Tuesday, July 21, 2026

મહેસાણા સહકારી બેંકમાં નીતીન પટેલના પ્રભાવ ખતમ કરવા ભાજપના નેતાઓ મેદાન...

ઉત્તર ગુજરાતના ભાજપ અને કોંગેસના પાટીદારોને એક પછી એકને ખતમ કરી દેવા માટે અમિત શાહ, જીતેન્દ્ર વાઘાણી અને પ્રદીપ જાડેજા છેલ્લાં 4 વર્ષથી કામ કરી રહ્યાં છે. અગાઉ નરેન્દ્ર મોદીએ કાવાદાવા કરીને આત્મરામ પટેલ, એ કે પટેલ, નારણ પટેલને રાજકીય અને સહકારી ક્ષેત્રે ખતમ કરી દીધા બાદ હવે નીતિન પટેલને પણ એક પછી એક પદ પરથી અને પકડ પરથી પ્રભાવ ઓછો કરવાનું શરૂં કરી ...

કસ્બામાં ઘરના નળમાંથી પાલિકાનું પાણી લાલરંગનું આવતાં ગૃહિણીઓ ચોંકી ગઇ

મહેસાણા શહેરના કસ્બા વિસ્તારના બે મહોલ્લામાં સાંજે નગરપાલિકા દ્વારા સપ્લાય કરાતું પીવાનું પાણી લાલરંગનું દુર્ગંધયુક્ત આવતા નળ ચાલુ કરતા જ મહિલાઓ ચોંકી ઉઠી હતી. પાલિકાની પાઇપલાઇન મારફતે આવતુ પાણી પીવાલાયક નહોતુ એટલે ખુલ્લા નળથી ગટરમાં આ દુષિત પાણી નિકાલ કર્યા પછી પણ વાસ મારતી હોવાની રહીશોમાં બુમરાડ ઉઠી હતી. સાંજે રહિશો પાણી સેમ્પલ લઇને પાલિકા પહોચી ...

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્ર...

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સ્ટેટ કો.ઓપરેટિવ ટ્રિબ્યુનલે મોટો ફટકો આપ્યો છે, દાણ કૌભાંડના કેસમાં 30 સપ્ટેમ્બર સુધી રૂપિયા 9 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે, તેમને આ રકમ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં જમા આપવાની રહેશે, રૂપિયા 22.50 કરોડની રિકવરી મુદ્દે વિપુલ ચૌધરીએ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી પરંતુ હવે તેમની અરજી ફગાવી...

વિડીયોથી ૧૬ લોકોને માહિતી અધિકારનો ન્યાય મળ્યો  

ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કૉંફેરન્સથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલ સંબંધિત પક્ષકારોની હાજરીમાં નિર્ણય અર્થે હાથ પર લેવામાં આવી હતી. કોઈ એક અપીલમાં કમિશ્નરએ પ્રથમ અપીલ અધિકારીની અરજદાર પ્રત્યેની નિષ્કાળજીની નોંધ લઈ રૂપિયા 2500નો દંડ ફટકાર્યો હતો. આયોગની દંડ...

ગૌચર અને તળાવો વધુ જાહેર કરો, કેન્દ્ર સરકારનો આદેશ, પણ ભાજપે તો વેંચી ...

ભારત સરકારની જળ સંચય અભિયાનની ઉચ્ચ અધિકારીઓની ટીમના વડા કેન્દ્રીય ખાતર અને રસાયણ ખાતાના કેન્દ્રીય સંયુકત સચિવ રજનીશ ટીંગલે જળ સંચયની કામગીરી સમયસર કરવા, મોટા ગામોના ગૌચરમાંના તળાવો નિમ કરવા અને તળાવોમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય, જળ સંચય થકી આસપાસની જમીનોના પાણીના તળ ઉંચા લાવવાની કામગીરીમાં ત્વરીતતા લાવવા સુચના આપી હતી. જિલ્લામાં ગ્રામીણ વ...

