Friday, August 14, 2026

‘મહા’ વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્રમાં તંત્ર સતર્ક

રાજકોટ,તા:૦૬ મહા વાવાઝોડાનું સંકટ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે, ત્યારે આ અંગે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 8 નવેમ્બર સુધી એટલે કે શુક્રવાર સુધી તટીય વિસ્તાર સાથે ટકરાવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દ્વારકાના સમુદ્રકિનારે પર્યટકો અને સ્થાનિકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત કેટલાક વિસ્...

અમેરિકન નાગરિકોને છેતરતી હજારો ડૉલર પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ, નવ આ...

અમદાવાદ, તા.6 શહેરમાં અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર આજે પણ ધમધમી રહ્યાં છે. વિદેશી નાગરિકોને છેતરતી ઠગ ટોળકીની કરતૂતોથી પોલીસ પણ વાકેફ છે. સરખેજ પોલીસે સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2માં આવેલા બે જુદાજુદા બ્લોકમાં દરોડા પાડી બે કોલ સેન્ટરનો પર્દાફાશ કરી કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 લેપટોપ, ત્રણ કોમ્પ્યુટર, 13 મોબાઈલ ફોન અન...

કોંગ્રેસને રાહત: તાલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગા બારડનું સભ્યપદ યથાવત

ગાંધીનગર,તા.06 ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય તરીકેનું સભ્ય પદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી રહતી. જેના લીધે વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થ...

યુનિ.ના તમામ અધ્યાપકોની એકસરખી ડિગ્રી દર્શાવાઈ

અમદાવાદ, તા. 06 સામાન્ય રીતે છબરડાંઓ માટે ખૂબ જ જાણીતી થયેલી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. આ છબરડો એવો છે કે, યુનિવર્સિટીની વેબસાઈટ પર સંસ્કૃત, કાયદા તેમ જ અર્થશાસ્ત્રના અધ્યાપક હોવા છતાં તેઓ બીએસસી થયેલા દર્શાવાઈ રહ્યા છે. આટલો મોટો ગોટાળો વેબસાઈટ પર હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો તે વાતથી તદ્દન અજાણ હોવાનું જાણવા મળ્યું છે....

ભાજપના ભુજના ધારાસભ્ય નીમાબેનને કચ્છમાં જૂથવાદ દેખાય છે

જયેશ શાહ કચ્છ,તા.06 કચ્છની ભુજ બેઠકના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેમણે ભાજપમાં જૂથવાદ હોવાનો એકરાર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એક દિવસ માટે ગઈકાલે સોમવારે કચ્છમાં આવ્યા હતા ત્યારે નીમાબેન દ્વારા આ લેટર સીએમને આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, એમએલએ ન...

ગુજરાત સરકારે રૂ. 200 કરોડનું વિમાન ખરીદ્યું, કલાકના ૮૯૦ કિ.મી. ની ઝડપ...

ગાંધીનગર,તા.06 બે વર્ષના લાંબા ઇન્તજાર પછી રાજ્ય સરકારને એક નવું એરક્રાફ્ટ મળશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો તેમજ વીવીઆઇપી મહેમાનો ઉડાન ભરી શકશે. આ એરક્રાફ્ટ એક કલાકમાં 890 કિલોમીટરની સફર કરી શકશે. રાજ્ય સરકારે બે વર્ષ પહેલાં સામાન્ય અંદાજપત્રમાં નવા એકક્રાફ્ટ માટે નાણાકીય જોગવાઇ કરી હતી પરંતુ બે વર્ષથી એરક્રાફ્ટ...

રાજકોટમાં 200 એકરમાં AIIMS માટે 1100 કરોડનો ખર્ચ થશે

ગાંધીનગર – ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે. AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્...

માણાવદરમાં કમોસમી વરસાદને કારણે જીનિંગમાં પડેલો કપાસ અને ખુ્લ્લામાં પડ...

માણાવદર તા,૪ માણાવદરમાં વરસાદી ઝાપટા અચાનક જ વાતાવરણ પલ્ટો મારી વરસાદ પડતા સમગ્ર શહેરમાં દોડધામ મચી ગઇ હતી. જીનીંગ ઉદ્યોગમાં ગ્રાઉન્ડમાં હાલ કપાસની સીઝન હોય જીનીંગ ચાલુ થયા છે, જેથી કપાસ ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલો હોય, તેથી તેને વરસાદથી બચાવવા દોડધામ, કપાસીયા ખોળ ખુલ્લી ગુણી, ખેડૂતોના ખેતરોમાં ખુલ્લામાં પડેલ પાથરા, તૈયાર મગફળી, ચારો પલળતા તેને બ...

