પાસપોર્ટમાં બોગસ ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી યુએસના વિઝા મેળવનાર સામે ગુન...
અમદાવાદ, તા.3 બોગસ વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી અમેરિકાના વિઝા મેળવવાના એક રેકેટમાં સીઆઈડી ક્રાઈમે અગાઉ મુંબઈના એજન્ટ સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. મુંબઈના એજન્ટ પાસેથી મળી આવેલા 159 પાસપોર્ટ અને છુટા કરાયેલા તેમજ વિસા-ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવેલા પાસપોર્ટના પાનાના આધારે સુરતના એક દંપતિએ ખોટી રીતે અમેરિકાના વિસા મેળવ્યા હોવાની હકિકત સામે આવત...
સ્કૂલની આસપાસ ને રસ્તાઓમાં લુખ્ખા તત્વો વિદ્યાર્થીનીઓ પરેશાન કરે છે
વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની બાળાઓએ આવારા તત્વોના ત્રાસથી પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું.
સરકારના બેટી બચાવો બેટી પઢાઓ ના નારાઓની વચ્ચે 12 ઓક્ટોબર 2019ના રોજ વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ શાળાએથી વાંકાનેર સીટી પોલીસ મથક સુધી પગપાળા રેલી કાઢી પોલીસ અધિકારીઓને રજૂઆત કરેલી કે વિદ્યાર્થીનીઓને ઘરેથી સ્કૂલે આવવાના અને ઘર...
તબીબોએ શરૂ કર્યું તમાકુ અને પ્લાસ્ટિક છોડો અભિયાન
મોરબીના મેડીકલ અને પેરામેડીકલ સ્ટુડન્ટ એસો ELIXIR દ્વારા આજે તમાકુ છોડો અને પ્લાસ્ટિક છોડો અભિયાનને વેગ આપવા માટે રેલી યોજવામાં આવી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. મોરબીમાં વિદ્યાર્થીઓના સંગઠન ELIXIR દ્વારા આયોજિત રેલીમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ડો. જયંતીભાઈ ભાડેશીયા, ડો. વિજયભાઈ ગઢિયા અને ડો. ચિરાગ અઘારા સહિતના અગ્રણીઓ અને ડોકટરો ઉપસ્થિત રહ્યા હત...
220 કિલો મીટરની ઝડપે આગળ વધતું વાવાઝોડું 90 કિ.મી. ઝડપે ચક્રવાતથી મકાન...
ગાંધીનગર : રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતી અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતીની વિગતો આપી હતી. હાલ પ્રતિ કલાક રર૦ કિ.મી.ની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, પરંતુ તેની તીવ્રતા આગામી દિવસોમાં ઘટી જવાની સંભાવનાઓ પ્રબળ છે. હાલ વેરાવળથી ૬૮૦...
જગતનો તાત દુઃખી અને વિજય રૂપાણી તાના-રીરી સંગીતનો જલશો માણશે
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૬ નવેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે લઘુમતી સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગુજરાતનો ભવ્ય નૃત્ય મહોત્સવ શરૂ કરાવશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ નૃત્યાંગનાઓના નૃત્યની મજા માણશે. અનુરાધા પોંડવાલ અહીં પોતાના સુરીલા ગીતો ...
પંદર સો કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જીએસટી વિભાગે ગાળીયો કસ્યો
અમદાવાદ,તા.03 અમદાવાદમાં ગત જુલાઇ મહિનામાં સ્ટેજીએસટીના 282 કંપનીઓના 6 હજાર કરોડી વધુના કૌભાંડના પર્દાફાશ કર્યા બાદ હવે બોગસ બિલિંગનું હબ બની ગયેલા સુરતમાં કૌભાંડીઓ સામે હવે GST વિભાગે ગાળીયો કસ્યો છે. લગભગ દોઢ હજાર કરતાં પણ વધુ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં સુરત GST વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે અંતર્ગત 80થી વધુ શંકાસ્પદ પે...
અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી બે કરોડના કૌભાંડની તપાસ અભેરાઈ પર ચ...
