Wednesday, August 12, 2026

બેટરીના કેમીકલની અસર થતાં કોમામાં જઈને ધારાનું મોત

જામનગરના ધારાબેન હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્ટાર ગોલ્ડ બેટરીના કારખાનામાં મજુરીએ છેલ્લા પાંચ વર્ષથી જતી હતી. ધારાને થોડા દિવસો પહેલા પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. પણ કંપનીના માલીકોને જાણ થતાં જી.જી. હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ લેવડાવી હતી. ખાનગી હોસ્પિટલ જામનગર ક્રિટીકલ કેરમાં સારવારમાં મોકલેલી ...

ત્રણ વર્ષે ફી વધારો કરી લૂંટવાની છૂટ આપતા ભૂપેન્દ્ર ચૂડાસમા

માસ્ટર્સ ઇન બિઝનેશ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર્સ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, એન્જિનિયરિંગ, આકિર્ટેકટ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સ ચલાવતી શૈક્ષણિક સંસ્થાઓ ત્રણ વર્ષના બ્લોકમાં એકવાર ફી રેગ્યુલેટરી કમિટીમાં મંજૂર માટે ગયા વિના જ પાંચ ટકા સુધીનો ફી વધારો કરવાની છૂટ આપતું વિધેયક ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ નિયમન અને ફી ...

પાકિસ્તાને મદદ કરેલું વહાણ જામનગરથી ઝડપાયું, રહસ્યમય હિલચાલ

ભારતીય જળ સીમામાંથી શંકાસ્પદ હિલચાલ સાથે ઝડપાયેલ જામનગરના વહાણ અંગે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાન સાથે સંપર્કમાં હતું. વહાણ માલિકે ‘નૂરે પંજેતન’ તરીકે નોંધાયેલા જહાજરનું નામ ‘યા રૂકનપીર’ કર્યું હોવાનું બહાર આવતાં સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરી છે. જામનગર બેડી બંદર ખાતે રજીસ્ટે્રશન થયેલા 400 ટનના વહાણને ઝડપી લઇને ઓખા ખાતે લઇ આ...

ઉદયપુરમાં ગુજરાતી વેપારી કુટુંબની આત્મહત્યામાં તેની દીકરી રહસ્ય ખોલે છ...

ઉદયપુરમાં હર્ષ પેલેસ હોટલમાં ગુજરાતી વેપારી, તેની પત્ની અને બે બાળકો સહિત ઝેર પી લીધું હતું. સામૂહિક આત્મહત્યામાં મોડાસાના વેપારી મિનેશ(50), પત્ની દામિની(49)નું હોટલમાં મોત થયું હતું. તો દીકરો નંદ(17) અને દીકરી કૃતિ(15)ની હાલત થોડા દિવસ પહેલ ગંભીર હતી. ઠંડા પીણામાં ઝેર ભેળવીને પીનારા ગુજરાતી પરિવારના બંને બાળકોનો જીવ ડૉક્ટરે બચાવી દીધો છે. પોલીસ...

નકલી સોનાના ઘરેણા બનાવવાથી ખેતરોમાં પ્રદૂષણ

વલસાડના ઉમરગામમાં આવેલા તુંબ ગામના લોકો ઉદ્યોગોથી પ્રદુષિત થયેલી હવા વચ્ચે શ્વાસ લે છે અને ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવેલા કેમિકલ વાળું પાણી પી રહ્યા છે. લોકોના ઘરમાં પીળા કલરનું પાણી આવે છે. GPCBના અધિકારીઓ કંઈ કરવા તૈયાર નથી. કંપની આવેલી તે કોઈપણ રોકટોક વગર ધુમાડો અને કેમિકલવાળું પાણી બેફામ રીતે ગામમાં છોડે છે. કેટલીક વાર તો ખેડૂતોના ખેતર...

એસ ટીની 35 ટકા બસોમાં ખામી મળી આવી

8 હજાર ST બસોનું અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ST નીગમના એન્જિનીયર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી કરવામાં આવતા 35% બસો ખામીયુક્ત હોવાનું જાણવા મળ્યું હતું. 200 બસની તપાસ કરવામાં આવી હતી અને આ 200 બસમાંથી 62 બસમાં અલગ-અલગ પ્રકારની ખામીઓ સામે આવી હતી. જેમાં બારીના કાચ વગરની 11 બસ, તૂટેલી બારી અને લોક વગરની 14 બસ, સીટ તૂટેલી હોય તેવી 3 બસ, ફલોર...

વિદ્યામંડળ સાથે ચરોતરમાં 5 યુનિવર્સિટીઓ થઈ, 10 લાખ વિદ્યાર્થીઓ ભણ્યા

ચરોતર વિદ્યામંડળના 75માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ યુનિવર્સિટી જાહેર કરી હતી. કહ્યું હતું કે, રાષ્ટ્રને 74 વર્ષ સુધીની લાંબી સેવા આપવા બદલ તેને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે છે. ગુજરાતમાં ચરોતર વિદ્યામંડળની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના પ્રસંગે સંબોધન આપતી વેળા ઉપ-રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ગ્રામીણ વિ...

