Thursday, June 18, 2026

જામનગરમાં બે માળનું મકાન ધરાશાયી, 2 લોકોનાં મોત, 4 ને બચાવી લેવાયા

 તા:૧૬, થોડા દિવસ પહેલા જ નડિયાદમાં એક બિલ્ડીંગ ધરાશાયી થતા 4 લોકોનાં મોત થઇ ગયા છે અને હવે જામનગરમાં પણ આવી જ એક ઘટના બની છે, અહી શાક માર્કેટ પાસે આવેલા દેવુભાં ચોકમાં એક બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું છે, જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે અને 4 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યાં છે, ઘટના બાદ ફાયર બ્રિગેડનો કાફલો અહી પહોંચી ગયો હત...

વરસાદી પાણી ભરાઇ ન રહે તેની અગમચેતીરૂપે જામનગરમાં હાથ ધરાઇ પ્રિમોનસૂન ...

જામનગર મહાનગરપાલીકા દ્વારા હવે ચોમાસાના ધમાકેદાર પ્રારંભ બાદ પ્રિ મોનસૂન કામગીરી આરંભાઇ છે. શહેરના  દિગ્વીજય પ્લોટ-49 પાસેની કેનાલમાંથી પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેનાલો, ગટરોની સફાઇ  આંરભાઇ હતી, ગટરની  કેનાલોમાંથી મોટી માત્રામાં કચરો બહાર કઢાયો હતો. જેમા્ં  પ્લાસ્ટીકનો કચરો  વધુ હતો. તેમાંય પોલીથિન, પ્લાસ્ટિકની બોટલો વગેરે લોકો દ્વારા વગર વિચારે ...

રિલાયન્સની 3 મહિનાની આવક રૂ.1.73 લાખ કરોડ, ગુજરાત સરકાર કરતાં વધુ

 ઇન્ડસ્ટ્રીઝનાં એપ્રિલ-જૂન 2019નાં ત્રિમાસિક પરિણામો વિક્રમજનક ત્રિમાસિક સંકલિત આવક 22.1 ટકા વધીને રૂ. 1,72,956 કરોડ વિક્રમજનક સ્વતંત્ર ત્રિમાસિક નફો 2.4 ટકા વધીને રૂ. 9,036 કરોડ રીટેલ અને ડિજીટલ સર્વિસીસની વિક્રમજનક ત્રિમાસિક આવક અને એબિટ્ડા  19 જુલાઇ 2019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આજે 30 જૂન 2019 રોજ પૂરા થતા ત્રિમાસિકગાળાન...

જામનગરમાં રિલાયન્સ પ્રદુષણ ફેલાવે છે, હાર્દિક કેમ મૌન બની ગયા ?

જામનગર જિલ્લામાં ખાનગી કંપની તેમજ ઔદ્યોગિક એકમોના કારણે છેલ્લા ઘણા સમયથી વાતાવરણ પ્રદૂષિત બની રહ્યું છે અને આવા વાતાવરણના કારણે વરસાદ પણ અપૂરતો પડી રહ્યો હોવાના સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રિકા તાજેતરમાં જ વાયરલ થવાના કારણે ચકચાર જાગી હતી. ખાનગી કંપનીના પ્રદૂષણના કારણે ખાસ કરીને ખેતીની જમીન વગેરેને પણ અસર પડી રહી છે. આ મામલે જામજોધપુરના કોંગ્રેસના ...

ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.

બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...

૧૧૫ બંધની પાઈપ લાઈનો પાછળ ૧૩ હજાર કરોડનો ખર્ચ છતાં રૂપાણી પાણી આપી ન શ...

વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા  પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા સવાલની ચર્ચામાં ભાગ લેતા સ્પષ્ટ પણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત...

સૌરાષ્ટ્રમાં તેલ મિલો કેમ બંધ થઈ રહી છે ?

‘સોમા’ એટલે કે, સૌરાષ્ટ્ર મીલ એસો. નાના-મોટા મિલર્સ પાસેથી સિંગતેલ ખરીદી સમગ્ર દેશમાં મોટી કંપનીઓ સાથે ટાય-અપ કરી પોતાના લૅબલ સાથેના પૅકિંગ બજારમાં ઉપલબ્ધ કરાવાશે, જેથી કરીને લોકોને શુદ્ધ સિંગતેલ મળી રહે. સૌરાષ્ટ્ર મીલ એસો.માં અગાઉ 675 જેટલાં સભ્યો હતાં, જે ઘટીને હાલ 145 ઉપર પહોંચી ગયાં છે. ભાજપ સરકારની નીતિના કારણે 330 તેલ મિલો બંધ થઈ ગઈ છે. ત્યાર...

વિશ્વ વિખ્યાત ગુજરાતની બ્રાંડ દિગ્જામ મીલ બંધ, મોદીના બ્રાંડ ગુજરાતના ...

વિશ્વ વિખ્યાત 'દિગ્જામ' બ્રાન્ડના કાપડનું ઉત્પાદન કરતી જામનગર સ્થિત કંપની હાલ બંધની સ્થિતિમાં છે. ઊનના કાપડની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટતા મીલનાં વળતા દિવસો શરૂં થયા હતાં. મીલની કરોડો રૂપિયાની જમીન  છે. દિગ્જામ મીલની વિશાળ જમીન ઉપર પણ કેટલાંકની નજર બગડી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો હોવાનું સંબંધિત વર્તુળોએ જણાવ્યું હતું. ફેબ્રુઆરી- 2018થી દિગ્જા...

