ટ્રેન વગરના સ્ટેશન પર 300 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલ, મોદીની તઘલખી ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમ...
મુખ્ય પ્રધાન 500 કર્મચારી વગર વહીવટ ચલાવે છે
સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારીની ૫૦૫ જગ્યાઓ ખાલી
રાજ્યના પાટનગરમાં આવેલા સચિવાલયમાં ૫૦૫ જગ્યાઓ ખાલી છે, જે પૈકીની ૭૪ જગ્યાઓ તો બે વર્ષ કરતા વધુ વર્ષથી ખાલી છે. સામાન્ય વહીવટ વિભાગદ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી કે, સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 સંવર્ગની મંજુર થયેલી ૧૫૧૩ જગ્યાઓમાંથી ૧૦૦૮ જગ્યાઓ ભરેલી છે. આ જગ્યાઓને વહીવટી અનુકૂળતાએ ભરવ...
એસટી નિગમની વોલ્વો બસનો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હતો ?
ગુજરાત એસ. ટી. નીગમની વોલ્વો બસોને ચલાવવાનો ઠેકો ખતરનાક ડ્રગ્સ વેચતા આરોપીના પરિવારે લઈ લીધો હોવાનો ધડાકો થયો છે. તેનો સીધો મતલબ કે ગુજરાત સરકારની બસોમાં જ ખતરનાર ડ્રગ્સની હેરાફેરીની શક્યતા અધિકારીઓ નકારી રહ્યાં નથી. આ શક્યતાને જોઈને ફરીથી ઠેકો આપવામાં આવ્યો ત્યારે તેમાં એક કલમ ઉમેરવામાં આવી હતી કે જે પરિવાર ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા હોય તેમને વોલ...
મોદી ગુજરાતથી રૂ.4.50 લાખ કરોડ લઈ ગયા, ને પરત આપ્યા માંડ 85 હજાર કરોડ
ગાંધીનગર- ગુજરાતની જનતા પાસેથી ઉઘરાવેલા વેરા ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં ચૂકવવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના વિકાસ માટે મળતી રકમ ખૂબ ઓછી હોય છે. આમ ગુજરાતના પનોતાપૂત્રએ જ ગુજરાત માતાને લાફો મારીને અન્યાય કર્યો છે. ભાજપ હવે ચૂપ છે અને કોંગ્રેસ મૌન ધારણ કરી લીધું છે. પ્રજા મોંઘવાની અને મંદીમાં પીસાઈ રહી છે અને બન્ને સરકારો ભારે...
ગુજરાતને લૂંટતા 83 ખાણમાફિયાઓ સામે ફરિયાદોમાં કોઈને જેલ નહીં
રાજ્યના છ જિલ્લામાં ખાણ માફિયાઓ સામે 83 ફરિયાદો થઇ છે. સૌથી વધુ 35 ફરિયાદો કચ્છમાં થયેલી છે. બીજાક્રમે સૌથી વધુ ફરિયાદો ગીર સોમનાથ જિલ્લામાં છે. વિભાગે માત્ર દંડની કાર્યવાહી કરી છે, કેટલાકને દંડમાં હપ્તા બાંધી આપ્યા છે. ગાંધીનગર અને અમદાવામાં સાબરમતી નદીની રેતી કાઢવાનું એક મોટું કૌભાંડ ચાલે છે છતાં વિભાગની નજર સામે બિન્દાસ રેતી કાઢવાના કામો થઇ રહ્ય...
વિધાનસભા 12 કલાક ચાલાવવાનો લાંબો સમયનો રેકોર્ડ બન્યો
ચૌદમી વિધાનસભાના ચોથા સત્રનો છેલ્લો દિવસ ૧૨ કલાક ૦૮ મિનિટથી વધુ સમય ચાલ્યો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની શુક્રવારે મધ્યરાત્રીએ બાર વાગ્યેને આઠમી મિનિટે એટલે કે તારીખ-૨૭મી જુલાઈ,૨૦૧૯ના રોજ આ વિક્રમ નોંધાયો છે. આ દિવસે ચૌદમી વિધાનસભાનું ચોથું સત્ર સતત બાર કલાક અને નવ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું હતું. રાજ્યની આ બેજોડ અને તંદુરસ્ત લોકશાહીની પરંપરાને બ...
