Sunday, August 9, 2026

હળવદમાં દેવજી ફતેપરા સિવાય કોઈ નહીંના પોસ્ટરો લાગ્યા

લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભાની બેઠકો પરથી કાર્યકર્તાઓના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સની પ્રક્રિયા પછી મંથન કરીને ભાજપ દ્વારા 16 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ યાદીના 14 સાંસદોને રીપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની જગ્યાએ ડો. મહેન્દ્ર મુંજપરાને...

અમિત શાહ 30મીએ ઉમેદવારી નોંધાવશે

લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભાની બેઠકો પરથી 3 દિવસ સુધી કાર્યકર્તાઓ અને નેતાઓના સેન્સ લેવાની પક્રિયા પછી મંથન કરીને 16 બેઠકો પરથી ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ યાદીમાં 14 બેઠકો પરથી સાંસદોને રીપીટ કરવામાં આવ્યા છે,...

સુરતના ભાજપના સાંસદે બાંકડા માટે પૈસા બગાડ્યા

સુરતના સાંસદ દર્શના જરદોશને જે ગ્રાન્ટ મળે છે, તેમાંથી તેઓએ શહેરી જનોને બેસવા માટે બાકડાની ફાળવણી કરી છે, તેને લઇને હવે તેઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે, સુરતના એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં ખુલાસો થયો છે કે, સાંસદ દર્શના જરદોશ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 4200 બાકડાઓ આપવામાં આવ્યા હતા. ત્યારે નિયમ અનુસાર કોઈ પણ નેતા કે સાંસદ પોતાની ગ...

કેમિકલ જેવા પાણીથી પાકતા શાકભાજી અમદાવાદના 40 લાખ લોકો ખાય છે

સાબરમતી નદીના બન્ને કાંઠે 10 કિ.મી. અંદર સુધી આવેલા 3 લાખ હેક્ટર ખેતરોમાં પાકતું અનાજ, શાકભાજી, ફળ અમદાવાદના લોકો ખાઈ રહ્યાં છે. તે કેમિકલ યુક્ત પાણીમાં પાકતાં હોવાથી તેમાં અત્યંત ઝેરી એવા હેવી મેટલ નિકળતાં હોવાથી લોકોના આરોગ્ય પર મોટો ખતરો ઊભો થયો છે. ઝેરી રસાયણોની હાજરીનું માપ એટલે COD છે. તેની માત્રા 2225 Mg/L સુધી મળે છે. જે ખરેખર ખેતરના કુવામા...

ભાવનગર અને અમરેલીમાં જીતે તેને કોંગ્રેસની ટિકિટ નહીં, હારે તેને ટિકિટ

ભાવનગર અને અમરેલી બેઠક ભાજપ જીતે એવું ગુપ્ત આયોજન કોંગ્રેસના નેતાઓએ કરી લીધું છે. કારણ કે આ બન્ને બેઠક પરથી જે જીતે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાના બદલે તેમને કાપીને જે જીતે તેમ નથી એવા ઉમેદવારની શોધ કોંગ્રેસના ચારેય નેતાઓએ ગઈ રાતથી શરૂ કરી છે. અમરેલીની બેઠક પર જેની ઠુંમર જીતી શકે તેમ છે અને ભાવનગરની બેઠક પર મનહર પટેલ જીતી શકે તેમ છે. આ બન્ને બેઠક ...

ગુજરાતની મહિલાઓ સૌથી વધુ ખૂનમાં કેમ સંડોવાય છે  ?

ગુજરાતમાં 973 મહિલાઓને જેલમાં રાખી શકાય એવી ક્ષમતા છે. જેમાં 196 મહિલાઓ કાયમી કેદી હતા અને 295 મહિલાઓ કાચાકામના કેદી તરીકે જેલમાં હતા. અને 25 મહિલાઓ ડિટેન કરેલા હતા. 2015નો હમણા જ જાહેર થયેલો કેન્દ્ર સરકારનો અહેવાલ કહે છે કે, ગુજરાતમાં કૂલ 516 મહિલાઓ કેદી તરીકે હતા તે ક્ષમતાના પ્રમાણમાં 53 ટકા જેવો થાય છે. 261 મહિલાઓ પર ખૂનનો આરોપ હતો અથવા આરોપ ...

ઈવીએમ ફાળવણીનું કામ શરૂં કરાયું

અમદાવાદ જિલ્લાની વિધાનસભા મતવિસ્તાર મુજબ ઈ.વી.એમ મશીનોની ફાળવણી શરૂ કરી છે. ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત કારશે અને ઉમેદવારો નક્કી થયાં બાદ ઈવીએમ લાવવામાં આવશે. જે મતવિસ્તાર માટે ઈવીએમ ઉપયોગમાં લેવાના છે. તેની હાર્ડ અને સોફ્ટ કોપી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાની શરુથી લઈ અંત સુધીની વિડિયોગ્રાફી અને સીસીટીવી સર્વેલન્સ કરવામા...

અમિત શાહના પ્રચારની પહેલી જવાબદારી યોગીને સોંપી

ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગુજરાતમાં લોકસભા બેઠક માટે પ્રચાર માટે આવી પહોંચ્યા છે. યોગી આજે ગાંધીનગરમાં અમિત શાહની રેલીમાં હાજરી આપવા ઉપરાંત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતેના સંબોધનમાં યોગી આદિત્યનાથ કેન્દ્રની પાંચ વર્ષની સિદ્ધિઓનો ઇતિહાસ કહેશે. યોગી ગુજરાત વ...

