આન્સર કી કોરી મુકનારા મોટાભાગના યુનિ.ના કર્મી હોવાની કુલપતિની કબૂલાત
પાટણ, તા.૦૬ હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતી પરીક્ષામાં ઉમેદવારો દ્વારા આન્સરકી કોરી મૂકતાં ભારે વિવાદ સર્જાયો છે, જેમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઉમેદવારોની રજુઆત શંકાસ્પદ નામોના લિસ્ટ સાથે રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપી છે. યુનિવસિર્ટી દ્વારા શંકાશીલ ઉમેદવારો જો સીસીટીવી જોવા માંગતા હોય તો બતાવાશે તેવી તૈયારી દર્શાવાઇ છે. દરમિ...
ખેડા જિલ્લાના મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, ભાજપ નેતા શામિલ?
ખેડા જિલ્લામા સર્વ સમાજ સેનાના સંયોજક મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, અગાઉ ભાજપના નેતા સામે પડ્યાં હતા સરકારી ગ્રાન્ટોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં થઇ રહ્યો હોવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે, પરંતુ જો તમે સાચી બાબતમાં અહીના કોઇ રાજકારણી સામે પડ્યો છો તો તમારો ખેલ ખતમ, થોડા સમય પહેલા જ લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ ભાજપના એક ને...
રતનપુર ચેકપોસ્ટેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે યુવાનો ...
મોડાસા, તા.૦૬ અરવલ્લી પોલીસે તાજેતરમાં જ શામળાજી પાસેથી બે દેશી પીસ્ટલ સાથે ગ્વાલિયર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. હજુ તો તેની તપાસ પોલસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પરની રતનપુર ચેકપોસ્ટ પાસેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે શખ્સોને એસઓજી અને શામળાજી પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા...
ખોખરામાં મકાન વેચવાના મુદ્દે પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો
અમદાવાદ, તા.6 . શહેરના ખોખરા વિસ્તારમાં મકાન વેચવાની તકરારમાં પુત્રએ 83 વર્ષના પિતાને માર માર્યો હતો. આ અંગે પિતાએ ખોખરા પોલીસ મથકમાં પુત્ર સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જો કે, પિતાને માર માર્યા બાદ પુત્ર પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસે ફરાર પુત્રની તપાસ શરૂ કરી છે. ખોખરા ખાતે 83 વર્ષિય હિંમતલાલ ભવાનભાઇ મિસ્ત્રી પોતાના દિકરા અને...
લવીંગજીને ફરી ચેરમેન બનાવાની હિલચાલથી પાટણ જિ.પં.ની શિક્ષણ સમિતિમાં સભ...
પાટણ, તા.૦૬
પાટણ જીલ્લા પંચાયત ખાતે શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ તેમજ સિંચાઈ સમિતિના ચેરમેનોની વરણી કરવા માટે ત્રણ બેઠકો મંગળવારે બોલાવી હતી.જેમાં મહત્વની શિક્ષણ સમિતિમાં 5 સદસ્યો હાજર ન રહેતાં ચેરમેન બનાવી શકાયા નહોતા. ચેરમેન પદે લવીંગજી સોલંકીને ફરીથી બેસાડવાની કથિત હિલચાલને લઇ સભ્યો નારાજ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. મહિલા બાળ વિકાસ સ...
રાજકોટના રણછોડનગરમાં 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી
રાજકોટ,તા:૦૬ સામાકાંઠાના રણછોડનગરમાં પોલીસના નબળા પેટ્રોલિંગની પોલ ખૂલી ગઈ છે. રણછોડનગર વિસ્તારમાંથી એક ગેંગ દ્વારા 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે, જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. એકસાથે 10 કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી અંગેની ફરિયાદ બાદ ક્રાઈમબ્રાન્ચ, બી-ડિવિઝન સહિત પોલીસ કાફલો દોડતો થઈ ગયો છે. તપાસમાં પોલીસને...
વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવ, 3 વર્લ્ડરેકોર્ડ રચાશે
વડનગર, તા.૦૬ કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે બુધ અને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે તાના-રીરી મહોત્સવ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને સંયુક્તરૂપે અપાશે. એવોર્ડમાં રૂ.5 લાખનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ એનાયત કરાશે. વ...
શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુએ કુલ ૩૧૭૫ કેસ,દસના મોત
અમદાવાદ,તા.06
આ વર્ષે ચોમાસાની પુરી થયેલી ચાર માસની સીઝનમાં અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૮ કરતા પણ વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૩૧૭૫ કેસ નોંધાયા છે.આ વર્ષે અત્યારસુધીમાં ડેન્ગ્યુથી કુલ દસ લોકોએ જીવ ગુમાવ્યા છે.શહેરમાં ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારો નવરંગપુરા,નારણપુરા,ગોતા સરખેજ,વેજલપુર સહીતના અન્ય ...
