Friday, August 7, 2026

રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોનું હલ્લાબોલ, મહિલાઓ બની રણચંડી

રાજ્યનાં ખેડૂતો દેવાંમાફીની માંગણી સાથે છેલ્લાં કેટલાંક સમયથી માંગણી કરી રહ્યાં છે. અને આ માટે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યાં છે. પરંતુ છેલ્લાં 22 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકાર આ મામલે કોઈ નિર્ણય કરતી નથી, ત્યારે આજે રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોએ આક્રોશ રેલીનું આયોજન કરીને નિંદ્રાધીન સરકારને જગાડવાનો પ્રય...

છોટાઉદેપુરમાં કેનાલમાંથી પાણીનો વેડફાટ, નર્મદામાંથી છોડાયેલું પાણી નથી...

એક તરફ જ્યાં ખેડૂતો સિંચાઈ માટે તંત્ર પાસેથી પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનલોમાં પાણી તો છોડાયું પણ તે પાણી ખેતરો સુધી ન પહોંચીને પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરનાં ખેડૂતોની માંગણીને લઈને તંત્રએ પાણી છોડ્યું પણ તે પાણી ખેતરો સુધી નથી પહોંચ્યું. કારણ કે, કેનાલમાં ગાબડા અને તિરાડ પડી ગય...

અમરેલીનાં દેશી દવાનાં સંશોધકે કરી સ્વાઈન ફ્લૂ ભગાવવાની ધૂપસળી

ધૂપસળી એ પોતે સળગીને વાતાવરણને પ્રફુલ્લિત કરે છે. ત્યારે આ એક એવી ધૂપસળી છે જે માનવીના શરીરમાં રહેલાં જીવાણુનો નાશ કરે છે. કેવી છે આ ધુપસળી શુ છે હકીકત. જોઈએ આ રીપોર્ટમાં. રાજુલામાં રહેતાં એક દેશી દવાનાં સંશોધક મહેશભાઈએ સ્વાઈન ફ્લૂને મ્હાત આપતી ધૂપસળીનો ડેમો કર્યો છે અને પોતાના ઘેર રાજુલાના પ્રતિષ્ઠિત લોકોને બોલાવી બતાવી રહ્યાં છે આ ધૂપસળીની વિષેશ...

23 સિંહોના મોત બાદ હાઈકોર્ટ નવી ગાઈડલાઈન બનાવશે

ગુજરાતનાં ગૌરવ સમાન ગીરનાં સિંહોનાં એક પછી એક એમ કુલ થયેલાં 23 મોતનાં મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટ પિટીશનમાં રાજ્ય સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે, સિંહોનાં મોત મામલે સરકાર ગંભીર છે. અને 500 જેટલાં સિંહોને રસી આપવામાં આવી છે. ઉપરાંત 31 જેટલાં સિંહોને અસર હતી તેમને અલગથી રાખવામાં આવ્યાં છે. જોકે, આ મામલે ગુજરાત હાઈકોર્ટ આ અંગે નવી ગાઈડલાઈન ...

જામનગરમાં ત્રણ નામાંકિત તબીબોને ત્યાં તવાઈ, એક્સ રે અને સિટી સ્કેન મશી...

જામનગરમાં એસટી ડેપો રોડ પર આવેલ એક હોસ્પિટલ તેમજ વાલ્કેશ્વરીમાં આવલી દિવ્યા હોસ્પિટલ તથા અન્ય એક ડોક્ટરને ત્યાં એક્સ રે તેમ જ સિટી સ્કેન મશીન સીલ કરવાની કામગીરી કરાઈ છે. એટોમિક એનર્જી એક્ટ 1962ની જોગવાઈ હેઠળ ભારત સરકાર દ્વારા રેડીયેશન પ્રોટેકશન રૂલ્સ 2004 બનાવ્યો છે. જેમાં નિયમ મુજબ જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે તેમજ એકસ રે મશીન તેમજ કોમ્પીટન્ટ ઓથ...

રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યૂઝિયમનું રવિવારે લોકાર્પણ કરશે વડાપ્રધાન મો...

લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે. એક બાજુ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના માટે મેરેથોન બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમગ્ર દેશમાં ભ્રમણ કરીને પોતાની સરકારની ગાથા કહે છે અને સાથે સાથે નવા પ્રોજેક્ટ્સની ભેટ પણ જે તે રાજ્યોને આપે છે. તેનાં ભાગરૂપે આવતીકાલ રવિવારે ...

