Friday, August 7, 2026

15 દિવસમાં 1200 કંપનીઓએ 17000 નોકરી આપી

30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત  કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020 રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી...

અમદાવાદ કોંગ્રેસ ઘરેઘરે જઈને સભ્ય નોંધણી કરશે

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે અમદાવાદ શહેર સમિતિનાં પ્રમુખ શશીકાન્ત પટેલની અધ્યક્ષતામાં ડીઝીટલ મેમ્બરશીપ માટે અગત્યની મીટીંગ મળેલી હતી. જેમાં એ.આઈ.સી.સી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સહપ્રભારી  બિસ્વરંજન મોહંતીજી, અમદાવાદ શહેરનાં પ્રભારી નિરંજનભાઈ પટેલે ઉપસ્થિત રહી માર્ગ દર્શન પુરું પડેલું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝીટલ મે...

નંદન ડેનિમના ચીરીપાલ વિદેશ ફરાર, 7ના મોત માટે કોણ જવાબદાર ?

ભીષણ આગની ઘટનામાં ૭ મજુરોના મૃત્યુ નીપજતા પોલીસ કાર્યવાહીથી બચવા માલિકો સંતાતા ફરે છે શહેરના નારોલમાં તાજેતરમાં જ ચીરીપાલ ગ્રુપની નંદન ડેનીમ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકોના મોત નીપજયા હતાં. સાત વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી કંપનીના માલિકો હજુ હાથમાં આવ્યા નથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે કંપનીના એમડી તથા સીઈઓ કોલક...

ખંભાતમાં કોમી રમખાણો ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજયે કરાવ્યા

ખંભાત કોમી હિંસા કેસમાં ભાજપના નેતા સહિત 18 વિરૂદ્ધ ફરિયાદ ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તમામ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સામે મંજૂરી વ...

4 લાખ ખેડૂતોને સ્માર્ટ કિટ અપાશે

ખેડૂતોને સ્માર્ટ હેંડ ટુલ કીટ આપવાનું ગુજરાતના કૃષિ વિભાગે નક્કી કર્યું છે. રૂ.22 કરોડ આ માટે આ બજેટમાં કૃષિ વિભાગે ફાળવેલા છે. એક કિટ રૂ.500થી 1000 સુધીની હોય તો 4.50 લાખથી 2.25 લાખ ખેડૂતોને તે આપી શકાય છે. જોકે હવે ઓન લાઈન આવી કિટ ખેડૂતો મંગાવી રહ્યાં છે જેનાથી ખેતરમાં કામ ઝડપી બને છે. તેમાં ખાસ તો ઓજારો વધું હોય છે. પરંપરાગત ઓજારના બદલે સ્માર...

વીમા કૌભાંડ કરવામાં ડ્રોન અને ઉપગ્રહનો ભાજપના ફળદુએ ઉપયોગ કર્યો

2019માં ખેડૂતોના ખેતરોમાં પારાવાર નુકશાન વરસાદના કારણે થયું હતું. ભાજપના નેતાઓની માનિતી કંપનીઓએ વીમાની રકમ સાવ ઓછી ચૂકવવી પડે એ માટે ખેતરે ખેતરે જઈને નુકાસનનો સરવે કરવાના બદલે ભાજરની રૂપાણી સરકારના કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ ઈનફોટેકનોલોજી કંપનીને સેલેટાઈટ અને ડ્રોનથી સરવે કરવાનું કામ રૂ.10 કરોડમાં એટલા માટે આપ્યું હતું કે ઈચ્છા થાય એ રીતે સરવે કરીને ઓ...

તાલુકા પંચાયતોમાં 45 ટકા જગ્યા ખાલી, સરકાર બેદરકાર

સરકારની યોજનાઓનો જ્યાં અમલ થાય છે, તે તાલુકા પંચાયતોમાં 45 ટકા જગ્યા ખાલી પડેલી છે. તેથી રૂપાણી સરકારનું વહીવટી તંત્ર સાવ તળીયે આવીને ઊભું છે. તાલુકા પંચાયતોમાં લોકોના કામો થતાં નથી. કોંગ્રેસના ધારાભ્યોએ પૂછેલાં આકરા પ્રશ્નોના જવાબમાં જે વિગતો બહાર આવી છે તે ઘણી ચોંકાવનારી છે. જુઓ વિગતો

