ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની ઘટનાની તમામ વિગતો
કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગના કારણે તેઓ રાજીનામું આપી શકે છે. આગામી એપ્રિલમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાં આતંરિક વિખવાદને લઇને આશાબેન રાજીનામું આપી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ક્રિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવા...
મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસના 32 દાવેદારો
આશા પટેલ ભલે કોંગ્રેસ છોડી પણ લોકસભાની બેઠક લડવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે. મહેસાણા લોકસભા ચુંટણીના પડઘમ વચ્ચે તાજેતરમા પ્રદેશ કોગ્રેસ કાર્યાલયમા મહેસાણા બેઠક પર ૩૨ દાવેદારોએ આયાતી ઉમેદવાર ના આપવા ઉગ્ર રજૂઆત કરી હતી.૪૫ મીનીટ ચાલેલી ચર્ચામાં જ્ઞાતિ આધારીત સમીકરણોથી માંડી બુથ લેવલની કામગીરી સંબધે ચર્ચા થઇ હતી.
મહેસાણા લોકસભાની ચુંટણીની તૈયાર...
કંડલા બંદરનું જમીન કૌભાંડ, ચેરનો સોથ વાળે છે
કંડલા પોર્ટની જમીન ભાડાપટ્ટે મેળવવામાં પર્યાવરણને નુકશાન તે ઉપરાંત આરટીઆઈ એક્ટીવીસ્ટની અરજીમાં બીજો ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં માળિયા તાલુકાના રણકાંઠાની જમીનમાં મીઠા ઉત્પાદન માટે ભાડા પટ્ટે મેળવવાની પ્રક્રિયામાં અનિયમિતતાઓ જાણવા મળી છે જેમાં કંડલા પોર્ટની જમીન માળિયા (મી) તાલુકાના બગસરાની નીલ સર્વે નંબરની બતાવીને પર્યાવરણને નુકશાન પહોંચે છે શ...
મોરબી ભાજપના કાવાદાવા ન ચાલ્યા, કોંગ્રેસે 21 સમિતિઓ બનાવી
મોરબી નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભા હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન બની રહી હતી કારણકે જૂની કમિટી રદ કરવા અને નવી કમિટીની રચના તેમજ પ્રતિનિધિઓની નિમણુંક મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો જેમાં ભાજપે ખેલેલા દાવ બાદ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપને મ્હાત આપવામાં કોંગ્રેસને સફળતા મળી હતી ભાજપે પ્રાદેશિક કમિશ્નર પાસ...
અમરેલી નગરપાલિકાના સભ્ય નાનનો દિકરો જુગારમાં પકડાયો
અમરેલી નગરપાલિકાના સભ્ય હોદા ઉપર શરૂ એવા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાનભાઈ બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવે છે તેવી સચોટ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલ નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 1...
જીંગા પેદા કરવા ગૌચરની જમીન પર દબાણ
જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે બની રહેલ જીંગા ઉછેર કેન્દ્ર માટે સરકાર દ્વારા જગ્યાની મંજૂરી મળેલ હોય પરંતુ જેમાં આજુબાજુ આવેલ વધારાની સરકારી જમીન સર્વે નં.4અને પ તથા ગૌચરનું ઈસમો દ્વારા દબાણ કરવામાં આવી રહયું છે. તેમજ અમારૂ ગામ દરિયા કાંઠાના વિસ્તારમાં આવેલ હોય તેમજ ગામના આગળના ભાગમાં બંધારા બાંધવાને લીધે અને ઉપરના વિસ્તારોમાંથી જેવા કે, સામતે...
વન વિભાગમાં બોગસ વાઉચર કૌભાંડની તપાસ
સમગ્ર રાજ્યમાં વન વિભાગ દ્વારા અલગ કામથી થતાં ખર્ચના વાઉચર મૂકવામાં આવતાં હોય છે. જેમાં મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનું વન વિભાગ સમક્ષ ફરિયાદ થતાં તપાસ શરૂં થઈ છે. ધારી વન વિભાગની સરસીયા રેન્જમાં વર્ષોથી બોગસ વાઉચર બનાવી ઉચાપત કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જે અંગેની ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષકમાં તપાસ ચ...
પીપાવાવ બંદરની આવક રૂ.1747 થઈ
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)એ 31 ડિસેમ્બર, 2018નાં રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્વતંત્ર ધોરણે નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. નાણાંકીય વર્ષ 2018- 19નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂા.પરર મિલિયનનો ચોખ્ખો નફો કર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2017-18નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂા.500 મિલિયન હતો....
