Thursday, August 13, 2026

પાલોદર બાયપાસ માટે સંપાદિત જમીનનું રૂ. ૨૫ કરોડ વળતર ચૂકવતાં જપ્તી વોરં...

મહેસાણા, તા.૦૭ મહેસાણા તાલુકાના પાલોદર ગામના ખેડૂતોની બાયપાસ માટે સંપાદિત જમીનનું રૂ.25 કરોડનું વળતર નહીં ચૂકવનાર માર્ગ મકાન વિભાગની કચેરી વિરુદ્ધ કોર્ટે કાઢેલું વોરંટ બજાવવા ગયેલા 12 ખેડૂતોના શાબ્દીક રોષ વચ્ચે મુખ્ય કાર્યપાલક ઇજનેરે વળતર ચૂકવવા એક મહિનાનો સમય માગ્યો હતો. પાલોદર ગામની સીમમાંથી નીકળેલા બાયપાસ માટે 50 ખેડૂતોની વર્ષ 2010માં જમીન સ...

અધ્યાપક સહાયકની ભરતી માટે સંચાલકો સામે ઉચ્ચ શિક્ષણ વિભાગે નમતું જોખ્યુ...

અમદાવાદ, તા.૦૭ ગુજરાતમાં આગામી દિવસોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી કરવાની છે, ત્યારે આ ભરતી કેવી રીતે કરવી તે મુદ્દે હાલ સંચાલકો અને સરકાર વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ૯૫ ટકા મેરિટ અને ૫ ટકા મેનેજમેન્ટના માર્કસ પ્રમાણે ભરતી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. સંચાલકો આ ભરતી કો...

માવઠાનો માર : પલળી ગયેલી મગફળીના માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦ ના ભાવ મળે છે

હિંમતનગર, તા.૦૭ પાછોતરા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હાલ ખૂલ્લા બજારમાં રૂ.700થી 800 નીચા ભાવથી ખરીદી થઇ છે અને વેપારીઓ દ્વારા નીચા ભાવ માટે પલળી ગયેલ મગફળીની ગુણવત્તાનું કારણ આગળ કરાઇ રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ થતા મગફળીનું 15 હજાર હેક્ટરમાં વધુ વાવેતર થતા વાવેતરનો કુ...

ઓટોરિક્ષા ડીટેઈન થવાની ઘટના બાદ બે શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બૂથ સળગાવ્...

અમદાવાદ, તા.11 આકરા ટ્રાફિક દંડના કારણે વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધવા લાગ્યા છે. આજે બપોરે બે અજાણ્યા શખ્સોએ ગીતામંદિર ટ્રાફિક બુથમાં તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ લગાવી ટુ વ્હિલર પર ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે ટુ વ્હિલરના રજીસ્ટ્રેશન નંબર આધારે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસને આશંકા છે કે, ટ્રાફિ...

નોકરી અપાવવાની લાલચ આપીને મોબાઇલ સેરવી ફરાર થતાં બે ઝડપાયા

રાજકોટ,તા.૦૭ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ફરતો અને ચાલીને જતા મજુર જેવા દેખાતા રાહદારીઓને રોકીને નોકરી અપાવવાની લાલચ આપીને તથા પોતાના વાહનમાં લિફ્ટ આપીને પોતાના મોબાઈલથી ફોન કરીને છેતરનારા પોલીસના સકંજામાં આવી ગયા છે.મોબાઇલ ફોન લગાડીને ફોન નહિ લાગતો હોવાનું કહીં ફોન કરવા રાહદારીનો મોબાઈલ ફોન માંગી બાદમાં રાહદારીને પૈસા આપીને પાન કે ફાકી લેવા નજીકની દ...

અસારવા ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં ફરી બીભત્સ વીડિયો મુકાયા

અમદાવાદઃતા:08 ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. અસારવા ભાજપ વિધાનસભાના વ્હોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતાં ફરી વિવાદ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ ગ્રૂપમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પણ સામેલ છે, જેમાં અશોક કનોજિયા નામના શખ્સ ભાજપના સભ્યએ બીભત્સ વીડિયો મૂક્યો છે. અશોક કનોજ...