જાદૂગર ચૂડાસમા, રાતોરાત 2500 શાળાઓમાં મેદાન આવી ગયા

ગુજરાત સરકારની 5 હજાર જેટીલ શાળાઓમાં બાળકો રમી શકે એવા મેદાન નથી. મેદાન વગર આ શાળાઓ ચાલી રહી છે. બે વર્ષમાં 7 હજાર શાળાઓમાંથી માંડ 261 પ્રાથમિક શાળાઓના મેદાન આપવામાં આવ્યા છે. પણ રૂપાણી સરકારે એવું જાહેર કર્યું છે કે, 2596 શાળાઓમાં મેદાન આવી ગયા છે. જોકે રૂપાણીના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા આમેય ભવા અને ભરાડીના ચમત્કારોમાં માને છે. ચૂંટણીમાં તે...

રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...

કુપોષણના અઢી લાખ બાળકો વધીને 3.83 લાખ થયા, રૂપાણી નિષ્ફળ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની સાચી હકીકત છૂપાવવા માટે કુપોષણ અંગે સંમેલનો શરૂં કર્યા પણ લોકોએ તેને કોઈ સહકાર આપ્યો ન હતો. તેની પાછળની હકીકત એ છે કે, એક વર્ષમાં અઢી લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ગરીબ ઓરત પાસે ખાવાના પૈસા નથી તેથી તેના બાળકો નબળા છે. સરકારની જવાબદારી છે કે ગુજરાતનું દરેક બાળક તંદુરસ્ત હોય પણ તેમ કરવામાં રૂપાણીની અંગુ...

ખેડૂતોની જીત, ગીરના સિંહોના વિસ્તારમાં દિવસે વીજળી અપાશે

ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને આગામી અષાઢી બીજ પહેલા ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવામાં આવશે ગીર આપસાપના વિસ્તારોમાં રાતના સમયે દીપડા અને સિંહ જેવા શિકારી પ્રાણીઓ આવતાં હોવાથી ખેડૂતો રાતના સમયે વીજળીથી સિંચાઈ કરી શકતા ન હતા. તેથી ખેડૂતોએ વ્યાપક આંદોલન કર્યું હતું. ગામડાઓ બંધ રહ્યાં હતા. જેની સામે વિજય રૂપાણીની સરકાર ઝૂકી ગઈ છે. હવે ગીર વિસ્તારમ...

નવસારીમાં હાથીપગાના 20 રોગીઓ મળી આવ્યા, ગુજરાતમાં કેટલાં

નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે. રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ રોગના દર્દીઓની શોધખોળ માટે સર્વેલન્સની કામગીરી કરીને સારવાર વિનામુલ્યે અપાય છે. ઉપરાંત મચ્છર ઉત્પત્તિ...

રાજ્યપાલ પાછળ રૂ.10 કરોડનું ખર્ચ, રાજ્યપાલો સફેદ વૃદ્ધ હાથી પૂરવાર થઈ ...

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 ગુજરાતના રાજ્યપાલ પાછળ 2019-20માં રૂ.7.92 કરોડનું ખર્ચ થયું હતું. પણ આ વખતે તેમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં રૂ.9.05 કરોડનું ખર્ચ થશે. તેની સામે તમામ પ્રધાનો પાછળ રૂ.5.86 કરોડ થશે. ગુજરાતના રાજ્યપાલના વૈભવી ખર્ચાઓ પર અંકુશ રાખવાની જરૂર છે. કારણ કે રાજ્યપાલ સાદગીથી રહી શકે છે. પણ ગુજરાતના રાજ્યપાલ પાછળ હવાઈ મુસાફરી સ...

ગુજરાતમાં 45 વર્ષથી ક્લોરપાયરિફોસ જંતુનાશક વિનાશ વેરી રહ્યું છે

નર્વસ સિસ્ટમ તોડી નાંખે છે ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020 ક્લોરપાયરિફોસ (સીપીએસ) એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે જેનો ઉપયોગ પાક, પ્રાણીઓ અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર વપરાય છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે ઉપયોગ થાય છે. તે એસિટિલકોલિનેસ્ટેરાઝ એન્ઝાઇમને અટકાવીને જંતુઓની નર્વસ સિસ્ટમ્સ પર હુમલો કરે છે. વિશ્વમાં અનેક વિજ્ઞા...

નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર રજૂ કર્યું

નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું હતું તેની મહત્વની જોગવાઈઓ ગાયનું ખર્ચ ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે. ખેતરમાં ગોડાઉન ખેડૂતો પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે...