Friday, August 14, 2026

ડીસાના બંધ મકાનમાંથી 80 હજારની ચોરી

ડીસાના શ્યામ બંગલોઝમાં આવેલા બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તિજોરીમાં પડેલા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ડીસાના શ્યામ બંગલોઝમાં રહેતા ઉષાબેન માળી પોતાના માતા પિતાની ખબર અંતર પૂછવા ઘર બંધ કરીને દીયોદર તાલુકાના વખા ગામે ગયા હતા અને પતિ સુંધા માતા દર્શન કરવા ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરો નિ...

જૂના ડીસામાં વર્મિ કમ્પોસ્ટ પ્લાન્ટની આડમાં ઘનકચરાનો નિકાલ

ડીસા નજીકના જૂનાડીસા ગામના પવિત્ર ગણાતા ગંગાજીના વ્હોળામાં ડીસા નગરપાલિકા દ્વારા વર્મિ કમ્પોસ્ટ પ્લાન્ટની આડમાં બિન અધિકૃત રીતે ઘન કચરાનો નિકાલ થઈ રહ્યો છે.  જે પ્લાન્ટમાં લાખોના ખર્ચે વસાવેલી મશીનરી અને વજન કાંટો પણ ગંદકીમાં ગરકાવ બની શોભાનો ગાંઠિયો પુરવાર થયા છે. ડીસા નગરપાલિકા પાસે ઘન કચરાના નિકાલની ઘણી જગ્યાઓ છે તેમ છતાં ગ્રામજનોના વિરોધ વચ્ચે...

એલ.જી.હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી સારવાર ખર્ચ વસૂલાયું.

અમદાવાદ શહેરમાં રવિવારે બનેલી ઘટના બાદ એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા તમામ દર્દીઓની સારવારનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે એવી જાહેરાત પછી પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ પાસેથી સારવાર ખર્ચ વસુલવાની સાથે બહારથી જરૂરી ચીજા મંગાવવામાં આવી હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ગોમતી...

ઈસનપુરમાં વગર પરવાને ધંધો કરતા પાંચ એકમો સીલ કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આજે ઈસનપુરમાં અખાધ્ય પરવાના વગર ધંધો કરતા એકમો ઉપર તવાઈ ઉતારવામાં આવી હતી.જેમાં પરવાનો મેળવ્યા વગર કે રીન્યુ કર્યા વગર ધંધો કરતા પેરેડાઈઝ ઈન્ડસ્ટ્રીઝ,ઈસનપુર,શાલીભદ્ર,ઈસનપુર,ડિપલ માર્કેટીંગ અને ડિપલ કેમ ટ્રેડ ઈસનપુર અને હરીકૃપા પેઈન્ટ,ઈસનપુર એકમોને સીલ કરવામાં આવ્યા છે.

આર્થિક અનામત અંગે અદાલતમાં જંગ થશે.

મેડિકલમાં પ્રવેશ માટે ઇડબલ્યુએસની બેઠકો વધારવા માટે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કર્યા પછી અચાનક કેન્દ્ર સરકારનો જવાબ આવે તે પહેલા મેડિકલમાં પ્રવેશ ફાળવી દેવાતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ઉભો થયો છે. પ્રવેશ ફાળવણીની જાહેરાતની સાથે જ આજે  અસંખ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રવેશ સમિતિમાં જઇને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવાની સાથે કોર્ટમાં જવાની ચ...

ડિગ્રી એન્જિનિયરિંગમાં પહેલા રાઉન્ડમાં અંદાજે 35 હજાર અને બીજા રાઉન્ડમ...

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે અંદાજે 38 હજારથી વધારે બેઠકો ખાલી પડે તેવી શકયતાં છે. આ બેઠકો માટે ઓફલાઇન રાઉન્ડ કરવા માટે હાલમાં સરકારને ફાઇલ મોકલવામાં આવી છે. સરકારમાંથી જવાબ આવ્યા બાદ ઓફલાઇનનો રાઉન્ડ જાહેર ક...

શિક્ષણ પાછળ ખર્ચનારા નાણાંમાં ગુજરાતનો ક્રમ 14મો, છત્તીગઢ પહેલા નંબરે

ગુજરાતમાં શિક્ષણ પાછળ ખર્ચાતા નાણાંમાં ગુજરાતનો ક્રમ દેશના 13 રાજ્યો પછી આવે છે. આ 13 રાજ્યો ગુજરાત કરતાં વધુ ખર્ચ શિક્ષણ પાછળ કરે છે. ગુજરાતને એજ્યુકેશનનું હબ બનાવવા માગતી સરકાર પ્રાથમિક શાળાઓમાં વીજળી, લાઇટ, પાણી, વર્ગખંડો, શાળાના મેદાન કે શિક્ષકો ઉપલબ્ધ કરાવી શકતી નથી. દેશના મોટા 18 રાજ્યો પૈકી ગુજરાતનો 14 ક્રમ એ રાજ્યની શિક્ષણ પ્રત્યેની જવાબદાર...

