Wednesday, August 12, 2026

અંબાજીની બસોને રોજનું 1 લાખનું નુકસાન, મુસાફરો કેમ ઘટી ગયા ?

પાલનપુરથી અંબાજી વચ્ચેનો માર્ગ ચાર માર્ગિય બનાવવામાં આવી રહ્યો છે. દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલી કામગીરીને કારણે અંબાજીની બસોને રોજનું એક લખનું નુકસાન થાય છે.  વાયા હડાદ તેમજ વિરમપુર થઈને જવું પડે છે. તેથી એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. યાત્રિકો લાંબા માર્ગના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોજ એક લાખ રૂપિયા જેટલી ખોટ તંત્ર ભ...

કચ્છમાં કોલસાનો કાળો કારોબાર, કાદવનું કમળ

25 જાન્યુઆરી 2020 કચ્છના આડેસર ખાતેથી ગેરકાયદેસર રીતે કોલસા ભરેલી ટ્રકને વન વિભાગે ઝડપી પાડી હતી. હાઈવે પેટ્રોલિંગમાં એક કોલસાની ટ્રક નંબર જી.જે. ૧ર એયુ ૮૬૭૬ને રોકી પુછતાછ કરતાં ગેરકાયદેસર કોલસો હોવાનું જાણવા મળેલું હતું. સમગ્ર કચ્છમાં બન્નીના મેદાનો હવ ગાંડા બાવળના ગેરકાયદે કોલસા પાડીને કરોડો રૂપિયાનો કોલસો વેચી મારવામાં આવી રહ્યો છે. શું...

ભાજપના નેતા મહેન્દ્ર ત્રિવેદી અને રૂપાણીના પ્રધાન વિભાવરી દવે સામ સામે...

ભવાનગરમાં જ્યારથી મહેન્દ્ર ત્રિવેદીના સ્થાને વિભાવરી દવેને રાજકીય મહત્વ આપવાનું અમિત શાહે શરૂ કર્યું ત્યારથી આ બન્ને નેતાઓ વચ્ચે વિગ્રહ ચાલતો આવ્યો છે. બન્ને જાહેર કાર્યક્રમમાં ભાગ્યે સાથે દેખાય છે. પક્ષના દરેક કાર્યકર જાણે છે કે બન્ને નેતાઓને બનતું નથી. ભાજપના ભાવનગરના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન તથા હાલના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના...

ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ

19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. આ આરોપ બાદ ગુજરાત ભાજપની રૂપાણી સરકાર કે કેન્...

અમદાવાદમાં 34 ટકા ઊંચા ભાવે માર્ગો બનાવવા અપાયા

અમદાવાદમાં માર્ગો તુટી જતા હોવાથી ધોરી માર્ગોનું કામ કરતા તેવા ઠેકેદારોને કામ આપવા અમપાએ નિર્ણય કર્યો છે. બે વર્ષના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે ટેન્ડર મંગાવ્યા હતા. તૈયાર કરેલા અંદાજથી રૂ.૧૩૬ કરોડ વધુ ચુકવવામાં આવી રહયા છે. ઠેકા ૩૪ ટકા ઉંચા ભાવથી મંજુર કરવામાં આવ્યા છે. ઠેકેદારોને રાજય કે કેન્દ્ર સરકારના કામમાં આવો વધારો મળતો નથી. ૬૦ ફૂટ કે તેથ...

ગુંડાગીરી કરતાં ભાજપના ધારાસભ્ય મધુ સામે રૂપાણી, શાહ, વાઘાણીએ પગલાં ન ...

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2020 વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઇ જતા સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે. હનુમાન મંદિર ગેરકાયદે બનાવેલું છે એવા આ મુદ્દે પત્રકારોએ સવાલ પૂછતા મધુ ગુસ્સે થઇ ગયા હ...

ભરૂચ બીજું ભયાનક ભોપાલ કેમ બની શકે, શુ છે એ ઝેરી કેમીકલ

જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. અગાઉ આ ઝેરી કેમિકલ્સથી 4 લોકોના મોત થયા હતા. આ જત્થો જો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ માની રહ્યાં છે કે, ભરૂર બીજું ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર હોનારત ગમે ત્યારે સર્જાવાની ગંભીર દહેશત વ્યકત કરી છે. ...

શટલ રીક્ષા હવે લૂંટારૂઓનું હાથવગુ સાધન, ત્રણ લૂંટારા પકડાયા

અમદાવાદ શહેરના વિશાલા હોટેલ પાસે આવેલા શાસ્ત્રીબ્રીજના છેડા પર ગઈકાલે રાત્રે શટલ રીક્ષામાં બેઠેલી લુંટારુ ટોળકીએ ઘાતક હથિયારો સાથે પ્રવાસીઓને લુંટવા માટે અંધારામાં રોડની સાઈડમાં આવેલી ઝાડી પાસે લઈ જઈ ધાક ધમકી આપતા હતા તે દરમિયાન જ પોલીસની જીપ આવી પહોંચતા લુંટારુઓ ત્રણ યુવાનોનું અપહરણ કરી ભાગી છુટયા હતા. પોલીસ જીપ રીક્ષા પાસેથી પસાર થતાં જ યુવકોએ...