પ્રશાંત પંડિત અમદાવાદ, તા. 0૩ શહેરના ઉત્તરઝોનમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલની ખોટી આકારણી કરી અમપા તિજારીને રૂપિયા બે કરોડનો આર્થિક ફટકો પહોંચાડનારા સામે એક વર્ષ અગાઉ વિજિલન્સ તપાસની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરી કૌભાંડને અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યું છે. અનિલ સ્ટાર્ચની મિલ્કતોને લાભ કરાવવા જે તે સમયે ડેપ્યુ...
એમસીઆઈના નિરીક્ષણના પગલે રાજયના 100થી વધુ ડોકટર-અધ્યાપકોની સામૂહિક બદલ...
ગાંધીનગર,તા.03 રાજયની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજોમાં આગામી બે માસની અંદર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનુ ઇન્સ્પેક્શન આવવાનુ છે. આ ઇન્સ્પેક્શનના પગલે એકસાથે ૧૦૦થી વધારે ડોક્ટર-અધ્યાપકોની સામૂહિક બદલીઓ કરી દેવામાં આવી છે. સરકારી કોલેજમાંથી કેટલાક અધ્યાપકોને સોસાયટી સંચાલિત કોલેજોમાં મુકવામાં આવ્યા છે જયારે કેટલાક સોસાયટીની મેડિકલ કોલેજોમાં ફરજ બજા...
કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી પાણીનો નિકાલ
હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામા...
વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર ...
અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મ...
માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો
મહેસાણા, તા.૦૩
મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...
ખડોલ ગામમાં સેવા સેતુ કાર્યક્રમમાં 898 અરજીઓનો સ્થળ પર નિકાલ
સુઈગામ, તા.૦૩ સુઇગામ તાલુકાના ખડોલ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ખડોલ ઉપરાંત આજુબાજુના ગામોના 898 અરજદારોએ વિવિધ યોજનાનો લાભ લીધો હતો. જેમાં સુઇગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાવ ધારાસભ્યએ પણ આરોગ્ય ચકાસણી કરાવી હતી. સુઇગામ તાલુકાના ખડોલ ખાતે ચોથા તબક્કાના સેવા સેતુ કા...
તલોદમાં રેલવે નાળાના કેબલ ખુલ્લા રહેતાં રોષ
તલોદ, તા.૦૩ તલોદ - મહિયલ વચ્ચે બનાવવામાં આવેલ નાળામાં રેલ્વેના કેબલ જમીનમાં નાખવામાં આવ્યા હતા. જે હાલમાં ખુલ્લા હોવાથી પ્રજાજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે લાઈન શરૂ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા આ કેબલ જમીનમાં નાખ્યા નથી અને બહાર ખુલ્લા પડ્યા છે. આવવા જવાનો રસ્તો પણ બંધ છે અને પ્રજાજનોને આસપાસ જવામાં પણ ડર લાગી રહ્યો છે. તા...
પાક વીમો નહિ લેનાર ખેડૂતને પણ કેન્દ્રના નિયમ મુજબ સહાય ચૂકવવાનો સરકારન...
ગાંધીનગર, તા. 03 રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટ વચ્ચે ખેડૂતો ઉપર મહા સંકટ ઊભું થયું છે. આ સંજોગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. માવઠાના પગલે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. આ સંદર્ભે પાક વીમા નોંધણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે ત્યારે સરકારે જે ખેડૂતોએ પાક વીમો ન લીધ...
પાલનપુરમાં વીજ કર્મચારીઓએ પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો યોજ્યા
પાલનપુર, તા.૦૩ વીજકર્મીઓ પોતાની પડતર માંગો ન સ્વીકારાતા પાલનપુર વીજ કચેરી નજીક જ કર્મીઓએ વિવિધ માંગો દર્શાવતા બેનરો ધારણ કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આગામી સમયમા માંગો નહી સ્વીકારાય તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનિયર એસોશીએશન દ્વારા વીજ કર્મીઓ અને અધિકારીઓને મળવા પ...

English