રાજ્યના શહેરોમાં 350 કરોડના ખર્ચે 75 ફ્લાયઓવર, 37 રેલ્વે બ્રીજ બનશે

ગુજરાતની મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં 350 કરોડના ખર્ચે 75 ફ્લાયઓવર અને 37 રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આ છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સરકારે 510 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે જ્યારે ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કામો ટૂંકસમયમાં શરૂ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટે...

બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરીમાં એક સરકારી અને 40 ખાનગી

રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ની 864 કોલેજો આવેલી છે. જેમાં 100 સરકારી, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફક્ત એક માત્ર સરકારી કોલેજની મંજૂરી અપાઈ છે જ્યારે તેની સામે 40 ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એક પણ ગ્રાન્ટ...

શામળાજી મંદિરમાં અછોડા તોડતી ઉદેપુરની મહિલા ગેંગ.

અરવલ્લી જીલ્લા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમના દિવસે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ઉમટે છે ગુરુ પૂર્ણિમાનું હિન્દૂ સંસ્કૃતિમાં વિશિષ્ઠ મહત્વ હોવાથી દર વર્ષે હજ્જારોની સંખ્યામાં શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ભક્તોની ભીડનો લાભ ઉઠાવવા રાજસ્થાનના ઉદેપુરની નાથ અને કાલબેલિયા ગેંગની મહિલાઓની જુદી-જુદી ટીમો...

પ્રવાસન નીતિ-2020 દ્વારા 12,437 કરોડના મૂડી રોકાણનો અંદાજ

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ 2015-2020 જાહેર કરાઇ છે. આ નીતિ દ્વારા રાજ્યમાં અંદાજે 12,437કરોડનું મૂડી રોકાણ થશે અને આશરે 20 હજારથી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે તેવી સંભાવના રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, વર્ષ 2019-20 માં પ્રવાસનના વિકાસને વેગ આમલે તે ...

બનાસકાંઠાના 12 ગામમાં વિચિત્ર નિયમો— છોકરીઓ મોબાઇલ ફોન નહીં રાખી શકે.

ગુજરાતના આદિવાસી સમાજની જેમ ઠાકોર સમુદાયના નિયમો પણ એવા હોય છે કે જાણીને નવાઇ લાગે. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજની વસતી વધારે છે તેથી ભાજપ અને કોંગ્રેસમાં ઠાકોર સમાજના આગેવાનો જોડાય છે અને ધારાસભ્ય તેમજ સંસદસભ્યો બને છે. આશ્ચર્યની બાબત એવી છે કે નેટવર્કિંગ અને ઓનલાઇન એજ્યુકેશનના સમયમાં ઠાકોર સમાજે જે કડક નિયમો બનાવ્યા છે તેને ઠાકોર સમાજના ધારાસભ્...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્...

પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા  પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા...

વિશ્વબેન્કની સહાયથી ઉત્તર અને મધ્ય ગુજરાતના માર્ગો પહોળા થશે, 656 કરોડ...

ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિદ્ધપુર રસ્તાને છ માર્ગીયકરણ કરવાનું કામ 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે ગાંધીનગર- ઉત્તર અને મધ્ય ગુજરાતના માર્ગોને પહોળા કરવા માટે અને નવા બનાવવા માટે વિશ્વબેન્કની સહાયથી 656 કરોડનો ખર્ચ કરાશે. કુલ 136 કિલોમીટરના માર્ગોને ચાર માર્ગીય કરવામાં આવશે. મહેસાણા-સિદ્ધપુર અને સિદ્ધપુર-પાલનપુર માર્ગને 445 કરોડના ખર્ચે છ માર્ગી...

ગુજરાતમાં સિંહોના મૃત્‍યુમાં વધારો

રાજ્‍યમાં સિંહની વસ્‍તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્‍વયે રાજ્‍યમાં સિંહોની છેલ્લી વસ્‍તી ગણતરી મે-૨૦૧૫માં કરવામાં આવેલ, જેમાં ૧૦૯ સિંહ, ૨૦૧ સિંહણ, ૧૪૦ સિંહબાળ અને ૭૩ પાઠડા સહિત કુલ ૫૨૩ સિંહની વસ્‍તી હતી. તે પૈકી તા. ૧-૬-૨૦૧૭થી તા. ૩૧-૫-૨૦૧૯ સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૫૨ સિંહ, ૭૪ સિંહણ, ૯૦ સિંહબાળ અને ૬ વ.ઓ. એમ કુલ ૨૨૨ સિંહોના ...