જુનાગઢ અને મહેસાણામાં વરસાદથી ફરી એક વખત ખેડૂતોની તારાજગી
સોરઠ અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. થોડા સમય પહેલાં જ વાવેતર કરેલા ઘઉં અને જીરુંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. વરસાદથી કાજલી અને માણાવદર યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી પલળી ગઇ છે. આ ઉપરાંત રવી પાકને પણ ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બહુચરાજી વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે એરંડા તેમજ કપાસન...
જૂનાગઢના 500 સાધુ મોબાઈલ પર કોની સાથે વાત કરશે ?
દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત સાધુ-સંતોને દાનમાં મોબાઇલ અપાયા જૂનાગઢ ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા. મોબઇલ અંદાજે 1250ના ભાવમાં આવ્યા આ અંગે ભવનાથના પિઠાધિશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું હતું કે અમારા અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી ...
9 ટાવરમાંથી 2 ટાવર જ ઊભા થતાં ગીરનાર રોપવેનું કામ ઘોંચમાં
ગિરનાર રોપ-વેની કામગિરી ઉષા બ્રેકો કંપની દ્વારા ધીમી ગતીએ ચાલી રહી છે. માલવાહક રોપવે બાદ હવે મુખ્ય રોપવેનાં 2 ટાવરો તૈયાર થઈ ગયા છે. ઉષા બ્રેકોનાં દિનેશ નેગી કહે છે કે, ટાવર નં. 1-એ અને 1-બી ઉભા થઇ ગયા છે. લોઅર સ્ટેશનનું સિવિલ કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જો કે હજુ 7 ટાવરો ઉભા કરવાનાં બાકી છે. એ ટાવરો ઉભા થઇ ગયા બાદ બાકીની કામગીરી થશે. જર્મની અને ઓસ...
સિંહોના મોત છતાં વસતી 1 હજારથી વધું, મેમાં ગણતરી
સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠક મળી તેમાં 2020માં સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે. રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવી હતી. વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં સિંહ સાથે રિંછ અભ્યારણ્યનો પણ વિકાસ કરાશે. 2020માં સિ...
ચોટિલા સુધી સિંહ પહોંચી ગયા
અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલામાં આવેલી સિંહણ અને તેના બચ્ચાએ ગત રાત્રી દરમિયાન બે મારણ કર્યા હોવાની વિગતો સામે આવી છે. ગીરના જંગલથી 200 કિ.મી. દૂર આવેલા આ સ્થળે સિંહે નવું ઘર બનાવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા તાલુકાના ચોબારી-રામપરામાં એક સિંહણ અને તેનું બચ્ચું ગત રાત્રિના આવ્યા હતા. જેમાં સિંહણે ચોબારી-રામપરામાં બે વાછરડીનું મારણ ક...
જૂનાગઢની દાયકાઓ જૂની ટ્રાફિક જામની સ્થિતિને દૂર કરવા આખેઆખી રેલવે લાઈ...
જૂનાગઢ :તા:17 જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇનથી વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા નાગરિકો અને તંત્ર માટે માથાના દુખાવા સમાન બની રહી છે. જેના લીધે શહેરની વચ્ચોવચ આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનનું સ્થળાંતર કરીને ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા ...
જાનુબેન ગોળા, બરછી, હેમર ફેંકમાં ગુજરાતમાં 3 વર્ષથી પ્રથમ
ગુજરાત રાજયની 7મી માસ્ટર્સ એથ્લેટિકની સ્પર્ધા જૂનાગઢ મુકામે યોજાયેલી હતી. ગુજરાત રાજયના તમામ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો હતો. જેમાં જામનગરમાંથી જાનુબેન બારડએ ગોળા ફેંકમાં પ્રથમ બરછી ફેંકમાં પ્રથમ તેમજ હેમર થ્રોમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે. સતત ત્રણ વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતા પાછળ ત...
સિંહોને બચાવતી લેડી ટારઝન રસિલા
સાસણગીર નેશનલ પાર્કમાં પ્રાણીઓની સંભાળ અને દેખરેખ માટે એક રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવેલી છે. આ ટીમમાં રેસ્કયૂ ઓફિસર તરીકે રસીલા નામની યુવતીને તમે સવાર-બપોર કે રાત્રિના અંધકારમાં જંગલમાં જવાનું કહેશો તો તે ગમે તેટલું અગત્યનું કામ હશે તે બાજુ ઉપર મૂકીને જંગલમાં તેમના પ્રિય પ્રાણીઓને બચાવવા પહોંચી જશે. જંગલમાં ઈજા પામેલ, બીમાર કે કોઈ જગ્યાએ ફસાઈ ગયેલ પ...
