપરનારો વર્ગ છે. એવું પણ બની શકે છે કે કેટલાક લોકો પાસે એક કરતાં વધુ કનેક્શન હોઇ શકે છે.
જૂની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓનું ...
ગુજરાતી
English