સોંદર્ય સ્પર્ધા જીતતા કચ્છના મહિલા પોલીસ અધિકારી શેરીગીલ
આ એ મહિલા PSI છે કે જે કદાચ ગુજરાતના પોલીસ દળના સૌથી સ્વરૂપવાન પોલીસ ઑફિસર છે. આ PSIએ બબ્બે સૌંદર્યસ્પર્ધાઓમાં તેમના સૌંદર્ય, દેહલાલિત્ય, શારીરિક સજ્જતા અને ચુસ્તી અને બુધ્ધિથી ચંદ્રકો જીત્યાં છે. વાત છે આદિપુરમાં આવેલા પૂર્વ કચ્છ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવનારાં PSI એમ.બી.શેરગીલની. ગત 23 ડિસેમ્બરે ગાંધીધામમાં યોજાયેલી રાજ્યસ્તરની સૌંદર્ય સ્પર્ધા ‘...
કચ્છની રોગાન કલાને સાચવતા ખત્રી પરિવારને પદ્મશ્રી
કચ્છના નિર્જીવ રણ પ્રદેશમાં હૃદયમાં ઉમટતાં રંગો કલાસ્વરૂપે ઉભરી-ઉતરી આવ્યા છે. 3 સદી પ્રાચીન અને લુપ્ત થવાના આરે આવીને ઉભેલી રોગાન કલાને જાળવવા ઝઝુમી રહેલાં નિરોણાના અબ્દુલ ગફૂર ખત્રીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી જાહેર થતાં નાનકડું નિરોણા જ નહીં આખો કચ્છડો અને કચ્છના કલારસિકોના હૈયે હરખ છવાઈ ગયો છે. 300 વર્ષ જૂની પર્સિયન કળા- કાપડ પર...
કસબ કચ્છ ક્રાફ્ટ્સ વુમન પ્રોડ્યુસર કંપનીને નારી શક્તિ પુરસ્કાર
વંશપરંપરાગત રીતે હસ્તકળા સાથે સંકળાયેલી કચ્છના 62 ગામની બારસો મહિલાઓના કસબની નોંધ લઈ ભારત સરકારે આ મહિલાઓએ સ્થાપેલી કસબ કચ્છ ક્રાફ્ટ્સ વુમન પ્રોડ્યુસર કંપની લિમિટેડને નારી શક્તિ પુરસ્કાર-2018થી સન્માનિત કરી છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ગઈકાલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિને આ એવોર્ડ એનાયત કરાયો હતો. રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ 44 મહિલાઓ-સ...
ગુજરાતની પાક સરહદ પર વાડ બાંધી શકાતી નથી
પુલવામા એટેક પછી ભારતે PoKમાં કરેલી એર સ્ટ્રાઈક અને ત્યારબાદ ભારત-પાકિસ્તાનના ફાઈટર જેટ વચ્ચે ખેલાયેલી ડોગફાઈટના પગલે બંને દેશની સીમા પર સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ વધતે-ઓછે અંશે યથાવત્ રહી છે. તંગદીલિ વચ્ચે ફરી એકવાર અધૂરી રહેલા ફેન્સિંગનો મુદ્દો ઉછળ્યો છે. ખેડાના સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણે અધૂરી ફેન્સિંગ અંગે પૂછેલાં એક પ્રશ્નનો લેખીત પ્રત્યુત્તર પ...
અમેરિકાના ચિકુન હેલિકોપ્ટર ભારતના હવાઈ દળમાં મુંદરાથી સમેલ
અમેરિકાથી કચ્છના મુંદરા બંદર પર ઉતારાયેલા 4 અમેરિકન ચિનુક હેલિકોપ્ટરની પહેલી બેચ 25મી માર્ચે ભારતીય વાયુદળમાં વિધિવત સામેલ કરી દેવામાં આવ્યા છે. ચિનુક હેલિકોપ્ટર ચંદીગઢ બેઝ ખાતે તૈનાત કરાશે. ભારતે અમેરિકા પાસેથી 15 ચિનુક હેલિકોપ્ટર મેળવવાનો સોદો કર્યો છે. જે પૈકી પ્રથમ ચાર હેલિકોપ્ટર 10 ફેબ્રુઆરી 2019માં મુંદરા પોર્ટ ખાતે ડિલિવર કરાયા હતા. આ હેલિકો...