કેશોદમાં ગાડામાં ખેડૂત રેલી
જૂનાગઢ,14
કમોસમી વરસાદના કારણે લીલો દુષ્કાળ જાહેર કરી પૂરેપૂરો પાકવીમો આપવો પડે એવી પરિસ્થિતિ છે. વીમા કંપનીઓને બચાવવા સરકાર ઠાગા ઠૈયા કરી રહી છે. સવારે ખેડૂતો બળદગાડા, ઉટ ગાડી, ટ્રેકટર, મોટર સાઇકલ લઇને કિસાન વેદના રેલી કાઢી હતી. માંગણી કરી હતી કે પાક વીમો આપો, ઘાસચારો આપો. આંદોલનકારી પ્રવીણ રામે કેશોદ અને માંગરોળ તાલુકાના 100 થી વધુ ગામડાઓમાં રૂ...
અગાસીનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાંથી લાખોની ચોરી કરી
જુનાગઢ તા. ૭ પત્નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા હતા. સનસની ફેલાઇ ગઇ છે. જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં.ર,વણઝારા ચોક પાસે હરસિધ્ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપક કારીયા (ઉ.પ૪)નાં પત્ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હ...
માણાવદરમાં કમોસમી વરસાદને કારણે જીનિંગમાં પડેલો કપાસ અને ખુ્લ્લામાં પડ...
માણાવદર તા,૪
માણાવદરમાં વરસાદી ઝાપટા અચાનક જ વાતાવરણ પલ્ટો મારી વરસાદ પડતા સમગ્ર શહેરમાં દોડધામ મચી ગઇ હતી. જીનીંગ ઉદ્યોગમાં ગ્રાઉન્ડમાં હાલ કપાસની સીઝન હોય જીનીંગ ચાલુ થયા છે, જેથી કપાસ ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલો હોય, તેથી તેને વરસાદથી બચાવવા દોડધામ, કપાસીયા ખોળ ખુલ્લી ગુણી, ખેડૂતોના ખેતરોમાં ખુલ્લામાં પડેલ પાથરા, તૈયાર મગફળી, ચારો પલળતા તેને બ...
પર્યાવરણની જાળવણી અને વન્યપ્રાણીઓની સલામતી વનવિભાગ માટે સૌથી મોટો પડકા...
જૂનાગઢ,તા.04
જૂનાગઢમાં જગવિખ્યાત લીલી પરિક્રમાનો આઠથી બાર નવેમ્બર સુધી યોજાનારી છે. તેમાં ભાગ લેવા દેશભરમાંથી સાતથી આઠ લોકો આવે છે અને ગિરનારની પ્રદક્ષિણા કરે છે. વનભ્રમણ દરમિયાન હજારો લોકો જંગલોમાં નદી અને નાળાને પસાર કરીને પરિક્રમા પૂર્ણ કરે છે. જોકે આ દરમિયાન સોંકડો લોકો અવરજવર કરતાં હોવાને કારણે પર્યાવરણ અને વન્યજીવો સામે સૌથી મોટો પડકાર સર્જા...
અમેરીકાની 9 કરોડ જર્સી ગાયો 40 વર્ષમાં ગીરની ઓલાદ બની જશે
એક તરફ ગુજરાતના પશુપાલકોએ બ્રાઝિલમાંથી આખલાના સીમન (વીર્ય) આયાત કરવા ગાય ભક્ત પક્ષ ભાજપ અને સંઘની કેન્દ્રની નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગીરના આખલાના સીમન(વીર્ય) અમેરિકા મોકલવામાં આવશે. જેનાથી અમેરીકા ગીર ગાય પેદા કરીને તેનું શુદ્ધ દૂધ પીશે. ચાર વેતર પછી, જર્સી ગાયો કે જે એ-વન દૂધ આપે છે. તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયો...
જૂનાગઢ મનપાનું કૌભાંડ આવ્યું સામે, ભાડે વાહનો રાખવાનું કૌભાંડ
જૂનાગઢ,તા:૧૭ વારંવાર વિવાદમાં રહેતી જૂનાગઢ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ મનપામાં વાહનો ભાડે રાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે બજાર કિંમત કરતાં વધુ કિંમતે રાખવામાં આવતાં હતાં. કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર મંજુલાબહેન પરસાણા દ્વારા મનપામાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં ખોટી રીતે ખાનગી વાહનો ભાડે રાખીને મોટું ક...
ગીરના રાજાનું વેકેશન થયું પૂર્ણ, સિંહદર્શન માટે લોકો કતારમાં
જૂનાગઢ,તા:૧૬ ચોમાસાની સિઝન સિંહનો સંવનનકાળ હોવાથી દેશ-વિદેશથી આવતા મુસાફરો માટે સિંહદર્શન બંધ કરવામાં આવે છે, જે અંતર્ગત અભયારણ્યમાં પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બુધવારે વહેલી સવારથી વનરાવનના રાજાનું નિયત વેકેશન પૂર્ણ થતાં લોકો માટે અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું.

English