Monday, August 10, 2026

ઊંઝામાં આશાનું ગણીત ઊંધું પડતાં ભાજપ ઊંધા માથે, પક્ષ સામે બળવા તેવી સ્...

ઊંઝામાં ઊંધું – દિલીપ પટેલ – વિશ્લેષણ ઊંઝા ભાજપના શક્તિશાળી નેતા નારણ પટેલે 2 માર્ચ 2019ના દિવસે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાને ભોજન પર આમંત્રીને રાજકીય દાવ ખેલ્યો હતો. 3 માર્ચે નારણ પટેલે કહ્યું હતું કે, ભાજપે સહકારી મંડળીઓ રદ કરવાનું અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં મારી સાથે જે કર્યું તેબરાબર નથી કર્યું. હવે હું કોર્ટ રાહે સરકાર સામે લડી લ...

250 કરોડના સોની કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પકડાયો, કેમ આચરાયુ કૌભાંડ ?

રૂ.250 કરોડના ધીરધારના ધંધાના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર દીપક ગાભાવાલાની મુંબઈ હવાઈ મથકે પકડી લેવામાં આવ્યો છે. તે વિદેશ ભાગી ગયો હતો. અમેરિકાથી મુંબઈ તે આવ્યો હતો. દેશના તમામ હવાઈ મથકે લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી. કેમ થયું કૌભાંડ ઉમરેઠમાં ગોવિંદલાલ ગાભાવાળાની પેઢી માટે તમામને ભરોસો હતો. તેની શાખ એવી હતી કે હુંડી દેશમાં સ્વિકાર્ય હત...

બોટાદ કોંગ્રેસમાં ફરી એક વખત સત્તાની શોદાબાજીની શરૂઆત

બોટાદમાં ગુજરાતની જાયન્ટ ઈન્ડસ્ટ્રીઝના જમાઈ અને કોંગ્રેસના અદના કાર્યકર ડી.એમ.પટેલ વચ્ચે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે શરુ થયેલો જંગ હવે અંત તરફ જઈ રહ્યો છે. અહીં કોંગ્રેસના તકવાદી નેતા ડી એમ પટેલ હવે ફરી એક વખત પક્ષપલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. ડી. એમ. પટેલ - ધીરાજલાલ કળથીયા - અગાઉ કોંગ્રેસમાં હતા પછી એપીએમસીના અધ્યક્ષ બનવા માટે ભાજપમાં પક્ષાંત...

ભાજપે અભણ ગુજરાતનું સર્જન કર્યું

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા સુધરવાના બદલે અત્યંત ખરાબ બની રહી છે. જ્યારથી શિક્ષણ પ્રધાન તરીકે આનંદીબેન પટેલ આવ્યા ત્યારથી તે સ્થિતી ખરાબ બનતી ચાલી હતી હવે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા શિક્ષણ પ્રધાન બન્યા પછી અગાઉની સ્થિતી હતી તેના કરતા પણ ખરાબ હાલત શિક્ષણની થઈ છે. ગુજરાતની ભાજપ સરકાર શા માટે આવું કરી રહી છે. તે શિક્ષણ વિદ્દો પણ સમજી શકતાં નથી. 2014...

મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ પ્રવાસ કરવા રોજ રૂ. 50 લાખ વાપરે છે

મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 201...

રૂપાણી અભણ છે, આદિવાસી નહીં

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, "સરકાર અપમાન કરતી હોય તે રીતે કેમ કહે છે આદિવાસીઓ અભણ-ગરીબ અને કાયદાકીય પ્રક્રિયાથી વંચિત છે? " ખરેખર તો રૂપાણી અભણ હોય તેમ મોરચો કહે છે કે "આદિવાસીઓ ને ગુલામ બનાવવા તથા ભારતના જંગલોને લુંટવા અંગ્રેજોએ બનાવેલો 1927નો જંગલ કાયદો આઝાદ ભારતમાં અમલમાં...

ત્રણ બીએડ કોલેજો બંધ થશે

ગુજરાતની ત્રણ બીએડ કોલેજોમા પ્રાઘ્યાપકોની નિમણુક નહી કરતા નવા સત્રથી વધુ ત્રણ સરકારી અનુદાનિત બીએડ કોલેજો બંધ થતા 150 બેઠકો ઓછી થશે. ગઇકાલે મળેલી એન.સી.ટી.ઇ.ની બેઠકમા ગુજરાતની ત્રણ બીએડ કોલેજોને બંધ કરવા નોટીસ આપવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરની મૈત્રી વિદ્યાપીઠ, મહેસાણાની વિવેકાનંદ તથા ભરૂચની બીએડ કોલેજનો સમાવેશ થાય છે. રાજય સરકારના શિક્ષણ વિભા...

200 વૃદ્ધોના એટીએમ કાર્ડ બદલી લઈને છેતરપીંડી કરતા ઝડપાયો

સુરતના શખ્સ પાસેથી 20 એટીએમ કાર્ડ રાજકોટ પોલીસે કબ્જે કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક લોકોને છેતરી લાખો રૂપિયા પડાવી લીધા છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા ધિરજકુમાર મોહનલાલ પંચાલને ઝડપી લીધો હતો. 200 વૃધ્ધોને તેમણે છેતર્યા છે. મહારાષ્ટ્રમાં અગાઉ 110થી વધુ અને ગુજરાતના સુરત, અમદાવાદ, પાલનપુર, ખેડા,  મોર...

