[:gj]જાનુબેન ગોળા, બરછી, હેમર ફેંકમાં ગુજરાતમાં 3 વર્ષથી પ્રથમ[:]

[:gj]ગુજરાત રાજયની 7મી માસ્ટર્સ એથ્લેટિકની સ્પર્ધા જૂનાગઢ મુકામે યોજાયેલી હતી. ગુજરાત રાજયના તમામ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો હતો. જેમાં જામનગરમાંથી જાનુબેન બારડએ ગોળા ફેંકમાં પ્રથમ બરછી ફેંકમાં પ્રથમ તેમજ હેમર થ્રોમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

સતત ત્રણ વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતા પાછળ તેમના પતિ સુરેશભાઇ તેમજ તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળનો સિંહફાળો છે. તેઓ મૂળ માંગરોળના તલોદરા ગામના ખેર ગોવિંદભાઇ કાળાભાઇના પુત્રી છે. તેમજ માળિયા હાટીનાના દેવગામ (ગીર)ના બારડ નરસિંહભાઇ હમીરભાઇ રાજપૂતના પુત્રવધુ છે. તેમના પતિ સુરેશભાઇ બારડ જામનગરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.

જાનુબેન સુરેશભાઇ બારડનો પરિવાર ખૂબ વિશાળ છે. 60થી વધારે સભ્યોનો પરિવાર જંગર (ગીર) તેમજ જલંધરમાં પણ વિસ્તરેલો છે.

જાનુબેન જામનગર જિલ્લા એથ્લેટિક એસો.ના કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવે છે.

આગામી ફેેબ્રુઆરી 2020માં તેઓ ચંદીગઢ મુકામે નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.

21 જાન્યુઆરી 2019માં દેવભૂમિ દ્વારકામાં વલ્લભભાઇ માડમના માર્ગદર્શન હેઠળ રાજય કક્ષાની માસ્ટર્સ એથ્લેટીક ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના બારડ જાનુબેન સુરેશભાઇએ બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ, ગેાળા ફેંક તથા 100મી. દોડમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર રાજયમાં સિધ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત જામનગર શહેર એથ્લેટ એસો.ના કારોબારી સભ્ય છે અને ગતવર્ષે તેઓએ િદલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધત્વ કરી ભારત દેશને બ્રોન્ઝ મેડલ અપાવતા શહેર સહિત દેશનું ગૌરવ વધાર્યુ હતું.[:]