હળવદ કોંગ્રેસમાં કોને ટિકિટ અપાશે

હળવદ વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી થનાર છે. કોંગ્રેસ દ્વારા આ સીટ ઉપર કયા ઉમેદવારને ટિકિટ આપી જેથી તે ઉમેદવાર જીતી શકે. બાબત ની જાણકારી લેવા માટે કોંગ્રેસના આગેવાનો અને જિલ્લાના લોકસભાની બેઠકના પ્રભારી બળદેવભાઈ લુણી, ગુણવંતભાઈ મકવાણા તેમજ મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ માજી પ્રમુખ અન્ય આગેવાનો ઉપસ્થિત ર...

શામજી ચૌહણ અને દેવજી ફેતેપરા વચ્ચે બેઠક

કોંગ્રેસના શામજી ચૌહાણ અને ભાજપા દેવજી ફતેપરા ભાજપાના નારાજ છે. રાજકોટમાં બન્ને સાથે બેઠક યોજાઈ હતી. તેમણે હાલની રાજનીતિ અંગે ચર્ચા કરી હતી. દેવજી ફતેપરા 1000 જેટલા કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપશે. શામજી ચૌહાણને જણાવ્યું કે, કોળી સમાજને એકત્રીત કરી ચર્ચા કરીશું. ભાજપ હોય કે કોંગ્રેસ તેઓ કોળી સમાજનાં નેતાઓને સાથે ઠાલા વચન આપે છે પરંતુ તે પુરા...

પાણી ન મળતાં મોરબીમાં નગરપાલિકામાં પાણીથી સ્નાન

કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકામાં આજે વોર્ડ નં ૦૩ માં ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજા અને અરુણાબેન વડસોલા સાથે રહીશોનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી પાણી મળતું ના હોય અને પાલિકા તંત્ર પાણી વિતરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે જેથી આજે ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજાએ ખાલી ડોલ સાથે લાવ્યા બાદ પાલિકા કચેરીએથી પાણીની ડોલ ભરીને જાહેરમ...

વીમા યોજનામાં વિસંગતતા વધું છે

ચાલુ વર્ષે મગફળી પાકવીમો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને અન્યાય થયેલ છે મોરબી તાલુકામાં ૧૭ ટકા, માળિયા તાલુકામાં ૩૫ ટકા અને ટંકારા તાલુકામાં ૨૯ ટકા મગફળીનો પાકવીમો મંજુર કરાયો છે જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના નિયમો અનુસાર વિસંગતતા છે જે મામલે માર્કેટિંગ યાર્ડ ચેરમેને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના ચેર...

ધારી ગીર આસપાસ સિંહનો નખ રૂ.2 લાખમાં વેંચાય છે

રાજુલાનાં ટાવર ચોક વિસ્‍તારમાં કોઈ પરપ્રાતિય ટોળકી દ્વારા રૂદ્રાક્ષની માળા અને સ્‍ફટીક નંગ વેચતા હોય તેમની પાસે સિંહના ન્‍હોર હોવાની બાતમી મળતા રાજુલા વન વિભાગ અને અમરેલી ફોરેન્‍સીકની ટીમ ઘ્‍વારા તપાસ કરતાં તે ન્‍હોર બનાવટી હોવાનું માલું થયેલું હતું. આરોપી બુધેલીયા પવારને પકડી પાડેલો હતો. વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ વન વિભાગે ગુનો નોંધીને રૂા...

ધારતવાડી બંધની સિંચાઈ નહેરમાં ભ્રષ્ટાચાર

અમરેલીના રાજુલાનાં ધાતરવડી સિંચાઈ બંધની નહેરો બનાવવામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિનાં સભ્યોએ કર્યો છે. સમિતિનાં સદસ્‍યોએ નાયબ કાર્યપાલક ઈજનેરને પાઠવેલા પત્રમાં જણાવેલું છે કે, સરકાર ઘ્‍વારા ધાતરવડી સિંચાઈ યોજનામાં બધી નહેરો પાકી કરવાની મંજુરી મળેલી છે. આ યોજનાની નહેરો પાકીનું કામ અંદાજ મુજબ કરવું, રેતી જે હાલ નહેર બાજ...

અમરેલી ગીરમાં પાણી માટે ખેતરોમાં ભટકતાં સિંહ

અમરેલીના જંગલનાં રાજા કહેવાતા સિંહોને પણ આકરા તાપે જંગલમાં કે સીમ વિસ્‍તારમાં પાણી માટે વલખા મારતાં દોડતા કર્યા છે. પાણી માટે સિંહો નદી કાંઠાની વાડીમાં પાણી પિવા માટે પહોંચી ગયા હતા. લીલીયા તાલુકાનાં લોકી ગામની સીમમાં તથા સાવરકુંડલા તાલુકાનાં જુના સાવર ગામની સીમમાં આવેલ શેત્રુંજી નદી કાંઠાનાં વિસ્‍તારમાં એક 6 જેટલાં સિંહોનું ટોળુ દિવસે પાણીની શોધમા...