Saturday, August 8, 2026

સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૪-૧૫ કિલોમીટર સુધી નર્મદાના પાણી

અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલા લોલીયા, ફેદરા અને આસપાસના સૂકાભઠ્ઠ વિસ્તારોમાં ૧૫ કિલોમીટર વિસ્તારમાં નર્મદાના પાણી વહેતા થયા છે. શાખા નહેરમાંથી વધારાના નર્મદાના પાણી એસ્કેપ દ્વારા લોલીયા પાસેથી પસાર થતી ઓમકાર નદી અને ભોગાવો નદીના જંકશન પાસે આવેલા હયાત ચેક ડેમ પાસે મોટો માટીનો પાળો સિંચાઇ વિભાગ દ્વારા બાંધી દેવાતા હજી હમણાં સુધી સૂકીભઠ્ઠ રહેલી ...

નલિયાકાંડમાં ભાજપના નેતાઓ સેક્સથી સત્તા સુધી પહોંચતા હતા

કચ્છના નલિયામાં ભાજપના નેતાઓ માટે યુવતિઓ પુરી પાડીને સત્તા સુધી પહોંચવા અને સત્તા ટકાવી રાખવા માટે રાજકીય ખેલ ખલવામાં આવ્યા હતા. Feb 19, 2017 અત્યાર સુધી કચ્છનું અનુપમ ચિત્ર દુનિયા સમક્ષ મૂકીને ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ એમ કહેવાતું હતું પણ હવે સમગ્ર કચ્છને કાળી ટીલી લગાડનારું કૃત્ય નાનકડાં નલિયા ગામમાં થયું હોવાનું બહાર આવતા લોકો કટાક્ષમાં...

લાફો મારનાર અને ધારાસભ્યને જાહેરમાં રડાવનાર સામે ભાજપે કોઈ પગલાં ન લીધ...

એક મહિલા ભાજપના યુવાનોએ કરેલા અપમાનથી રડી પડ્યાં હતા તો બીજા એક મહિલાએ ભાજપના કાર્યકરને લાફો મારી દઈને તેની શાન ઠેકાણે લાવી હતી. આમ ભાજપની બે મહિલાઓના જુદા રૂપ જોવા મળ્યા હતા. આ બન્ને ઘટનાઓ ઉપરાંત પોતાના ઉમેદવારને હરાવનારાવવા બળવો કરવાની ઘટનાઓને એક વર્ષ કરતાં વધું સમય થયો હોવા છતાં આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. ભાજપે શરૃ કરેલાં મહાસંપર્ક ...

ખેડૂતોને માત્ર બે હેક્ટર સુધી સહાય એ ક્રૂર મશ્કરી

મોરબી જીલ્લાના તમામ પાંચ તાલુકામાં ઓછા વરસાદને પગલે પાંચેય તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી જરૂરી સુવિધા આપવાની માંગ છતાં મોરબી અને ટંકારાને અછતગ્રસ્ત જાહેર ના કરીને ખેડૂતોને બે હેક્ટર સુધી સહાયની જાહેરાત એ ખેડૂતોની મશ્કરી સમાન હોવાનું જણાવીને ધારાસભ્યએ પ્રહારો કર્યા હતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબી તાલુકામાં રૂ ૬૩૦૦ અને ટંકારા ...

કચ્છ લોકસભાથી મોરબી અગલ થવા માંગે છે

કચ્છ લોકસભા વિસ્તાર સેસ્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે. મોરબીને છેલ્લા ૧૦ વર્ષથી કચ્છ લોકસભાની સાથે જોડવામાં આ...

ધારાસભ્ય મેરજાએ રાત્રીસભામાં લોકોના પ્રશ્નો સાંભળ્યા

મોરબીના નવલખી રોડ પર આવેલી બોડાસર વાડી વિસ્તારના પીવાના પાણી, સિમેન્ટ રોડ, પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂર્વ સહિતના પ્રશ્નો ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તે વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં રાત્રી બેઠક યોજી હતી જેમાં સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના પ્રશ્નો તાકીદે ઉકેલવાની માંગ કરી હતી તેમજ સિમેન્ટ રોડ પૂર્વે ડ્રેનેજ અને અન્ય અધૂરા કામ પૂર્ણ કરવાની...

ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાશે

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે જે ડાન્સ કોમ્પીટીશન આગામી તા. ૨૭-૦૧-૨૦૧૯ ને રવિવારના રોજ ટાઉન હોલ મોરબી ખાતે સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આયોજિત ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ ફોર્મ ભરેલ હોય તેને ૧૦ જાન્યુઆરી સુધીમાં ઓફ...

સિરામિક પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે દિલ્હીમાં રજૂઆત

મોરબીનો સિરામિક ઉદ્યોગ પાયાના પ્રશ્નો ઉપરાંત નેચરલ ગેસના ભાવો, કોલગેસ સહિતના પ્રશ્નોથી પરેશાન હોય તે ઉપરાંત એન્ટી ડમ્પિંગ ડયુટીનો પ્રશ્ન પણ ઉકેલાયો ના હોય જે મામલે તાજેતરમાં સિરામિક એસો પ્રમુખ સહિતના અગ્રણીઓએ દિલ્હીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મુદે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી જીસીસી દેશોમા સિરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંમ્પીંગ ના લાગે તે માટે રજુઆત કરવા મ...

