Saturday, August 8, 2026

બુલેટ ટ્રેનના કારણે જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે પ્રેર...

દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે આજે જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુ ને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ જેટ્રોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. જેટ્રોના કારણે ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ માટે...

નેધરલેન્ડના સૌર પેનલ ક્ષેત્રે સમજૂતી કરારો થયા

નેધરલેન્ડના બિઝનેસ ડેલિગેશનની બેઠકમાં નેધરલેન્ડની જુદી જુદી કંપનીઓએ કૃષિ અને બાગાયત ક્ષેત્રે, તબીબી સુવિધા અંગે રાજ્યના સંલગ્ન વિભાગ સાથે તેમજ વેસ્ટ ટુ એનર્જી અને સ્માર્ટ સિટી માટે વડોદરા મહાનગરપાલિકા સાથે ઉપરાંત પવન ઊર્જા અને સૌર પેનલ ક્ષેત્રે રાજ્યના ઉર્જા વિભાગ સાથે સમજૂતી કરારો કર્યા હતા. ગુજરાત અને નેધરલેન્ડના મજબૂત આર્થિક સહયોગથી ગુજરાત રા...

દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકાયો

ગાંધીનગરમાં દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુકાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત યોજાયેલ ગ્લોબલ ટ્રેડ શોમાં ડોમ નંબર-૧માં ‘‘ઓટોમોબાઇલ, ઈ-વ્હિકલ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ’’ વિષયક ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ થીમ પેવેલિયન છે. પેવેલિયનમાં મારુતિ સુઝુકી, હોન્ડા, જેટ્રો તેમજ યુનાઇટેડ આરબ અમીરાત, ઉઝબેકિસ્તાન, પોલેન્ડ, હો...

અમદાવાદમાં શોપીંગ ફેસ્ટીવલનો પ્રારંભ

અમદાવાદના વેપારીઓએ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઉભી કરી છે. નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તે માટે સરકારે અનેક છુટો આપી છે. જેમાં શોપ એક્ટ નિયમ મુજબ એક વાર પરવાનો લીધા બાદ કાયમી ચાલે તેવો નિર્ણય કરાયો છે. જેવી અનેક સરકારી અડચણો દુર કરી છે. આયોજીત ૧૨ દિવસીય અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજીત શોપીંગ ફેસ્ટીવલની વિશેષતા એ છે કે તેમાં પાથરણાથી મો...

સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી

રાજ્ય સરકાર જીવન વીમો આપી શકે છે, પરંતુ ખાવાનું આપી શકતી નથી. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે  પૂરતું ખાવાનું મળતુ નથી. તેથી તેઓ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. આજે સરકાર દર મહિને આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ત્રીસ હજાર બાળકો એવા છે કે જેમને ખાવાનું ન મળતા તેઓ કુપોષિત થઇ ને પોતાનું શરીર બરબાદ કરી રહ્યા છ...

પડતર કેસોમાં કોઈ પગલાં નહીં

રાજ્યમાં 6 માસથી વધુ પડતર કેસોમાં અધિકારીની નિષ્કાળજી સામે આવશે તો તેવા પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય પગલાં લેવાશે એવું ડીજીપીએ જાહેર કર્યું હતું. ત્યાર બાદ આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુન્હાના પેન્ડિંગ અને યોગ્ય કારણો વગર છ માસથી વધુ સમયથી પડતર હોય તેવા કેસો ની અંદર તપાસ કરનાર અધિકારી એ દાખવેલી નિષ્કાળજી સા...

સરકારી મિલ્કત જપ્ત કરવા કોર્ટે આદેશ કર્યા પણ સરકારે કોઈ નીતિ ન બનાવી

ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમ એવી ઘટના બની કે ગાંધીનગરની કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા સરકારી ઓફીસ ની સરકારી મિલ્કત જપ્ત કરવાના હુકમો કરવા પડ્યા. અદાલતે તો આદેશ કર્યા પણ સરકારે હવં પછી આવું ન થાય તે માટે નીતિ જ બનાવી નથી. ખેડૂતો માટે સંવેદનશીલ હોવાની ભાજપ સરકાર ની વાતો પોકળ સાબિત થઇ અને ગુડ ગવર્નન્સ ના લીરેલીરા હોય તેવી પ્રથમ આ ઐતિહાસિક ...

ગાંધીનગરમાં જ પીવાનું પાણી શુદ્ધ નથી

સમગ્ર ગુજરાત રાજ્યને ભરડામાં લઈ રહેલાં સ્વાઈન ફ્લુનાં કારણે પાટનગરમાં જ 15 કેસ થવા છતાં ઘેરી તંદ્રામાં રહેલાં સરકારી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગરને પુરાં પાડવામાં આવતાં નર્મદા કેનાલના પાણીનું પૂરતાં પ્રમાણમાં યોગ્ય રીતે ક્લોરીનેશન થતું નથી. આ ઉપરાંત બોરમાંથી લેવામાં આવતાં ઘટતાં...

