ઇબી-5 વિઝા સ્કીમમાં જોડાઈનેગુજરાતમાંથી ઉચાળા ભરી રહેલા બિઝનેસમેન
અમદાવાદ,શનિવાર ગુજરાત અને ભારતમાં ભાજપના શાસનમાં બિઝનેસ કરવા માટેનો માહોલ અનુકૂળ ન હોવાથી અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતું હોવાથી ગુજરાત અને ભારતમાંથી સંખ્યાબંધ બિઝનેસમેનો અમેરિકી સરકારના ઈબી-5 વિઝા લઈને પરિવાર સાથે વિદેશ સ્થાયી થઈ જવાનું પસંદ કરી રહ્યા છે. આ વિઝા મેળવીને પરિવારના તમામ સભ્યો માટે કાયમી નિવાસી - પરમેનન્ટ રે...
આવાસ યોજનાના ડ્રો દ્વારા 4439થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ ...
અમદાવાદ, તા. 26 કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું. ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવ્યું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા ...
ઓનલાઈન માલ વેચનારાઓ કંપનીએ રિટેઈલર્સ સહિત સહુને આપેલા ડિસ્કાઉન્ટથી વધુ...
અમદાવાદ,શનિવાર દેશના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિલ્ડ મળે તે માટે કરવામાં આવી રહેલી માગણીને ધ્યાનમાં લઈને ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓને માલનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા રિટેઇલર્સ, હોલસેલર્સ કે સ્ટોકિસ્ટને આપવામાં આવતા ડિસ્કાઉન્ટથી વધુ ડિસ્કાઉન્ટ ગ્રાહકને ન આપવા દેવાનો નિયમ સરકારે લાગુ કર્યો છે. આ પગલું દેશભરના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિ...
2020ની દિવાળી સુધીમાં તગડું વળતર અપાવી શકે તેવા શેર્સ
અમદાવાદ, તા.27 શેરબજારનું રોકાણ આમેય જોખમી છે. લાખના બાર હજાર થતાં અને રૂપિયાના કાગળ થઈ જતાં વાર લાગતી નથી. તેથી જ સામાન્ય રોકાણકારોએ તેમાં પડવાનું ખોટું સાહસ કરવું ન જોઈએ. જેમને શેરબજારની આંટીઘૂંટી ન સમજાતી હોય તેમણે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી દેવાનું આયોજન કરવું જોઈએ. બજારમાં ખબર પડતી નથી તેથી એફ એન્ડ ઓ-ફ્યુચર એન્ડ ઓપ્શન તરફ ...
ગૃહરાજ્યપ્રધાનના મતવિસ્તાર વટવામાં બેફામ બનેલા બુટલેગરનો દંપતી પર હુમલ...
અમદાવાદ, તા. 26 રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી થતી હોવાની સરકારની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ અને બેખોફ બન્યા છે. રાજ્યના ગૃહરાજ્યપ્રધાનના વિસ્તાર એવા શહેરના વટવા પોલીસ મથકની હદમાં બુટલેગરોએ ચાની કીટલી ચલાવતાં પતિ-પત્ની પર હુમલો કર્યો હતો. બુટલેગરોએ લાકડી અને લોખંડના સળિયા વડે દંપતીને માર મારી તેમનો CCTV કેમેરા પણ તોડી નાખ્યો હતો....
ગુજરાતની બેન્કોમાં નાના દરની નવી ચલણી નોટોના ધૂમ કાળાબજાર થયા
ગાંધીનગર, તા. 26 ગુજરાતની બેન્કોમાં નવી ચલણી નોટોના ઘૂમ કાળાબજાર થયાં છે. બેન્ક કર્મચારીઓ તેમના ગ્રાહકોને સાઇડ પર રાખીને ઉદ્યોગજૂથો અને વ્યાપારી પ્રતિનિધિઓના ઘરમાં જઇને નવી નોટો આપી આવ્યા છે. રાજ્યની ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કોએ તો વિચિત્ર ફતવો કર્યો હતો અને કહ્યું હતું કે તમારૂં આ બેન્કમાં ખાતું હોય તો રૂપિયા ઉપાડવાનો ચેક રજૂ કરો પછી તમને માત...
ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે શખ્સો સવા બે લાખની સોનાની ચેઈન ચોરી ગયા
અમદાવાદ, તા.26 ચાંદખેડામાં આવેલા જાણીતા તનિષ્ક જવેલર્સમાં ખરીદીના બહાને આવેલા બે શખ્સો 2.16 લાખની કિંમતની સોનાની ચેઈન ચોરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જવેલર્સ શોપના સીસીટીવી ફૂટેજના આધારે ચાંદખેડા પોલીસે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. તેજસ મનુભાઈ પટેલ (ઉ.34 રહે. આદર્શનગર, પ્રગતિનગર ગાર્ડન પાસે, નારણપુરા) ચાં...
રાહુલ મોડલ ફ્લોપ થતાં કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇમ લાઇટમાં આવશે
ગાંધીનગર, તા.26 ગુજરાતમાં રાહુલ મોડલ ફ્લોપ થતાં પ્રદેશ કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇટમાં આવી શકે છે. ખાસ કરીને કેન્દ્રીય નેતા અહમદ પટેલ તેમજ ગુજરાતમાંથી ફેંકાઇ ગયેલા ત્રણ મહારથીઓ – અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમય પાછો આવી રહ્યો છે. સોનિયા ગુજરાતના પરિણામોની સમીક્ષા કરશે ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલા વ...
ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી પોલીસના ઉઘરાણા
અમદાવાદ, તા.26 દર વર્ષની જેમ આ વર્ષ પણ શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવાની હજારો હાટડીઓ ધમધમી રહી છે. પોલીસ કમિશનરના જાહેરનામા છતાં શહેર પોલીસ નામ પૂરતા કેસ નોંધી કામગીરીના આંકડા ચોપડે બતાવી રહી છે. બીજી તરફ ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા વેપારીઓ પાસે પોલીસ ખુલ્લેઆમ હપ્તા ઘરાવે છે. ક્યારેક રોકડમાં નહીં તો વિનામૂલ્યે ફટાકડા મેળવી લઈને પોલીસ સમગ્...
દેશ અને ગુજરાતની રાજનીતિમાં રાજકીય હનુમાનની બોલબાલા
ગાંધીનગર, તા.૨૬ રાજનીતિમાં જે વ્યક્તિ સર્વોચ્ચપદે બિરાજમાન હોય છે તેમને તેમનો હનુમાન હોય છે. અહીં હનુમાન એટલે કટ્ટર સમર્થક નેતા. ભગવાન રામચંદ્ર પાસે કટ્ટર રામભક્ત હનુમાન હતા, તેવા હનુમાન પ્રત્યેક સરકારમાં જોવા મળે છે. ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે, મુખ્યમંત્રી પાસે હનુમાન રહ્યાં છે. એવા હનુમાન ભારતના વડાપ્રધાન પાસે પણ હોય છે.
...
તસ્કરોના ટાર્ગેટ પર એટીએમ, ઘીકાંટા અને સરખેજમાં ચોરીનો પ્રયાસ
અમદાવાદ, તા.26 ના તહેવારોમાં તસ્કરોએ એટીએમને ટાર્ગેટ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અગિયાર દિવસમાં તસ્કરોએ સરખેજમાં બે અને ઘીકાંટામાં એક એમ કુલ ત્રણ એટીએમ તોડ્યા છે. દસ દિવસ અગાઉ સરખેજના એસબીઆઈના એટીએમને કાપી તસ્કરો 9.39 લાખ ચોરી ગયા છે. જ્યારે આજે વહેલી પરોઢે સરખેજ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર એક પરપ્રાંતીય શખ્સને ડીસમીસ-પાના સાથે ...
સચિવાલયમાં પણ દિવાળી ફિક્કી, ગિફ્ટ નહીં માત્ર મીઠાઈને સ્થાન
ગાંધીનગર, તા. 26 ગુજરાતમાં આ વર્ષે દિવાળીના તહેવારો ફિક્કા નજરે પડી રહ્યાં છે. આર્થિક મંદીની અસર કોર્પોરેટ ક્ષેત્રમાં વધુ જોવા મળી રહી છે. સચિવાલયમાં દિવાળીના તહેવારો નિમિત્તે પ્રધાનમંડળના સભ્યો, તેમના અંગત સ્ટાફ અને સચિવોની ચેમ્બરમાં દરવર્ષે દેખાતી દિવાળીની ગિફ્ટનું સ્થાન માત્ર મીઠાઇએ લીધું છે. દિવાળીના મીની વેકેશન પહેલાં સચિવાલયના વિભાગો અન...
18 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારનાર સાવકા પિતાના જામીન કોર્ટે નામંજુ...
અમદાવાદ: 26 જુહાપુરા વિસ્તારમાં 18 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સાવકા પિતાના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. આરોપીએ તેની પત્ની જ્યારે અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં વેજલપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો. બનાવની વિગત એવી છે કે ફતેહવાડી વિસ્તારમાં શોએબે (નામ બદલ...
રાજ્યપાલ નૌકાદળની મુલાકાતે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિવ દમણ દરિયાઇ વિસ્તારની મુલાકાત લીધી હતી. નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી. તેમજ યુધ્ધજહાજની દરિયાઇ સફર પણ કરી હતી. તેમણે નૌકાદળના અધિકારીઓ પાસેથી તમામ પાસાઓની વિગતો પણ મેળવી હતી. આચાર્ય દેવવ્રતે નૌકાદળ દ્વારા કરાતા દિલધડક અને સાહસિક ઓપરેશનોની માહિતી મળવીને તેમની કામગીરીને બિરાદીવી હતી.
રાજપુર પાટિયા પાસે જુગારધામમાંથી નિવૃત્ત જમાદાર, પોલીસકર્મી સહીત 13 જુ...
મહેસાણા, તા.૨૫ ગાંધીનગર મોનીટરીગ સેલે બાતમીના આધારે કડીના રાજપુર પાટીયા સામે ભમરીયાપુરા રેઇનબો પેર મીલની પાછળ આવેલા વીનુજી ઠાકોરના ખેતરમાં ચાલતા જુગારધામ પર રેડ કરી રોકડ રૂ. 48470 સાથે 13 જુગારી ઝડપ્યા હતા. પોલીસ રેડમા નિવૃત જમાદાર અને પોલીસકર્મી પણ હાથમા આવી જતા સમગ્ર જુગારનો મામલો પોલીસ બેડામા ચર્ચાસ્પદ બન્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસ...

English