નવા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર્સને સોમવારથી ઝોનમાં કામગીરી સોંપાશે
અમદાવાદ, તા.૬ અમપામાં નવા નિમાયેલા ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સને આગામી સોમવારથી ઝોનકક્ષાએ કામગીરીની ફાળવણી કરી પૂર્ણ રીતે એક વર્ષના પ્રોબેશન પર કામ કરતા કરી દેવાશે. આ નવી નિમણૂક થવાથી અમદાવાદ શહેરના વિકાસની ગતિ વધુ ઝડપી બનશે એવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, અમપા વહીવટીતંત્રમાં...
ગુજરાતની હોટલોમાં લોકો જોઈ શકે તે રીતે ભોજન બનાવવું પડશે
ગાંધીનગર, તા. 07
ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટમાં લોકો જોઈ શકે તે રીતે જમવાનું ભોજન બનાવવું પડશે. રાજ્યના ફૂડ કમિશનરે આદેશ જાહેર કરીને તેનું પાલન કરવા તમામ હોટલો અને રેસ્ટોરન્ટને લેખિતમાં આદેશ કર્યો છે. આ સાથે કમિશનરે એવું પણ જણાવ્યું છે કે હોટલોમાં જે જગ્યાએ ગ્રાહકોને પરમિશન નહિ હોવાના જે બોર્ડ લગાવ્યા છે તે દૂર કરવાના રહેશે. કોઇપણ ગ્રાહક રસોઇ...
વધુ કમાતા લોકો માટે વધુ વેરો લાદીને નાણાકિય સ્રોત વધારવા સરકારના પ્રયા...
અમદાવાદ,તા.25 કેન્દ્ર સરકાર હવે આવકનો સ્રોત વધારવા માટે નવા નવા નુસખા અજમાવીર રહી છે અને એટલેજ 2019માં મે મહિનામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યાં બાદ મોદી સરકારે પોતાનું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. પાંચમી જુલાઈના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામને દેશના સુપર રિચ લોકો પર સરચાર્જ લાદીને નાણાકિય સ્ત્રોત વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ સ...
દીપડાના ત્રાસના પગલે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી
અમરેલી,તા:૦૬ અમરેલી જિલ્લાના બગસરા, ધારી, વિસાવદર અને ભેંસાણમાં દીપડાના હુમલાનો ભય ફેલાયો છે, ત્યારે સ્થાનિક સ્તરેથી દીપડાથી રક્ષણ માટે માગણી ઊઠી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલાના પગલે વિસાવદરના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ને પત્ર લખી પોલીસ રક્ષણ માટે માગણી કરી છે. દીપડાના ભયના પગલે સ્થાનિક ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે જઈ શકતા ન...
રાજ્યમાં હ્રદય, ફેફસાના ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીને 7.50 લાખ થી 10 લાખ મ...
ગાંધીનગર,તા.
ગુજરાત સરકારે આપત્તિ સમયે ગરીબ દર્દીઓને હ્લદય અને ફેફસાંની બિમારીમાં ટ્રાન્સપ્લાન્ટ અને સારવારના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. રાજ્યના દર્દીને સારવારના કેસોમાં 7.50 લાખ થી 10 લાખ રૂપિયા સુધીની સહાયનું ધોરણ ખાસ કિસ્સામાં આપવામાં આવશે.
રાજ્યના મહેસૂલ વિભાગના એક આદેશ પ્રમાણે મુખ્યમંત્રી રાહતફંડમાંથી હ્રદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટના ...
બદરૂદીન શેખની ચા-પાણી વાતથી કોંગ્રેસ ભયમાં
અમદાવાદ, તા.૦૬ શહેરના બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષનેતા તરીકે પાંચ વર્ષ સુધી એકહથ્થુ સત્તા ભોગવનારા બદરૂદીન શેખે એક વધુ વિવાદ સર્જયો છે. અમપાના એક કર્મચારીના પિતાના અવસાન બાદ યોજાયેલા બેસણા બાદ કોંગ્રેસના આ કોર્પોરેટરે બેસણામાં આવેલા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ભાજપના ધારાસભ્ય સહીત કેટલાક ભાજપના વર્તમાન અને પૂ...
અમેરિકાના ડ્રગ કંટ્રોલરે અમદાવાદ સ્થિત દવાની કંપની ઝાયડસ ફાર્માને નોટિ...
અમદાવાદ,બુધવાર દવાની ગુણવત્તાને મુદ્દે ચૂક થતી હોવાનું જણાવીને અમેરિકાના ડ્રગ કંટ્રોલર જનરલે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને નોટિસ અને ચેતવણી આપી છે. મોરૈયા ખાતાને પ્લાન્ટમાં કંપની દ્વારા દવાની ક્વોલિટીની જાળવણીને મુદ્દે સમાધાન કરવામાં આવતું હોવાનું જણાવીને ચેતવણી આપી છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે આ વરસે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલરે વિશ્વ...

English