Thursday, August 13, 2026

સલમાનની પિસ્તોલ અને ત્રણ કારતૂસ પકડાઈ

બાપુનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ વખતે બાતમીને આધારે ખુદ પીઆઈ એન.કે.વ્યાસ અને તેમની ટીમે એક શખ્સને એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે ઝડપી લીધો છે. પીઆઈ એન કે વ્યાસ સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ચાલતા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. એ દરમ્યાન સ્ટેડીયમ રોડ, અકબરનગરના છાપરા નજીક આવ્યા ત્યારે મ્યુનિસિપાલીટીના કચર પેટીછ પાસેથી એક શખ્સ તેમન જાઈને ભાગ્યો હત...

DPS બંધ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા જવાબદાર

અમદાવાદ: નિત્યાનંદ વિવાદ મામલામાં મુશ્કેલીમાં મુકાયેલી અને ટીકાટિપ્પણીનો સામનો કરી રહેલી દિલ્હી પÂબ્લક સ્કુલને લઇને વાલીઓમાં તથા વિદ્યાર્થીઓમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. આજે પણ ધરણા પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. બેઠકોનો દોર પણ જારી રહ્યો હતો. બીજી બાજુ વાલીઓના આક્રોશ વચ્ચે શિક્ષણમંત્રી ચુડાસમાએ એક બે દિવસમાં જ નિકાલ લાવવાની ખાતરી આપી છે. નિત્યાનંદ...

ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ થતાં 800 વિદ્યાર્થી રસ્તા પર

હાથીજણ સ્થિત ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ કરી દેવાના મુદ્દે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે આ નિર્ણયના વિરોધમાં અને શૈક્ષણિક કાર્ય આજ સંકુલમાં પુનઃ શરૂ થાય તેવી માંગણી સાથે વાલીઓએ ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દેખાવો કર્યાં હતાં પરંતુ કોઈ યોગ્ય ખુલાસો કરવામાં નહી આવતા આજે તમામ વાલીઓ ગાંધીનગર દેખાવો કરવા જવાના છે. આ અંગેની વિગત એવ...

સંન્યાસ આશ્રમ સામે પક્ષીઓની પાણીની પરબ નિષ્ઠુર અધિકારીએ તોડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  દબાણ દૂર કરવા માટે અધિકારીઓમાં માનવતા બિલકુલ મૃતપ્રાય દેખાઈ છે. અમદાવાદમા આશ્રમરોડ પર સંન્યાસ આશ્રમ સામે અબોલ પક્ષીઓ માટે માનવતા દાખવતા નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા પાણીના પરબ સમાન સામાન્ય કૂંડા જોઈને સરકારી તાકાત બતાવીને તોડવામાં આવેલ છે સામાન્ય નાગરિક સમુદાય સામે સરકારી સિસ્ટમ વહીવટી અઘિકારીઓ મનસ્વી વલણથી ક...

કાતિલ ઠંડી પડશે, ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્ર બદલાયું

ગુજરાતમાં કાતિલ ઠંડી પડશેઃ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે અમદાવાદ: ઉત્તરાખંડમાં ઉષ્ણતામાન ૧ર અંશ અને પર્વતો પર શરૂ થયેલા બરફનો એટેક. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠંડી પડશે તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓનું ચક્ર પણ બદલાઈ ગયુ હોય એમ જણાય છે. શહેરમાં પણ રાત્રીના સમયે ઠંડા પવનને લીધે ઠંડીની અસર જણાવા લાગી છે. રસ્...

એટીએસના એસપી અંતરિપ સુદ ડેપ્યુટેશન પર રૉમાં જશે

ગુજરાતમાંથી ત્રણ આઈપીએસ રૉમાં ફરજ બજાવી ચૂક્યા છે બંકિમ પટેલ, અમદાવાદ ઘણા વર્ષો બાદ ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી રિસર્ચ એન્ડ એનાલીસીસ વીંગ (રૉ)માં જશે અને તે છે એટીએસ એસપી અંતરિપ સુદ. સરકારે વર્ષ 2010ની બેચના અંતરિપ સુદને પ્રતિ નિયુક્તિ પર રૉમાં જવા માટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે. બે વર્ષ અગાઉ સિનિયર આઈપીએસ હિમાંશુ શુકલ ...

ધરતીપુત્રોની દેવા માફી અશક્ય

ગુજરાતના ખેડૂતોના દેવાં નાબૂદ થાય તો સરકાર દેવાળું ફૂંકવાની સ્થિતિમાં ખેડૂત સંગઠનો તેમજ કોંગ્રેસની માગણીને વશ થવું એટલે તિજોરી તળિયા ઝાટક થવી ગાંધીનગર ગુજરાત સરકાર કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા જેની માગણી થાય છે તે ખેડૂતોના દેવા નાબૂદીને ક્યારેય સ્વિકારી શકે તેમ નથી, કારણ કે જો બઘાં ખેડૂતોના દેવાં માફ થાય તો સરકારની આર્થિક હાલત ડામાડોળ...

જીટીયુમાં રાજકોટના રૂપાણીના છેડા અડે છે

જીટીયુના કુલપતિ હટાવોની ઝૂંબેશ પાછળનું રાજકારણ કુલપતિને હટાવવા વિદ્યાર્થી સંગઠન અને ડિપ્લોમા એસો. મેદાને, એબીવીપી-આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી કુલપતિ વગોવાયા, કુલપતિમાં નિર્ણયશક્તિનો અભાવ હોવાનો ખુલ્લેઆમ આરોપ અમદાવાદ રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિની મુદત ચાલુ માસમાં પુરી થવાની છે. કુલપતિને સરકાર સ...

