ડાયરામાં રૂપાણીના પ્રધાને રૂપિયાનો વરસાદ કરતા વિવાદ
છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં યોજાતા ડાયરામાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ રૂપિયાનાં વરસાદનાં કારણે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. રાજકોટ યોજાયેલા એક ડાયરામાં રૂપિયાનાં વરસાદ કરવામાં રાજ્યનાં મંત્રી જયેશ રાદડિયાએ પૈસા ફેંક્યા હતા. તેથી તેમની ચારે બાજુ ટીકા થઈ રહ્યાં છે. તે ભારતના લોકોના સ્વમાનનું ચલણ છે કોઈ મોત મસ્તીનું પ્મારદર્ટેશન કરવા માટે રૂપિ...
સાપનું વેચાણ કૌભાંગ પકડાયું
સાબરકાંઠાના રાયગઢના વન વિભાગે સાપની તસ્કરીના રેકેટને ઝડપી પાડ્યું છે. આ તસ્કરો રાયગઢનાં જંગલમાંથી સાપ પકડી મુંબઈમાં વેચતા હતા. પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી ત્રણ ઝેરી સાપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે સાપના 500 ગ્રામ ઝેરની કિંમત 50 લાખ હોવાથી આરોપીઓ સાપની તસ્કરીનું કામ કરતા હતા.
હિંમતનગરની રાયગઢ રેન્જે બાતમીના આધાર...
દોઢસો વર્ષ જૂના અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક અપાશે
દેશના પહેલાં હેરિટેજ શહેર અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે રેલવે સ્ટેશન પર પેસેન્જર સુવિધા વધારવાની સાથે કાયાપલટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. તેથી આગામી સમયમાં રેલવે સ્ટેશન પર ઉતરનારા મુસાફરોને હવે હેરિટેજ સિટી જેવો અનુભવ પ્લેટફોર્મ પર જ થશે.
નવો લૂક આપવા માટેનું સંપૂર્ણ આયોજન કરી દેવાયું...
આર્થિક પછાત વર્ગ માટે સહાય વધારવામાં આવી
રાજયના શિક્ષિત યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજય સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ સહાય મેળવવા વાર્ષિક આવક રૂા.૩.૦૦ લાખ હતી તે વધારીને રૂા.૪.૫૦ લાખ કરાઇ છે. તે જ રીતે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્યાજની રૂા.૧૫.૦૦ લાખની લોન અપાય છે. તે માટેની આવક મર્યાદા પણ રૂા.૪.૫૦ લાખ થી વધારીને રૂા.૬.૦૦ લાખ ...
એક વર્ષમાં પશુઓ માટે ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ પશુ-પંખીઓને મદદ કરાઇ...
રાજ્યમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને ૧ વર્ષ પૂર્ણ
કુલ ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ કોલમાં
એમ્બ્યુલન્સ દ્વારા પશુ-પંખીઓને મદદ કરાઇ છે.
પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-૨૦૧૭થી રાજયમાં ૧૯૬૨-કરૂણા એનિમલ ૬-ઓક્ટોબરના-૨૦૧૮ના રોજ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજયભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ૩૭,૬૭૨ ઇ...
રૂ. 24 હજાર કરોડ ગરીબ મેળામાં 1.34 કરોડ લોકોને અપાયા પણ ગરીબી દૂર ન થઈ...
૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી 11મો ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થશે.
ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.
આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ, ૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ ...
ભાવનગરના સેંજળીયા ગામે ગાય સતત 10 વર્ષથી દૂધ આપે છે
ભાવનગરના સેંજળીયા ગામે ગાયનો કિસ્સો આવ્યો સામે, ગાય સતત 10 વર્ષથી આપી રહી છે દૂધ પ્રાણીઓમાં જવલ્લેજ જોવા મળતી હોય છે. જેમાં હોર્મોન્સમાં સર્જાયેલા ફેરફારને લઈ બનતી ઘટના પાલીતાણાના સેંજળીયા ગામની સામે આવી છે. જેમાં એક ખેડૂતને ત્યાં એક ગાય કે જેને આજથી 10 વર્ષ પહેલા એક જ વાર વાછરડીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે આજદિન સુધી સળંગ દૂધ આપી રહી છે....
