ડીસામાં યોગ મહોત્સવમાં ૧૫૦૦ લોકોએ ભાગ લીધો
04/01/2019 પાંચ દિવસ સુધી યોગગુરુ શૈલેષજી રાઠોડ દ્વારા યોગ, ધ્યાન પ્રાણાયામના પાઠ શીખવશે. સારા સ્વાસ્થ થકી સુંદર વિશ્વનું નિર્માણ : યોગ ગુરુ શૈલેષજી રાઠોડ ડીસા ખાતે આવેલ સ્પોર્ટસ કલબના વિશાળ પ્રાંગણમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડીસા દ્વારા યોગ મહોત્સવનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ઈન્ટરનેશનલ યોગ ટ્રેનર માનનીય ગુરુજી શૈલેષ...
જિલ્લા કલેક્ટર સાથે બટાટાના વેપારીઓની બેઠક
ડીસા સહિત જિલ્લામાં બટાટાના ભાવમાં છેલ્લા ચાર વર્ષથી મહામંદી પ્રવર્તી રહી છે. તેથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના માલીકો અને વેપારીઓ દેવાદાર બની ગયા છે તેમ છતાં બેંકોના સત્તાધીશો જાહુકમી દાખવતા તેમણે કલેક્ટર સમક્ષ રાહતની ગુહાર લગાવી હતી. જેથી કલેક્ટરે આજે શનિવારે તેમની સાથે બેઠકનું આયોજન કર્યુ છે.
બટાટાના ભાવમાં છેલ્લા ચાર વર્ષથી મંદી પ્રવર્તે છે તેથી ક...
ક્ષતિગ્રસ્ત શાળાના ઓરડાઓમાં ભૂલકાઓ શિક્ષણ મેળવવા મજબૂર
બહુચરાજી તાલુકાના અતિ પછાત અને ૧૦૦ ટકા બક્ષીપંચની જનસંખ્યા ધરાવતા સુજાણપુરા ગામે ચાલતી પ્રાથમિક શાળામાં જર્જરીત બની ગયેલા ઓરડામાં બેસી ભૂલકાઓ આજે પણ ભયના ઓથાર નીચે શિક્ષણ મેળવી રહ્યા છે. આ ગામે શાળાના છ ઓરડા પૈકી ચાર ઓરડા ક્ષતિગ્રસ્ત હોઇ તેમાં બાળકોને ન બેસાડવા માટે તાકીદ કરવામાં આવી છે પરંતુ ગામમાં અભ્યાસ માટે અન્ય સુવિધા ન હોવાને કારણે આજે પણ પડવ...
વિદ્યાર્થીઓને પક્ષી બચાવા પ્રેરિત કરવામાં આવ્યા
શનિવાર ના રોજ રોટરેક્ટ ક્લબ ડી એન પી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ અને રોટરેક્ટ ક્લબ રસાના કોલેજ દ્વારા આજ રોજ scw સ્કુલ અને સરદાર પટેલ સ્કુલ માં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત રોટરેક્ટ ક્લબ ડી એન પી આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેંજ ના પ્રમુખ પ્રજાપતિ ચંદ્રેશ મોહનભાઇ અને રોટરેક્ટ ક્લબ રસાના ના પ્રમુખ જીગર ટાંક અને નાનકભાઇ ઠક્કર ,વિક્રમભાઈ ઠક્કર ,મનોજભાઈ ત્રિવેદી ,પ્...
થરા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી કૌભાંડ
ગત સાલ કાંકરેજ તાલુકામાં ઘોડાપૂરે કૃષિમાં ભારે તારાજી સર્જી હોવા છતાં રાજસ્થાન અને આજુબાજુના વિસ્તારમાંથી મગફળી લાવીને કાંકરેજ તાલુકાના ખરીદી કેન્દ્રો પર વેચાણ થયું જેમાં તંત્રની ભાગીદારીને રાજકીય ઈશારો કામ કરી ગયાના આક્ષેપો થયા હતા. આ હાલમાં કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. જેમાં ખેડુતોની ઉઘાડી લુંટ અને...
છોટાઉદેપુરમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 2 ના મોત પછી દીપડો પકડાયો
January 6 છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. બે દિવસ પહેલા દીપડાના હુમલામાં આધેડ ખેડૂત બલુભાઈ રાઠવા ના નિધન બાદ આજે બે બાળક ને દીપડાએ શિકાર બનાવ્યા છે. જેમાના એક 2 વર્ષના બાળક નું મોત થયું છે. પાવીજેતપુર ના કલારાની પંથકમાં એક માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. બે દિવસમાં બે માનવી ના જીવ લીધા બાદ પણ દીપડો અત્યારસુધી પા...
12 હજાર સરપંચોના હક્કની લડાઈ
ગુંગી સરકાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ગુજરાતના 12 હજાર જેટલાં સરપંચો પોતાના હક્ક માટે 10 મહિના જેવા લાંબા સમયથી લડાઈ લડી રહ્યાં છે. સરપંચોને એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર એક-એક કરીને તેમના હક્ક છીનવી રહી છે. તે પરત આપવા માટે સરકાર સમક્ષ માંગણી કરી હતી. સરકારે તેનો કોઈ ઉકેલ લાવી નથી. તેઓ એવું માને છે કે, સરપંચો હવે રાજ્યપાલની જેમ શોભાના ગાંઠી...
અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે બીજા શંકરસિંહ બની રહ્યાં છે
રાજનીતિનો અધ્યાય – દિલીપ પટેલ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેને પરેશાન કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પર હવે તેને કોઈ વિશ્વાસ રહ્યો નથી. એવું ગુજરાતી ટીવી ચેનલ પર જાહેરાત 8 જાન્યુઆરી 2019માં કરી છે. પોતાને સન્માન મળે અને તાકાત છે તે પ્રમાણે પ્રતિનિધિત્વ મળે એવી માંગણી તેમણે કરી છે. તેમણે કોંગ્રેસના હીતની ઓછી પણ પોતાની જ્ઞાતિની વાતો વધારે કરી છે. તેમનો...
સવર્ણોને અનામત કેન્દ્ર સરકારે આપી
હાર્દિક પટેલ અને બીજા તેમના સાથીદારોએ પાટીદારોને અનામત આપવાનું આંદોલન શરૂ કર્યું તેમાં પહેલાં આનંદીબેન પટેલની સરકારે 10 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરવી પડી હતી. ત્યાર બાદ હવે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, જે હાર્દિક પટેલની જીત માનવામાં આવી રહી છે. હાર્દિક પટેલે આર્થિક અનામત આપવાની આનંદીબેન પટેલની જાહેરાતને લોલીપોપ ગણીવી હતી. હવે કેન્દ્ર સરકારે તે જ...
શંકર ચૌધરી જુઠ્ઠું બોલતા પકડાયા, પોલીસને તેમણે જાણ કરી ન હતી
સફેદ દૂધ, સફેદ જુઠ – દિલીપ પટેલ શંકર ચૌધરીની બનાસ ડેરીએ પોતાના નામ વગર પણ તેમને મેઈલ પરથી કેટલાંક પત્રકારોને છાપાઓને એક નિવેદન મોકલી આપ્યું હતું. તેમા એવો દાવો કરાયો હતો કે, દૂધ કૌભાંડમાં ડેરીએ ફરિયાદ નોંધાવી છે. પણ ખરેખર તો ડેરીનું દૂધ ગુમ થતું હતું તે પોલીસે પકડી પાડ્યું હતું. બનાસ ડેરીએ ત્યારે કોઈ ફરિયાદ કરી જ ન હતી. વળી, જે ફરિયાદ થઈ છે તે ત...
6 મહિનાથી દૂધ ચોરી થતું હતું છતાં શંકર ચૌધરીને ખબર ન પડી
બનાસ ડેરીમાંથી ટ્રેનના ટેન્કરોમાં દૂધ ભરીને હરિયાણાના ભગોલાના ચીલીંગ પ્લાંટમાં લઈ જવામાં આવે છે. જ્યાંથી ટેન્કર દ્વારા હરિયાણાના ફરીદાબાદ જિલ્લા મથકે અમૂલ ડેરીના પ્લાંટમાં દૂધ લઈ જવાય છે. ફરીદાબાદ ડેરીમાં ટેન્કર દ્વારા દૂધ લઈ જવાતું હતું પણ તે અંદર ગયું હોવાનો રેકોર્ડ ઊભો કરીને તે ભરેલું પરત કાઢી લાવવામાં આવતું હતું. આમ 1.25 કરોડ રૂપિયાનું દૂધ ડેર...
રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો નર્મદાના મુખ પ્રદેશમાં પ્રથમ વખત મળી આવ્યો
રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો (ઓક્ટોપસ) કચ્છના અખાતમાં ટાપુ પર જોવા મળે છે પણ હવે તે નર્મદા નદીમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો છે. વિશ્વની 7 મોટી નદી પૈકીની એક એવી નર્મદા નદી સરદાર સરોવરના કારણે આ વર્ષે સુકાઈ ગઈ છે. તેથી નદી ખારી બની ગઈ છે. તેથી હવે દરિયાના પ્રાણીઓ નર્મદા નદીમાં આવીને પોતાનું અસ્તિત્વ બતાવી નવા વિસ્તારોમાં આવી રહ્યા હોવાનું તે પ્રમાણ માનવામાં...
ધોલેરામાં ધોળા દહાડે સરકારી ધાડ, ખેડૂતોએ ત્રીજી વખત આંદોલન કર્યું
જમીન આંદોલન – દિલીપ પટેલ 2011થી 22 ગામના ખેડૂતો ધોલેરા બચાવો માટે આંદોલન કરી રહ્યા છે. જેનું ત્રીજા તબક્કાનું આંદોલન એક મહીનાથી ખેડૂતોએ શરૂ કર્યું છે. બાઈક રેલી કાઢી હતી. દરેક ગામમાં ખાટલા પરિષદ કરીને ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે તેની તમામ વિગતો આપવામાં આવી રહી છે. ધંધુકા પ્રાંત અધિકારીની કચેરી સામે સૂત્રચ્ચર કર્યા હતા કે, ‘સર હટાવો ભાલ બચાવ...
જયંતી ભાનુશાળીની હત્યામાં રહસ્ય શું ? તેની સાથે બનેલી ઘટનાઓ ઘણું કહી જ...
રાજકીય હત્યાનું રાજકારણ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કચ્છ ભાજપ માટે બળાત્કારની ભૂમિ બની ગયું હતું. પણ કચ્છ હવે ભાજપ માટે ખૂની ભૂમિ બની ગઈ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેની પાછળ રાજકીય ભૂમિકા જણાય છે. જેમાં જયંતીના હરીફ ઉપરાંત બળાત્કાર અને ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુ...
ગૌચર પર પશુઓ સાથે દેખાવો, વર્ષે 50 ગૌચર સરકાર ખાઈ જાય છે
ગાયનું રાજકારણ – દિલીપ પટેલ હજારો પશુ સાથે જેટકો કંપની સામે દેખાવો, વર્ષે 50 ગામનું ગૌચર પૈસાદાર આખલા ચરી જાય છે 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે કલેકટરે ફાળવી દેતા માલધારીઓએ ભારે વિરોધ કર્યો છે. ચરખા ગ્રામ પંચાયતે વિરોધ કરીને કહ્યું છે કે, આ જમીન ગૌચરની હોવાથી ફાળવી ન શકાય. માલધારીઓ તેમના હજારો પશુઓ સાથે ગૌચ...

English