Tuesday, August 11, 2026

પરથી ભટોળને લોકસભાની ટિકિટ શરદ પવારે અપાવી ?

NCPના ગુજરાતના નેતાઓએ રાજ્ય સભાની અહેમદ પટેલની ચૂંટણી વખતે દગો કર્યો હોવાથી લોકસભામાં કોંગ્રેસે એક પણ બેઠક NCPને આપી નથી. પણ NCPના નેતા શરદ પવારે કોંગ્રેસના એક મજબૂત નેતા પરથી ભટોળને ટિકિટ આપવા માટે ભલામણ કરી હતી અને તે રાષ્ટ્રીય નેતાઓએ માની લીધી છે. આમ કરીને જે બેઠક ભાજપ માટે જીતની માનવામાં આવતી હતી તે હવે શરદ પરાવના કારણે પડકાર જનક બની ગઈ છે. ...

શંકર ચૌધરીની ચાલમાં આવી જઈ ભાજપનું ગણીત ઊંધું પડ્યું

હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં લીધી હોવાના આરોપસર તેમની ટિકિટ કાપવા માટે કેન્દ્રીય નેતાઓને મજબૂર કરી દીધા બાદ શંકર ચૌધરીએ બીજી રાજરમત એ રમી કે વિજય રૂપાણીની સરકારમાં રહેલા સિંચાઈ પ્રધાન પરબત પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને તેમને જીતાડી પોતાના વિસ્તારમાંથી તેમને ખતમ કરવા ચાલ ચાલી હતી. જેમની બેઠક ખાલી પડે તેના પરથી ચૂંટ...

અલ્પેશ ઠાકોર પોતાનો ઉમેદવાર ઊભો રાખી બળવો કરી કોંગ્રેસને હરાવશે

શંકર ચૌધરીના કારણે બનાસકાંઠા લોકસભા બેઠક પર હવે બે ચૌધરી વચ્ચે જ મુકાબલો હોવાથી અહીં કોઈ એક ચૌધરી ચૂંટાશે તેથી અનેક નેતાઓ શંકર ચૌધરીની મેલી મુરાદથી નારાજ છે. લોકો ઈચ્છતા હતા કે હરી ચૌધરીની જગ્યાએ ભાજપમાંથી બીજા કોઈ સમાજને ટિકિટ આપવામાં આવે. પરંતુ શંકર ચૌધરીએ ભાજપની રૂપાણી સરકારના સિંચાઈ પ્રધાન પરબત ચૌધરી પટેલને ટિકિટ આપી હતી. તેથી તે બેઠક ખાલી થાય ...

શંકર ચૌધરીના કારણે ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળનું રાજીનામું

બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપશે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરથી ભટોળના તેઓ પુત્ર છે. વસંત ભટોળ એટલા માટે રાજીનામું આપશે કારણ કે જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે.  તેના વિરોધમાં તેઓ રાજીનામું આપી દીધું હતું. પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભ...

હાર્દિક પટેલના કાર્યકર લડાયક નેતા ગીતા પટેલ કોંગ્રેસના અમદાવાદ પૂર્વમા...

હાર્દિક પટેલ ભલે ચૂંટણી લડી ન શક્યા પણ તેમણે ગીતા પટેલની ટિકિટ માંગી હતી અને અમદાવાદની પૂર્વ વિસ્તારની લોકસભાની ટિકિટ કોંગ્રેસે આપી છે. જ્યાં પાટીદાર આંદોલન સૌથી વધું અસરકારક હતું. અહીં પાટીદારો પર ભાજપની સરકારે સૌથી વધું અત્યાચારો કર્યા હતા. ઘરમાં ઘુસીને મહિલાઓને માર મારી અપશબ્દો કહ્યા હતા. તેથી અહીં આશા પટેલને લોકોનો ભરપુર સહયોગ મળી રહેશે. મહિલાઓ...

ખેડામાં કોંગ્રેસના બિમલ શાહ સામે વિરોધ પણ જીતની શક્યતા વધી

ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિમલ શાહના નામની જાહેરાત કરતાં પહેલાં કોંગ્રેસના નેતા દિનશા પટેલના નિવાસ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં બિમલ શાહ ઉમેદવાર બને તો ભાજપને હરાવી શકાય તેમ છે. એવું સ્પષ્ટ કહેવામાં આવ્યા બાદ બિમલ શાહની ટિકિટ જાહેરાત કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર...

પક્ષાંતરથી ભાજપમાં આવેલા આશા માટે નિરાશા, ઊંઝામાં ઉગ્ર વિરોધ

ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશા પટેલનો વિરોધ ઘટવાના બદલે વધી રહ્યો છે. ભાજપના મંત્રી કી સી પટેલ પણ આ વિરોધને ઓછો કરી શક્યા ન હતા. ભાજપનું જ એક જૂથ આશાની ઉમેદવારી સામે વિરોધ નોંધાવવા માટે લક્ઝરી ભરી ગાંધીનગર ભાજપા નેતાઓ સામે વિરોધ કરવા માટે ગયા હતા. આશાબેનને ભાજપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર ન કરે તેવી રજૂઆત કરી હતી. આશાબેનનો વિરોધ ...