જમીન ટોચ મર્યાદા કાયદો બદલી કરોડોનો વેપાર, ધોલેરામાં કાળુ નાણું ધોળું ...

ગુજરાતમાં 21 ફેબ્રુઆરી 2019થી જમીન ટોચમર્યાદા ધારામાં ફેરફાર કરીને હવે તે જમીન વેચી શકાશે એવો અમલ શરૂ થયો છે. જે બિલ્ડરો, જમીનદારો, મોટી કંપનીઓ અને રાજકીય નેતાઓના ફાયદામાં આ કાયદો લાવવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતો ખતમ થશે અને ફરી એક વખત સામંત શાહી આવશે. સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે 4 લાખ ગરાસદારો એવા હતા કે જે ખેડૂતો તેના ખેતરમાં પકવે તેનું 60 ટકા ...

ગાંધીનગરના કરારી સફાઈ કામદારો 5મીથી હડતાલ પર

પાટનગરમાં સ્વચ્છતા જાળવવાની કામગીરીને કેન્દ્ર સ્થાને રાખીને કામગીરી કરી રહેલા મ્યુનિસિપલ તંત્ર સામે મોટો પડકાર ઊભો થવાની આશંકા છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી સફાઈ કામદારોને કાયમી કરવાની માગણીનો સ્વીકાર ન થાય તો પાંચમી માર્ચથી હડતાલ પર ઉતરવાની ચીમકી સફાઈ કામદારોએ આપી છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમનો ઉદેશ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પ...

બે જાની દુશ્મન સાકર તુલામાં 20 વર્ષે સામસામે મળ્યા

થોડા દિવસ પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશમન ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થાય બાદ કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત  જોવા મળતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ સ...

અમદાવાદનું હવાઈ મથક નફો કરતું હોવા છતાં અદાણીને કેમ અપાયું ?

દેશના પાંચ એરપોર્ટને ચલાવવાની જવાબદારી હવે અદાણી જૂથ પાસે રહેશે. દેશના છ એરપોર્ટ માટે લગાવવામાં આવેલી બોલીમાં અદાણી જૂથ પાંચમાં આગળ રહ્યું છે. હવે અમદાવાદ સહિત પાંચ એરપોર્ટનો વહીવટ તેને મળી ગયો છે. અમદાવાદનું હવાઈ મથક નફો કરતું હોવા છતાં તે અદાણીને આપી દેવામાં આવ્યું છે. જે શંકા પેદા કરે છે. અન્ય એરપોર્ટ્સમાં લખનૌ, જયપુર, મેંગલુરુ અને ત્રિવેન્દ્...

ગુજરાતના એકમાત્ર વાઘનો શિકાર નહીં, સન્માન સાથે અગ્નિ સંસ્કાર

27 વર્ષ પછી ગુજરાતમાં દેખાયેલા વાઘની નોંધ વન વિભાગે કરી તેના થોડા જ દિવસમાં તેનું મૃત્યું થયું હતું અને તેના અંતિમ સંસ્કાર કરાયા છે. લુણાવાડા નજીક કંતારના જંગલમાંથી મૃતદેહ મળતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા હતા.  વન વિભાગના નવ નિષ્ણાતોની કમીટીની હાજરીમાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં વાઘના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજા કે ...

સાબર ડેરી પર ફરી ભાજપનો કબજો આવશે, અધ્યક્ષ જેઠાભાઈ પટેલ નક્કી

સાબર ડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઈ પટેલ ડેરીના 10 વર્ષ રહ્યાં અને હવે ત્રીજી વખત તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટાઈ આવતાં ભાજપે વધું એક સહકારી ડેરી રાજકીય રીતે કબજે કરી છે. ઉત્તર ગુજરાતની તમામ સહકારી ડેરીઓ ભાજપે કબજે કરી દીધી છે. અધ્યક્ષ માટે 15 માર્ચ 2019ની આસપાસ ચૂંટણી થાય તેમ છે. 16 બોર્ડ ઓફ ડિરેક્ટર છે. બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન અને વાઈસ...

સુરતની હવાઈ જહાજની પાઈલટ જૈસ્મિન બાળપણમાં કાગળના પ્લેન ઉડાડતી હતી

ગુજરાત અને સુરતવાસીઓને જૈસ્મિન પર ગર્વ છે. સુરતથી શારજાહ વચ્ચેની ફ્લાઈટના પાઈલોટ એક મહિલા છે. પણ સુરતના  છે. નામ જૈસ્મિન મિસ્ત્રી. જૈસ્મિન અત્યાર સુધીમાં ૪ હજાર કરતા વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ઉડાન ભરી ચૂકી છે. બાળપણમાં તે કાગળનું વિમાન બનાવી ઉડાવતી હતી. જૈસ્મિન બાળપણથી જ પાઇલોટ બની વિમાન ઉડાવવા માંગતી હતી. જૈસ્મિનને બાળપણથી પાયલોટ બનવાનો વિચાર આ...