અદાણીના ટાવર હઠાવો આંદોલન
અદાણી પાવર સામે લોકો લડીને હવે થાક્યા છે તેથી તેઓ અંતિમવાદી પગલું ભરીને અદાણી વીજ કંપનીના ટાવન ઉખેડીને ફેંકી રહ્યાં છે. હેવી વીજ લાઈન લઈ જતાં ટાવન ઉખેડી નાંખવા માટે તેના નટબોલ્ટ કાઢી રહ્યાં છે. પાવરપટ્ટીના મુખ્યમથક નિરોણા ગામના સીમાડે સરકારી જમીન પર અદાણી કંપનીના લગાવેલા બે વીજટાવરના નટબોલ્ટ ખોલી નાખી બંને ટાવર નમાવી નાખી અડધા કરોડ રૂપિયાનું નુક...
ગળાના કેન્સરના ડોક્ટરે 1000 ઓપરેશન કરવાની સિદ્ધી
ગાલ અને જડબાના કેન્સર માટે અતિ જટિલ શસ્ત્રક્રિયા કરવી પડતી હોય છે. જેને કમાન્ડો ઓપરેશન કહે છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લાં 16 વર્ષથી ફરજ બજાવતાં કાન, નાક અને ગળાનાં વડા ડૉક્ટર નરેન્દ્ર હિરાણીએ છેલ્લા દોઢ દાયકામાંએ ગળા અને મોઢાના કેન્સરનાં 1,000 ઓપરેશન કરવાની સિધ્ધિ હાંસલ કરી છે. સફળ ઓપરેશન કરી કેન્સર પીડિત દર્દીઓને જીવતદાન આપ્યું ...
બોયફ્રેંડ જેલમાં જતાં સ્ત્રી મિત્રએ દારૂનો ધંધો સંભાળી લીધો
બુટલેગરની સ્ત્રી મિત્ર પણ પોતાના પ્રમિના પગલે દારુ વેચવાના ધંધામાં લાગી ગઈ છે. જેલમાં બેઠેલાં ગાંધીધામના કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતની ગેરહાજરીમાં તેના વિદેશી બનાવટના શરાબના કરોડો રૂપિયાના કારોબારનું સંચાલન કરતી ગર્લફ્રેન્ડ નયના વિઠ્ઠલભાઈ બારોટ દ્વારા મગાવાયેલાં 39 લાખના વિદેશી શરાબનો જંગી જથ્થો ગાંધીધામના હાઈવે પરથી પોલીસ...
કચ્છમાં ધારણા પ્રમાણે 41ની દાવેદારી ફગાવી ચાવડાને પુનઃ ટિકિટ
કચ્છ લોકસભા બેઠક પર આખરે ધારણા મુજબ વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને બીજી ટર્મ માટે રીપીટ કરાયાં છે. તાજેતરમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાયો ત્યારે ચાવડાને જ રીપીટ કરાય તેવી શક્યતા વર્તાતી હતી. જો કે, તેમ છતાં પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને પૂર્વ સાંસદ પૂનમ જાટ સહિતના કુલ 41 જણાએ દાવેદારી કરી હતી. સાંસદ તરીકે મોટાભાગે નિર્વિવાદ રહે...
કચ્છમાં પાકિસ્તાનના શખ્સની પૂછપરછ દરમિયાન મોત, થોડા દિવસમાં બીજી ઘટના
ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર (જેઆઈસી)માં અટકાયતી તરીકે રખાયેલાં 38 વર્ષના પાકિસ્તાની યુવકનું લિવરની બીમારીથી મોત થયું છે. મરનાર મામદ સોહિલ અબ્દુલ રશીદ સૈયદ કરાચીમાં હાઉસ નંબર-202, પાક મુસ્લિમ મહમદી કોલોની, મયૂરપુરી રોડ ખાતે રહેતો હતો. લિવરની બીમારીના કારણે ગત 14 માર્ચે તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 8 માર્ચ 2019માં પણ પાકિસ્તાનના ...
