Friday, August 7, 2026

પગાર ન મળતા જાફરાબાદમાં પથ્થરમારા બાદ હજુ લોકોમાં અજંપો

જાફરાબાદ, 22 મે 2020 અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પથ્થરમારો થયો છે. ખારવા સમાજના આગેવાનોએ ખલાસીઓનો 2 મહિનાનો પગાર નહીં ચૂકવવાનો નિર્ણય કર્યા બાદ પરિસ્થિતી વણસી હતી. લોકોના ટોળાએ ખારવા સમાજના આગેવાનોના ઘરે પહોંચીને પથ્થરમારો શરૂ કરી દીધો.જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જાફરાબાદમાં પથ્થરમારો ખારવા સમાજના આગેવાનોના ઘર પર ...

ગીરમાં સિંહોએ એમ્બ્યુલન્સ ઘેરી લેતાં મહિલાએ જંગલમાં બાળકને જન્મ આપ્યો

ગુજરાતમા ગર્ભવતી મહિલાને અનેક ગીર સિંહોની વચ્ચે બાળકને જન્મ આપ્યો છે. સિંહોએ એમ્બ્યુલંસને ચારેબાજુથી ઘેરી લેતાં મહિલાને જંગલની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું હતું. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. ગઢડાના ભાખા ગામની સીમમાં સિંહોને હટાવ્યા પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, બાળક અને મહિલા બંને સ્વસ્થ છે. હકીકતમાં, 20 મેના રોજ રાત્રે 10.20 વ...

અમદાવાદમાં ધનવંતરી રથ યોજના એ ભાજપની યોજના છે ? 23 હજારનું મેડિકલ ચેકઅ...

અમદાવાદ, 22 મે 2020 ગુજરાતના અમદાવાદ શહેરમાં ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ધનવંતરી રથ દ્વારા અમદાવાદના 14 વોર્ડમાં કામગીરી થઈ છે. રાજ્યમાં બુધવારથી એસટી સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે પુરવઠા સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ કે, રાજ્યમાં એસટીની સામાન્ય સેવા જનતા માટે શરૂ કરાઈ છે. એક દિવસમાં એસટીની 46 જેટલ...

700 ટ્રેનો દ્વારા 10 લાખ કારખાનના મજૂરોને ગુજરાત બહાર ધકેલી દેવાયા

ગાંધીનગર, 22 મે, 2020 રાજ્યમાં શ્રમિકો માટે 633 ટ્રેન ચલાવવામાં આવી રાજ્યમાં 10 લાખ શ્રમિકોને રવાના કરાયા ગઈ કાલે સૌથી વધારે 71 ટ્રેન રવાના કરાઈ આજે વધુ 64 ટ્રેન દ્વારા વધુ શ્રમિકોને વતન મોકલવાનું આયોજન આજે રાત સુધીમાં 697 ટ્રેન દ્વારા 10.20 લાખ શ્રમિકોને મોકલાશે ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું ધનવંતરી ...

સુરેન્દ્રનગર બાદ ભાવનગર પહોંચ્યા તીડનાં ટોળા

ગાંધીનગર, 21 મે, 2020 રાજ્યમાં કોરોનાની મહામારી યથાવત છે, ત્યારે આ મહામારી વચ્ચે તીડનાં ટોળાનાં ઉપદ્રવનાં કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. આ જીવજંતુનું આક્રમણ ગુજરાતમાં જોવા મળ્યો છે. તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું ઉત્તર ગુજરાતમાં જોવા મળેલા તીડના ટોળા હવે ભાવનગર જિલ્લા સુધી પહોંચ્યા છે. ભાવનગરના વલ્લભીપુરના નસીતપુર, તેમજ મોટ...

ખેડૂત આગેવાન પાલભાઈને ઝાડ પાસે ઊભા રાખી પાકિસ્તાનના ત્રાસવાદીની જેમ પો...

રાજકોટ, 21 મે 2020 ગુજરાતના ખેડૂત આગેવાન પાલ આંબલીયાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટની પોલીસના લોકઅપમાં માર માર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા છે. પાલ આંબલિયા પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે તે અંગે તે...

લાયન શો કરતા બે ઝડપી પાડ્યા, એક વર્ષ પહેલાં સરકારે કહ્યું તે કર્યું નહ...

અમદાવાદ, 21 મે, 2020 જંગલ વિસ્તારમાં જતા બે ઇસમોને ભારે પડ્યું. લાયન શોના કિસ્સા વધું આવી રહ્યા છે. સાવરકુંડલાના મેવાસાની નાની વડાલ બીડની અંદર બે લોકો લાયન શો કરી રહ્યાં હતા. બંને આરોપી પાસેથી 20,000 દંડ વસુલવામાં આવ્યો. ધારીના વન અધિકારી ડો. અનસૂમન શર્માએ આરોપી હિરેન પુનાભાઈ મેર, રાજેશ ભોળાભાઈ સરવૈયા બને ઈસમો લાયન શો કરતા ઝડપાયા હતા. એક વ...