ગુજરાત હાઉસિંગ બોર્ડના અમદાવાદના 1568 ફ્લેટ્સમાં રહેતાં લોકો માટે નબળુ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ઘર વિહોણાં લોકો માટે ઘરની યોજના બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેનાં ભાગરૂપે જે તે સમયે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં સરકારી જમીન ઉપર રાજ્ય સરકારનાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મોટા પાયે મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું. આ મકાનો બનાવવા પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં ...

સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી

રાજ્ય સરકાર જીવન વીમો આપી શકે છે, પરંતુ ખાવાનું આપી શકતી નથી. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે  પૂરતું ખાવાનું મળતુ નથી. તેથી તેઓ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. આજે સરકાર દર મહિને આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ત્રીસ હજાર બાળકો એવા છે કે જેમને ખાવાનું ન મળતા તેઓ કુપોષિત થઇ ને પોતાનું શરીર બરબાદ કરી રહ્યા છ...

કુંવરજીએ ગુલાંટ મારી હું સત્તા છોડીશ, પછી જસદણ શહેર ભાજપમાં વિવાદના મધ...

કોંગ્રેસ છોડીને માત્ર ચાર જ કલાકમાં પ્રધાન બનેલા કુવંરજી બાવળીયાનો વિવાદ પીછો છોડતો નથી. તે જ્યાં જાય છે ત્યાં હંમેશને માટે વિવાદ ઊભા થતા હોય છે. થોડા અઠવાડિયા પહેલા તેઓ વરસાદ ગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે મહિલાઓએ તેમને ભગાડયા હતા. મહિલાઓએ તેમને મોઢા પર કહી દીધું હતું કે જ્યારે તમારે કામ હોય ત્યારે મત માંગવા આવો છો. હવે અમારી મુશ્કેલીઓ સાંભળ...

મોરબીના ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ફરી ફરીને વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યાં છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા લોકાર્પણ થઈ રહ્યું...

ચૂંટણી આવતાં ભાજપ સરકાર ફરી ફેરવશે રો રો ફેરી સર્વિસ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વર્ષ 2017ની વિધાસભાની ચૂંટણી પહેલાં ભાવનગર જિલ્લાનાં ઘોઘાથી ભરૂચ જિલ્લાનાં દહેજ સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ ફેરી સર્વિસ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વાહનમાં અવર જવર કરવા માટે ખૂબ સમય જતો હતો. તેનાં બદલે આ ફેરી સર્વિસથી માત્ર ગણતરીનાં કલાકોમાં સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતનાં જે ત...

મુખ્યમંત્રી રૂપાણીનાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર દુષ્કર...

મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરનારી રાજ્ય સરકારનાં દાવા માત્ર પોકળ સાબિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમ ટાઉન રાજકોટમાં એક તબીબે મહિલા તબીબ ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગયો છે. ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલાં એક ડોક્ટર વિરૂદ્ધ બળાત્કારનો આરોપ મૂકતી ફરી...

કોંગ્રેસનું રાજકોટ શિસ્તભંગ માટે જાણીતું બની રહ્યું છે, રામાણી સામે પગ...

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના પ્રમુખને મળીને વિવાદ સર્જવનારા નીતિન રામાણી સામે પગલાં ભરવાની તૈયારી શરૂં થઈ છે. નીતિન રામાણીએ ભાજપના બેનર મૂકાવ્યા છે તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી છે. એ ઉપરાંત અત્યાર સુધી તેમણે જે કંઇપણ કર્યુ છે એ તમામ હકિકત સાથેનો રિપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે. વિધાનસભા સત્ર પુર્ણ થય...

કોંગ્રેસના વહાલા દવલા, હરાવનારને માફી આપી

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષમાં પક્ષાપક્ષી શરૂ થઈ છે. કોંગ્રેસના 22 સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરીને મતદાન કરતાં તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ પગલાં ભરવાના થતાં હતા પરંતુ કોંગ્રેસ દ્વારા 22 બળવાખોર સામે પગલાં ભરવાના બદલે 12 સામે જ કાનૂની પગલાં ભરવા અને 10 સભ્યોને બચાવી દેવા માટે કોંગ્રેસમાં પક્ષાપક્ષીનું રાજકારણ શરૂ થયું છે. રાજકોટ જિલ...

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ઉથલાવી દેવા ભાજપનું કાવતરું નિષ્ફળ

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ગોઠવાયેલ સોગઠા ઉંધા પડતાં ભાજપે જિલ્લા પંચાયતને ડિસકવોલીફાઇડ કરવાની તૈયારી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોમાં અંદરોઅંદર અસંતોષ ફાટી નીકળ્યો હતો. જેનો ભાજપના નેતાઓએ લાભ લઇ નારાજ સભ્યોને પૈસાના જોરે બાંધકામ અને કારોબારી સમિતિમાં કબ્જો જમાવી લીધો હતો. ...