Tuesday, August 11, 2026

ભાજપની કચેરીમાં અહેમદ પટેલની તસવિર મૂકો – કોંગ્રેસની માંગણી

સાવરકુંડલાનાં કોંગ્રેસના આગેવાન આર.ડી. માલાણી, લાલજીભાઈ મોર, બી. એ. બસીયા, કે. બી. ખુમાણ વિગેરે કોંગ્રેસનાં ખુટલ નેતા અહેમદ પટેલને પત્ર લખીને આકરી ઝાટકણી કાઢી છે. આપના માટે એવી પણ મજાક સાંભળી છે કે ભાજપ - બી.જે.પી. વાળા તેના કાર્યાલયોમાં સ્‍વ. દીનદયાળજી, સ્‍વ. શ્‍યામપ્રસાદજી વિ.ની તસવીરો મુકે છે ખરેખર ત્‍યાં અહમદભાઈની પ્રથમ મુકવી જોઈએ. બી.જે.પી. આજ...

મારા પરિવાર માટે મેં ટિકિટ માંગી હતી – જયેશ રાદડિયા

પોરબંદર લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવતા રાદડિયાને ટિકિટ આપવાની માંગણી સાથે વિરોધ થઈ રહ્યો છે. રૂપાણી સરકારના પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર લોકસભાની બેઠક એ વિઠ્ઠલ રાદડિયા અને ભાજપનો ગઢ રહ્યો છે. વિઠ્ઠલ રાદડિયાનો એક બેઝ હતો તેને લઇ હું આગામી દિવસોમાં પોરબંદરમાં કામે લાગવાનો છું. પાર્ટીનો આદેશ છે એ મને મા...

સુરતના રાજુભાઈ 225 વૃદ્ધોને હરિદ્વારની જાત્રા કરાવશે

સુરતના અડાજણમાં રહેતા રાજુભાઇ દિયોરા કોઇપણ પ્રકારના ખર્ચ વિના કતારગામના વડીલો હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા કરી શકશે. આ યાત્રા જેમની ઉંમર 60 વર્ષથી વધુની હોય અને જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તે વડીલો માટે હવે હરિદ્વાર અને ઋષિકેશની યાત્રાનું આયોજન અડાજણના રાજુભાઇ દિયોરાએ કર્યું છે. હરિદ્વાર અને ઋષિકેશ માટે 10 દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ...

રસ્તા પરથી ઉંચકીને 80 લોકોને સાચવતું સુરતનું માનવ મંદિર

સુરત-કામરેજ રોડ ખાતે આવેલા માનવ સેવા સમાજ ટ્રસ્ટ 2016થી સંચાલિત જીવન જ્યોત માનવ મંદિર 80 મંદબુદ્વિ આશ્રમ  બિનવારસી, રખડતા, ભટકતા, તરછોડેલા, અપંગ,વૃદ્વ, ભુલા પડેલા બાળકો સહિત લોકોને આશ્રમમાં એમ્બ્યુલન્સ મારફતે લાવે છે, અને તેમની દેખભાળ અને સેવા કરે છે. રોડ પરથી લાવીને સૌ પ્રથમ સ્નાન કરાવાય છે. વાળ કાપી અને નાસ્તો કરાવીને સિવિલ હોસ્પિટલમાં તેમને સ...

પ્રાધ્યાપકને એવોર્ડ મળ્યો અને તેમના પુસ્તકો 40 ટકાના ડિસ્કાઉન્ટમાં અપા...

ગુજરાતી સાહિત્ય જગતના પ્રખર વિવેચક, સંપાદક અને અનુવાદક તરીકે આગવી ઓળખ ઊભી કરી ચૂકેલા ડો. શરીફા વીજળીવાળાને એમના વિવેચનાત્મક નિબંધ સંગ્રહ વિભાજનની વ્યથા માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષ 2018નો પુરસ્કાર મળ્યો. શરીફાબેનના 20-25 વર્ષ જૂના વિદ્યાર્થીઓ એકઠા થઈ એવોર્ડની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ સુરતની વનિતા વિશ્રામ કોલેજના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ ...

પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડી

ચોટીલાના પૂર્વ ધારાસભ્યનું 1200 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભારતી ઋત્વિજ મકવાણાને ટીકીટ આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ તેમના સમર્થકોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શામજી ચૌહાણે પોતાના 1200 કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે ક...

રાજપુત વચન આપે પછી તે ફરતો નથી પણ ભાજપ ફરી જાય 

પરંપરાગત રીતે કારડિયા રાજપૂત ભાજપને વોટ આપતા રહ્યા છે. ભાવનગર અને જુનાગઢ લોકસભા બેઠકોમાં આ સમુદાયો નિર્ણાયક સાબિત થઇ શકે છે. ભાજપે કારડીયા રાજપુતોને વચનો આપેલા તે પૂરા થયા નછી. 2017મા રાજપુત નેતા દાનસંગ મોરી સામે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ઈશારે થયેલા ખોટા પોલીસ કેસ પાછા ખેંચવાની ભાજપ સરકારે ખાતરી આપી હતી. કારણ વિધાનસભાની ચૂંટણી સામે હતી. હ...

રાજકોટમાં મોહન કુંડારીયા સામે ભાજપના સોમાણીનો વિરોધ

ગુજરાતમાં લોકસભામાં રાજકોટમાંથી ભાજપના મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવતા ભાજપના નેતા જીતુ સોમાણીએ પક્ષ સામે બળવો પોકાર્યો છે. ભાજપ દ્વારા મોહન કુંડારિયાને ટિકિટ આપવાની જાહેરાત થતાની સાથે જ જીતુ સોમાણીએ વાંકાનેરના ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહમિલન બોલાવ્યું હતું. સ્નેહમિલનમાં ભાજપના કાર્યકર્તાઓના મંતવ્યો લઈને જીતુ સોમાણીએ ભાજપ સાથે છેડો ફાડીને પો...