રાણકીવાવની પ્રવેશ ફી સતત બીજી વખત વધારી સવલતો નહીં

25ના રૂ.40 અને વિદેશી માટે રૂ.600 કરાયા 8 ઓગસ્ટના રોજ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા રાણકીવાવ અને મોઢેરાના ટિકિટના દર ભારતીય માટે રૂ.15થી વધારીને રૂ.25 કરાયા હતા જ્યારે વિદેશી પ્રવાસી માટે રૂ.200થી વધારી રૂ.300 કરાયા હતા તે વખતે રાણકીવાવની એ કેટેગરીમાં દરખાસ્ત થયેલ હોવાથી ટિકિટના દર વધવાની સંભાવના જણાવાઈ હતી હવે રાણકીવાવ 19 સપ્ટેબર 2018થી ...

શાળામાં મેદાન નથી અને ખેલાડીઓની સિધ્ધિમાં જસ ખાટતી સરકાર

ડાંગની દોડ વિરાંગના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યા બાદ ગુજરાત સરકાર સતત દાવો કરી રહી છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ રમત ગમતમાં નંબર વન છે. પણ રાજ્ય સરકાર આવા સ્પોર્ટ્સમેનને ખરા અર્થમાં આંતર માળખાકીય સુવિધાઓ આપવામાં પાછળ છે. 7307 સરકારી શાળાઓ અને 2302 ખાનગી શાળાઓ પાસે રમત -ગમતનું મેદાન સરકારે આપ્યું નથી. દરેક સરકારી અને ખાનગી શાળામાં મેદાન હોવું...

દીપક ગિરિ બાપુએ દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા

આ છે ભૂપત ગિરિ (બાપુ) વન રક્ષક આમ તો બાપુ વિશે જેટલું કહીએ એટલું ઓછું.મિત્રો વર્ષો થી જામવાળા રેન્જ ની આજુ બાજુ માં નોકરી કરતા બાપુ ને જંગલ માં ઘણા જોખમ નો સામનો કરવો પડ્યો આજ સુધી માં અસંખ્ય દીપડા ને રેસ્ક્યું કર્યા ઘણા દીપડા અને સિહ ને પોતાનો જીવ જોખમ માં નાખી ને બચાવ્યા છે એ પછી કોઈ ખાડી હોય કે કૂવો બાપુ તેમાં ઉતારવા તરત તપ્તર હોય મિત્રો થોડા વર...

ભાજપના ધનસુખ ભંડેરીએ બે સિંહ બાળને હાથમાં લઈને ફોટો પડાવ્યો હતો

ધનસુખ ભંડેરી રાજકોટ ભાજપના નેતાઓના માનીતાં છે. તેથી તેમને ગુજરાત ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિમણૂંક આપી હતી. તેઓ ગીર જંગલમાં ગયા હતા ત્યારે સિંહ સાથે સેલ્ફી લીધી હતી. જે કાયદા વિરુદ્ધ હતું. છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તેમને સિંહ સાથે રમવાનો પીળો પરવાનો આપવામાં આવ્યો હોય તેમ ગીરમાં ફોટો પડાવ્યો ...

ટાટા નેનો બાદ ફોર્ડ કંપની પણ બંધ થાય તેવી શક્યતા

દિલીપ પટેલ વાહનોમાં આવી રહેલાં ફેરફારોના કારણે પુરતું ઉત્પાદન નહીં કરી શકતી સાણંદની ટાટા નેનોનું ઉત્પાદન બંધ કરી દીધા બાદ હવે સાણંદની ફોર્ડ કંપની પણ પોતાનો પ્લાન્ટ બંધ કરી રહી છે. જે હવે માત્ર બેંગલોર પ્લાન્ટ ચાલુ રાખશે. હાલ રોજ 452 કાર ફોર્ડ ફેક્ટરીમાં બની રહ્યાં છે. ઓટોમેટિક પ્લાંટ હવે મહિન્દ્રા કંપનીને ચલાવવા માટે આપવામાં આવે તેવી વાતચીત ચાલી ર...

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ઓડિયો ધમકીમાં કોઈ પગલાં...

BJPના સાંસદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઈરલ, કોન્ટ્રાક્ટરનાં ટાંટિયા ભાંગી નાંખવા કરી વાતચીત કરીને ધમકી આપી હતી તે પ્રકરણમાં કંઈ જ થયું નથી. ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે તે...

વડોદરાની કંપનીના કેમિકલ વેસ્ટનું કૌભાંડ પકડાયું

છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણ માફિયાઓ બહારના જિલ્લા માંથી કેમિકલ વેસ્ટ લાવી ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર નિકાલ કરે છે. આ રેકેટ ને પર્દાફાશ કરવા પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમે માહિતી ભેગી કરી હતી. એક આઇસર ટેમ્પો ને જ્વલંતશીલ-હાઇલી એસિડિક કેમિકલ-રેસિડયું ભરેલા ડ્રમ્સ સાથે પકડી પાડયો હતો. ગેરકાયદેસર નિકાલ કરવા અર્થે વડોદરા નંદેસરીથી ડ્રમ્સમાં કેમિકલ વેસ્...