કચ્છની સરહદે ચીનનું લશ્કર કોરીડોરમાં ગોઠવી દેવાયું
ગુજરાતના કચ્છની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા ચીનનું લશ્કર ખડકી મૂકી દેવામાં આવ્યું છે. ગુજરાતથી 90 કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં ચીને તેના લશ્કરી જવાનો તૈનાત કર્યાં છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ ચીને સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં થાર વિસ્તારમાં આવેલી કોલસાની ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબરેશન આર્મીના જવ...
ભાજપના નેતાનો હત્યાનો આરોપી છબીલ પટેલ અમદાવાદ આવી શરણે થશે
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા ભાજપના નેતા છબીલ પટેલે કરાવ્યા બાદ 2 જાન્યુઆરી વિદેેશ ભાગી ગયેલા છબીલ પટેલ ઉપર પોલીસની ભીંસ વધતા તે ગુજરાત પોલીસના પગ પકડવા તૈયાર થયો છે. છબીલના પુત્ર સિદ્ધાર્થ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ છબીલ હવે વિદેશથી આવવા તૈયાર થયો છે. અમેરિકામાં સંતાઈ બેઠેલા છબીલ પટેલે ભારત પાછા ફરવા માટે 14 માર્ચની વિમાનની ટિકિટ કરાવી લ...
હિન્દુ ધર્મને કચ્છનું 5 હજાર વર્ષ જુનું કબ્રસ્તાન પડકાર ફેંકે છે
કચ્છના લખપત તાલુકાના રણ પાસે જૂના ખટિયા ગામે ઉત્ખનન દરમિયાન 250થી વધુ માનવ કંકાલ ધરાવતું 5000 વર્ષ પુરાણું કબ્રસ્તાન મળી આવ્યું છે. ગુજરાતમાં આટલું જૂનું પહેલું મળી આવ્યું છે. કચ્છના ધોળાવીરા પછી વિશ્વની બીજી અતિ પ્રાચીન સાઇટ છે. જે બતાવે છે કે ગુજરાતમાં લોકોને અગ્નિસંસ્કાર કરાતા ન હતા પણ જમીનમાં દાટવામાં આવતાં હતા. જેમાં 26 કબર ખોદી ઓળખી છે. માનવ ...
કચ્છમાં વહાઈ દળના ફાઈટર પ્લેન બે કલાક સુધી કેમ ઉડતા રહ્યાં ?
અતિ સંવેદનશીલ કચ્છ સરહદે ભુજ નજીક મધરાત્રે ભુજના આકાશમાં ચકરાતા એરફોર્સના ફાઇટર વિમાનો અવાજ સાંભળીને લોકો આકાશમાં જોવા લાગ્યા હતા. હવાી જહાજ જોઈને લોકોમાં ઉચાટ ફેલાયો હતો. સતત બે કલાક સુધીના હવાઈ જહાજના આંટાફેરા અને મોટા ધડાકા સાંભળાયા હતા. પાકિસ્તાનની સરહદના કચ્છમાં સેના અને હવાઈ દળની કવાત ચાલી રહી છે ત્યાં રાતના સમયે બનેલી આ ઘટનાથી લોકોમાં ચિ...
ભાજપના નેતા છબીલ પટેલે સાક્ષીઓને ફોડવા પત્રકાર અને સગાનો ઉપયોગ કરેલો
ભાજપના નેતાઓની લડાઈમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી. આ હત્યા ભાજપના જ નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરાવી હોવાની ફરિયાદ નોંધાતા છબીલ પટેલ ફરાર થઈ ગયા છે. આ કેસની તપાસ કરી રહેલા ખાસ તપાસ દળે બે ભાડૂતી મારાઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. દરમિયાનમાં રઘવાઈ ગયેલા છબીલ પટેલે સાક્ષીઓને સમજાવવા માટે પોતાના બે સ્વજનો અને...

English