Thursday, August 13, 2026

વસરાદથી શેત્રુંજી નદીના પટમાં રહેતાં 20 સિંહ પર ખતરો

વાયુ વાવા જોડાની અસર અમરેલુંના બૃહદ ગીરમાં આવેલી શેત્રુંજી નદીના પટમાં  વસતા 20 સિંહ પર અસર થઈ શકે છે. નદીના પટમાં વિહરતાં 20 સિંહને વરસાદ પહેલા અહીંથી ખસેડવા પડે તેમ છે. ખારપાટ વિસ્તાર માંથી શેત્રુંજી નદી પસાર થઈ પાલીતાણા સુધી પહોંચે તે નદીના પટમાં પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું છે. શિકાર મળી જતા અહીં નદીમાં જ સાવજો એ વસવાટ કર્યો છે. વળી શેત્રુંજી ...

વાયુ વાવાઝોડા અંગે સરકારે કરેલી કામગીરીની તમામ વિગતો

વાયુ વાવાઝોડું : સાંજે ૭-૦૦ કલાક સુધી દશ હજારથી વધુ યાત્રાળુઓને સૌરાષ્ટ્ર વિસ્તારના યાત્રાધામમાંથી વતન તરફ સલામત રીતે પહોંચાડતું એસ.ટી.તંત્ર .. .. .. .. .. .. તા.૧૧/૬/૨૦૧૯ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ‘વાયુ’ વાવાઝોડુ ત્રાટકવાની ભીતિને ધ્યાને લઇ, તંત્ર સાબદુ કરવા માટે અપાયેલ સુચના અન્વયે સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રવાસી સ્થળોના ડેપો...

એક લાખ મકાનો જર્જરીત, સુરતની જેમ મોતની રાહ

ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કુલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. ગ્રામ્ય વિસ્તારો સાથે તો 1 લાખ મકાન છે, જે પડવાના વાંકે ઊભા છે.  અમદાવાદમાં ઓછામાં ઓછા 950 જેટલાં જર્જરિત મકાનો છે. ઉપરાંત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડના પાંચ હજાર કરતાં વધારે મકાનો છે. રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર-જૂનાગઢ-પાટણ જેવા ...

160 કરોડ વર્ષના ડાયનોસૌરના અવષેશો કચ્છમાં મળતાં વિશ્વમાં નોંધ

કચ્છ યુનિવર્સિટીની ભૂસ્તરશાસ્ત્ર વિભાગની ટીમ કચ્છના લોડાઇ નજીક કાસ હીલ પર પોતાનું સંશોધન કરી રહી હતી, ત્યારે તેમને ડાયનોસૌરનું અશ્મિ મળ્યું છે. સંશોધન ટીમને જે અશ્મિ મળ્યું છે, તે ડાયનોસૌરના થાપાનું હાડકું છે, જે અંદાજે 100 કરોડ વર્ષ પહેલાના કોઇ સોરોમોર્ફા પ્રજાતિના ડાયનોસૌરનું છે. કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગમાં પીએચ.ડી. કરતાં ગૌરવ ચૌહાણ સા...

વાયુ વાવાઝોડાના કારણે શાળા પ્રવેશોત્સવ રદ કરી રજા જાહેર કરાઈ, પ્રવાસીઓ...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે મોડી સાંજે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને પગલે ઉભી થનારી સ્થિતિ અને તેના સંપૂર્ણ સજ્જતાથી સામના માટે રાજ્ય સરકારની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ તેમજ મુખ્ય સચિવ સહિત રાજ્યના વરિષ્ઠ સચિવો આ ...

લોકો માટે લડતાં ધારાસભ્ય મહેશ વસાવા

નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્ને ડેડીયાપાડા ધારાસભ્ય, ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અને ભરૂચની દૂધધારા ડેરીના અધ્યક્ષ મહેશ વસાવાએ નર્મદાની મુખ્ય નહેર બંધ કરાવવાના પ્રયાસના ભાગરૂપે પોતાના સંકેડો કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક જનતા સાથે કેવડીયા કોલોની કૂચ કરી હતી.  પોલીસે મહેશ વસાવા સહિત ૪૦૦ કાર્યકરોની અટકાયત કરતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું કહ...