16 લાખ લોકોને મિલ્કતવેરાની તમામ રાહતો બંધ કરતું અમદાવાદ
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં કમિશનરે વર્ષોથી ચાલી આવતી રીબેટ યોજના એકાએક બંધ કરી દીધી છે. શહેરના તમામ ૧૬.૫૦ લાખથી વધુ રહેણાંક મિલ્કત ધારકોને જંત્રી આધારીત પચાસ ટકા તેમના કુલ મિલ્કતવેરાના બીલની રકમ સામે આપવામાં આવતી હતી. વા ઉપરાંત ખાલી-બંધનો લાભ આપવો, વ્યાજમાફી અને વર્ષ-૨૦૧૫ થી જંત્રી આધારીત ટેકસમાં ૫૦ ટકા સુધીની રાહત આપવા સહીતની યોજનાઓ બંધ કરાવ...
સરદાર પટેલ અત્યાચાર સામે લડેલા, ભાજપ પટેલના પુતળા માટે અત્યાચાર કરે છે...
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસીની જમીન સંપાદન કરવા અંગે હાઇકોર્ટની રોક
અમદાવાદ : કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની નજીક વિશ્વમાં સૌથી ઊંચા બાવલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જમીનોને પ્રવાસી કેન્દ્ર માટે સંપાદિત કરવાના મામલે વડી અદાલતમાં જાહેર હિતની અરજી કરાઇ છે. આ મામલે ગુજરાત વડી અદાલતે સરકારને 'રૂક જાઓ'નો આદેશ આપ્યો છે. વડી અદાલતે આ મામલે રાજ્...
ઐશ્વર્યા અને કિંજલ દવે બાદ આશારામને ભાજપના સભ્ય બતાવતાં ધરપકડ
ભાજપમાં સભ્ય નોંધણી ઝૂંબેશ ચાલે છે જેમાં કિંજલ દવે, ઐશ્વર્યારાય જેવા ગાયક લોકો જોડાતાં કોઈકે બળાત્કારી અને હત્યારા આશારામ અને પાકિસ્તાનના વડાપ્રધાનને પણ ભાજપના સભ્ય બનાવી દેવાયા હોવાના કાર્ડ શોસિયલ મિડિયામાં વાયરલ થયા હતા. શાહપુર શાંતિ સમિતિ અને એકતા સમિતિના વોટસએપ ગ્રુપમાં ભાજપના સભ્ય બનેલા બળાત્કારી આસારામ, ગુરમીત રામ રહીમ અને પાકિસ્તાનના વડાપ્રધ...
ઈતિહાસમાં રૂપાણી સરકારમાં MLAની સૌથી મોટી ખરીદી, પણ આ વિધાનસભાનું સત્ર...
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં કુલ 182 ધારાસભ્યોનું સંખ્યાબળ સતત પાંચ વર્ષ સુધી જળવાયું નથી. 2017માં યોજાયેલી ચૂંટણી બાદ રચાયેલી 14મી વિધાનસભામાં સૌથી વધુ ધારાસભ્યોની ઉથલ પાથલ જવા મળી છે. 2017ની ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાની શરૂઆત કરી હતી. પક્ષ પલટાથી લઈને કોર્ટ કેસ સુધીના મામલાઓ ઉભા થયા છે. પુરા થયેલા અંદાજપત્...