7 ધોરણની શાળા પણ વર્ગખંડ 3, શિક્ષણની હાલત કથળી
સાવરકુંડલાની પ્રાથમિક શાળામાં 214 વિદ્યાર્થીઓ વચ્ચે ફકત 3 ઓરડામાં ભારતના ભવિષ્ય સમાનના વિદ્યાર્થીઓ ઓસરીમાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે. સરકાર ઘ્વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાતના સ્લોગનો છે પણ ભણવાની વાસ્તવિકતા આખી અલગ જ છે. સાવરકુંડલા શહેરીન પ્રાથમિક શાળા નંબર 6. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7ની પ્રાથમિક શાળા છે પણ વિદ્યાર્થીઓની ભારે અવદશા છે...
ટ્રાફિકના નિયમો સામાન્ય લોકો માટે કંપની માટે નહીં
રાજુલા તાલુકાનાં વીકટર ગામે આવેલી કંપની ઘ્વારા પીપાવાવધામ, કથીવદર, ખેરા, ચાંચ, ચેરાઈ સહિતના ગામમાં મઠું ઉત્પાદન કરી સુત્રાપાડા સ્થિત સોડા એશ પ્લાન્ટમાં મીઠું મોકલવામાં આવે છે. કંપની ઘ્વારા ટ્રકો મારફતે મીઠું સુત્રાપાડા પરિવહન કરવામાં આવે છે પરંતુ આ કંપનીના ટ્રકોને આરટીઓના નિયમો લાગુ જ ન પડતાં હોય તેમ ભરેલા ટ્રકોમાં નિયમો મુજબ તાલપત્રી ઉપર બાં...
પહ્મ ભૂષણ મેળવનારા ગુજરાતી મૂળના આફ્રિકાના મિનિસ્ટર પ્રવિણ ગોરધન
70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગુજરાતીઓને તેમણે કરેલા પ્રદાન બદલ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે. ગુજરાતી મૂળના અને રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝ પ્રવીણ ગોરધનને પબ્લિક અફેર્સ ક્ષેત્રમાં તેમણે આપેલા પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડ આ...
પદ્મશ્રી બિમલ પટેલની સાબરમતિ રિવરફ્રંટની ડિઝાઈન ખામી યુક્ત
સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને પદ્મશ્રી તો આપવામાં આવ્યો છે પણ નિષ્ણાંતો માને છે કે રિવરફ્રંટની ડિઝાઈન ખામી ભરેલી છે. ઉપરવાસમાં જ્યારે ભારે પૂર આવશે ત્યારે સાબરમતી નદી શહેરને બરબાદ કરી શકે તેમ છે. કારણ કે પાણીનો પ્રવાહ ઓછો સમાય તે પ્રકારની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગરમાં સાબરમતિ નદી પર ડેમ બન્યો ત્યારે ત્યાં પાણીનો આવરો વતાવેલ...
જમવામાં ઝઘડો થયો અને લગ્નની થોડી મિનિટોમાં છૂટાછેડા
એક સમય હતો કે ગોંડલની મહિલાઓ ભારે હોંશિયાર હતી. તેમને ફરજિયાત શિક્ષણ હતું. એવી જાગૃત્તિ આજે પણ છે. ગોંડલમાં એક એવી ઘટના બની છે જેના વિશે જાણતા તમને ચોક્કસથી નવાઇ લાગશે, અહી એક કપલના લગ્ન થયા અને તરત જ છૂટાછેડા થઇ ગયા, અહી પાર્ટી પ્લોટમાં એક પરિવારના લગ્ન યોજાયા હતા, જ્યાં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે માથાકૂટ થઇ અને મામલો છૂટાછેડાએ પહોંચ...
રૂપાણી સામે આદિવાસીઓનો વધતો રોષ
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે નિર્માણ પામનાર વિવિધ રાજ્યોના પ્રસ્તાવિત ભવન માટે જમીન આપવાનો વિરોધ નોંધાવા માટે આદિવાસીઓએ સોમવારે એક વિશાળ પગપાળા રેલી યોજી હતી. હરિયાણા ભવન માટે આદિવાસીઓની જમીન કપાતી હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓએ સોમવારે કેવડિયાથી રાજપીપપળા સુધી વિશાળ પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર સોપ્યું હતું. સમગ્ર આદિવાસી પટ્ટામાં વિજય રૂપાણીની ...
ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘીણી પોતાનું ભાનગર સાચવી ન શક્યા
ભાવનગર સિવાયની નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભગવો બાજપનો વિજય થયો છે. પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાધાણી પોતાના વિસ્તાર ભાવનગરને સાચવી શક્યા નથી. તેઓ હવે ભાજપ પરથી પકડ ગુમાવી રહ્યાં છે. રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર-13માં ખાલી પડેલી એક બેઠક સહિત રાજ્યમાં વિવિધ પાલિકાઓ અને નગરપાલિકાઓમાં રવિવારે પેટા-ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણ...

English