દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...
ગાંધીનગર, તા.01 દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...
રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...
ગાંધીનગર, તા. 01 સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...
અંજલીતાઈ તમે મુખ્યમંત્રીના સરકારી કામકાજથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન ...
અંજલીતાઈ નવા વર્ષની તમને અને વિજયભાઈને ખુબ શુભેચ્છા, સાથે આપના પરિવારના તમામ સભ્યોને સાલમુબારક, આમ તો નવા વર્ષે આપણે તમામને સારી શુભેચ્છા જ આપતા હોઈએ છીએ તેથી મારા આ પત્રને મારી શુભ ઈચ્છા જ સમજશો, જેને આપ ટીકાના સ્વરૂપમાં માની નારાજ થશો નહીં એટલી તો અપેક્ષા તમારી પાસે હું જરૂર રાખી શકું વિજય રૂપાણીનો આ મુખ્યમંત્રી તરીકે બીજો તબ્બકો છે, આમ તો મુખ...
સાઉદી અરેબિયાએ પણ કમરતોડ ડ્યુટી વધારીને સિરામિક ઉદ્યોગને પોલીસ ઝાંખી પ...
મોરબી,તા.31 મોરબીનો ઉલ્લેખ થાય તેની સાથે તેનો સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ યાદ આવી જાય છે. અવનવી ડિઝાઇનની ટાઇલ્સ અને ભાતભાતની વિશ્વ પ્રસિધ્ધ ઘડિયાળને કારણે મોરબી સતત ધમધમતુ રહેતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી મોરબીની માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મોરબીમાં 850 કરતાં પણ વધુ એકમ ધરાવતા સિરામિક ઉદ્યોગ જીએસટી અને કમરતોડ ભાવ વધારાને કાર...
સાબરકાંઠાનું ભંડવાલઃ એક એવું ગામ જે રાષ્ટ્રગીત ગાઈને સમૂહમાં નૂતન વર્ષ...
સાબરકાંઠા, તા.૩૧ વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનો રાષ્ટ્રગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરે છે. ગામના ચોકમાં તમામ ગ્રામજનો ભેગા મળીને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. ઉપરાંત આખું ગામ સમૂહમાં એકત્ર થઈને નવા વર્ષના વધામણા કરે છે. ત્યારે આજે પણ ભંડવાલ ગામે તમામ ગ્રામજનો ભેગા મળીને દર વર્ષની જેમ તેમની અનોખી પરંપરાને જાળવી રાખીને નવા વર્ષની ઉજવણી કરી હત...
માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે
ગાંધીનગર, તા. 31 રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ...
દિવાળી દરમિયાન ૧.૨૯ લાખ મુલાકાતીઓએ કાંકરીયા લેકફ્રન્ટની મજા માણી
અમદાવાદ,તા.૩૧
શહેરના દક્ષિણઝોનમાં આવેલા કાંકરીયા લેકફ્રન્ટની દિવાળીના પર્વ દરમિયાન ૧.૨૯ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લઈ ઝૂ,બાલવાટીકા,નોકટરનલ ઝૂ,કીડસ સિટી અને બટરફલાય પાર્કની મજા માણી હતી.દરમિયાન અમપાને રૂપિયા ૨૫ લાખથી વધુની આવક થવા પામી છે. લેકફ્રન્ટ ખાતે ૧૪ જૂલાઈના રોજ બનેલી રાઈડની દુર્ઘટના બાદ હજુ પણ મોટી રાઈડ બંધ છે,મીની ટ્રેન પણ મેઈન્ટેનન્સના ...
હિંમતનગરમાં મારૂતિ શોરૂમના ગોડાઉનમાં આગથી સ્પેરપાર્ટ સહિતનો માલસામાન બ...
હિંમતનગર, તા.૩૧ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ફટાકડાના કારણે ઠેરઠેર આગના બનાવો બને છે. પરંતુ હિંમતનગરના મારૂતિ સુઝુકીના શોરૂમના ગોડાઉનમાં શોરૂમમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં સ્પેરસ્પાર્ટ સહિતનો માલસામાન બળી ગયો હતો. જેને પગલે ફ્રેન્ચાઈઝી ધરાવનારને કરોડોનું નુકસાન થયું હતું. હિંમતનગર ફાયર ફાયટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ...
રાજ્યમાં આજથી વાહનવ્યવહારના નવા નિયમોનો કડક અમલ શરૂ થશે
ગાંધીનગર, તા. 31 ગુજરાતમાં પહેલી નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવશે. અગાઉ બે વખત આ નિયમોની અમલવારી મુલતવી કરવામાં આવી હતી. રાજ્યના વાહનચાલકોને દંડ ન ભરવો પડે અને તેમના વાહનોના તેમ જ તેમના પોતાના તમામ દસ્તાવેજો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેના પગલે હવે આવતીકાલથી નવા નિયમોનો...
એલએનજીના પ્રોજેક્ટમાં વિલંબ છતાં સરકારની કૃપાથી સ્વાન એનર્જીને કોઈ જ દ...
અમદાવાદ,તા.31 ગુજરાતમાં જાફરાબાદ ખાતે રૂા.5117 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા આયાતી લિક્વિડ એલએનજીને ગેસના સ્વરૂપમાં રૂપાંતરિત કરી આપતો એલએનજીનો પ્રોજક્ટ પૂરો કરવામાં સ્વાન એનર્જી લિમિટેડના નિખિલ મરચન્ટ દ્વારા અસહ્ય વિલંબ કરવામાં આવી રહ્યો હોવા છતાંય તેને માથે સરકારના ચાર હાથ હોવાથી કોઈ જ પેનલ્ટી કરવામાં આવી રહી નથી. બીજી તરફ તેનો પ્રોજેક્...
દિવાળીના તહેવારોમાં શક્તિપીઠ બહુચરાજીમાં મા બહુચરના દર્શનાર્થે ભક્તોની...
મહેસાણા, તા.૩૧ શક્તિપીઠ બહુચરાજીમાં દિવાળીના તહેવારોમાં માતાજીના દર્શનને લઇને વહેલી સવારથી જ ભકતોની લાંબી કતારો લાગી છે. ‘બોલ મારી બહુચર, જય જય બહુચર’ના જયઘોષથી મંદિર પરિસર સતત ગૂંજતું રહે છે. દિવાળીથી કારતક સુદ ત્રીજ સુધીમાં અંદાજે ચાર લાખથી પણ વધુ માઇભક્તોએ મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રિકોને દર્શનમાં તકલીફ ના પડે તે માટે દર્શના...
અત્યંત રોમાંચકારી ઇંગોરીયા યુદ્ધમાં પણ છવાયો મોદી ફિવર
સાવરકુંડલા,તા.31
દિવાળીનો તહેવાર હોય અને તેની ઉજવણીની વાત કરવામાં આવે તો સાવરકુંડલાનું ઇંગોરીયા યુધ્ધ અવશ્ય યાદ આવે છે. દરવર્ષે અહીં દિવાળીની રાત્રે ઇંગોરીયા યુધ્ધ લડાય છે. યુધ્ધ શબ્દ સાંભળીને આપણને લાગે કે આ ભયંકર અને લોહિયાળ યુધ્ધ હશે.પરંતું ના એમ નથી. છેલ્લા સિતેર વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પરંપરાગત રીતે ખેલાતું ઇંગોરીયાનું યુધ્ધ અત...
હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો
હિંમતનગર, તા.૩૧ સમગ્ર ગુજરાતભરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, ત્યારે કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે વાઈરલ બીમારીના કેસો વધ્યા છે. પાછોતરા વરસાદના કારણે એકબાજુ પાકને નુકશાન થયું તો બીજીબાજુ પડતાં ઉપર પાટુંની જેમ ગ્રામજનો રોગચાળાથી પરેશાન છે. દિવાળીના દિવસોમાં હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો છે. ગામમાં બાળકોથી માંડ...
નવા વર્ષ નિમિત્તે વાચ્છડાદાદાના દર્શને ગયેલા અનેક લોકો રણમાં ફસાયા
કચ્છ,તા.31 દિવાળી બેસતા વર્ષ અને ભાઇબીજના દિવસે રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદે વિનાવ વેર્યો તો છે જ પરંતુ સાથેસાથે લોકોના તહેવારની ઉજવણી ઉપર ગ્રહણ લગાડી દીધું હતું. જ્યારે બહાર ફરવા ગયેલા લોકોની પણ વરસાદે વિલન બનીને મજા બગાડી નાંખી હતી. કેટલાય દર્શનાર્તીઓ પણ યાત્રાધામોમાં ગયાં હતા ત્યાં ફસાઇ ગયાં હતાં. આવું જ ગુજરાતના વાછડાદાદાના મંદિરે દર્શાના...
શંખલપુરમાં 11 લાખના ખર્ચે 51 ફૂટ ઊંચી પક્ષી કોલોની અને લેક વ્યૂ વિથ સિ...
મહેસાણા, તા.૩૧ જિલ્લાના મોડેલ વિલેજ શંખલપુરમાં સુવિધાના વધુ બે સોપાનોનો ઉમેરો થયો છે. ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારીથી 51 ફૂટ ઊંચું ભવ્ય પક્ષીઘર તેમજ લેક વ્યૂ વિથ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરાયું છે. શંખલપુર ગામ તળાવના કિનારે રૂપિયા 6 લાખના ખર્ચે 51 ફૂટ ઉંચી અને 912 ખાના ધરાવતી પક્ષીકોલોનીનું નિર્માણ ગામના દાતા અલ્પેશકુમાર ભગવાનભાઇ પટે...

English