એવું શહેર જેને માટે ભાજપે 22 વર્ષથી વચન પાળ્યું નથી
જામનગર શહેરમાં ૧૯૯પ થી ભાજપે વિકાસને નામે દૈનીક પાણી આપવાનો ચુંટણી વચન આપ્યાને આજ રર વર્ષ પછી દૈનિક પાણી આપવાનો લોલીપોપ દેખાડી કદી રોજ પાણી આપેલ નથી માટે રર વર્ષમાં દૈનીક પાણી આપવામાં આવતું નથી. 6 નવેમ્બર 2018માં તેને બરાબર 22 વર્ષ થયા છે. શહેરમાં ગુલાબનગરના ઇ.એસ.આર. બનાવતી વખતે શહેરમાં નર્મદા રથ ફેરવી. નર્મદે સર્વદે આનંદો દુષ્કાળ બની ગયો ભુતકાળ...
’વિકાસ ગાંડો થયો’ પોસ્ટ કરનાર ભાજપ કોર્પોરેટરને ન્યાય ન મળ...
જામનગરમાં 9 સપ્ટેમ્બર 2018માં સોશિયલ મીડિયામાં 'વિકાસ ગાંડો થયો છે' ના મેસેજ વાઇરલ થઈ રહ્યા હતા. વિરોધપક્ષ તેમજ પ્રજા તો ઠીક ભાજપ પક્ષના પોતાના જ કોર્પોરેટર પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ત્યારે જામનગર ભાજપ વોર્ડ નં 5માં સતત પાંચ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર કરશન કરમૂરે પણ ભાજપ સરકારની નિષ્ફળતાઓ વર્ણવી 'આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે' ની પોસ્ટ પોતાના ફેસબ...
જામનગર લોકસભા બેઠકમાં મતદાન ઓછું કેમ થાય છે
જામનગર લોકસભા બેઠક ઉપર ૧૯પ૭ થી ૨૦૦૯ સુધીમાં માત્ર ચાર વખત જ પચાસ ટકાથી વધુ મતદાન થયું છે. એ સિવાય મતદાનની ટકાવારી પચાસ ટકાથી ઓછી જ રહેવા પામી છે. આ બેઠક ઉપરના વિજેતા ઉમેદવારોમાં પ્રથમ સાંસદ એટલે કે, ૧૯પ૧માં જયારે બેઠકનું નામ હાલાર હતું તેના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી હતા. જેમને બિનહરીફ બેઠક મળી હતી. ૧૯પ૭માં બોમ્બે બેઠકન...
જામનગરમાં રાઘવજી ભાજપમાં ગયા પછી કોંગ્રેસની સ્થિતી યથાવત
1 સપ્ટેમ્બર 2017માં ધારાસભ્ય રાઘવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા તેને એક વર્ષ થયું છે. આ જિલ્લામાં કોંગ્રેસે સ્થિતી સુધારવા માટે કોઈ જ પ્રયાસ 6 નવેમ્બર 2018 સુધી કર્યો નથી. તે દિવસોમાં જામનગરના રાજકારણમાં ભૂકંપ થયો હતો. જામમનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ કોંગ્રેસના કાંગરા ખેરવ્યા બાદ આજે જામનગર જીલ્લામાં રાઘવજીભાઈ પટેલનું વાવાઝોડુ ત્રા...
રાજકોટમાં રૂ.8 કરોડનું ‘ઓપો-વિવો’ હોર્ડિંગ્સ કૌભાંડ
રાજકોટ મહાનગરપાલિકામાં કરોડોનાં ઓપો-વિવો હોર્ડિંગ્સનું કૌભાંડને ખુલ્લુ પડાયા બાદ હવે કોંગ્રેસના વિરોધપક્ષનાં નેતા વશરામભાઇ સાગઠીયાએ જાહેર કર્યું હતું કે, રાજકોટ શહેરભરમાં લાગેલા ઓપો-વીવોનાં હોર્ડીંગ જીડીસીઆર કાયદાનો સરેઆમ ભંગ છે. મનમાં ધારે તો નીતિ-નિયમોને નેવે મુકીને લાગેલા હોર્ડીંગ્સ ઉતરાવી અને દંડ કરી શકાય તેમ હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. બ...
રાજસ્થાનમાંથી ઝિકાનો ગુજરાતમાં પ્રવેશ, અમદાવાદમાં પાંચ કેસની શંકા
રાજસ્થાનમાંથી ઝિકા વાઈરસ ગુજરાતમાં પ્રવેશ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાંચ કેસોની આશંકા સેવાઈ રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે અને જંતુનાશક દવા છાંટવાથી લઈને વિવિધ કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લાં કેટલાંય સમયથી ખતરનાક એવા ઝિકા વાઈરસે રાજસ્થાનમાં ભરડો લીધો છે, ત્યારે રાજસ્થાનમાં ઝિકા વાઈરસ ગુજરાતમાં પ્રવેશતા...
સોમનાથ વેરાવળની ચોપાટીનું કામ 5 વર્ષથી ચાલે છે
ગીર સોમનાથ જિલ્લાનાં વડા મથક વેરાવળમાં ચોપાટીનું કામ વષોઁથી ચાલે છે, પણ હજુ સુધી પૂર્ણ ન થતાં લોકોને ફરવાલાયક સ્થળથી અળગા રહેવું પડી રહ્યું છે. વહેલી તકે તંત્ર અંગત રસ લઇને કામ પૂર્ણ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગીર સોમનાથ જિલ્લો બન્યાને વષોઁ વિતી ગયાં, પણ વડા મથક વેરાવળમાં કામોમાં લોલંલોલ ચાલી રહી છે. ત્યારે વાત કરીએ વેરાવળની અદ્યતન ચોપ...
રાવણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુતળા દહન
Dt.18.10.2018.10:45.Am
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત ની આગેવાનીમાં આજરોજ *ભાજપના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના ધર પાસે રાજકોટ શહેર ખાતે ભાજપના મહીસાશૂર નરેન્દ્ર મોદી ના પુતળાનું દહન કરવામાં આવેલ* તે સમયે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી...
અમદાવાદના સ્વિમિંગ પૂલોનું ખાનગીકરણ કરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાનગીકરણના માર્ગે આગળ વધી રહી છે. હવે સ્વિમિંગ પુલોમાં ખાનગીકરણની નીતિ અપનાવાનો નિર્ણય કરાયો છે. આ સાથે સ્વિંમિંગ ફી પણ ડબલ કરવામાં આવી છે. અને અમ્યુકોનાં આ નિર્ણયનો ચોતરફ વિરોધ શરૂ થયો છે.
અમદાવાદ કોર્પોરેશનને ખાનગીકરણ કરવાની જાણે ટેવ પડી ગઈ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, મ્યુનિસિપલ સ્કૂલ વગેરે જગ્યાએ ખાનગીકરણ કર્યા બાદ હવ...
રાજકોટમાં કોંગ્રેસનાં કોર્પોરેટર્સ અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત...
રાજકોટ મ્યુનિસિપલ બોર્ડની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષોનાં જોરદાર હંગામા બાદ ભાજપ અને કોંગ્રેસનાં કાર્પોરેટર્સ આમને સામને આવી ગયાં હતાં. રાજકોટ મહાનગરપાલિકાનાં વહિવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી ન કરવામાં આવતાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનું ઠરાવાયું હોવાનાં કારણે સવારથી જ મહાનગરપાલિકાની આસપાસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય...
આનંદીબેનને મોદીએ કેમ હાંકી કાઢ્યા તે રહસ્ય અકબંધ રહ્યું
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમની પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર આનંદીબેન પટેલે 1 ઓગસ્ટમાં એકાએક રાજીનામું ફેસબુક પર આપીને તમામને ચોંકાવી દીધા હતા. સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તેણે રાજીનામું મોદીએ કેમ માંગી લેવામાં આવ્યુ તે રહસ્ય આજે 17 ઓક્ટોબર 2018ના દિવસે પણ અકબંધ છે. આનંદીબેને મોદીને અમિતશાહ...
આગ્રાનો તાજ 8 વર્ષે બન્યો દિલીપ ઝીંઝુવાડીયાની અદભુત કલાકૃતિ જેવો તાજ 9...
તાજનું નિર્માણ કરનાર દિલીપ ઝીંઝુવાડીયા કહે છે કે, “ મેં તાજમહેલ ક્યારેય જોયો નથી. ફોટોમાં જોયો હતો. છતાં તાજ મહેલ બનાવી આપ્યો છે. તાજની તમામ વસ્તુ આબેહુબ બની છે. ક્યાંય બેલેન્સ તૂટતું નથી. હું ઈશ્વરની ભક્તિ કરતો નથી, પણ ભગવાન મારી સાથે રક્ષા કરે છે. પ્રેમની ભાષા તાજ મહાલમાં છે, તેવી ભાષા મારી કલામાં બોલે છે.”
તેમણે મીની તાજ મહેલની કલાકૃત્તિ બનાવી ...
બાવળિયાથી નારાજ બોધરાને મહત્ત્વનું પદ અપાયું
રદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના કાર્યાન્વિત સમિતિ (સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્ર)ના અધ્યક્ષ તરીકે આજે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ડૉ. ભરતભાઇ બોઘરાએ ચાર્જ સંભાળ્યો હતો. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવીને ચાર કલાકમાં જ પ્રધાન બની જતાં ભરત બોધરા તેમનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જસદણની બેઠક પરથી ચૂંટાણી લડવા માંગતા હતા પણ બાવળિયા ભાજપમાં...
જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ
રાજ્યમાં ખેડૂતોની બદહાલી દિવસે ને દિવસે વધી રહી છે. એકબાજુ જગતનો તાત દેવાનાં ડૂંગર તળે સતત દબાઈ રહ્યો છે તો બીજી બાજુ બેન્કો દ્વારા પાક વીમાની રકમ સમયસર ચૂકવવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાંનાં કારણે તાતને બે બાજુથી માર સહન કરવાનો વારો આવ્યો છે.
ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં કેટલાંય સમયથી ખેડૂતોનાં પ્રશ્ને સતર્ક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકિકત એ છ...
ગાંધીનાં ગુજરાતમાં ખૂલ્લેઆમ ધમધમતાં દેશી દારૂનાં અડ્ડા
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની એક તરફ દેશમાં ઉજવણી થઈ રહી હતી તો બીજી તરફ વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી નજીકના માણેજા ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી દેશી દારૂના અડ્ડા બંધ કરવાની માગણી કરી હતી.
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ત...

English