અમદાવાદમાં વાહનોમાં મંદીના વાદળો દૂર થયા

અમદાવાદ મહાનગર પાલિકા - અમપાને પ્રથમ ત્રિ-માસિકમાં ગત વ્હીકલ ટેક્ષની આવકમાં ૧પ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો. હવે વાહનોમાં સ્થિતી સુધરી છે લોકો વાહનો ખરીદ કરવા લાગ્યા છે તેથી આર્થિક મંદી છતાં ર૦૧૯-ર૦માં વાહનોનું સારું વેચાણ થયું છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ અઢીથી ત્રણ લાખ નવા વાહનોનું રજીસ્ટ્રેશન થાય છે. જેમાં વાહન વેરા પેટે અમપાને રૂ.એ...

ગોલ્ડન બ્રિજ પાસે 12 કિલો ગાંજો પકડાયો, ક્યાંથી આવ્યો હતો ગાંજો ?

અંકલેશ્વર તરફથી આવેલી રીક્ષાને ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજના છેડે રિક્ષામાંથી ૧૨ કિલો ગાંજો મળી આવ્યો છે.  વડોદરાની આર આર સેલની ટીમે સ્થાનિક પોલીસ પકડી પાડ્યો છે. સલાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન હોવાનું જણાવતા પોલીસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો છે. ૧૨ કિલો ગાંજો,એક રીક્ષા,રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૨૦,૦૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.  સ્થાનિક ...

જેટલાં ધાર્મિક સ્થાનો તેનાથી 3 ગણા ભિખારી, બિનસંવેદનશીલ સરકાર

(દિલીપ પટેલ) ગુજરાત સરકાર દ્વારા ભિખ માંગવા પર 1959થી પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં કોઈ પણ સ્થાને ભિખ માંગી શકાતી નથી. તેમ છતાં સરકારે એક નવા આદેશ પ્રમાણે રાજ્યના યાત્રાધામની બહાર ભિક્ષુક ભિખ નહીં માંગી શકે. ડાકોર, પાલિતાણા, શામળાજી, જૂનાગઢ, સિધ્ધપુર, પાવાગઢ, બહુચરાજી મંદિર સહિતના યાત્રાધામમાં હવેથી  ભિખ નહીં માંગી શકે. ગુજરાતમાં ભિખારીઓ વધી રહ્...

બોંબ માની ડોગ સ્કવોડ બોલાવી, ગીફ્ટમાં નિકળ્યો મોંઘો દારુ

કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ ડબ્બાંઓનું ચેકીંગ કરી રહી ત્યારે કોચ નં.સી-૪માં પેન્ટ્રી કારનો કેટલોક સામાન પડ્યો હતો. ગીફ્ટ પેક કરેલાં કેટલાંક ખોખાં પડેલાં હતા. શંકા જતાં પોલીસને એમ કે પેકેટોમાં વિસ્ફોટકો હોઈ શકે છે. રેલવે પોલીસે તાત્કાલિક ડોગ સ્કવોડને બોલાવી હતી. પેકેટો ખોલવામાં આવતાં બોંબના બદલે વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કા...

અમપાની મિલકતો પચાવી પાડવાની વધતી ઘટના

ચોંકાવનારી બાબત એ છે કે કોર્પોરેશન પાસે ફંડની કોઈ અછત નથી તેમ છતાં આસિસ્ટન્ટ કમિશ્નરે (એસ્ટેટ-મધ્યસ્થ) બિલ્ડરને પ્લોટ ફરતે દિવાલ કરવા જણાવ્યુ હતુ. તેથી બિલ્ડરની મહેરબાનીનો બદલો આપવા તેને પુરો પ્લોટ જ આપી દેવામાં આવ્યો હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ખાનગી બિલ્ડરો પાસેથી ડેવલપ કરાવવાની કોઈ નીતિ અમલમાં નથી તેમ છતા...

ધારાસભ્ય ઈમાનદાર બેઈમાન, ભાજપની નિષ્ફળતા બહાર આવી

(દિલીપ પટેલ) ભાજપ માટે એક ધારાસભ્ય ખડે તે પરવડે તેમ નથી. તેથી એકી સાથે 99 ધારાસભ્યોનું સંખ્યાબળ ભાજપને લઘુમતીનું ભાન કરાવતું હતું. તેથી અગાઉ ક્યારેય ન થયું હોય એવું અનૈતિક પક્ષાંતર ભાજપે રૂપાણીની સસરાકને બચાવવા માટે અમિત શાહે કરાવવું પડ્યું હતું. 2017ની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી. આ વાત ભાજપના ધારાસભ્યો સારી રીતે સમજી ગયા છે. તેથી રૂપાણી, વાઘાણ...

34 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદના શાળામાંથી ગુમ કેમ થઈ ગયા

અમદાવાદ, 22 જાન્યુઆરી, 2020 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની આશાલમાંથી છેલ્લા છ વર્ષમાં 33,924 વિદ્યાર્થીઓ ખોવાઈ ગયા છે, પરંતુ, બીજી તરફ, ખાનગી શાળાઓના 2014-15થી 31,165 વિદ્યાર્થીઓ પણ છેલ્લા પાંચ વર્ષમાં એએમસી સંચાલિત શાળાઓમાં ભણતા થયા છે. એએમસીએ 2015 માં સ્માર્ટ લર્નિંગ શરૂ કર્યું હતું અને ધીમે ધીમે અભ્યાસ વિષય તરીકે તમામ વિષયોના 1000...