રમેશભાઈ કહે તેમ ખેડૂતો કરે તો રૂ.750 કરોડનો ફાયદો થાય

અમરેલી : અમરેલીના રમેશભાઈ ગોંડલીયાએ 2014થી સતત ઘઉંનું મબલખ ઉત્પાદન મેળવી બતાવ્યું છે. તેમણે લોક વન અને જીડબલ્યુ – 366 જાતની સરખામણી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં જીડબલ્યુ – 366 જાતના ઘઉંનું 36 ટકા વધું ઉત્પાદન મેળવી શક્યા હતા. તેમના ખેતરમાં સત્તાવાર રીતે કરેલા પ્રયોગમાં એક વાત સામે આવી હતી કે, લોક -1 કરતાં જીડબલ્યુ – 366 જાતના ઘઉં ચઢી...

દુર્લભ વિન્ટેજ કારને નંબર, પણ રસ્તાઓ પર ચલાવવાની મંજૂરી નહીં ! જાણો કે...

વિંટેજ મોટર વાહનો રાજ્ય સમિતિની મંજૂરી પછી, વિંટેજ મોટર વાહનો ગુજરાત રાજ્ય નોંધણી સત્તામંડળ વિન્ટેજ વાહનોને નોંધણી નંબર (નોંધણી નંબર) પ્રદાન કરશે. આ નોંધણીનું પ્રમાણપત્ર 10 વર્ષ માટે માન્ય રહેશે. વિંટેજ કાર રજિસ્ટ્રેશન નિયમ: માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (MoRTH) એક જાહેરનામું બહાર પાડ્યું છે કે દેશમાં વિંટેજ ગાડીઓ ખૂબ જ જલ્દી નવી વિશેષ નંબ...

જુનાગઢ અને મહેસાણામાં વરસાદથી ફરી એક વખત ખેડૂતોની તારાજગી

સોરઠ અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. થોડા સમય પહેલાં જ વાવેતર કરેલા ઘઉં અને જીરુંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. વરસાદથી કાજલી અને માણાવદર યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી પલળી ગઇ છે. આ ઉપરાંત રવી પાકને પણ ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બહુચરાજી વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે એરંડા તેમજ કપાસન...

જૂનાગઢના 500 સાધુ મોબાઈલ પર કોની સાથે વાત કરશે ?

દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત સાધુ-સંતોને દાનમાં મોબાઇલ અપાયા જૂનાગઢ ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા. મોબઇલ અંદાજે 1250ના ભાવમાં આવ્યા આ અંગે ભવનાથના પિઠાધિશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું હતું કે અમારા અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી ...

9 ટાવરમાંથી 2 ટાવર જ ઊભા થતાં ગીરનાર રોપવેનું કામ ઘોંચમાં

ગિરનાર રોપ-વેની કામગિરી ઉષા બ્રેકો કંપની દ્વારા ધીમી ગતીએ ચાલી રહી છે. માલવાહક રોપવે બાદ હવે મુખ્ય રોપવેનાં 2 ટાવરો તૈયાર થઈ ગયા છે. ઉષા બ્રેકોનાં દિનેશ નેગી કહે છે કે, ટાવર નં. 1-એ અને 1-બી ઉભા થઇ ગયા છે. લોઅર સ્ટેશનનું સિવિલ કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જો કે હજુ 7 ટાવરો ઉભા કરવાનાં બાકી છે. એ ટાવરો ઉભા થઇ ગયા બાદ બાકીની કામગીરી થશે. જર્મની અને ઓસ...

સોમવારથી ફાસ્ટટેગ ફરજીયાત, પણ સ્ટીકર ન હોવાથી નાકા પર લાંબી લાઈનો થશે

ફોર્મ ભરી લેવાય છે સ્ટિકર અપાતા નથી; બેંકોનો FASTAG માટે ગ્રાહકોને ફોન, મેસેજ અને ઇ – મેઇલનો મારો રાજકોટ : ગુજરાતના લોકોને કતારમાં ઉભી રાખવા માટે જાણીતી મોદી અને રૂપાણીની સરકારમાં હવે વાહનચાલકોને લાઇનમાં રાખવાનો નિર્ણય લીધો છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા તમામ ટોલ નાકા પર આગામી 15મી ડિસેમ્બરથી ‘ફાસ્ટટેગ’ ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે. સોમવારથી...

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાનો ગેરેજ સંચાલક પર તલવારથી હુમલો

રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાએ એક ગેરેજ સંચાલક પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી ગેરેજના માલિક દ્વારા રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટમાં રહેતા મયુરધ્વજ ગોંડલ રોડ પર જે.કે.મોટર્સ નામનું કાર રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. 2 વર્ષ પહેલા મયુરધ્વજ કોંગ્રેસના પૂર્વે કોર્પોરેટર વિજય વાંકની માઇક્રો કારમાં બોડીકામ ...

વિદેશ 150 વન ઔષધીનો ઉપયોગ, તેમાંથી ભારતની માત્ર 15 કેમ ?

ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. આ વર્ક શોપમાં ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ઉપસ્થિત નિષ્ણાતોએ પોતાનાં અનુભવપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. કૃષિ બજાર અને ગ્રામ અર્થતંત્રના નિય...