બટાટાના ભાવ નીચે રહેતાં 20 ખેડૂતોની આત્મહત્યા
પ્રાંતિજ : ડીસાની આગવી ઓળખ સમાન બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં ડીસા પંથકમાં બટાટાનું વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના યોગ્ય ભાવ ન મળતાં બટાટાનો કોઈ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ખેડૂતોને વેપારીઓને નોબત આવી પડી છે. પણ ત્યારબાદ સ્ટોરેજના બટાટાના ભાવમાં વધારો ન થતાં ખેડૂતો અને વેપ...
ભૂતપૂર્વ ધારાસભ્ય ભગાભાઈને ભાજપ ભારે ભરાવે છે
કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ભગાભાઈ બારડની મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. ભગાભાઈને થયેલાં કન્વિક્શન પર સ્ટે આપવાનો સેશન્સ કોર્ટે ઈનકાર કરતાં તેમણે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, તાલાળાના ધારાસભ્ય ભગા બારડને સુત્રાપાડા મેજીસ્ટ્રેટ કોર્ટે રૂા. 2.83 કરોડની ખનીજ ચોરી કેસમાં ગત તા.1/3/2019ના બે વર્...
લાંચ આપ્યા વગર 7 દિવસમાં CNG પંપની મંજૂરી લઈ આવો ! સરકારની ખાતરી
હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે. વળી એક પણ પંપને મંજૂરી માટે ક્યાંય પણ કોઈ પૈસા માંગે તો તુરંત મુખ્ય પ્રધાનની કચેરીમાં અથવા લાંચરૂશ્વત વિરોધી પોલીસને ફોન કરીને વિગતો આપવાથી તમારે ક્યાંય ભ્રષ્ટાચા...
ગુજરાત વિધાનસભામાં સરકારે જાહેર કરેલી વિગતો
ગુજરાત વિધઆનસભામાં સરકારે જાહેર કરેલી વિગતો કિસાન સન્માન યોજનાને કારણે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોના ખાતામાં રૂ. ૧૧૩૧ કરોડ જમા થયા છે. હવે આ યોજનામાં બે હેક્ટરની મર્યાદા દૂર થવાના કારણે રાજ્યના તમામ ખેડૂતોનો આ યોજના હેઠળ સમાવેશ થઇ જાય છે. કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે મગફળી, અડદ, તુવેર, ચણા હોય કે રાયડો આવા વિવિધ કૃ...
ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષીઓ 4 વર્ષમાં લુપ્ત
હેડીંગ - કચ્છની 6 દીકરીઓ છેલ્લી ઘોરાડ પ્રજાતી ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર એક માત્ર નર હતો તે 6 મહિનાથી ગુમ છે, 6 માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વીજ લાઈન ખસેડવા તૈયાર નથી પણ રાજસ્થાનથી દુલ્હો લાવવા માત્ર ચૂચન કરે છે સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક...
લુપ્ત થતા ઘોરાડ પક્ષીની માદા માટે રાજ્સ્થાનથી નર ન આવ્યો
ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧પમી બેઠકમાં રાષ્ટ્રીય કક્ષાની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ ગુજરાતમાં લાવી શકવાની બાબતે વન વિભાગ કેન્દ્ર સરકાર સાથે પરામર્શમાં રહી આયોજન કરવા નક્કી કરાયું હતું. ગુજરાતમાં સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરવાનું નક્કી કરાયું હતું. રાજ્યમાં સ્નેક કેચર્સનો એક ડેટા બેઇઝ તૈયાર કરીને સ્નેક કેચર્સની સ...
અમદાવાદના માણેકચોક બજારનો પ્લાન અમલ વગરનો
શહેરના માણેકચોકના રિડેવલપમેન્ટ માટેનો પ્લાન વર્ષ 2014માં મંજૂર કરવામાં આવ્યો હતો. આજે પાંચ વર્ષ બાદ એમાં એક તસુ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જે આયોજન હતુ તેની મુખ્ય બાબતો આ મુજબ છે. - સાંકડી શેરીથી માણેકચોક સુધીના રસ્તાને દબાણમુકત કરીને ત્યાં રાહદારીઓ ચાલી શકે એ પ્રમાણેની ફૂટપાથ બનાવવી. - અહીં આવતા મુલાકાતીઓ તેમના વાહનો સરળતાથી પાર્ક કરી શકે...
વેપારીઓ ખોરાક નેટવાળી જાળી કે કાચના શોકેસમાં રાખતા નથી
ગુજરાતમાં અમદાવાદ શહેર એ ખાણીપીણીનુ શોખીન રહ્યુ છે. અમદાવાદીઓ ફાસ્ટલાઈફમાં પોતાનો ખાવાનો શોખ પુરો કરવા માટે બહારના લારી ગલ્લા કે રેસ્ટોરન્ટ- હોટેલની પ્રથમ પસંદગી કરે છે. સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ કરીને બહારનો ખોરાક વધારે ગ્રહણ કરતા હોય છે. જયારે ગુજરાતીઓની વાત આવે ત્યારે ભલે ઘરે જમવાનું બનાવ્યું હોય પરંતુ સવારનો નાસ્તો નજીકના ...