અમદાવાદના બે બાળકોને ફ્રાંસના દંપતિએ દત્તક લીધા

અમદાવાદના પાલડી ખાતે બાળ સંરક્ષણ ગૃહ ખાતે છેલ્લાં એક વર્ષથી આશ્રય લઇ રહેલા બે બાળકોને 27 માર્ચ 2019ના રોજ ફ્રાન્સના દંપતિને કાયદાકીય અને જરૂરી દત્તક લેવાની વિધિ બાદ દત્તક તરીકે આપવામાં આવ્યા હતાં. અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સીંઘની હાજરીમાં વિનાયક અને વિજ્ઞેશ નામના આ બાળકોને ફ્રાંસના દંપતિ ઝેરમી અને માર્લીન પ્લાટીનને દત્તક તરીકે આપવામાં આવ્યા હતાં...

21 વિધાનસભામાં 100 વર્ષથી વધું ઉંમરના 719 મતદારો, ધંધુકામાં લોકો કેમ વ...

અમદાવાદ જિલ્લામાં 100થી વધુ ઉંમરના 719 મતદારોમાંથી સૌથી વધુ ધંધુકામાં 88 તથા સૌથી ઓછા અમરાઈવાડીમાં 07 છે. અમદાવાદ શહેર-જિલ્લામાં 21 વિધાનસભા વિસ્તાર આવેલા છે. અમદાવાદના મણીનગરમાં રહેતા લીલાબેન પટેલની ઉંમર ભલે ૧૦૧ વર્ષ છેઉંમરની સદી વટાવી ચુકેલા લીલાબેન પટેલ આમ તો પથારીવશ થઈ ગયા છે, પરંતુ હજી એમનો જુસ્સો હજી પણ અકબંધ રહ્યો છે. અનેક ચુંટણીઓ તેમણે ...

મેઘમણીમાં કેમીકલ કંપનીમાં વારંવાર આગ કેમ લાગે છે, 2ના મોત, 8ના દાઝી જવ...

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં પેસ્ટીસાઈડ સાયપર મેપ્થીન પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન સોલવન્ટના કારણે આગ ફાટી નીકળી હતી. બે મોત થયા અને 7 કામદારો દાઝી જતા ભરૂચ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ યુનિટમાં છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ આગ લાગી છે. મેઘમણી ઓર્ગેનિક યુનિટ ત્રણમાં સાયપર પ્લ...

EVM મશીન રાજકીય પક્ષોને બતાવવામાં આવ્યા

અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ વિધાનસભા મતવિસ્તાર મુજબ ઇ.વી.એમ. મશીનોની ફાળવણી કરી રવાના કરાવ્યા હતા. ગઇકાલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રથમ રેન્ડમાઇઝેશન બાદ ચૂંટણી પ્રક્રિયાની આગળની પ્રક્રિયા માટે ઇ.વી.એમ. મશીનોને વિધાનસભા મતવિસ્તાર મુજબ રવાના કરવામાં આવ્યા હતા. જે મતવિસ્તાર માટે ઇ.વી.એમ. ઉપયોગમાં લેવાન...

નરેન્દ્ર મોદીના નિર્ણયને પડકારતા જયેશ રાદડિયા

પોરબંદર બેઠક પરથી ભાજપમાં રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ એવી માંગ સાથે વિરોધ શરૂ થયો છે. રાદડિયાના શહેર ધોરાજીમાં વિઠ્ઠલ રાદડિયાને કે તેમના પરિવારને ટિકિટ આપવા માટે તેમના સમર્થકો દ્વારા પોસ્ટર લાગ્યા છે. જેમાં સૂત્ર છે, કે રાદડિયાને ટિકિટ નઈ તો ભાજપને મત નઇ. હાલ પોરબંદરમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા વિસ્તારોમાં ...

રાજકોટ કોનો કોટ, ભાજપ કે કોંગ્રેસનો ?

1989થી ભાજપનો ગઢ ગણાતી રાજકોટ લોકસભામાં 2004 અને 2009માં ભાજપ હાર્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના  મત વિસ્તારમાં 2014માં મોહન કુંડારિયા ચૂંટાયા હતા તેમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. નવા ઉમેદવારમાં આંતરિક જૂથવાદનો ભય અને સ્થાનિક નેતાગીરીમાં સર્વસંમત તરીકેની છાપના કારણે તેમને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના નામ ચર્ચામાં છે. કુંવરજી...

600 કરોડના નશીલા દ્રવ્યો ભારતમાં કોને આપવાના હતા, પોરબંદરમાં બોટ સળગાવ...

પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ અને 9 ડ્રગ માફિયાઓ વચ્ચે ઘર્ષણ થતાં 9 લોકોને પકડીને બોટ ફૂંકી મારવામાં આવી હતી. વહેલી સવારે પોરબંદરના દરિયામાં ડ્રગ્સ માફિયાઓએ રૂ.500 કરોડનું ડ્રગ્સ અને રૂ.100 કરોડનું હિરોઇન લઇને જતા હતા. પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ ઘુસાડવામાં આવતું હતું. હામિદ મલેક નામના શખ્સે આટલું મોટું કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું. આ ડ્રગ્સ ઇરાનથી પા...