Wednesday, August 12, 2026

ભાજપાના નેતાના કૌભાંડ પહેલાં 1200 તળાવોનું 9 હજાર કરોડનું કૌભાંડ પકડાય...

ભરૂચના ભાજપના નેતા પરેશ પટેલનું લાખો રૂપિયાનું જીંગા તળાવ કૌભાંડ પકડાયા પહેલાં 1200 જીંગા તળાવમાં રૂ.9000 કરોડનું કૌભાંડ થયું હતું. ભાજપના નેતા પરેશ પટેલના પાણી ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ એક વાત નક્કી થઈ ગઈ છે કે, ભરૃચમાં ગેરકાયદે જીંગા ઉછેર કૌભાંડ આજે પણ ચાલી રહ્યાં છે. ફેબ્રુઆરી 2015માં જીંગા ઉછેર માટેના ગેરકાયદે તળાવોનું કૌભાંડ આચરવામાં આવ્યુ...

ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધાર્મિક વિવાદ શા કારણ છે ?

બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢપુર ગઢડામાં ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતગણતરી થઈ તેમાં દેવ પક્ષની જીત થઈ છે. 13 વર્ષથી ચાલી રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જયારે ત્યાગી વિભાગની બે બેઠક પર 95 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું ...

સી એમ રૂપાણી ડેશ બોર્ડ એક વર્ષ પછી નિષ્ફળ

4 મે 2018થી શરૂ થયેલા સી.એમ. ડેશ બોર્ડને એક વર્ષ થયું છે. મુખ્ય પ્રધાને તેને સફળ પ્રોજેક્ટ ગણાવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, સફળતાનું એક વર્ષ પૂર્ણ થયા બાદ હવે સી.એમ. ડેશ બોર્ડનો વ્યાપ વિસ્તારીને તાલુકા સ્તર સુધીના અદના અરજદારની રજૂઆત પણ સીધી મુખ્યમંત્રી કક્ષાએથી તેનું ધ્યાન અપાય તે રીતે કામ કરશે. દાવો કરાય છે કે, પેન્ડન્...

ગાંધીનગર કલ્ચરલ ફોરમના રજત જયંતિની ઉજવણીનો પ્રારંભ

ગાંધીનગર કલ્ચરલ ફોરમના રજત જયંતિ વર્ષ ‘‘પ્રસન્નતાના 25 વર્ષ’’ અને પંચ દિવસીય ગ્રીષ્મ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જ્હાએ જણાવ્યું હતું કે, સંસ્થાની 1995માં સ્થાપના થઇ ત્યારે 295 સભ્યો હતા. જે આજે વધીને 6000થી વધુ સભ્યોનો પરિવાર બન્યો છે. કલ્ચરલ ફોરમની પ્રવૃત્તિઓનો વ્યાપ હવે ગાંધીનગર પૂરતો નહીં પરંતુ ગુજરાત અને ગ...

4 મહિલા ફોજદારે ગેંગસ્ટરને ગીર જંગલમાંથી પકડી પાડ્યો

જો આવી મહિલાઓ પોલીસમાં ભરતી થતી રહેશે તો ગુનેગારોની ખેર નથી. વાત છે ATSની ચાર મહિલા PSI ની, સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલેએ જૂનાગઢના એક ગેંગસ્ટરને જંગલમાંથી પકડી પાડ્યો છે. જુસબ નામનો આરોપી બોટાદના જંગલોમાં સંતાયો છે, તેવી મહિલા ATSની ચારે PSIને માહિતી મળી હતી. તેમને આરોપીને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતુ. એટીએસના ડીઆઈ...

તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા - AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે. તાપી-નર્મદા લિંક યોજના છે શું ? ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની...

પાણી પુરવઠાનો રૂ.65 કરોડનો પ્રોજેક્ટ 87 કરોડનો થઈ ગયો

સસોઇ ડેમ પાણી પુરવઠા યોજના પેકેજ-1 તથા બે અન્વયે 20 એમએલડીનો ફિલ્ટે્રશન પ્લાન્ટ અને સસોઇથી પમ્પ હાઉસ સુધી તેમજ નવા ફિલ્ટે્રશન પ્લાન્ટથી જુદા જુદા નવા ચાર રિઝર્વર સુધી 36 કિમીની પાઇપલાઇન તથા ચાર ઇએસઆર બનાવવા, અન્ડરગ્રાઉન્ડ સમ્પ (પાંચ) રાઇઝીંગ મેઇન પાઇપલાઇન વગેરે મળી પેકેજ 1 અને 2ના મળીને 65 કરોડનો પ્રોજેકટ મંજુર થયો હતો. ગયા વર્ષે લોકાર્પણ થયેલા ...

ગુજરાતમાં 100 લગ્ને 25 લગ્ન નાની ઉંમરની છોકરી સાથે થાય છે, 14 દુલ્હન પ...

28 એપ્રિલ 2019ના રોજ ગુજરાતના ખાંડીવાવ ગામે ક્ષત્રીય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 24 કરતા વધારે જોડાઓ લગ્નગ્રંથિથી જોડાવાના હતા. આ 24 જોડાઓમાંથી 14 જોડાઓ એવા હતા કે, તેમની ઉંમર લગ્ન લાયક ન હતી. તેથી બળ લગ્ન ધારા હેઠળ તેમના લગ્ન અટકાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે આધુનિક ...