એસટી વોલ્વોની સવારી અસલામત સવારી

એસટીની વોલ્વોનો ડ્રાઈવર લાયસન્સ વિના બસ ચલાવે છે રાજુલા પાસે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન રૂ. 3000નો દંડ વસૂલવામાં આવ્યો ગાંધીનગર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)માં ખાનગી ઓપરેટર્સ દ્વારા ચાલતી વોલ્વોના ચાલક ડ્રાઈવિંગ લાઈસન્સ વગર બસ ચલાવતા હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે. એસટીની વોલ્વો જે અમરેલીથી આવી રહી હતી ત્યારે ટ્ર...

સલાબતપુરા ભવાની માતા મંદિરમાં ૧૫૦૦ તોલા સુવર્ણનો શૃંગાર અર્પણ કરાયો

સુરત કોટ વિસ્તારમાં સલાબતપુરા દોરિયાવાડમાં આવેલા પૌરાણિક ભવાની માતા મંદિરનો ૨૧૭મો સાલગીરી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં સોમવારે માતાજીને ૧૫૦૦ તોલા સોનાના શૃંગારની સાથે વિશેષ આરતી અને કાર્યક્રમોનું આયોજન કરી મહોત્સવની પૂર્ણાહૂતી કરવામાં આવી છે. સલાબતપુરામાં આવેલું અને ભૈરવનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત ભવાની માતા મંદિરનો ઈતિહાસ રોચક હોવાની સાથે જ દર વર્ષ...

પ્રદૂષિત નદીઓમાં ગુજરાતનો પાંચમો ક્રમ

અમદાવાદ, દેશભરમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની સાબરમતી, નર્મદા, ભાદર, વિશ્ર્વામિત્રી, તાપી, મહી સહિતની ૨૦ નદીઓ સાથે સૌથી વધુ પ્રદૂષિત નદીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં પાંચમા નંબરે છે. કેન્દ્ર સરકારના વોટર રિસોર્સ, રિવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આ લેટેસ્ટ આંકડા આપ્યા છે. ગુજરાતમાં નદીઓના શુદ્ધીકરણ માટે વપરાયેલા નાણાંનો વેડફાટ થયો છે, કારણ કે એક ...

ત્રણ મહિલાએ શરીરમાં 144 દારૂની બોટલ છુપાવી

સુરત દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. વરાછામાં ઘનશ્યામનગર શેરી નંબર ૧ પાસે રિક્ષામાંથી પોલીસે ૩ મહિલાઓને ૫૧૭ બોટલ દારૂ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. પરવત પાટીયા વિસ્તારમાં રહેતી ૩ મહિલાઓ રિક્ષા(જીજે ૫ એવાય ૮૪૦૦)માં દારૂ લઈને જતી હતી. આ દરમિયાન પોલીસે ઘનશ્યામનગર પાસે રિક્ષાને અટકા...

રાજ્યના શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવાથી છૂટકારો, રૂપાણ...

રાજ્યના લાખો લોકોએ હવે ટુ વ્હીલર પર હેલ્મેટના ઉંચા દંડમાંથી રાહત મળશે, વિજય રૂપાણી સરકારે આજની મળેલી કેબિનેટમાં જાહેરાત કરી છે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, ટ્રાફિકના નવા નિયમો લાગુ કર્યા પછી ઉંચા દંડને કારણે લોકોમા રોષ વ્યાપી ગયો હતો, સાથે જ શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર પર હેલ્મેટમાંથી મુક્તિની અનેક ...

અમપામાં કરચોરીના કર્મીઓના કરતૂત

અમપાના અધિકારીઓ-કર્મચારીઓ પાન નંબર પણ ખોટા આપતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ઈન્કમટેકસ વિભાગ કાર્યવાહી સામે અમપાએ હાથ અધ્ધર કરી દીધાં અમદાવાદ જે અધિકારીઓ પ્રજા સામે દંડનો દંડો ઉગામે છે ,, મિલકત વેરો ન ભરે તો લાલ આંખ કરીને સીલીંગની કામગીરી કરે છે. લોકોને વેરો સમયસર ભરવાની સૂફિયાણી સલાહ આપે છે તેવા જ અધિકારીઓ સરકારને વેરો ભરવા ઠાગાઠૈયા કરે છે અને...

હત્યારા છબીલ પટેલે છેલ્લા આરોપી નિખિલ થોરાટને હાજર કરાવ્યો

કેસની ટ્રાયલ વહેલી શરૂ થાય તે માટે આરોપીઓના પ્રયત્નો અમદાવાદ મીઠી ખારેક પ્રકરણમાં થયેલા વિવાદમાં જયંતિ ભાનુશાળીની હત્યા તેમના રાજકીય હરિફ છબીલ પટેલે હત્યા કરાવી નાંખી. ચાલુ ટ્રેનમાં ભાડૂતી હત્યારાઓની મદદથી ખેલ ખલાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નિખિલ થોરાટ હાજર થઈ જતા સૌ કોઈને આશ્ચર્ય થયું છે.મહિનાઓથી પોલીસને હાથ તાળી આપી રહેલો નિખિલ થોરાટ અચ...