Friday, August 7, 2026

રૂ.19 કરોડના ખર્ચે તૈયાર થઈ નવી હોસ્પિટલ નિષ્ણાતો ને મશીનોનો અભાવ

ગીર સોમનાથના વડા મથક  વેરાવળમાં રૂપિયા 19 કરોડના ખર્ચે નિર્માણ પામેલી  સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન બની છે. કારણ કે, રૂપિયા 19 કરોડનો ખર્ચો કર્યા બાદ પણ સ્થાનિક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે મજબૂર છે. સ્થાનિક દર્દીઓનો આરોપ છે કે, આ હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ છે. જેથી તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલનો સહારો લે છે. ગીર સોમનાથ જીલ્લા...

મોરબીનાં ખેડૂતોએ ડેમનાં પટમાં ક્રિકેટ રમીને નોંધાવ્યો વિરોધ

મંત્રીઓ અને ધારાસભ્યોનો પગાર વધારો કરીને તેમને બખ્ખાં કરાવી દેનાર રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપવામાં તેમ જ તેમનાં દેવાં માફી આપવામાં ઉણી ઉતરી છે. ત્યારે મોરબીમાં ખેડૂતો દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. મોરબીનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પોતાનાં ઊભા મોલને બચાવવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી આપવાની માંગણી કરી રહ્યાં ...

રાજકોટમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો

લગ્નેતર સંબંધોને કારણે સભ્ય સમાજનાં ઘર તૂટી જતાં હોય છે. એવા સંજોગોમાં દેશની સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બરનાં અંતમાં આઈપીસીની કલમ 487ને ગેરબંધારણીય જાહેર કરી તેને રદ્દ કરતો હુકમ કર્યો છે. 158 વર્ષ જૂનાં આ કાયદો તેમ જ સીઆરપીસીની કલમ 198(2) કાયદો પણ રદ્દ કરવામાં આવ્યો છે ત્યારથી ક્યાંકને ક્યાંક લગ્નેતર સંબંધોનાં કિસ્સાઓ બહાર આવે છે. જોકે, કાયદો રદ્દ થઈ જ...

રાજ્ય સરકારનાં સર્વ શિક્ષણ અભિયાનનાં ઉડતાં લીરાં

એક બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે શાળા પ્રવેશોત્સવની કામગીરી કરીને સર્વ શિક્ષણ અભિયાનને વેગ આપવાનાં બણગાં ફૂંકે છે. તો બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ઓરડાંઓની ઘટ મામલે કોઈ પગલાં નથી ભરવામાં આવતાં ત્યારે સવાલ એ ઉઠે છે કે શું આ રીતે ભણશે ગુજરાત? ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું 1800ની વસ્તી ધરાવતા પાણખાણ ગામે બાળકોને પ્રાથમિક શિક્ષણ મ...

આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોરબીમાં દેશનું પ્રથમ ઘંટણનું રિપ્લેસમેન્ટ

પેટા હેડિંગઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ મોરબીને અભિનંદન પાઠવવામાં આવ્યાં મોરબીમાં ગરીબ વૃદ્ધાને પગના અસહ્ય દુઃખાવામાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ મુક્તિ મળી છે. આ વૃદ્ધાને કરવામાં આવેલું ઓપેરેશન દેશનું સૌ પ્રથમ છે. મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દેશનું સૌ પ્રથમ knee રિપ્લેસમેન્ટનું નિઃશૂલ્ક ઓપરેશન કરાયું ...

જીતાલી ગામે યોજાયાં ઢીંગલાં ઢીંગલીનાં લગ્ન, આદિવાસી સંસ્કૃતિની ઝલક

આદિવાસી પટ્ટીને અડીને આવેલાં અંકલેશ્વર તાલુકાના જીતાલી  ગામે વસતાં આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર ઢીંગલા ઢીંગલીનાં લગ્નનો ભાતીગળ મેળો ભાદરવી અમાસના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજનાં લોકો મેળામાં ઉમટી પડ્યાં હતાં. અને જીતમ ભવાની મંદિરે યોજાયેલા ઢીંગલા ઢીંગલીનાં લગ્નસમાંરભમાં ભાગ લીધો હતો અંકલેશ્વર તા...

ગોંડલ વિસ્તારમાં કપાસનો પાક નિષ્ફળ

ગોંડલ તાલુકાના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે માસથી પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતો કપાસનો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે. ગોંડલના દેરડી(કુંભાજી), પાટ ખિલોરી, ધરાળા, સહિતના અનેક ગામોમાં પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલ કપાસનો પાક નિષ્ફળ ગયો હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે. એક બાજુ વધતા જતાં ખાતર બિયારણોનાં ભાવો અને બીજી ત...

દહેજમાં યોક સ્ટ્રક્ચરમાં નુકસાનને કારણે રો-પેક સેવા ખોરંભે

રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનો રો-પેક્સ ફેરી સર્વિસ જે ટૂંક સમયમાં શરૂ થવાની હતી તે ફરી એકવાર ખોરંભે ચડી ગઈ છે. આ અંગે સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રો-પેક્સ સેવા શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ વર્તમાન આબોહવાનાં કારણે દહેજ ખાતે પોર્ટૂન અને પાઈલને જોડતાં યોક નામનાં સ્ટ્રક્ચરને નુકસાન થવાનાં કારણે રો-પેક્સ ફેરી ખોરંભે પડી ...