કરંટ લાગતાં મહેસાણાના લશ્કરના જવાનનું કાશ્મીરમાં મોત થતાં સન્માન

મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના આર્મીમાં બટાલીયન પ૦૮ માં કાશ્મીરના ગલેસરીયા વિસ્તારની સરહદ ઉપર ફરજ બજાવતા ઠાકોર પ્રવિણજી પ્રધાનજીનું ૧૬.૭.ર૦૧૯ ના રોજ આકસ્મીક કરંટ લાગતાં મોત થયું હતું. તેમનો મૃત દેહ વતનમાં લવાતા મુખ્ય પ્રધાન સહિત લોકોએ શ્રધ્ધાંજલિ આપી હતી. સાંજે પાંચ વાગ્યે ટેન્ટમાં નહાવા માટે ગયા ત્યારે પાણી ગીઝરથી ગરમ થઈ રહેલા પાણીમાં કરં...

સિદ્ધપુરને ‘શ્રીસ્થલ’ કેમ કહેવાતું હતું ? ઊંઝાનું નામ પૂરા...

શ્રીસ્થલ પિંડનિર્યુક્તિ પરની મલગગિરિની ટીકામાં એક ‘શ્રીસ્થલક’ નામના નગરનો નિર્દેશ છે, જ્યાં ભાનુ નામનો રાજા હતો. એના મોદકપ્રિય કુમાર સુરૂપને વૈરાગ્ય થતાં સમ્યગ્જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય સાંપડ્યાં હતાં અને એ કેવલજ્ઞાન પામ્યો હતો. ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર ‘શ્રીસ્થલ’ તરીકે પણ જાણીતું છે. સોલંકી વંશના સ્થાપક મૂલરાજના ઈ.સ. ૯૮૭ના દાનશાસનમાં સરસ્વતી નદી અને ર...

ઊંઝામાં વિશ્વના સૌથી મોટા ગરમ મસાલા બજારના પ્લાન તૈયાર નથી અને ખાતમૂહુ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી જ્યાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા તે બ્રાહ્મણવાડામાં ઊંઝા APMCના નવા રૂ.800 કરોડના ખર્ચે બનનારા બજારનો શિલાન્યાસ કર્યો હતો. એશિયાના સૌથી મોટા આ માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, રાયડો જેવી ખેતપેદાશો વેચવા 4 રાજ્યોના ખેડૂતો આવશે. જે વિશ્વનું સૌથી મોટું ગરમ મસાલા બજાર બની રહેેશે. ...

દર્દી મહિલાઓ સાથે ડોક્ટર મહેન્દ્ર મોદી અને પૂત્ર શારીરિક સંબંધ કરતો હત...

1 સમીમાં ડોક્ટરની કામલીલાનો ભાંડાફોડ થયો, સોશ્યલ મીડિયામાં વીડિયો વાઈરલ 2 સારવાર માટે આવતી મહિલાઓનું ડોક્ટર મહેન્દ્ર મોદી શારીરિક શોષણ કરતો હતો 3 ડોક્ટર મોદીનો પુત્ર કિશન પણ તેનાં બાપની પાપલીલામાં ભાગીદાર, કિશન વગર લાઈસન્સે સમીમાં ચલાવતો હતો દવાખાનું પાટણ, સામાન્ય રીતે ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ ગણવામાં આવે છે. પરંતુ જ્યારે ડોક્ટર જ શૈતાન...

ભારતીય જનતા પાર્ટી નો કાળો દિવસ

23 મે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નો બલિદાન દિવસ જેણે ભારતીય જનતા પાર્ટી માટે કાશ્મીર ની જેલ માં પોતાના જીવનનું બલિદાન આપ્યું. આજે મહેસાણા ખાતે સંઘઠન પર્વ નિમિત્તે જિલ્લા ના પદાધિકારીઓ ની મિટિંગ નું આયોજન કરેલ ત્યારે જેણે પોતાના જીવન ના 50થી વધુ વર્ષ પાર્ટી માં રહી પાર્ટી ને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા સુધીની સફર માં દરેક પરિસ્થિતિમાં અડગ ઉભારહ...

વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?

વિવાદ અને વિપુલ ચૌધરી એકબીજાનાં પર્યાય બની ગયાં હોય એવું લાગી રહ્યું છે. હંમેશા વિવાદોમાં રહેલા વિપુલ ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયાં છે. આ વખતે કોર્ટમાં પોતાનો કેન્સલ પાસપોર્ટ જમા કરાવીને કોર્ટ સાથે ઠગાઈ કરવાનો વિવાદ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ ચૌધરી સામે થયેલાં કેસ મામલે કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવવા કહ્યું હતું, પરંત...

અલ્પેશની સેના કેમ તૂટી, આ રહ્યું રહસ્ય

મહેસાણા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક બેઠક મળી હતી. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહીત તેમના ટેકેદારોએ રાજીનામાંઓ આપીને રાષ્ટ્રીય ઠાકોર સેના નામનું નવું એક સંગઠન ઉભું કર્યું છે. પ્રમુખ પદ પર રામજી ઠાકોરને નિયુક્ત કરાયા છે. ઠાકોર સેનાના આ નવા સંગઠન દ્વારા ઠાકોર સમાજની કેટલીક માંગણીઓની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે. અલ્પેશ ઠ...

5 કરોડ વસુલવા 4 પ્લેનની હરાજીમાં કોઈ ન આવ્યું, વાંચો આખી ઘટના

મહેસાણામાં સીલ કરેલા ૪ પ્લેનની હરાજી કેન્સલ કરવામાં આવી છે. મહેસાણામાં ૪ પ્લેનની હરાજીમાં એક પણ બીડર હાજર ન રહેતા પ્લેનની હરાજી રદ્દ કરાઇ હતી. મહેસાણામાં ૪ પ્લેનની હરાજી માટે ૩ એજન્સીની નોંધણી કરાઈ હતી. પરંતુ કોઇ કારણસર ત્રણેય એજન્સીની સૂચક ગેરહાજરી નોંધાઇ હતી. હવે આગામી સમયમાં ફરી હરાજી હાથ ધરાશે. ન.પા.ના સત્તાધીશો દ્વારા પ્લેનની હરાજી કરવાની હ...

12 તાલુકામાં સૂર્યનો પડાછાયો એકાએક ગુમ થઈ જશે

સામાન્ય રીતે પડછાયો ક્યારેય સાથ છોડતો નથી. પરંતુ વર્ષ દરમિયાન 21 જૂનમાં બપોરે 12.40 કલાકે ખગોળીય ઘટના બનતી હોય છે. જેમાં બપોરના નિશ્ચિત સમયે કેટલીક ક્ષણો માટે કોઇપણ ચીજવસ્તુ કે વ્યક્તિનો પડછાયો પડતો નથી. અદ્દભૂત ગણાતી આ ખગોળીય ઘટના ઉત્તર ગુજરાતના 6 તાલુકા અને કચ્છના 6 તાલુકામાં જોવા મળશે. પ્રકાશના કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. તેની વચ્ચે કશું આવી ...

વડાપ્રધાનના શહેર વડનગરમાં 300 લોકો સાથે રૂ.7કરોડની છેતરપીંડી

એકના ડબલ કરવાનું કહી વડાપ્રધાનના શહેર વડનગર અને મહેસાણામાં 300 ગ્રાહકો સાથે રૂ.7 કરોડની છેતરિંપડી કરનારા વડનગરના ચેહર એન્ટરપ્રાઇઝના માલિક જીતેન્દ્ર સોની ભૂગર્ભમાં ઉતરી ગયો છે. વાઈરલ ઓડિયો ક્લિપ જાહેર કરીને જીતેન્દ્રએ થાપણદારોને ધમકી આપી છે જે પોલીસ કેસ કરશે તેને પૈસાય નહીં મળે. મેં તમારા બધાના પૈસાના 12 ટકા, 15 ટકા અને 17 ટકા સુધી વ્યાજ ચૂકવ્યા ...