ગુજરાતના લોકપ્રિય નેતા હરેન પંડ્યાના 12 હત્યારાને સુપ્રિમ કોર્ટે સજા ક...
સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યાના મામલે મહત્વપૂર્ણ સુનાવણીમાં તમામ 12 આરોપીને સજા જાહેર કરી છે. હરેન પંડ્યા મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12 દોષિતોને નિર્દોષ છોડવાના ચુકાદાને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003માં અમદાવાદના લ...
૧૧૫ બંધની પાઈપ લાઈનો પાછળ ૧૩ હજાર કરોડનો ખર્ચ છતાં રૂપાણી પાણી આપી ન શ...
વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા સવાલની ચર્ચામાં ભાગ લેતા સ્પષ્ટ પણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત...
અમદાવાદનું હવાઈ મથક અદાણીને વેચી મરાયું
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)નાં અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એમ ત્રણ એરપોર્ટને ભાડાપટ્ટે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)નાં ધોરણે સૌથી ઊંચી બિડ કરનાર મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને ભાડાપટ્ટે ...
ભાજપનું પથારી કૌભાંડ, ૬૮નું પેશન્ટ બેડ રૂ.૧.૪૩ લાખમાં ખરીદશે
અમદાવાદ : રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે શહેરમાં કાર્યરત કરવામા આવેલી નવી એસવીપી હોÂસ્પટલમાં ૬૩૨ પેશન્ટ બેડ એ પણ એકની રૂપિયા ૧.૪૩ લાખની કીંમત સાથે ખરીદી કરવાની શુક્રવારના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં વિવાદાસ્પદ દરખાસ્ત રજુ કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં જે પેશન્ટબેડની કીંમત રૂપિયા ૬૮ હજાર મેઈન્ટેન્સ સાથે છે એને ખરીદવાને બદલે મ્...
ગુજરાતમાં 5 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કેન્દ્ર સરકારે જાહેર કર્યા
વિવિધ માપદંડોના આધારે સર્વે કરાયા પછી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે દેશના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનના જાહેર કરેલા રેન્કીંગમાં ૮૭ બેસ્ટ પોલીસસ્ટેશનમાં ગુજરાત રાજ્યના ફક્ત ૫ પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો છે, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશનને ૬૨ મોં ક્રમાંક આપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના ૧૫૬૬૬ પોલીસ સ્ટેશનનો સર્વે કરાવ્યો...
નશાખોરો રાજકોટને નશીલુ બનાવી રહ્યા છે
રાજકોટ શહેર વધુ અકવખત ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરફેરી માટે ચર્ચામાં આવ્યું છે. રાજકોટથી વારંવાર ગાંજા, ચરસ, બ્રાઉન સુગર સહિત અન્ય નશીલા પદાર્થોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે. રાજકોટમાં એસઓજીની ટીમે ફરી એકવાર પૂર્વ બાતમીના આધારે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. પોલીસે થેરાળા પાસેથી ૨૧ કિલો ગાંજા સાથે ૨...
હિમાલયા મોલના કાર્નિવલ થિયેટરમાં યુવતિ સાથે શારિરીક અડપલા
અમદાવાદ, હિમાલયા મોલના કાર્નિવલ થિયેટરમાં મૂવી જોવા ગયેલી યુવતિની છેડતી કરી ફરાર થઈ ગયેલા શખ્સને વસ્ત્રાપુર પોલીસે ઝડપીપાડયો છે. પકડાયેલો આરોપી મોઈજ મુકીન શેખ (ઉ.27 રહે. ટોપીવાળાની પોળ, ખજૂરીની ગલી, દરિયાપુર) સીએનો અભ્યાસ કરીરહ્યો છે. અગાઉ પણ એક અન્ય યુવતિ સાથે થિયેટરમાં છેડતી કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે. પોલીસને આરોપીનામોબાઈલ ફોનમાં સેંકડો યુવ...
એસ્સાર અને રિલાયન્સ પાસેથી પાણીના 90 કરોડના વેરા બાકી
ગાંધીનગર : સુરતના હજીરા ખાતે આવેલા એસ્સાર સ્ટીલ લી. પાસેથી પાણી વેરા પેટે રૂ.6 કરોડની માતબર રકમ બાકી હોવાનું મુખ્ય પ્રધાને ગુજરાત વિધાનસભામાં જાહેર કર્યું હતું. એસ્સાર સ્ટીલ લિ. હજીરા, સુરત પાસેથી પાણી વેરા પેટે સ્થાયી દર, વપરાશી દર, પેનલ્ટી અને વ્યાજની રકમ પેટા રૂ. ૮૯.63 કરોડની રકમ વસૂલવાની બાકી હતી. આ રકમ વસૂલવા માટે તા. ૩૧-૦૫-૨૦૧૯ ની સ્થિતિએ છેલ...
અમિત શાહે અમદાવાદમાં ગાંધીજીનું અપમાન કર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસે બનાવાયેલા પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે રુ. ૫૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્કમટેક્સ જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે. આ બ્રિજ ગુજરાતનો સૌ પ્રથમ પ્રિસ્ટ્રે...