ગુજરાતમાં પોઝીટીવ આંક 13 હજાર નજીક

અમદાવાદ, 21 મે, 2020 5 દિવસમાં 2 હજાર નવા કેસ તો 150 લોકોના થયા છે મોત, અમદાવાદમાં  5500 કેસ એક્ટિવ ગુજરાતમાં આજે વધુ 371 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 12910 થયો છે. ગુજરાતમાં આજે વધુ 371 કેસ નોંધાયા છે. વધુ 24 લોકોના મોત સાથે કોરોનાને લઈને જીવ ગુમાવનારાની સંખ્યાપણ 773 થઈ છે. ગુજરાતમાં ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન છુટછાટો પણ અપાઈ ચૂકી છે. છતાં ગુજર...

નિષ્ફળ મુખ્ય પ્રધાનને બચાવવા મેદાને આવતાં “તકસાધુઓ”, પ્રજા...

અમદાવાદ, 21 મે 2020 કોરોના વાયરસના ચેપ સામેની લડાઇમાં જનતાને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવા ગુજરાત સરકારે પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સરકારી સાધુ અને સરકારી કથાકારો ઉપરાંત સરકાર સાથે સુંવાળી સંબંધો ખરાવતાં લેખકો મેદાને આવી ગયા છે. જે પહેલેથી જ ભાજપને સત્તા અપાવવા અને ટકાવી રાખવા કામ કરી રહ્યાં છે. આ એ સરકારી લોકો છે જે પ્રજાનું માનસ પરિવર્તન કરત...

ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધું, દુનિયામાં એક લાખે મૃત્યુદર 4.1ની...

Delhi, 19 MAY 2020 અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ લોકોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વ કરતાં ઓછા લોકોને કોરોના માલુમ પડ્યો છે. ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વધું, દુનિયામાં એક લાખે મૃત્યુદર 4.1ની સામે ભારતમાં 0.2  મૃત્યુ દર બહાર આવ્યો છે. જે સાબિત કરે છે કે, ભારતના લોકોની રોગપ્રતિકાર શક્તિ વિશ્વના દેશો કરતાં સૌથી વધું મજબૂત છે. ભા...

ગુજરાતના 12 શહેરો સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આગળ રહ્યાં

નવી દિલ્હી, 19 મે 2020 6 શહેરોને 5 સ્ટાર, 65 શહેરોને 3 સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર રેટિંગ મળ્યું એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીએ જાણકારી આપી હતી કે, આકારણી વર્ષ 2019-20 માટે કુલ છ શહેરોને 5-સ્ટાર (અંબિકાપ...

ખેડામાં મનરેગામાં ૧૫૩ પંચાયતોમાં ૩૭૫ સ્થળે ૩૮૦૯ શ્રમિકોને રોજગારી

નડિયાદ, 16 મે 2020 ખેડા જિલ્‍લામાં ગ્રામીણ વિસ્‍તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થાય તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પુરી પાડવાની સૂચના મળતા ખેડા જિલ્‍લામાં કલેકટરશ્રી આઇ.કે.પટેલ અને શ્રી ડી.એસ.ગઢવી, જિલ્‍લા વિકાસ અધિકારી સહ ચેરમેનશ્રી, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના માર્ગદર્શન હેઠળ કામોનું...

રૂપાણી, આપનું પાણી કોન પીજાય છે, આ હિસાબ તો જૂઓ

ગાંધીનગર, 18 મે 2020 જળ અભિયાનના ત્રીજા વર્ષે તબક્કો 20 એપ્રિલ 2020થી શરૂ થયો છે. 18 મે 2020 સુધીમાં 33 જિલ્લામાં 916 કામો પૂર્ણ થયા છે અને 4688 કામો ચાલી રહ્યાં છે. ચેકડેમ તળાવો, રીઝર્વર,નાની-મોટી નદીઓ તળાવો ઉંડા કરવામાં આવી રહ્યાં છે. 2018 માં શરૂં થયેલી કામગીરી છેલ્લા બે વર્ષમાં 23500 લાખ ઘનફૂટ વધારાનો જળસંગ્રહ થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફુટ પ...

અરવલ્લીના ૩૪૦ ગામોમાં ૩૫,૦૦૦થી વધુ લોકોને ઉકાળા વિતરણ

સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપી રહ્યા છે. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ ગ્રામિણ વિસ્તારમાં વ્યાપ જોવા મળ્યો છે જેને લઇ જિલ્લામાં ૭૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તાર...

બિનઅધિકૃત રેતી ખનીજનું વહન કરતા ૧૦ વાહનો જપ્ત, આટલા કરોડનો મુદ્દામાલ જ...

છોટાઉદેપુર જિલ્લામાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા ૧૦ વાહનો જપ્ત કરી ૧.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો સાદી રેતી ખનીજનું વહન કરતા વાહનોની ભુસ્તરશાસ્ત્રી છોટાઉદેપુર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા રોયલ્ટી પાસ વગરના અને ક્ષમતા કરતા વધુ રેતીનું વહન કરતા ૧૦ વાહનો તપાસમાં ઝડપાયા હતા. આ તમામ દસ વાહનોને જપ્ત કરી રૂા. ૧.૩૫ કરોડનો ...