Sunday, August 2, 2026

મોરબીમાં ટ્રાફિક પોલીસનો હાસ્યાસ્પદ છબરડો, કારચાલકે આપ્યો હેલ્મેટનો મે...

મોરબી,તા:૨૧  રાજ્યભરની જેમ મોરબી શહેરમાં પણ ટ્રાફિકના નિયમોની કડકપણે અમલવારી થઈ રહી છે, જેમાં સીસીટીવીના આધારે પણ હજારો વાહનચાલકોને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાસ્યાસ્પદ વાત એ છે કે ટ્રાફિક પોલીસે સીસીટીવીના આધારે એક કારચાલકને હેલ્મેટનો દંડ ફટકારી દીધો. રવાપર ખાતે રહેતા કારચાલક જ્યારે ચારરસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે તેમની સાથ...

મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર NGTનો વધુ એક કોરડો

મોરબી,તા:૧૩ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુ એક કોરડો વીંઝતાં રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ કોલગેસ વાપરવા પ્રતિબંધ મૂકી દેતાં આમ તો લગભગ તમામે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અગાઉ કોલગેસ વાપર્યો હોવા અંગે એનજીટીએ આ પગલું ભર્યું છે. કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ આરોપ મૂક્યો છે કે મંજૂરી લીધી હોવા છતાં GP...

મનપાના દરજ્જા માટે પ્રધાનમંત્રીને પત્ર

મોરબી, શનિવાર સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટે હવે માગણી થઈ રહે છે, અને તેના માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી માગણી પણ કરવામાં આવી છે. વ્યવસાયે સીએ અને જાગૃત નાગરિકે આ અંગે વિવિધ રજૂઆત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી મોરબીને મહાનગરપાલિકાનો હોદ્દો આપવા આ અંગેની માગણી કરી છે. કેન્દ્ર સરકારના 370 અને 35-એ જે...

મચ્છુ ડેમ હોનારતને ચાળિસ વર્ષ પૂર્ણ થવા છતાં મોરબીવાસીઓના ઘા રૂઝાતાં ન...

આજે ઉદ્યોગનગરી તરીકે મોરબી જગવિખ્યાત છે પરંતુ મોરબી શહેર ને બે આફતોએ ઘમરોળી છે તેની યાદ માત્રથી મોરબીવાસીો ધ્રુજી ઉઠે છે. સમગ્ર વિશ્વને હચમચાવી નાખનારી પહેલી આફત આજના દિવસે 1979માં આવી હતી એટલેકે અગિયાર ઓગષ્ટ 1979ના આ કાળમુખા દિવસે મોરબીવાસીઓને તહસનહત કરી નાંખ્યા હતાં. આ હોનારત મચ્છુ ડમ હોનારત હતી. આજે ચાળિસ વર્ષ વિતવા છતાં પણ મોરબીવાસીઓને તેમના આત...

અણીના સમયે પહોંચીને પોલીસે 42 લોકોને બચાવીને એક ઉત્તમ કામગીરીનું ઉદાહર...

ગુજરાતના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે, મોરબી જિલ્લો પણ તેમાથી બાકાત નથી, મોરબીના ટંકારામાં ધોધમાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, અહીના કલ્યાણપર રોડ પાસેના કિનારા પર 42 લોકો ફસાયા હતા, જેમને સમયસર જો બહાર કાઢવામાં ન આવ્યાં હોત તો મોટી મુશ્કેલી થવાની હતી ત્યારે મોરબી પોલીસના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી જઇને તેમને બચાવી લીધા હત...

દિવાલ ધસી પડતાં મોરબીમાં આઠ સહીત સૌરાષ્ટ્રમાં નવના કરૂણ મોત

મોરબીમાં આવેલા કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ઝૂંપડા પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8 મજૂરોનાં કરૂણ મોત થયા છે. જેને પગલે કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના રહેવાસી એવા આ તમામ મૃતકોમાં કાળીબેન બલુભાઈ(ઉ. 18), કવિલા બિદેશ ડામોર (ઉ.વ. 19), આશા પૂનમ આંબલિયા (ઉ.વ. 15), બિદેશભાઈ મિલીભુડા (ઉ.વ.20), કસ્માબેન સેતુભાઈ (ઉ.વ.30), લલિતાબેન ચંદુભાઈ (ઉ....

મોરબીમાં ગેસની તકલિફથી ટાઈલ્સની 6 ફેક્ટરી બંધ

મોરબીના સિરામિક ઉદ્યોગ ભાંગી રહ્યો છે. પર્યાવરણના પ્રશ્નોના કારણે પડેલા ફટકા બાદ હવે ગેસ કંપની દ્વારા પૂરતો ગેસ મળતો ન હોવાથી ટાઈલ્સના કારખાના બંધ થઈ રહ્યાં છે. થોડા દિવસોમાં 6 કારખાના બંધ થઈ ગયા છે. બીજા નવા કારખાના હવે મોરબીમાં નાંખવાના બદલે ખેડા જિલ્લામાં કે ઉત્તર ગુજરાત તરફ બનાવવામાં આવી રહ્યાં છે. ટાઈલ્સની કંપનીઓને ગેસ કંપનીના કારણે પરેશાની...

ભાજપના 3 નેતાઓને આચાસંહિતામાં 1 વર્ષની સજા છતાં 10 વર્ષથી આઝાદ

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોરબી ખાતે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્ય નિમા આચાર્ય સામે મોરબીમાં ગુનો નોંધાયો હતો. કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રએ આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અ...