બુલેટ ટ્રેન માટે ખેડૂતોએ કરેલી રજૂઆતોનો અહેવાલ જાપાન જાહેર કરે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 7 અને 8 ડિસેમ્બર, 2018 ના રોજ ગુજરાતની મુલાકાત પછી, જાપાની ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ)માં સ્થાનિક ખેડૂતોએ આપેલી વિગતોના આધારે તૈયાર કરેલો અહેવાલ જાહેર કરવા માટે પર્યાવણ સુરક્ષા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે વિગતો આપી છે તે અસરગ્રસ્ત ગ્રામજનો, આ વિસ્તારોમાં કામ કરતી સં...

રૂપાણીના રાજકોટમાં ખેડૂતોનું આંદોલન સફળ કેમ થયું ?

માત્ર 10 ખેડૂતોથી શરૂ થયેલું પાક વીમા આમરણાંત ઉપવાસ આંદોલન સમગ્ર સૌરાષ્ટ્રમાં આગની જેમ ફાલાવા લાગતાં સરકારે કુટનીતિ અપનાવીને ભાજપને આગળ કરી સમાધાન કરાવી લીધું હતું. ખેડૂતોનું આંદોલન સફળ રહ્યું હતું. પણ સરકાર પોતાની જીદ ન છોડીને ખેડૂતો સમક્ષ તો આવી જ ન હતી. ગાંધીનગર બહાર સરકારના પ્રધાનો નિકળ્યા ન હતા અને રાજકીય સમાધાન કરાવ્યું હતું. જેમાં ભાજપની ભગી...

રાજકોટમાં ઈ બસ માટે ટ્રાયલ શરૂં થઈ, 50 બસ પાછળ કેટલું ખર્ચ ?

રાજકોટના મેયર બિના આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, ખડી સમિતિના અધ્યક્ષ ઉદય કાનગડે અગાઉ બે વખત ઈ બસ માટે ટ્રાયલ લીધી હતી. હવે ફરીથી ત્રીજી વખત ઈ બસની ટ્રાયલ લીધી છે. સિટી બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવા માટે કુલ 50 મીડી બસ ગ્રોસ કોસ્ટ મોડલથી લેવા માટે ત્રીજી વખથ ટેન્ડર બહાર પાડીને બસની ટ્રાયલ લીધી છે. રૂ.10 કરોડ 50 બસ માટે ખર્ચ કરાયા એવી ગણતરી મૂક...

ગૌરચની ફળદ્રુપ જમીનની માટી ખોદવાનું સિંચાઈ વિભાગનું કૌભાંડ

ગીર સોમનાથનાં સુત્રાપાડાના સરા ગામે ગૌચરની ફળદ્રુપ જમીનમમાંથી માટી કાઢી લઈને સરકારને રોયલ્ટી ચૂકવ્યા વગર ખનીજ ચોરી કરનારા શખ્સો પકડાયા છે. સિંચાઈ વિભાગના અધિકારી અને સરપંચની સાંઠગાંઠ સાથે ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનિજ ચોરી કરતાં હતા. સિંચાઈ વિભાગના અધિકારીએ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ બનાવવા કામ કરવાની મંજૂરી આપી હતી. તળાવના બદલે ગૌચર જમીનમાંથી મા...

સંવેદનશીલ લોકકવિ કલાપીની 119મી પુણ્યતિથી, તેમનું સ્મારક પણ નથી સાચવી શ...