નવલખા મંદિરનું અધુરૂં સમારકામ પૂરું કરો નહીંતર નાશ થશે

જામનગર-પોરબંદર નજીક બરડા ડુંગરની તળેટીમાં સુરક્ષા માટે સૈધવો-જેઠવા રાજવીઓએ સ્થાપેલી પ્રાચીન નગરી ઘુમલીમાં આવેલા નવલખા મંદિરના શિલ્પ સ્થાપત્યના અદ્ભૂત નમૂનારૂપ વિશાળ મંદિરનું રીસ્ટોરેશન (રીપેરીંગ) કામ રાજ્ય પૂરાતત્ત્વ ખાતા તરફથી શરૂ કરાયું હતું, સ્થાનિક અધિકારીની બદલી થતાં 8 વર્ષથી કામ અધૂરૂં છોડી દેવામાં આવ્યું છે. અહીંના સ્થાપત્યએ દેશનું ધ્યાન દોર...

દેશી ખાતર અને ગૌમૂત્રી ખેતી કરી ખારેક અને ડ્રેગન ફ્રુટનું મબલખ ઉત્પાદન...

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામના ખેડૂત જયંતિભાઈ નથુભાઈ ફળદુએ ખારેકની ખેતીમાં ઝંપલાવી માત્ર બે એકર જમીનમાં રૂપિયા પાંચ લાખનું ઉત્પાદન મેળવી બતાવ્તાંયું છે. 2018-19નો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળેલો છે. ખારેક અને ડ્રેગન ફ્રુટમાં દેશીખાતર બનાવી તેમાં ગૌમૂત્ર ડિકમ્પોઝ ડ્રીપ સાથે આપવાનું ચાલુ કર્યું જેથી પાકોમાં સારો વધારો અને મીઠાશ જોવ...

ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તકમાં 90 ગુજરાતી લોકગીતો

લોકગીતો હવે ગવાતા ઓછા થયા છે. રેડિયો અને નેટ પર જે સાંભળવા મળે છે. લુપ્ત થથાં ગુજરાતના લોકગીતોને ફરી ગુંજતા કરવા માટે એક પત્રકારે અભિયાન છેડીને પુસ્તક તૈયાર કર્યું છે અને સરકારે તે પ્રકાશિત કર્યું છે. ગુજરાતીમાં લોક ગીતોનો વારસાગત ખજાનો છે. ગુજરાતી ફિલ્મોએ તેની ઉઠાંતરી કરીને ભરપૂર લાભ લીધો છે. લોકગીતો કાયમ લોકપ્રિય રહેતાં આવ્યા છે. તે બનવાની ઘણા...

પૂર્વ સરપંચ અને બોક્સાઈટના વેપારી તિનપત્તી જુગાર રમતા ખેતરમાંથી પકડાયા...

ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામની સીમમાં  પૂર્વ ઉપસરપંચ સંચાલિત જુગારધામમાં પોલીસે દરોડો પાડી ગંજીપતા વડે તિનપતી નામનો જુગાર રમી રહેલા 5 જુગારીઓને પકડી લીધા હતા. ભાજપની વિચારધારા ધરાવતાં ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને બોકસાઇટના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની સીમમાં રહેતા 49 વર્ષના ગોવિંદ સામતભાઇ ચાવડા નામના આહિર યુવાને ...

જાણીતા ઉદ્યોગપતિએ મિત્રની પત્નીનો પ્લોટ વેચીં મારી કૌભાંડ કર્યું

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને ઓશવાળ સહિતની જાહેર સંસ્થા સાથે જોડાયેલા આર.કે. શાહે મિત્રના પત્નિની મિલકત વેચીને મોટું કૌભાંડ કહ્યું હોવાનું બહાર આવ્યું છે. જામનગરના સાધના ટ્રાન્સપોર્ટના માલિક કિલુભાઈ વસંતના અવસાન બાદ તેમના અંગત મિત્ર રમણીક કે. શાહ દ્વારા  મિત્રના પરિવાર સાથે દગો કરીને જીઆઈડીસી ફેસ-3માં આવેલા પ્લોટનો આર.કે. શાહે બોગસ વેચાણ કરાર કરી બ...

કૃષિ પ્રધાન રણછોડ ફળદુ GSFC કૌભાંડમાં જુઠ્ઠું બોલતાં પકડાયા

ગુજરાતની રૂપાણીની ભાજપ સરકારના કૃષિ પ્રધાન આર સી ફળદુએ તેમના મત વિસ્તાર સિક્કામાં આવેલી GSFC કંપનીને પ્રમાણપત્ર આપી દીધું હતું કે GSFCએ 57માં એક પણ આવું કૌભાંડ કર્યું નથી. પણ 1988-89 અને 1990માં હાલના જેવું જ અને તેનાથી પણ ખતરનાક કૌભાંજ GSFCએ કર્યું હતું. આમ ગુજરાતના કૃષિ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડ સી ફળદુ જુટ્ઠુ બોલતા પકડાયા છે. GSFCન...

ખાતર કૌભાંડ છતાં GSFC કહે છેે, ભેજ જવાબદાર, ઓછા વજનનો ઈરાદો ન હતો

ડીએપી ખાતરની ઘટ બાબતે જીએસએફસીનું અક્ષ:નિવેદન જી.એસ.એફ.સી 57 વર્ષ જુની કંપની છે અને આજદિન સુધી કંપની દ્વારા ઉત્પાદિત ખાતરમાં ઘટની ફરીયાદ આવેલી નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કોઈપણ બાબતની ગેરરીતી આચરવાનો ઈરાદો હોઈ ના શકે. કંપનીના ડી.એ.પી ખાતરની થેલીઓમાં ઓછા વજનની બાબત સામે આવી છે, તે મોટા ભાગે તેમા રહેલા ભેજનું પ્રમાણ ધટવાને કારણે...