દિલ્હીથી આવેલી નિષ્ણાતોની ટીમ દ્વારા ભારે વાહનોની અવરજવર સહિતના પાસાઓન...

પ્રભાસપાટણ તા ૪ સોમનાથ કોડીનારને જોડતો સોમનાથ પાસે આવેલો ૬૦ વરસથી પણ વધુ જુનો જર્જરીત ખખડધજ હાઇવે ઉપરના પુલનું આજે સવારે નેશનલ હાઇવે-ઇન્ડિયા-દિલ્હીના નિષ્ણાંત દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. એન્જીનીયરો-મજુરો અને મોટા ખટારામાં બેસાડેલા તોતીંગ યાંત્રિક ઉપકરણો સાથે પુલની મજબુતાઇ-ટકાઉપણું કયાં સુધી ચાલી શકે-રીપેરીંગ કે નવો બનાવવો તેનુ પુલના પાયા...

ભારત સરકારના કોઇપણ પ્રમાણિત પ્રમાણપત્રો વગર વિદેશ રવાના કરનારા ચાર એજન...

રાજકોટ,તા.05 રાજકોટમાંથી ગેરકાયદે રીતે ભારતના પ્રમાણિત સર્ટિફિકેટ વગર લોકોને વિદેશમાં રવાના કરતાં એજન્ટોની ઓફિસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે  ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે દરોડા પાડીને ચાર એજન્ટોની ઇમિગ્રેશન એક્ટ હેઠળ ધરપકડ કરી છે રાજકોટ શહેર પોલીસ કમિશનરને વિદેશ મંત્રાલયમાંથી ઓનલાઇન પોર્ટલ દ્વારા આવેલી એક એપ્લિકેશન જેમાં અરજદાર...

મહેસાણામાં સરકાર રચિત ટીપી કમિટીની બેઠક સામે હાઇકોર્ટનો સ્ટે

મહેસાણા, તા.૦૫ કોંગ્રેસ શાસિત મહેસાણા નગર પાલિકામાં આઠ મહિનાથી ટીપી કમિટીની બેઠક નહીં મળતાં સરકારે ભાજપના 6 કોર્પોરેટર અને ત્રણ અધિકારી મળી 9 સભ્યોની કમિટી રચી દીધી હતી અને મંગળવારે આ કમિટીની પ્રથમ બેઠક બોલાવાઇ હતી. જોકે, તેની સામે કોંગી સદસ્ય જયદિપસિંહ ડાભીએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરતાં મંગળવારે મળવારી ટીપી બેઠક સામે સ્ટે આપી આગામી તા.13મીએ વધુ ...

ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ

હિંમતનગર, તા.૦૫  2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...

બાયડમાં આઠ ઘરફોડ કરનાર રૂ.4.57 લાખની મત્તા સાથે મહિસાગરનો ચોર ઝડપાયો

બાયડ, તા.૦૫ બાયડના ચોઇલામાં શનિવારની રાત્રીએ સાંઇબાબા અને બહુચર માતાજીના મંદિરને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બાર કલાક કરતા ઓછા સમયમાં તસ્કર ટોળકીના સાગરીતને ઝડપી પાડી રૂ.4,57,380નો મુદ્દામાલ કબજે લઇ આઠ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી પંચમહાલ જિલ્લાની તસ્કર ટોળકીને ઝબ્બે કરવા બાયડ પી.એસ.આઇ કે.કે. રાજપૂતે કવાયત હાથધરી છે. બાયડ અને ...

ચર્ચાસ્પદ ભાનુશાળી હત્યાકાંડના ફરાર આરોપીઓ ઝડપાયા

ગાંધીનગર,તા.05 ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલી...

બનાસકાંઠામાં 3.16 લાખ હેક્ટર વાવેતર પૈકી 39 હજાર હેકટર વિસ્તાર અસરગ્રસ...

પાલનપુર, તા.૦૫ જિલ્લાના 14 તાલુકાના 443 અસરગ્રસ્ત ગામોમાં 69 ગ્રામ સેવકોની ટીમો દ્વારા જુદા જુદા 13,182 ખેડૂતોનો પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 3.16 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 39 હજાર હેકટર વાવેતર વિસ્તારને અસર થઈ હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. જિલ્લામાં સહુથી વધુ ડીસામાં 3200 ખેડૂતોને અસર થઈ હોવાનું તેમજ સહુથી ઓછા...