પેપરલીક મામલે મુખ્ય ષડયંત્ર કારો પકડાયા
એક મહિના પહેલાં લોક રક્ષક દળ ના પેપર લીક મામલે તપાસ ચલાવી રહેલી ગુજરાત પોલીસને સફળતા મળી છે.અને સમગ્ર ષડ્યંત્રનો મુખ્ય આરોપીઓ ને પકડી પર્દાફાશ કર્યો છે.
રાજય પોલીસ વડા શિવાનંદ જહાં એ પત્રકાર પરિષદમાં સમગ્ર કાંડ ના પર્દાફાશ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે 1 મહિના પહેલા ગુજરાત પોલીસમાં 9713 જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે લેવાનારી પરીક્ષાનું પેપ...
રાજકીય લડાઈમાં એઈમ્સ હોસ્પિટલ મોડી મળી, ભાજપમાં હજુ વિખવાદ
એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ફાળવી દેવાતાં ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. વડોદરા અને રાજકોટ વચ્ચે આ હોસ્પિટલ લાવવાની રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફાળવવાના મુદ્દે ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા હતા. ચાર વર્ષ પહેલાં એઈમ્સ ગુજરાતને મળી ગઈ હોત. પણ ભાજપના નેતાઓ અંદરોઅંદર લડતાં રહ્યાં હોવાથી તેને સાડા ચાર વર્ષનો...
રાજકોટમાં બાંધકામનો કાટમાળ ફેંકનારને રૂ. 1 લાખ સુધીનો દંડ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ ભારત મિશન" હેઠળ જનજાગૃતિ અભિયાનની સાથોસાથ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જ્યાં ત્યાં બાંધકામ વેસ્ટ (કાટમાળ) ફેંકનારા લોકો સામે કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલાં બે સ્થળો સિવાય અન્યત્ર બાંધકામ વેસ્ટ ફેંકનારા લોકોને રૂ.50,૦૦૦થી માંડીને રૂ. 1,૦૦,૦૦૦ ...
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પોલીસનું મોરલ તોડવા પ્રયાસ
છેલ્લા 13 વર્ષ થી સમગ્ર દેશ અને ગુજરાતનાચર્ચાસ્પદ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં cbi કોર્ટના આવેલા ચુકાદામાં 22 જેટલા વ્યક્તિઓનો સીબીઆઇ કોર્ટે નિર્દોષ છુટકારો કર્યો છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં દેશવિરોધી તત્વો દ્વારા રાજકીય વલણ અપનાવવામાં આવ્યું હતું જેના કારણે દેશ અને...
રદ થયેલી ચલણી નોટો પકડી પાડતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ
નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન 64 લાખની રદ કરેલી જૂની ચલણી નોટો મૂકી પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે જોકે આ ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી ના સંયુક્ત ઉપક્રમે ભાગી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે નાસતા ફ...
રાજકોટને મળી 750 બેડની AIIMS હોસ્પિટલ
ગુજરાતમાં ઘણા સમયથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની માંગણી હતી, જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેર...
અમદાવાદની દૂધેશ્વર વોટરવર્ક્સની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો સ્લેબ તૂટ્યો
કરવેરા ભરતા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની ગંભીર અને અક્ષમ્ય બેદરકારી બહાર આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની અક્ષમ્ય બેદરકારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એકબાજુ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરીને ઉત્સવો ઉજવી વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે. પરંતુ બીજી બાજુ નાગરિકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યાં છે. બીજીબાજુ કોર્પોરેશનના અધિકારીઓ કેવી...
ગુજરાત યુનિવર્સિટીમાં મીડિયા સાથે પોલીસ અને સિક્યોરિટી સ્ટાફની ગૂંડાગર...
ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI યુનિવર્સિટી હોસ્ટેલ મામલે રજૂઆત કરવા ગઈ હતી. આ રજૂઆતના કવરેજ માટે વિવિધ ન્યૂઝ ચેનલો તેમ જ અખબારી માધ્યમોનાં પત્રકારો પણ પહોંચ્યા હતાં. આ રજૂઆત મામલે જ્યારે મીડિયાકર્મીઓ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. હિમાંશુ પં...

English