[:gj]સોંદર્ય સ્પર્ધા જીતતા કચ્છના મહિલા પોલીસ અધિકારી શેરીગીલ[:]

[:gj]આ એ મહિલા PSI છે કે જે કદાચ ગુજરાતના પોલીસ દળના સૌથી સ્વરૂપવાન પોલીસ ઑફિસર છે. આ PSIએ બબ્બે સૌંદર્યસ્પર્ધાઓમાં તેમના સૌંદર્ય, દેહલાલિત્ય, શારીરિક સજ્જતા અને ચુસ્તી અને બુધ્ધિથી ચંદ્રકો જીત્યાં છે. વાત છે આદિપુરમાં આવેલા પૂર્વ કચ્છ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવનારાં PSI એમ.બી.શેરગીલની. ગત 23 ડિસેમ્બરે ગાંધીધામમાં યોજાયેલી રાજ્યસ્તરની સૌંદર્ય સ્પર્ધા ‘મિસિસ દિવા ગુજરાત’માં તે સેકન્ડ રનર્સઅપ રહ્યાં હતા અને ગત છઠ્ઠી જાન્યુઆરીએ યોજાયેલી ‘મિસિસ કચ્છ’માં દ્વિતિય ક્રમે આવ્યા હતા. ‘મિસિસ દિવા ગુજરાત’ કોન્ટેસ્ટમાં ગુજરાતની 50 મોડેલે ભાગ લીધો હતો. પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખથી જ્યુરી કે આયોજકો પર કોઈ પ્રભાવ ના પડે તે માટે શેરગીલે તેમની PSI તરીકેની ઓળખ અને સરનેમ જણાવવાનું ટાળ્યું હતું. તો, તેમની આ સિધ્ધિથી બહુ ઓછાં પોલીસકર્મીઓ પણ વાકેફ છે. ખાખી વર્દીધારી પોલીસની હાજરી જોઈ જનતા થોડીકવાર માટે એટેન્શનની મુદ્રામાં આવી જાય છે. પણ, પૂર્વ કચ્છના એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરને જોઈ લોકો તેમને ટગર ટગર જોતાં જ રહી જાય છે! આ PSIનું દેહલાલિત્ય અને સૌંદર્ય એક મેગ્નેટની જેમ લોકોની નજરને આકર્ષી લે છે.

શેરગીલ પૂર્વ નેશનલ હેન્ડબોલ પ્લેયરઃ અગાઉ એર ઈન્ડિયામાં ફરજ બજાવેલી

32 વર્ષિય મહિન્દરકૌર બાલકરસિંહ શેરગીલ મૂળ પંજાબના અમૃતસરના ગુરદાસપુરના વતની છે. જો કે, તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયેલો છે. કૉમર્સ ગ્રેજ્યુએટ શેરગીલ હેન્ડબોલ પ્લેયર છે અને અભ્યાસકાળ દરમિયાન તેમણે નેશનલ સ્તરની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધેલો છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ 2007થી 2010 દરમિયાન એર ઈન્ડિયામાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કામ કર્યું હતું. તે સમયે તેમણે એક પ્રવાસી પાસેથી પાંચ લાખ રૂપિયાનું ડ્રગ્સ પણ ઝડપ્યું હતું. 2010માં PSI તરીકે ગુજરાતના પોલીસ દળમાં જોડાયાં હતા. શેરગીલનું સાસરું આદિપુર છે. તેમના પતિ જસજીતસિંહ ચહલ આદિપુરમાં સ્ટોકમાર્કેટનું કામ કરે છે. 3 વર્ષના પુત્રની માતા શેરગીલ ફિઝીકલ ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તાજેતરમાં તેમની બદલી વડોદરા સીટી ખાતે થઈ છે. શેરગીલે કચ્છખબરને જણાવ્યું કે, સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેતાં પૂર્વે તેમણે પૂર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડની મંજૂરી મેળવી હતી અને તેમણે પણ પ્રોત્સાહન આપ્યું હતું. પતિ અને પરિવારજનોએ પણ કાયમ તેમનો ઉત્સાહ વધાર્યો છે.[:]