યાદી ઝરે છે આપની” - શ્રી, કિશોર વ્યાસ “નવાં શાસ્ત્રો નવી વેદી , નવી ગીતા કલાપીની , અહા! ગુજરાતમાં ટહૂકે અલગ કેકા કલાપીની ;” ૨૬મી જાન્યુઆરી , ૧૮૭૪, લાઠીના રાજ દરબારગઢ તેમજ શહેરમાં ઘેર ઘેર આંબાનાં પાનનાં તોરણો બંધાયાં હતાં , દરબારગઢની ડેલીએ ઢોલને શરણાઈના સૂર રેલાઈને ગગન ગજવતાં હતાં, પ્રસંગ પણ એવોજ હતો. લાઠીના રાજા તખ્તસિંહજી ને ત્યાં બીજા પુત્ર...

જ્યાં બકરી મારી ત્યાં વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યો, રૂપિયા ન આપી સક...

પ્રાંતિજનાં પઢાચરા ગામમાં જાહેરમાં બે વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો, તેમને દોરડા વડે ઝાડ સાથે બાંધીને કેટલાક શખ્સોએ માર માર્યો હતો. જ્યાં બકરી મારી તે જ સ્થળે આ વ્યક્તિઓને મરમારવામાં આવ્યો હતો. જેમાંથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. બકરી કેમ મારી નાખી કહીને 2 શખ્સોને વૃક્ષ સાથે બાંધીને માર માર્યો હતો. વ્યક્તિ પાસેથી વળતરના 3 હજાર રૂપિયા ...

મોરબીમાં ગેસની તકલિફથી ટાઈલ્સની 6 ફેક્ટરી બંધ

મોરબીના સિરામિક ઉદ્યોગ ભાંગી રહ્યો છે. પર્યાવરણના પ્રશ્નોના કારણે પડેલા ફટકા બાદ હવે ગેસ કંપની દ્વારા પૂરતો ગેસ મળતો ન હોવાથી ટાઈલ્સના કારખાના બંધ થઈ રહ્યાં છે. થોડા દિવસોમાં 6 કારખાના બંધ થઈ ગયા છે. બીજા નવા કારખાના હવે મોરબીમાં નાંખવાના બદલે ખેડા જિલ્લામાં કે ઉત્તર ગુજરાત તરફ બનાવવામાં આવી રહ્યાં છે. ટાઈલ્સની કંપનીઓને ગેસ કંપનીના કારણે પરેશાની...

બાંધકામ ઉદ્યોગમાં મંદી, સ્ટેમ્પડ્યુટીમાં ઘટાડો

ઈ.સ. 2018-19 દરમિયાન રાજયમાં 12 લાખ દસ્તાવેજો નોંધવામાં સરકારને રૂા.7760 કરોડની આવક સ્ટેમ્પ ડયુટી-નોંધણી ફીની થઈ હતી. 2016-17માં રૂ.5767 કરોડ થઈ હતી. 2017-18માં રૂ.7255 કરોડ આવક થઈ હતી. આમ એક વર્ષમાં રૂ.505 કરોડનો વધારો થયો છે. 8.75 ટકાનો વધારો બતાવે છે. જે 2017-18માં રૂ.1488 કરોડનો વધારો થયો હતો. જે 25.80 ટકા વધારો બતાવતો હતો. તે હિસાબે સ્ટેમ્પડ્ય...

12 તાલુકામાં સૂર્યનો પડાછાયો એકાએક ગુમ થઈ જશે

સામાન્ય રીતે પડછાયો ક્યારેય સાથ છોડતો નથી. પરંતુ વર્ષ દરમિયાન 21 જૂનમાં બપોરે 12.40 કલાકે ખગોળીય ઘટના બનતી હોય છે. જેમાં બપોરના નિશ્ચિત સમયે કેટલીક ક્ષણો માટે કોઇપણ ચીજવસ્તુ કે વ્યક્તિનો પડછાયો પડતો નથી. અદ્દભૂત ગણાતી આ ખગોળીય ઘટના ઉત્તર ગુજરાતના 6 તાલુકા અને કચ્છના 6 તાલુકામાં જોવા મળશે. પ્રકાશના કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. તેની વચ્ચે કશું આવી ...