ઉપલેટામાં કોંગ્રેસ ધારાસભ્ય વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમા...

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડુતોને પાક વીમામાં વીમા કંપની દ્વારા અન્યાય કરાતો હોઈ ન્યાય આપવા માટે પગલાં લેવાં બાબતે ઉપલેટા ધોરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના કાર્યકર્તાઓ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે તેઓએ અર્ધનગ્ન હાલતમાં વિવિધ માર્ગો પર રેલી પણ કાઢી હતી. રેલી દરમિયાન ખેડૂતોએ રાજ્ય સરકારની હા...

જૂનાગઢનાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાનું પરપ્રાંતિયો સાથે બેઠકનું નાટ...

ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા પરપ્રાંતિય શ્રમિકો રાજ્ય છોડી જઈ રહ્યાં હોવાથી ઊભી થયેલી રાજકીય સ્થિતિમાં જૂનાગઢમાં રહીને જુદા જુદા વ્યવસાયમાં કાર્યરત એવા પરપ્રાંતિય શ્રમિકોને આજે જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ રૂબરૂ મળી સલામતીની ખાતરી આપી હતી અને ગુજરાત ન છોડવા અપીલ કરી હતી. આજે બપોરના સમયે રાજ્ય સરકારમાંથી આદેશ આવ્યો હતો કે જૂનાગઢમાં વસ...

નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ 

ધોરાજીનાં છાડવાવદર ગામેથી ઝડપાયેલી નકલી ચલણી નોટની તપાસમાં નવો વળાંક આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં નકલી ચલણી નોટોનું રેકેટ અમદાવાદથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ રૂરલ SOG દ્વારા અમદાવાદ ખાતે દરોડા પાડીને ડુપ્લિકેટ નોટ બનાવવાના માસ્ટર માઇન્ડ હિમાંશુ ઝવેરી અને અમરીશ પટેલને રૂપિયા 3 લાખની નકલી ચલણી નોટો સાથે દબોચી લીધા છે....

ગુજરાત ભાજપ પ્રદેશ સભ્ય લખેલી ગાડીમાં બે વ્યક્તિ નશામાં ચકચૂર જોવા મળ્...

ગાંધીનાં ગુજરાતમાં રાજ્ય સરકારે દારૂબંધીનો કડક અમલ કરવા અને દારૂબંધીનો ભંગ કરનારને કડકમાં કડક સજા કરવાનો કાયદો પસાર કર્યો હોવા છતાં, રાજ્યમાં ખૂલ્લેઆમ દારૂની હાટડીઓ મંડાય છે અથવા તો દારૂની  મહેફિલ મંડાય છે. પણ પોલીસ દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પોલીસ દ્વારા બૂટલેગરો સાથેની સાંઠગાંઠને ...

પરેશ ધાનાણી ભાવનગરનાં શેરી ગરબામાં ગરબે ઘૂમ્યા

સમગ્ર દેશમાં આદ્યશક્તિ આરાધનાનું પર્વ રંગેચંગે ઉજવાઈ રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં તેનું સવિશેષ મહત્વ રહેલું છે. આદ્યશક્તિનું પર્વ ગુજરાત આખામાં નવ દિવસ સુધી ઉજવાય છે. આ ઉજવણી દરમિયાન નાનાં, મોટાં, ગરીબ, પૈસાદાર તમામ લોકો ગુજરાતનાં ગૌરવસમાન ગરબામાં ઘૂમતાં હોય છે. ગરબે ઘૂમવાનું હરકોઈને પસંદ હોય છે. અને તેથી જ ગુજરાતનાં ગરબા સમગ્ર વિશ્વ...

રાજકોટનાં ધારાસભ્ય રૈયાણીએ માતાજીનાં દર્શન બૂટ પહેરીને કરતાં વિવાદ

આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. દરેક રાજકીય પક્ષનાં નેતાઓ પોતાનાં મત વિસ્તારોમાં ગરબાનાં કાર્યક્રમોમાં હાજરી આપીને આરતી ઉતારે છે. ત્યારે તેઓ સત્તાનાં મદમાં એટલાં મસ્ત હોય છે કે માતાજીની આરાધના કરવાની હોય ત્યારે પગમાં ચપ્પલ ન પહેરાય એ પણ ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો. તેમણે બૂટ પહેરી...

છોટા ઉદેપુરની સુખી યોજના કરી રહી છે ખેડૂતોને દુઃખી

પેટા હેડિંગઃ 1986માં તૈયાર થયેલો ડેમ માંગે છે સમારકામ, સરકારી બાબુઓ સબ સલામતનો આલાપે છે રાગ છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના ચાર તાલુકા વિસ્તારમાં સિંચાઇનું પાણી પૂરું પડે છે. આ સુખી સિંચાઇ યોજના આજે ખેડૂતો માટે દુઃખી યોજના સાબિત થવા જઇ  રહી છે. કેમ કે આ યોજના દ્વારા વર્ષો પહેલાં બનાવેલી કેનલોમાં  ઝાડી ઝાખરાં ઉગી નીકળ્યા છે. તો ...