સરકારી શાળામાં તાળાબંધી

હળવદના અમરાપર ગામની સરકારી શાળામાં આજે શિક્ષકોની ઘટ હોવાથી નારાજ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી અને એક શિક્ષિકાને અન્ય ગામમાં ચાર્જ સોપવામાં આવતા શિક્ષિકાને પરત કરવાની માંગ કરી રહ્યા છે સરકારી શાળામાં શિક્ષણ કાર્ય રામ ભરોસે ચાલી રહ્યું છે ભણશે ગુજરાત જેવા સોનેરી સુત્રો આપતી સરકાર સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો ફાળવી સકતી નથી અને હળવદ તાલુકાના ગ્ર...

અબજોના બેનામી વ્યવહારો ઝડપાયા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં થતી કરચોરી રોકવા માટે આઈટી ટીમ દ્વારા સતત ઓપરેશન કરવામાં આવતા હોય છે જેમાં આજે સવારથી રાજકોટ આઈટી કમિશ્નરના માર્ગદર્શન હેઠળની ટીમે સર્ચ ઓપરેશન શરુ કર્યું હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી મળી છે રાજકોટ આઈટી વિભાગના કમિશ્નર ગોપીનાથના માર્ગદર્શન હેઠળની ટીમોએ આજે મોરબીમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું છે જેમાં સુત્રોમાંથી પ્રાપ્ત...

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારોની વરણી

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જે નવી ટીમ સાથે પ્રદેશ મહામંત્રીએ આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને આગામી દિવસોમાં યોજાનાર સંપર્ક યાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી Middle Post Content આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મોરબી જી...

પત્રકાર ભાનુભાઈ શુક્લના પુત્રએ અમેરિકામાં વિયોગ કથા લખી

હમણાં અમેરિકાના ખ્યાતિપ્રાપ્ત ઉદ્યોગપતિ રાહુલ શુકલ ગુજરાતમાં છે, એમની પિતૃતર્પણ જેવી સ્મરણકથા ‘વિયોગ’ આમ તો ડોક્યુનોવેલની કક્ષામાં આવે તેવી કૃતિ છે. પિતા ભાનુભાઈ શુક્લ પત્રકાર સુરેન્દ્રનગરના જાહેરજીવનની અગત્યની વ્યક્તિ અવસાન પામે છે એની આસપાસની વેદનાભીની વાતો, સ્મરણો રાહુલભાઈ આ ‘વિયોગ’માં પ્રયોજે છે. પિતા ‘સમય’ (સાપ્તાહિક) ચલાવતા. એટલે લેખકના મનમાં...

જૂનાગઢમાં ભરત વન છે પણ ત્યાં કોઈ જતું નથી

જૂનાગઢનો ગિરનાર ચડતા પ્રવાસીઓ પૈકી ૯૦ ટકાની ગિરનાર સફર અંબાજી અને બહુ બહુ તો દત્ત શિખરે જઈને અટકી જાય છે. હકીકતે ગિરનારમાં તો જોવા-ફરવા-માણવા જેવાં અનેક સ્થળો છે, જેમાંના એક સ્થળનું નામ છે, ભરતવન. ગિરનારના પાછળના ભાગે આવેલા ભરતવન સુધી જવાની અલગ સીડી છે, જે તળેટીમાંથી જ નોખી પડી જાય છે. માન્યતા પ્રમાણે રામાયણ કાળમાં રામની શોધમાં જતી વખતે ભરતે અહીં વ...

કચ્છએ ફિલ્મો માટે કલાનગરી છે : મલ્હાર ઠાકર

ગુજરાતી ફિલ્મના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરએ રણોત્સવમાં તેની આગામી ફિલ્મ સાહેબના પ્રમોશન સમયે કચ્છના ભરપેટ વખાણ કર્યા હતા. મલ્હાર ઠાકરએ જણાવ્યું કે,કચ્છએ કલાનગરી છે.અને ભવિષ્યમાં પોતાની એક ફિલ્મ સંપૂર્ણપણે કચ્છમાં શૂટ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.આ ટાંકણે મલ્હારે કચ્છના લોકોને પ્રેમાળ અને સાદગીપૂર્ણ કહ્યા હતા. વર્ષ ૨૦૧૯માં ફેબ્રુઆરીમાં રજૂ તેની...

એટીએમ મશીનમાં સ્કીમર લગાવી કાર્ડનું કલોન કરતાં ઝડપાયા

05/01/2019 સાબરકાંઠાના પ્રાંતિજમાં એટીએમ મશીનમાં સ્કીમર લગાવીને એટીએમ કાર્ડનુ ક્લોન કરીને છેતરપીંડી આચરતા બે શખ્શોને પોલીસે ઝડપ્યા છે, બંને હરીયાણાના શખ્શોએ અત્યાર સુધીમાં અનેક સ્થળોએથી એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપીંડી આચરી હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. શાંતનુ શર્મા અને સંદીપ કૌશીક નામના બંને શખ્સોએ અત્યાર સુધીમાં ૧૨૦ જેટલા એટીએમ કાર્ડ ક્લોન કર્યા છે...