NID, SEPT, IIMના પ્રવેશની તાલીમ આપતી સ્કાયબ્લુ – જીઝાઈન સ્ટુડીયા...

અમદાવાદમાં સેટેલાઈટ રોડ પર ડીઝાઈન ક્ષેત્રે કામ કરતી કંપની સ્કાય બ્લુ અને ડીઝાઈન સ્ટુડીયો વચ્ચે લાંબા સમયથી હરીફાઈ ચાલી રહી છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ આઈઆઈએમ, એનઆઈડી, સેપ્ટ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. પ્રવેશ આપવા માટે અહીં તાલીમ લે છે. વર્ષે કરોડોનું ટર્નઓવર ઊંચી ફીના કારણે આવી સ્થાઓ કરે છે. સ્કાયબ્લુ ડીઝાઈનમાં કામ કરતા કાશીફુદીન અ...

ખાંટ કોંગ્રેસ સાથે હતા તેથી ધારાસભ્ય પદેથી તગેડી મૂકાયા – કોંગ્ર...

અપક્ષ ધારાસભ્ય  ભુપેન્દ્ર ખાંટના સસ્પેન્શન મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મોરવા હડફની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયારી શરૂ કરશે. જે રીતે મોરવાહડફમાં ચુકાદો આવી ગયો છે અને ખાંટ જે ધારાસભ્ય બન્યા હતા, તેમણે આદિવાસી હોવાનો ખોટો દાખલો આપ્યો હતો અને તેને કારણે તેમની ચૂંટણી રદ્દ થઇ છે, આ સીટ ખાલી પડી છે અને આવ...

મીમીક્રી નહીં કરતાં નહીંતર અમદાવાદ પોલીસ પકડી જશે

ગુજરાતની પોલીસ ક્યારેય વિચિત્ર વર્તન કરતી હોય છે. જાહેરમાં કોઈની મિમિક્રી કરવી, ભાષણો કરવા કે ગીત ગાવા જેવી પ્રવૃત્તિઓ પર અમદાવાદમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજ...

પાપડનું ગામ ઉતરસંડા, કમાણી ડોલરમાં કરે છે

ખેડા જિલ્લાના નડિયાદ-આણંદ પાસે 20 હજારની વસ્તી ધરાવતું ઐતિહાસીક ‘દાંડી માર્ગ’ ઉપર ઉત્તરસંડા ગામ આવે છે. ઉતરસંડા ગામનાં લોકો રોકાણ રૂપિયામાં અને કમાણી ડોલરમાં કરી રહ્યાં છે. ગામમાં પાપડ અને ચોળાફળીની દુકાનો અને ફેક્ટરી છે. 30 પાપડ બનાવતી ફેક્ટરીઓ આ ગામમાં આવેલી છે. ઉત્તરસંડાનાં બનાવેલા પાપડ દેશ-વિદેશનાં લોકો વખાણે છે, તેનું કારણ ઉતરસંડા વિસ્તારનું પ...

કમિશનખોર નેતાઓના કારણે પાણીની પાઇપ લાઇનો 2 વખત બદલવી પડી

મહેશ પટેલ ખેડા જિલ્લાની કપંડવંજ વિધાનસભામાં હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. ખેડા લોકસભા બેઠક પર સાંસદ ભાજપના છે. છેલ્લા કેટલાક સમયથી કપડવંજ તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે. જનતા મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સાથે છેતરાઇ પણ રહી છે. કપડવંજમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાળુ ડાભી ધારાસભ્ય બન્યાં હતા. ભાજપમાંથી કનુ ડાભીન...

હવે પાણી માટે આત્મહત્યા કરવાની માંગ કરતાં ખેડૂતો

ગયા બે વર્ષમાં અનેક લોકોએ જમીનના પ્રશ્ને આત્મહત્યા કરી લીધી હતી. પછી વરસાદ અને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. હડારો લોકોએ કલ્કેરટ પાસેથી મંજૂરી માંગી હતી કે તેમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામા આવે હવે ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણી માટે આત્મહત્યા કરવાની જાહેરાત કરી રહ્યાં છે. ગુજરાતમાં કેટલાક ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી દેવાદાર બન...

પાણીથી તરબદર ચરોતરના કપડવંજમાં પીવાના પાણીની સમસ્યા કેમ ઉભી છે ? 

પીવાના પાણીની સમસ્યા આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં છે. પરંતુ કપડવંજ ખેડા જિલ્લામાં એટલે કે ચરોતરની લીલી ભૂમિના વિસ્તારમાં છે. તેમ છંતા અહી પાણીની સમસ્યા છે. અહીયા જનતા દૂર દૂર સુધી જઇને પીવાનું પાણી લાવી રહી છે. પાણી માટે લોકોએ ઉજાગરા કરવા પડી રહ્યાં છે. બધા કામ છોડીને પાણીની સમસ્યા સામે જ લોકોએ ઝઝુમવું પડી રહ્યું છે. આ ત...