Saturday, August 8, 2026

જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ

રાજય સરકાર પણ હવે ધર્મનો વેપાર કરી રહી છે. ધર્મને રાજસત્તાથી દૂર રાખવા માટે બંધારણ કહે છે પણ ગુજરાત સરકારને જ્યાં મતનો ફાયદો દેખાતો હોય તે જ્યાં વાહવાહી કરતી જાહેરાત થતી હોય ત્યાં ધર્મનો વેપાર પણ કરી શકે છે. આવું જ જૂનાગઢમાં થશે. એક વર્ષ પહેલાં ભાજપ સરકારે જુનાગઢ શિવરાત્રી મેળાને મિનિ કુંભ જાહેર કર્યો હતો. 27 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી મીની કુંભ તરી...

અમરેલી ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મળી

અમરેલી ચિતલ રોડ ખાતે કોળી સમાજની વાડીમાં અમરેલી જીલ્‍લા અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મિટિંગ મળી. આ કારોબારી મિટિંગમાં ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્‍ટ્રિય અઘ્‍યક્ષ કુંવરજીભાઈ બાવળીયા અને અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્‍લા અઘ્‍યક્ષ એડવોકેટ વિનુભાઈ ડાબસરાનાં અઘ્‍યક્ષ સ્‍થાને મળી અને આ મિટિંગને સફળ બનાવવા જગદીશભા...

દૂધની ડેરીમાંથી વિદેશી દારૂ મળી આવ્‍યો

ધારી તાલુકાનાં ડાંગાવદર ગામે રહેતાં જેઠાભાઈ લાખાભાઈ આજરા તથા સાહીલ ભીખુભાઈ શેખનાં કબજાની દૂધની ડેરીમાં ભારતિય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-16 કિંમત રૂા.4800 તથા કેન નંગ-1 કિંમત રૂા.400 મળી કુલ રૂા.પર00નાં મુદ્યામાલ ઝડપી લીધો હતો. આ બનાવમાં જેઠાભાઈ હાજર નહી મળી આવી તથા સાહીલ શેખ નાશી છૂટતાં પોલીસેબન્‍નેની શોધખોળ આદરી છે.

બનાવટીચલણી નોટનાં કૌભાંડમાં વધુ ર આરોપી ઝડપાયા

તા.11/1/ર019 ના રોજ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ધારી ટાઉનમાં લાઈબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી (1) ધર્મેન્‍દ્ર પ્રફુલ્‍લચંદ્ર ત્રિવેદી, તથા વિક્રમસિંહ કેસરસિંહ પરમારને જુદા-જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો નંગ-610, રૂા. ર,ર1,રર0 ની કિંમતની બનાવટી ચલણી નોટો તથા મોબાઈલ ફોન નંગ-ર, કિં.રૂા. 3000 તથા મારૂતિ સુઝુકી ઈકો ફોર વ્...

ચોટીલાના મહંતને કડિયા જ્ઞાતિ બહાર મૂકાયા

સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની બેઠક અમરેલી મળી ત્‍યારે જ ચોટીલાનાં મહંત નરેન્‍દ્રભાઈ સોલંકી ઘ્‍વારા 30થી 3પ વ્‍યકિત સાથે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સ્‍ટેજ પર બેઠેલા સર્વે ગામનાં પ્રમુખમાનાં જુનાગઢનાં પ્રમુખ ધીરૂભાઈ ગોહિલ અને સાવરકુંડલાનાં પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમ્‍યાન ત્‍યાં ઉપસ્...

વરઘોડામાં ઘોડીનું મોત

ગુજરાતમાં વર્ષે 50 હજાર જેટલા લગ્નોમાં એક લાખ કુવાર અને કુંવરી પરણે છે. જેમાં સૌથી વધું લગ્નો શિયાળામાં 14 જાન્યુઆરી પછી થતા હોય છે. લગ્નની પૂરબાહર છે. જેમાં ઘોડસવાર કે ઉંડગાડીસવાર  થઈને લગ્નમાં જવાનું પ્રમાણે લગભગ 20 ટકા છે. વરઘોડામાં ઘોડી પર બેસીને વરરાજા શાહી સવારી લઈને જઈ રહ્યાં હતા ત્યારે ઘોડી ભડકી હતી અને દિવાલ સાથે માથું અથડાતાં તેનું મોત થય...

ગુજરાતના સૌથી મોટા હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ

કોબ્રાપોસ્ટ વેબસાઇટના ઇન્વેસ્ટીગેશનમાં ગુજરાતમાં હાઉસિંગ ફાઇનાન્સના સૌથી મોટા કોંભાડનો પર્દાફાશ થયો છે. કોંબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં DHFL કોંભાંડમાં ગુજરાતના ધર્મદેવ બિલ્ડરનું નામ ખુલ્યું છે. ધર્મદેવના ઉમંગ ઠક્કર અને DHFLએ મળીને રૂ 1160 કરોડનું કૌભાંડ કર્યું છે. ધર્મદેવ બિલ્ડરે ફર્જી કંપની બનાવી DHFL પાસેથી રૂ 1160 કરોડની લોન લીધી. ધર્મદેવ બિલ્ડ...

ગુજરાત આદિજાતિ વિકાસ નિગમનાં ડિરેક્ટર તરીકે નિમણૂક

માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે આદિવાસી અગ્રણીઓ (૧) શ્રી પુનમચંદ સી.બરંડા, ભીલોડા (૨) શ્રી જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર (૩) શ્રી પરેશભાઈ વસાવા, ઉચ્છલ (૪) શ્રી બાબુભાઈ ચોર્યા, આહવા-ડાંગની નિમણૂક કરવામાં આવી છે. માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા નવ નિયુક્ત ડિરેક્ટરોને અભિનંદન પાઠવી શુભેચ્છા આપવા...

અમદાવાદમાં AMTSની 100 બસ અને ખાનગી 700 બસ

એમદાવાદ શહેરી બસ સેવા AMTS પ્રાયવેટ ઓપરેટરોની બસોનું મોટાપ્રમાણમાં ફ્લીટ હોવાથી હવે મૂળ કામ પ્રાયવેટ બસોનું નિયમિત સંચાલન થાય, તેનું યોગ્ય મોનીટરિંગ થાય એ જ રહેવા પામેલ છે. આનો સીધો અર્થ એ થયો કે ખાનગી કોન્ટ્રાકટરોની બસોનું સંચાલન કરવા સિવાય એએમટીએસ જેવી એક જમાનાની નમૂનારૃપ સંસ્થા પાસે બીજું કશું જ કરવાનું રહેતું નથી. એક સમયે જે શહેરમાં સિટીબસ શ...

ભારત માલા સંપૂર્ણ રદ કરો નહીંતર વડાપ્રધાન મોદીનો બહિષ્કાર

ભારતમાલા પ્રોજેક્ટ સંદતર રદ નહીં થાય ત્યાં સુધી તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવા વાંસદા ખાતે મળેલી ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સાથે ૩૦મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનો બહિષ્કાર કરવા પણ ખેડૂતોને અપીલ કરાઈ છે. ભારતમાલા પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાનાં લગભગ ૬ર જેટલા ગામોની મહામુલી ફળદ્રુપ જમીન જઈ રહી હતી. તેના વિરોધમાં વાંસદા ખાત...

આદિવાસીઓની પડતર ૧૦ માગણીઓ અંગે રજૂઆત

કેવડિયા ખાતે રેલી કાઢીને 10 પડતર માંગણી કરવામાં આવી છે. (૧) પુનઃ વસવાટ નહી, વિકાસના ભાગીદાર બનાવો. (૨) પડતર જમીનો મુળ ખેડૂતના વારસદારોને પરત મળે. (૩) પંચાયત રેડમાં જેના મકાનો છે તેને અલગ કુટુંબ ગણી પ્લોટ આપવા. (૪) રોડની બાજુથી ગામ તરફની જમીનો વારસદારોને પરત મળે. (૫) જે જમીનો ઉપર બાંધકામ થયું છે તેવી જમનોની સામે જમીન ખરીદી શકાય તેટલું વતળર જાહેર કરવ...

વાંચન અને વાંચનાલય ઘટતા સાહિત્યની ઉઠાંતરિ વધી

વાંચનની ટેવ તો ઘટી જ રહી છે પરંતુ, સામાન્ય નાગરીકો પણ પોતાના ઈતિહાસ ગ્રંથોથી દૂર થઈ રહ્યા છે. કટ કોપી અને પેસ્ટની વૃત્તિ વધતા ગુજરાતી જનમાનસ મૌલિક સર્જનને બદલે સાહિત્યિક ઉઠાંતરી પ્લેજિયારિઝમ વધી રહ્યુ છે. એટલું જ નહીં, રાજ્યના શિક્ષણ વિકાસનો આંક પણ ૮માં સ્થાને સરકવા પાછળનું એક પરીબળ પણ સ્કૂલોમાં ગ્રંથપાલોની ગેરહાજરી છે. રાજ્યની સેંકડો સ્કૂલો, કોલેજ...

અમદાવાદા કોંગ્રેસમાં જૂથબંધી વચ્ચે લોકસભાની કાચી યાદી તૈયાર

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. બેઠકમાં અમદાવાદ શહેરમાં ચાલી રહેલી જૂથબંધીનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા આગેવાનો સામે હજુ સુધી પગલાં લેવાયા ન હોવાનું જણાવાયું હતું.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની કાચી યાદી તૈયાર કરી દેવાઈ છે. કકળાટને ભૂલી જાવ અન...

ગુજરાતમાં 2 હજાર નવા સાહસ બે વર્ષમાં શરૂં થશે

ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી ર૦ર૦ સુધીમાં રાજ્યમાં ર૦૦૦થી વધુ નવા સ્ટાર્ટઅપ હશે.  રૂ. ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડી છે. અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ થયો હતો. આ કન્વેન્શનમાં દેશભરના રાજ્યોના ૧૦ હજારથી વધુ યુવા છાત્રો ૭૦ થી વધુ વિવિધ સ્પર...

27 આદિવાસી ધારાસભ્યોનું દબાણ, વિધાનસભામાં બોલો નહીંતર રાજીનામું આપો

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ 18 જાન્યુઆરી 2019થી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રમાંં કેવડિયા સહિતના આદિવાસીઓના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા આદિવાસી ધારાસભ્યો સમક્ષ માંગણી કરી છે. જો ભાજપ સરકાર ચર્ચા ન કરે કે અધ્યક્ષ મંજૂરી ન આપે તો વિધાનસભાનો બહિસ્કાર કે રાજીનામાં આપી દેવા 27 આદિવાસી ધારાસભ્યો ને અપીલ કરી છે. છોલ્લા લાંબા સમયથી આદિવાસી સમાજ ગુજરાતમ...