રાજસ્થાનથી ઊંચા ભાવે દૂધ ખરીદ કરતાં દૂધસાગર ડેરી આર્થિક કટોકટીમાં

રાજસ્થાનથી દૂધ ન ખરીદવાની મિલ્ક માર્કેટિંગ ફેડરેશને મહેસાણા દૂધ સાગર ડેરીને આદેશ આપ્યો હોવા છતાં ખરીદી કરતું હોવાથી ફેડરેશને તેમનું દૂધ લેવાનું બંધ કરી દીધું છે. એવો આરોપ અગાઉ મૂકવામાં આવ્યો હતો. હવે ફેડરેશન પૈસા આપતું નથી એવો આરોપ મૂક્યો છે. સંચાલકોએ ધરણા કરવાની ધમકી ફેડરેશનને આપી છે. મિલ્ક ફેડરેશન રોજ રૂ.10 કરોડનું દૂધની ખરીદી કરે છે. જેની સામ...

લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ બનાસકાંઠા બેઠક પરથી NCPથી લડશે

લોકસભાની બનાસકાંઠા બેઠક ઉપર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. લીલાધર વાઘેલાની ટિકિટ કપાતાં હવે તેઓ ભાજપ સામે ખૂલ્લીને બહાર આવે એવી શક્યતા છે. પાટણના સાસંદ લીલાધર વાઘેલાએ ભાજપ પાસે પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી. લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ બનાસકાંઠા બેઠક ઉપર એનસીપીમાંથી ઉમેદવારી નોધાવવાનું મન બનાવી લીધું હતું. જે પૂર્વે જીલ્લામાં...

પોરબંદર ભાજપના બિલ્ડર ઉમેદવાર પાસે રૂ.36 કરોડની સંપતી

પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પાસે રૂ.35.73 કરોડની મિલકત છે. તેમના પત્નિ મંજુલા ધડુક પાસે રૂ.11.16 કરોની મિલકતો છે. કલેક્ટર સમક્ષ તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે આ વિગતો કાયદા હેઠળ જાહેર કરી હતી. તેઓ 1980માં ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કુલ માં ધોરણ 10 સુધી ભણેલા છે અને પોતે રીયલ એસ્ટેટ, બિલ્ડર તથા ટ્રેડીંગ બીઝનેસ ઉપરાંત ખેતીકામ કરે...

ભાજપના સાંસદ પુનમ માડમના પતિની સંપતીમાં જંગી વધારો

જામનગર લોકસભાની બેઠકના ભાજપના સાંસદ પુનમ માડમની સંપતીમાં રૂા.11.95 કરોડનો અને તેમના પતિની સંપતિમાં રૂા.9.92 કરોડનો વધારો થઈને તેઓની કુલ સંપતી રૂ.17.40 કરોડથી વધીને રૂ.39.17 કરોડ થવા પામી છે. 100 ટકાનો વધારો થયો છે. 2014માં પુનમબેને વર્ષ 2012-13ના આવકવેરો રૂ.1.32 કરોડ તેમના પતિ પરમીંદરકુમારનો રૂ.44 લાખ હતી.  2019માં તે વધીને રૂ.1.01 કરોડ અને પતિન...

લોકસમર્થન ગુમાવેલા અહેમદ અને શક્તિસિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો

લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના બે નેતાઓએ લોકસમર્થન ગુમાવતાં અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. રાહુલ ગાંધીએ આ બન્ને નેતાઓને પોતાના વિસ્તારમાં કોંગ્રેસની જીત થાય તે માટે ચૂંટણી લડવા માટે આદેશ આપ્યો હતો. જેમાં અહેમદ પટેલને ભરૂચ અને શક્તિસિંહને ભાવનગર વિસ્તારમાં ચૂંટણી લડવા માટે કહ્યું હતું...

પાંચ વર્ષમાં જ ભાજપના સાંસદ કરોડપતી બની ગયા

ભાજપના વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સાંસદ બન્યા પછી એકાએક કરોડ પતિ બની ગયા છે. સાંસદ રંજન ભટ્ટની મિલકતમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 330 ટકાનો વધારો થયો છે. એક રીપોર્ટ અનુસાર 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીની બેઠક પરથી ચૂંટણી લાગ્યા હતા અને તેઓ બંને બેઠકો પરથી વિજય થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદ...

સાધુઓએ પ્રવિણ તોગડિયાને રાજકીય પહેલવાન બનાવવા ચૂંટણી લડવાની ના પાડી દી...

દિલીપ પટેલ, અમદાવાદ શંકરસિંહ વાઘેલાના એક સમયના અંદત મદદનીશ અને પછી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કરતાં સાધુ બની ગયેલા જ્યોર્તિ મહારાજ વદોદરાથી ચૂંટણી લડવા માટે હિન્દુ મહા સભા અને પ્રવિણ તોગડિયાની હિન્દુસ્તાન નિર્ણાણ દળ દરખાસ્ત કરી હતી. ભાજપના નરેન્દ્ર મોદી સહિત આ બન્ને પક્ષોના નેતાઓ અને પ્રિવણ તોગડિયા આજ સુધી રાજકીય રીતે સાધુઓનો ફાયદો લૂંટતા ર...

કાયદાનો ભંગ કરીને દ્વારકામાં પક્ષપલટો કરીને જિલ્લા પંચાયત તોડી

દ્વારકા જિલ્લા પંચાયતના બે સભ્યોએ પક્ષાંતર કરીને  ભાજપમાં ભળી જઈને પક્ષાંતર વિરોધી કાયદાનો ભંગ કર્યો છે. ધારણ કર્યો છે. આમ થતાં કોંગ્રેસ સાશીત જીલ્લા પંચાયત તૂટી છે. લોકોએ આપેલા મતની વિરધ્ધ જઈને ભાજપના નેતાઓએ તેમને ભાજપમાં લઈને કાયદાનો ભંગ કર્યો છે. મળતી માહિતી અનુસાર દ્રારકા જીલ્લા પંચાયત અને દ્રારકાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા અને કોંગ...