5 વર્ષમાં 405 સિંહોના મોત, શિકાર થયો છતાં નથી થયો
ગાંધીનગર : ગુજરાતના સાસણ ગીરમાં છેલ્લા પાંચ વર્ષમાં 405 જેટલા સિંહોના મોત થયાં છે. આ મોતમાં સિંહબાળની સંખ્યા 154 થવા જાય છે. રાજ્યના વન વિભાગે આપેલા આંકડા પ્રમાણે 344 સિંહોના મોત કુદરતી રીતે થયા છે જ્યારે 70 સિંહોના મોત વિવિધ કારણોસર અકુદરતી રીતે થયાં છે. સિંહણની સંખ્યા 132 છે.
કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે તેવા સિંહોમાં 108 નર છે અને 108 માદા સિંહ...
રાજપથ કલબના બે સભ્યો અનિલ શાહને રાજેશ બ્રહ્મભટ્ટે ફરિયાદ નોંધાવી
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજપથ કલબના બે સભ્યોએ સામ-સામે ફરિયાદ નોંધાવી છે. કલબની મેનેજિંગ કમિટીના સભ્ય અનિલ શાહને રાજેશ બ્રહ્મભટ્ટે કલબના ઈલેકશનમાં પેનલ નહી ઉતારવા ધમકી આપી છે. અનિલ શાહ પાસેથી 30 લાખ રૂપિયા લેવાના નિકળતા હોય તેની ઉઘરાણી માટે ગયેલા રાજેશ બ્રહ્મભટ્ટને ધમકી અપાઈ હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજપથ કલબની મેને...
અમદાવાદમાં 25 લાખ લોકો તમાકુ ખાય છે પણ દંડ માંડ 110ને
10 વર્ષથી તમાકુ નિયંત્રણનો કાયદો બન્યો પણ તે અમદાવાદ શહેરમાં હાંસીનું પાત્ર બની ગયો છે. રૂપિયા બસો જેવો મામુલી દંડ લઈને જાહેરમાં ધુમ્રપાન કરનારને છોડી દેવામાં આવે છે. પોશ વિસ્તારોમાં અલગ અલગ ફલેવરના તમાકુનું સેવન પણ કરવામાં આવી રહ્યુ છે. 2008થી 2019 સુધીમાં રૂ.10 લાખનો દંડ વસુલાયો છે.
અમદાવાદ મહાનગર પાલિકા - અમપામાં વર્ષના પાંચ મહિનામાં મે-૨૦૧૯ સ...
પિતા-પુત્ર જુગાર રમાડતાં પોકર ટેબલ, 10 ખુરશી, પત્તા, કોઈન, દારૂ મળ્યા
અમદાવાદ : નવરંગપુરા મીઠાખળી સર્કલ પાસે આવેલી રશ્મિ સોસાયટીના એક બંગલામાં પટેલ પરિવાર પોકર રમાડતા હોવાની બાતમીના આધારે રાતે પોણા ત્રણ વાગે પોલીસે રેડ કરી હતી. પોકરનું ટેબલ અને ખુરશીઓ ખાલી મળી હતી. પોલીસે પોકર રમવા માટેના કોઈન અને પત્તાનો પણ નાશ કર્યો હતો. બંગલામાંથી પોલીસે સ્કોચ વ્હીસ્કીની એક બોટલ શોધી કાઢી છે. દારૂની બોટલ મળતા નવરંગપુરા પોલીસે બ...
અખાડીયનો રથયાત્રામાં બોડી બિલ્ડિંગના અખતરા બતાવશે, જૂઓ તસવીરો
અમદાવાદ દાણાપીઠ પાસે રથયાત્રામાં ભાગ લેવા અને પ્રદર્શન કરવા માટે અખાડીયન અભ્યાસ કરી રહ્યાં છે. 4 કરતબબાજ આગના ગોળા સાથે કરતબ બતાવશે. 25 કુસ્તીબાજો બતાવશે બોડી બિલ્ડિંગના અખતરા બતાવશે. અખાડા એસોસિએશને પણ હેરતઅંગેજ કરતબોની પ્રેકટિસ પૂર્ણ થઇ ગઇ છે. આ વખતની રથયાત્રા પહેલા 30 જેટલા અખાડાઓ અવનવી થીમ પર દિલધડક કરતબો તૈયાર કર્યા છે, જે રથયાત્રા દરમિયાન રજ...
કંપનીના પ્રમોટર્સને શેર્સ સામે લોન આપનારા મ્યુચ્યુઅલ ફંડો માટે પગલાં ભ...
મ્યુચ્યુઅલ ફંડોએ કંપનીના પ્રમોટરોને ડેટ ફંડના માધ્યમથી આપેલા ધિરાણ. મ્યુચ્યુઅલ ફંડ આ રીતે રોકાણ કરવાની કોઈ જ સત્તા ધરાવતા નથી. ફંડ મેનેજરોના આ કરતૂતો છે. આ ફંડ આપતી વેળાએ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરોએ એવા કરાર પર પણ સહી કરી આપે છે કે કંપની ડિફોલ્ટર બને તો પણ ચોક્કસ સમયગાળા સુધી તેના શેર્સ મ્યુચ્યુઅલ ફંડોએ વેચવા નહિ. કંપનીના પ્રમોટર્સને શેર્સ સામ...

English