બોડકદેવની કેક શોપમાંથી તસ્કરો 12 હજારની ચોરી કરી ફરાર

અમદાવાદ, તા. 8.  શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક કેક શોપના શટરનું તાળું તોડીને તસ્કરો રૂ. 12 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શોપ માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર દોલતરામ ભૂરાની બોડકદેવ વિસ્તારમાં જૈન ડેરીની બ...

અગાસીનો દરવાજો તોડીને તસ્કરોએ ઘરમાંથી લાખોની ચોરી કરી

જુનાગઢ તા. ૭ પત્નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂા.૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી ગયા હતા. સનસની ફેલાઇ ગઇ છે. જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં.ર,વણઝારા ચોક પાસે હરસિધ્ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપક કારીયા (ઉ.પ૪)નાં પત્ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હ...

અમદાવાદ શહેરમાં નવા પાંચ વોર્ડ વધશે કોર્પોરેટરની સંખ્યા ૨૧૦ને પાર પહોં...

અમદાવાદ,તા.૭ ઓકટોબર-૨૦૨૦માં અમદાવાદ મહાનગરપાલિકાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ અમદાવાદ શહેરનુ સીમાંકન કરી નવા વિસ્તારો ભેળવવાની ચાલી રહેલી કવાયતમાં હાલ અમદાવાદના ૪૮ વોર્ડ છે એમાં વધુ ચારથી પાંચ વોર્ડનો વધારો થવાની સંભાવના છે.શહેરની હદમાં વધુ સો ચોરસ કીલોમીટરનો વધારો થશે જયારે વસ્તીમાં બાર લાખનો વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. અમદાવાદ શ...

જમીન ખાલી કરવા મુદ્દે ધમકીઓ આપી યુવાનને માર માર્યો

અમદાવાદ, તા. 8. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં લાકડાંનું પીઠું ધરાવતા યુવાનને બે અજાણ્યા શખ્સે આવીને માર માર્યો હતો. તેમજ આ જગ્યા ખાલી કરી નાખજે નહિ તો, જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ અંગે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ લાઇન...

રૂ. 520 કરોડના ખર્ચે વડાપ્રધાને 52 વખત ગુજરાતની મુલાકાત લીધી

ગાંધીનગર, તા. 07 વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 32 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 20 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ. 520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ...

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ગર્ભપાતની મંજૂરી આપતી વડી અદાલત

ભુજ,તા.૭: દુષ્કર્મનો ભોગ બનેલી કચ્છની ૧૩ વર્ષની સગીરાના ગર્ભપાતની આડે રહેલી કાયદાકીય ગૂંચ હાઇકોર્ટે દૂર કરી છે. ૨૪ અઠવાડિયાનો ગર્ભ ધરાવતી આ સગીરાના ગર્ભપાત માટે તેના પરિવારજનોને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલે ગર્ભપાતના કાયદા અન્વયે ઇનકાર કરી દીધો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦ અઠવાડિયાથી વધુ ગર્ભ ધરાવનારના ગર્ભપાત માટે પ્રતિબંધ છે. આ કિસ્સામા...

ગામલોકોએ ફાળો એકત્રિત કરીને શ્રમદાન સાથે તળાવ ઉભુ કરીને જળસંકટ દૂર કર...

બગસરા,તા.૦૭ ગત વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો...ઓછો વરસાદ પડવાથી લોકોને પીવાના પાણી માટે ભટકવુ પડતું હોય છે...તો ખેડૂતોને પણ મોટી નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે.....આજ વાતની શીખ લઈ બગસરા તાલુકાના સણોસરાના ગ્રામજનોએ ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું...અને તળાવોનું નિર્માણ ક...

રાજકોટમાં 200 એકરમાં AIIMS માટે 1100 કરોડનો ખર્ચ થશે

ગાંધીનગર,તા.07 ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે. AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની...

જિલ્લા પ્રમુખને દૂર કરવાની પોસ્ટથી કચ્છ કોંગ્રેસમાં ડખો

જયેશ શાહ કચ્છ, તા.૦૭ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વગર ચૂંટણીએ ઠંડીના માહોલમાં વાતાવરણ ગરમ બની ગયું છે. મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંદીને કારણે આવી સ્થિતિ થઈ છે. ભાજપનાં ભુજનાં ધારાસભ્ય નીમાબેનનાં પત્રનો વિવાદ હજુ શાંત પણ નથી પડ્યો ત્યાં હવે કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસન...