માનવભક્ષી દિપડો પાંજરે પૂરાતાં સુડાવડ અને આસપાસના ગામના લોકોને રાહત
બગસરા,તા.31 અમરેલીના બગસરાના સુડાવડ ગામે માનવભક્ષી દીપડાઓના સતત આંટાફેરાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પ્રસરેલો હતો. વારંવારની દિપડાની રંજાડને કારણે ખેડૂતો પોતાના ખેતરે પણ જતા ડરતાં હતાં. દિપડાના વસવાટને કારણે અહીં ગભરાટ અને ભયનો માહોલ હતો. આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓ...
અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતીની સ્થાપનાને સો વર્ષ પુર્ણ થશે
અમદાવાદ,તા.૩૧ અમદાવાદ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સો વર્ષ અગાઉ અમદાવાદ શહેરમાં વસતા એ સમયના નગરશ્રેષ્ઠીઓ દ્વારા સ્થાપના કરાઈ હતી.બાદમાં શહેરના બાળકો વ્યાજબી ફી સાથે અભ્યાસ કરી શકે એ હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.શાળાઓ શરૂ કરાઈ હતી.આ વર્ષે આગામી માસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સો વર્ષ પુરા કરી રહી છે.નોંધપાત્ર બાબત તો એ છે કે,શહેરન...
જર્ક 60 દિવસમાં વીજદર વધારાની દરખાસ્ત મંજૂર ન કરે તો વધારો આપોઆપ જ મંજ...
અમદાવાદ,તા.31 ટેરિફ ઓર્ડર માટે વીજ કંપનીઓ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવ્યા પછી 60 દિવસના ગાળામાં તે દરને વીજ નિયમન પંચ દ્વારા મંજૂરી ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં વીજ વિતરણ કંપનીઓ દ્વારા મૂકવામાં આવેલા દર કે માગવામાં આવેલા વીજ દરના વધારો આપો આપ જ માન્ય ઠરી જશે. આ રીતે કેન્દ્ર સરકારે સોલાર પાવર ખરીદનારાઓને નડતી અનિશ્ચિતતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છ...
ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિનામાં ત...
૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ અને ૧૪૪મી સરદાર પટેલ જયંતિની ઉજવણી કરી હતી. જેમાં અમૂલડેરીની નવી યોજનાઓ, બીજા રાજ્યોમાં પ્લાન્ટ નાંખવા કે વિસ્તરણની માહિતી દૂધ મંડળીઓના સૌ પશુપાલકોને આપી હતી. પશુપાલકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા બે વર્ષો ડેરીઉધોગના રહેશે તેમજ દૂધના વધુ સારા ભાવો ચૂકવાવામાં આવશે. આર.સી.ઈ.પી. સંબધિતે એવું કોઈ પ...
સરદાર પટેલને નરેન્દ્ર મોદીએ શું અન્યાય કર્યો ? વાંચો
સ્મારકો ઊભા કરવાના સરદાર વિરોધી હતા. ગોડસે જેવા કટ્ટરવાદીઓએ ગાંધી ઉપરાંત નેહરુ અને સરદારની હત્યા પણ કરવાનાં કાવતરાં ઘડ્યાં હતાં. સરદાર-પુત્રી મણિબહેને દુર્ગા દાસની સરદારવિષયક ગ્રંથશ્રેણીના આમુખમાં નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા. મોદી અને ભાજપના નેતાઓ પોતાને મનગમતા ઈતિહાસને જે રીતે જનસભાઓમાં રજૂ કરીને તાળીઓ પડાવતા હો...
સરદારે દેશની જમીનની લડાઈ લડી, આદિવાસીઓ મોદી સામે જમીનની લડાઈ લડે છે
નર્મદા બંધ પાસે ફરી એક વખત જમીનની લડાઈ જીવથી જમીન દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે પૂતળા માટે અને પછી દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે અને તે માટે જમીન અધિક...
કપાસ અને મગફળીનો નાશ થતાં ખેતી પતનના માર્ગે
ગુજરાતમાં 15.52 લાખ હેક્ટરમાં મગફળી અને 26.68 લાખ હેક્ટર કપાસનું વાવેતર 2019ના ખરીફ ઋતુમાં થયું હતું જેમાં ચોમાસુ પૂરું થયું છતાં કમોસમી વરસાદ ચાલુ રહેતા અને લીલો દુષ્કાળ પડતાં 41 લાખ હેક્ટરમાંથી 20 લાખ હેક્ટર પાક સદંતર ખરાબ થઈ ગયો છે. ઉપરાંત કૂલ મળીને ગુજરાતમાં 87 લાખ હેક્ટરમાં 20 જેટલા મુખ્ય પાકોનું વાવેતર થયું હતું. જેમાં 50 ટકા વિસ્તારમાં કપ...
અમેરીકાની 9 કરોડ જર્સી ગાયો 40 વર્ષમાં ગીરની ઓલાદ બની જશે
એક તરફ ગુજરાતના પશુપાલકોએ બ્રાઝિલમાંથી આખલાના સીમન (વીર્ય) આયાત કરવા ગાય ભક્ત પક્ષ ભાજપ અને સંઘની કેન્દ્રની નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગીરના આખલાના સીમન(વીર્ય) અમેરિકા મોકલવામાં આવશે. જેનાથી અમેરીકા ગીર ગાય પેદા કરીને તેનું શુદ્ધ દૂધ પીશે. ચાર વેતર પછી, જર્સી ગાયો કે જે એ-વન દૂધ આપે છે. તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયો...
ધર્મના ઠેકેદારોને ખુલ્લા પાડતું “નિષેધ” પુસ્તક અને ફિલ્મ “...
ગુજરાતના કથાકારો દિવસ રાત ઉપદેશ અને ભાષણબાજીથી માણસને ડરાવવાનું કામ કરે છે. પણ “નિષેધ” નામના પુસ્તકથી જાણી શકાય છે કે ધર્મના ઠેકેદાર લોકોને કઈ રીતે મૂર્ખ બનાવે છે. પુસ્તકનું નામ :- નિષેધ, કિંમત :- 250/- રૂપિયા (રૂ.50 પોસ્ટલ ચાર્જ) સંપર્ક નંબર :- 9327444844 સુરત સિવાય ક્યાંય મળશે નહીં. પુસ્તક ઘરમાં વસાવીને જ્ઞાન મેળવીને છેતરપીંડીની દુનિયા અંગે વિ...
39.3 ટકા બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે.
માર્ચ 2016માં યુનેસેફે કરેલા સરવેમાં ગુજરાત રાજ્યને ચેતવણી આપવામાં આવી હતી. બાળકો પર થયેલા આ અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં સરેરાશ 10.1% બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે અને 41.6% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે 2017માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 38.5% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે...
બે હજાર વર્ષ જીવતા બાઓબાબ વૃક્ષની દિવાલ કચ્છના રણને આગળ વધતી અટકાવી શક...
ગુજરાતનું બીજા નંબરનું બાઓબાબ સૌથી મોટું વૃક્ષ ૧૬.૫૦ મીટર ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષ ના થડમાં ૧૫ હજાર લીટર પાણી સમાયેલું છે. આ બાઓબાબ આમતો મૂળ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. જે 2000થી 6000 વર્ષ જુના છે. આ વૃક્ષને ગુજરાતના કચ્છ, દ્વારકા, ખંભાતના રણને આગળ આવતું અટકાવવાની ક્ષમતા ધરાવે છે. તેનું વ્યાપક વાવેતર કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસ કાંઠા જેવા રણના...
નિરમા યુનિવર્સિટીમાં રીવરફ્રંટ – નદી કિનારા બાંધવા સામે વિરોધ, ગ...
નિરમા યુનિવર્સિટીમાં લૉ ઇન્સ્ટિટયૂટ અને સેન્ટર ફોર એનવાયર્મેન્ટ લૉના સંયુક્ત ઉપક્રમે 'રીવાઇવલ ઓફ ઇન્ડિયન રિવર' પર સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદની સાબરમતી નદી અને ગુજરાતના 24 શહેરોની નદીઓના કિનારા સિમેંટથી બાંધીને રિવરફ્રંટ બનાવવામાં આવી રહ્યાં છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત, વડોદરા, રાજકોટ, દાહોદ જેવા 24 શહેરોમાં નદીઓના કિનારા બ...
ચકલીઓ પર ફરી એક આફત આવતાં નેસ્તનાબૂદ થશે ?
હમણાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક જગ્યાએ ચકલીઓને તાવ આવતાં તે માંદગી ને કારણે ટપો ટપ મરી રહી છે. તેના કારણે ચકલીઓની સંખ્યમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો. એક તો ચકલી ઓછી થઈ ગઈ છે અને બીજી આ નવી આફત તેના પર ત્રાટકતાં ઘર ચકલી નેસ્ટનાબુદ થવાની આરે આવીને ઊભી છે. હાલ ચકલીઓ મોબાઈ ફોન ટાવનરના વેવ્ઝ અને ખેતરોમાં છંટાતી જંતુનાસક દવાના ખતરાનો સામનો કરી રહી છે. ...
શેરબજારની લેવડ-દેવડમાં ત્રાસવાદીએ બ્રોકરને ધમકી આપી
અમદાવાદ, તા.27 શેરબજારના ધંધામાં થયેલા નુકસાન બાદ સવા કરોડની લેતી-દેતીમાં લેણદાર બ્રોકરને ત્રાસવાદી ફોન કરી દેવાદાર શખ્સ વતી ધમકી આપી હોવાની ફરિયાદ સોલા પોલીસના ચોપડે નોંધાઈ છે. સોલા પોલીસે અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કરનારા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાયસન્સ સિટી રોડ મલય બંગલોઝમાં રહેતા સંજય જેઠાલાલ સોની (ઉ.48) શ્રીતી સિક્યોરિટીના ...
મોડાસા નામ આપનાર રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ ખાતાની બેદરકારીન...
મોડાસા, તા.૨૭ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર પ્રાચીનકાળમાં મોહડવાસક તરીકે જાણીતું હતું. મોહડવાસકએ મોડાસાનું સંકૃતમ રૂપ છે, મોડાસા શહેરનું નામ રાજા માંધાતાના નામથી પડ્યું હોવાનું મનાય છે. મોડાસા શહેરના શાહી કોટ વિસ્તારમાં આવેલા રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ વિભાગની બેદરકારીના લીધે નામશેષ થવાની તૈયારીમાં છે. રાજા માંધાતાના ભવ્યાતિભવ્...

English