બિલ્ડરનો 10 મહિના બચાવ કર્યો, આખરે પકડવો પડ્યો
મકાન ન બનાવી આપનારા બિલ્ડરની 10 મહિના પછી પોલીસે ધરપકડ કરી છે. જીવન મૂડીની રકમ ગરીબ વ્યક્તિએ બિલ્ડરને આપી પણ મકાન ન આપતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ પાસે મજબૂત પૂરાવા હોવા છતાં બિલ્ડરને બચાવવામાં આવતો હતો. રૂ.2.30 લાખમાં રૂમ, રસોડુ, સંડાસ-બાથરૂમ એક મહિનામાં બાંધી આપવાનો વાયદો કરી રૂ.3.60 લાખ પડાવી લઈ મકાન નહીં બનાવી આપતા મોચી કામ કરનારા...
રૂપાણીનો વિક્રમ વિરોધ પક્ષના એક પણ ધારાસભ્યને સસ્પેન્ડ ન કર્યા
૨૦૦૨ બાદ પહેલું બજેટ સત્રનો એક બીજો વિક્રમ એ છે કે જેમાં ભાજપની સરકારે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા ન હોય. વિરોધ પક્ષને દબાવી રાખવા અને વિધાનસભામાં સાચી વાત ન કરે તે માટે અનેક નુશખાઓ અપનાવવામાં આવતાં હોય છે જેમાં એક સસ્પેન્ડ કરવા માટે સરકાર તરફથી દરખાસ્ત મૂકીને તેમને સસ્પેન્ડ કરી દેવા. ગુજરાત વિધાનસભાના આ બજેટ સત્રમાં કોંગ્રેસનો એક પણ સભ્ય ...
અક્ષરધામનો હુમલાના મુખ્ય કાવત્રાખોર ભાટને જમ્મુ કાશ્મીરથી ઝડપી લેતી ગુ...
ગુજરાત એટીએસે આરોપી યાસીન ગુલામ ભાટને અનંતનાગથી ઝબ્બે કર્યો
૨૦૦૨માં ગાંધીનગરના અક્ષરધામ પર થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરને ગુજરાત એ.ટી.એસે જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડ્યો છે. જેને આજે સાંજે ગુજરાત લવાશે.
આરોપી હુમલા પછી પી.ઓ.કે. (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. તેની શોધ કરી રહેલ ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે ...
ભાજપે નહેર ન બનાવીને ખેડૂતોને પાણી ચોર ગણી 2 લાખનો દંડ ને કેદ કરશે
ભાજપની મોદી, આનંદી અને રૂપાણી સરકારોએ નહેરો બનાવી ન શકી તેથી ખેડૂતોને નહેરમાંથી પાણી લેવાની ફરજ પડે છે. જે નહેર પરથી ખેડૂતને પાણી લેવાનો હક્ક છે તે હક્ક છીનવી લેતો કાયદો રૂપાણી સરકારે બનાવીને ખેડૂતોને દંડ કરવા કાયદો પસાર કર્યો છે. ભાજપ સરકારે નહેરમાંથી પાણીની અનધિકૃત ચોરી કરનારા ખેડૂતોને દસ હજારથી બે લાખ સુધીના દંડની જોગવાઇ ગુજરાત સિંચાઇ અને પાણ...
અમપામાં સુપર કમિશ્નર ને સુપર મેયર મળો, કામ થઈ જશે
અમપા કમિશનરની કચેરીમાં સુપર કમિશનરનો દબદબો જાવા મળી રહ્યો છે. ત્યાં શહેરના પ્રથમ નાગરીક એવા મેયરની ઓફીસમાં પણ કોન્ટ્રાકટરોનો દબદબો જાવા મળી રહ્યો છે. આ બંને કમિશનર કે મેયર પાસે ધારે એ નિર્ણય કરાવી પણ શકે છે. જે અમદાવાદના ભાજપના વગદાર મેયર બિજલ પટેલ ન કરાવી શકે તે આ સુપરમેન કરાવી શકે છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ સર્જાયેલી પરિસ્થતિ મામલ...

English