અમદાવાદના રાજાઓના સ્મારકની અવદશા
શહેરની મધ્યમાં આવેલા માણેકચોકમાં રાણીનો હજીરો અહમદશાહની કબરની પૂર્વમાં આવેલો છે. દિવાલો કોતરણીવાળા પથ્થરની બનેલી છે. 36.58 ચો.મી.નું પ્રાંગણ 1445માં બન્યું હતું. પ્રાંગણમાં ગુજરાતના સલતનતની રાણીઓની કબરો કોતરણીવાળી અને મીના અને ધાતુથી કોતરણી કરેલી છે. મુખ્ય કબર મુઘલાઈ બીબી મહંમદશાહ બીજાની પત્નીની અને મહંમદ બેગડાની માતાની છે. કબરો ઉત્તમ કોતરણીવાળી અન...
લૂંટ કરવા પોલીસે 55 હજારમાં પિસ્તોલ આપી
અમદાવાદ : ફાયનાન્સ કંપનીમાં લૂંટ કરવા માટે ચિરાગ ભાવસારને ગુનાહિત ઈતિહાસ ધરાવતા અમદાવાદ શહેરના કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહે પિસ્તોલ-કારતૂસની વ્યવસ્થા કરી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘાટલોડીયા પોલીસે પિસ્તોલ લાવી આપનારા ગજેન્દ્રસિંહ મફાજી વિહોલની ધરપકડ કરી આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શનિવારે બપોરે ઘાટલોડીયા પ્રભાત ચોક વિસ્તારમ...
ગામડાઓમાં 50 ટકા તબિબો નથી
ગાંધીનગર: સામૂહિક કેન્દ્રોમાં કુલ 2200 તબીબોની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ 2200 તબીબો પૈકીની 1042 જગ્યાઓ ખાલી પડી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની 1867 જગ્યાઓને મંજૂર કરવામાં આવેલી છે. જો કે તે પૈકીની 646 જગ્યાઓ ખાલી પડી છે. રાજયના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 50 ટકા જેટલા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 35 ટકા કરતાં વધુ ડોક્ટર કે તબીબોની ઘટ...
હેરીટેજ સીટિ અમદાવાદ તૂટી રહ્યાં છે
8 જૂલાઈ 2017માં અમદાવાદને વૈશ્વિક હેરીટેજ શહેર તરીકે યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા સ્ટેટસને બે વર્ષ પુરા થયા છે. વૈશ્વિક વારસો જાહેર કર્યો ત્યારે યુનેસ્કોએ ઇતિહાસને જાળવવા માટે કામ કરવાની શરતો મૂકી હતી. જેનો હિસાબ માંગવામાં આવતાં અમપા એકાએક કામ કરવા લાગી પડ્યું છે. બે વર્ષ દરમિયાન એવી કોઈ કામગીરી કરી નથી કે જેનાં કારણે હેરિટેજ સિટીનો દરજ્જો જળવાઈ ર...
ભાજપ અને એનસીપીનાં ઉમેદવારોને વધુ બાળકો હોવાથી ચૂંટણી લડવા પ્રતિબંધ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21મી જુલાઈએ યોજાવાની છે ત્યારે આજે ઉમેદવારી પત્રો ચકાસણીનાં દિવસે ભાજપનાં એક અને એનસીપીનાં એક ઉમેદવારનાં ઉમેદવારી પત્રો બેથી વધારે સંતાન હોવાનાં કારણે ચૂંટણી અધિકારીએ રદ્દ કરતાં રાજકીય પક્ષોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેની સ્ક્રૂટિન...
પાસપોર્ટ લઈ એજન્ટ પરિમલ બ્લેકમેલ કરે છે
અમદાવાદ : પાનના ગલ્લે મળેલા એજન્ટ થકી ન્યુ રાણીપના એક એસ્ટેટ બ્રોકરે તેની પત્ની અને પુત્રીના યુકેના વિઝીટર વિઝા મેળવ્યા છે. એજન્ટ ટોળકીને રૂપિયા પડાવવા પટેલ પરિવારના સભ્યોના વિસાવાળા પાસપોર્ટ ટિકીટ કરાવવાના બહાને મેળવી લઈ દબાવી દીધા છે. આ મામલે સાબરમતી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામના કલ્પેશ બળદેવ...
લોકોનો રોષ જોઈ મેયર બીજલ પટેલ સ્કુલના ઉદ્દઘાટનમાં ન આવ્યા
અમદાવાદ : જો લોકોને પોતાના અધિકારની ખબર પડે અને તેનો ઉપયોગ કરે તો ચોક્કસ પરિણામ આવે છે, અમદાવાદના વસ્ત્રપુરના ચિત્રકુટ ટવીસ બંગલોમાં ગેરકાયદે શરૂ થઈ રહેલી પ્રી સ્કુલ સામે સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લેખિતમાં વિરોધ કરવા છતાં કોઈ પરિણામ આવ્યુ નહીં એટલુ જ નહીં આ સ્કુલના ઉદ્દઘાટનમાં અમદાવાદના મેયર બીજલ પટેલ ખુદ રવિવારના રોજ આવી રહ્યા છે તેવી ...

English