મોરબીમાં ભાજપ સામે પૂર આવતાં ઉર્જા પ્રધાન દલાલ દોડ્યા

કચ્છ લોકસભામાં આવતાં મોરબી વિધાનસભામાં ભાજપ માટે તકલીફ ઊભી થતાં પ્રધાન ઊર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના ઉદ્યોગદારોને તુરંત બોલાવીને તેમની સાથે ચા પીધા બાદ કહ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકાલાઈ જશે. મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે. જે મામલે જીએસપ...

મોરબી ભાજપના વિરોધમાં જતાં ઊર્જા પ્રધાન સૌરભ દલાલ દોડી ગયા

કચ્છ લોકસભામાં આવતાં મોરબી વિધાનસભામાં ભાજપ માટે તકલીફ ઊભી થતાં પ્રધાન ઊર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના ઉદ્યોગદારોને તુરંત બોલાવીને તેમની સાથે ચા પીધા બાદ કહ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકાલાઈ જશે. મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે. જે મામલે જીએસપ...

સમાજ સુધારક દયાનંદની ભૂમિ પર, મસાલા કંપનીના ધર્મપાલ, હવે હું 100 વર્ષ ...

આર્યસમાજી અને ભારતભરમાં પ્રખ્યાત MDH ભોજન માસાલા કંપનીના 96 વર્ષના અધ્યક્ષ ધર્મપાલ દયાનંદ સ્મારક સ્થળે ટંકારા 10 એપ્રિલ 2019ના દિવસે આવ્યા હતા. ટંકારના ગ્રામજનો દ્વારા બેન્ડ વાજા સાથે કરાયેલું હતું. દૈનિક યજ્ઞમાં ભાગ લઈ આહુતિ આપેલી હતી. ધર્મપાલજીએ જણાવ્યુ કે 5 વર્ષ નો થયો ત્યારથી મારી આંગળી આર્યસમાજે પકડી છે. સિલાયકોટ હતો. અખંડ ભારતના ભાગલા પડ્યા ...

મોહન સાથે નીચી મુંડીએ સમાધાન કરી લેતા સોમાણી

રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ મોહન કુંડારિયા સામે વાંકાનેરના ભાજપ નેતા જીતુ સોમાણી મેદાને પડી ગયા હતા. તેમણે ખુલ્લીને કુંડારીયાનો વિરોધ કર્યો હતો. ભાજપનું કાર્યકર્તા સ્નેહમિલન યોજી પક્ષ સામે બળવો પોકાર્યો હતો. આખરે જીતુ સોમાણીએ હાર સ્વિકારી છે અને મોહન ટુંડારીયા સાથે નતમસ્તકે સમાધાન કરી દેવાની ફરજ પડી છે. બંને જૂથ વચ્ચે વિધાનસભાની 2017ની ચુંટણી વખત...

મોરબીના 16 ટાઈલ્સ કારખાઓએ 89 કરોડના ખોટા બિલો બનાવી વેરા ચોરી કરી

મોરબીની 16 સિરામિક ટાઈલ્સ બનાવતી ફેક્ટરી દ્વારા માલ વેરો નહીં ભરતાં રૂ.17.76 કરોડની છેતરપીંડી, કાવતરું  અને સરકાર સાથે વિશ્વાસ ઘાત કર્યો હોવાની ફરિયાદ  સરકારી ખાતાએ કરી છે. જોકે પ્રજાને સુવિધા ન આપતાં મોરબી શહેરના અધિકારીઓ અને રાજકીય નેતાઓ પ્રજાના પાસેથી વેરાના પૈસા ઉઘરાવીને ઉપર જે કલમો લગાવેલી છે તે જ કલમો તેમની સામે લગાવીને સરકાર ફરિયાદ કરી શકે ત...

ખેડૂતોના પ્રશ્નોનોથી રાજકોટ ભાજપના સાંસદ મોહન કુંડારીયાએ ભાગવું પડ્યું...

લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે પ્રચાર માટે વાંકાનેરના પલાસ ટામે ભાજપના નેતા સાંસદ મોહન કુંડારીયાને પ્રજાના પ્રશ્નોના કારણે ઘણા કડવા અનુભવ થાય છે.  રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જયારે ખેડૂતો સાથે વાતચીત કરતી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ પાક વિમાની વાત કરતા રાજકોટના મોહન કુંડારિયા ભડકી ઉઠયા હતા. તમારે રજૂઆત કરવી હોય તે ગુજરાત સરકારને કરો તેમ કહીને તેઓએ ...

ભાજપને મત ન આપતાં માળિયામાં ફરી અન્યાય

મોરબીથી 35 કિલોમીટર દૂર આવેલ માળીયા મિયાણા તાલુકો રાજકીય પરિબળોના કારણે પછાત બનીને રહી ગયો છે. કારણ કે માળિયા તાલુકો કોંગ્રેસની વોટ બેન્ક છે. તેથી માળીયા તાલુકા પર ભાજપ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. માળિયા તાલુકાને ભૂકંપ બાદ એક પણ સુવિધા આપવામાં આવેલ નથી કે માળીયાના વિકાસ માટે એક પણ કામ કરવામાં આવેલા નથી. ભૂકંપ બાદ માળીયા જેની તેજ હાલ...