ઊંઝામાં વિશ્વના સૌથી મોટા ગરમ મસાલા બજારના પ્લાન તૈયાર નથી અને ખાતમૂહુ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી જ્યાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા તે બ્રાહ્મણવાડામાં ઊંઝા APMCના નવા રૂ.800 કરોડના ખર્ચે બનનારા બજારનો શિલાન્યાસ કર્યો હતો. એશિયાના સૌથી મોટા આ માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, રાયડો જેવી ખેતપેદાશો વેચવા 4 રાજ્યોના ખેડૂતો આવશે. જે વિશ્વનું સૌથી મોટું ગરમ મસાલા બજાર બની રહેેશે. ...
ભાજપના ધારાસભ્ય વિરેન્દ્ર જાડેજાના પુત્ર ને પાલિકા પ્રમુખ કુલદીપ વિરેન...
કચ્છની ભચાઉ નગર પાલિકાના પ્રમુખ દ્રારા ફાયરીંગનાં આક્ષેપથી ખળભળાટ છેલ્લા પંદર દિવસમાં કચ્છમાં બનેલી ગોળીબારની ત્રીજી ઘટના ભુજ : છેલ્લા પંદર દિવસ દરમિયાન કચ્છનાં ભચાઉમાં બે વખત અને જીલ્લામાં ગોળીબારની સતત ત્રીજી ઘટના બની છે. ભચાઉ નગર પાલિકામાં રજુઆત કરવા આવેલા લોકો ઉપર ખુદ નગર પાલિકા પ્રમુખ દવારા શનિવારે ફાયરીંગ થયાની વાતથી પોલીસ દોડતી થયી ...
જૂઓ ચોંકાવનારી 20 તસવીરો, ગોકુલના ભાજપના ભવાન ભરવાડને એક પત્રકારે ફટકા...
ભવાન ભરવાડ પહેલા કોન્સ્ટેબલ હતા, અને હપ્તા ઉઘરાવતાં હતા. ભવાન ભરવાડે દાદાગીરી કરતાં અમદાવાદના ચારૂદત્ત વ્યાસ નામના એક બહાદૂર પત્રકારે ફટકાર્યા હતા. ભવાન ભરવાડ ભાજપના કદાવર નેતા છે. 2007માં કિરીટસિંહ સામે ભવાન ભરવાડ હાર્યા હતા. 2012 સુધી ભવાન ભરવાડ કોંગ્રેસમાં હતા. હવે ભાજપમાં રહીને તેનું સામાજ્ય ચલાવે છે. તેઓ ઘેટા-ઉન વિકાસ નિગમના ચેરમેન હતા. સા...
ભવાન ભરવાડે ભાજપના નેતાની ટીકા કરી તેની સજા મળી
એવી જ એક જાહેરમાં ધમકી ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને આપવામાં આવી હતી. થોડા સમય પહેલાં અમદાવાદમાં રખડતી ગાયો પકડવા માટે ગયેલા અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ અને પોલીસ પર હુમલો થયો ત્યારે ભવાન ભરવાડે પોતાની જ સરકારનો વિરોધ કરીને ચીમકી આપી હતી કે આવું નહીં ચલાવી લેવામાં આવે.
20 મે 2019માં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમન...
ભાજપના નેતા ભવાન ભરવાડના કાળા કરતુતો વાંચો
અમદાવાદની ગોકુળ ઘામ હોટેલમાં જૂુગાર રમતાં જુગારીઓ પકડાયા છે. જેમાં ભાજપનાં બાહુબલિ અને નરેન્દ્ર મોદીની નજીકના નેતા ભવાન ભરવાડ ઉપર લોકોને ધમકી આપવાનાં, તેમ જ મારપીટનાં અનેક ગુનાઓ પોલીસ ચોપડે ભૂતકાળમાં નોંધાયા છે. ભવાન ભરવાડ હોટલમાં સુવ્યવસ્થિત રીતે ચાલતું ગુનાખોરીનું ધામ છે. પોલીસ માટે ગોકુલ પોતે એક ધામ કેમ છે. ગોકુલ હોટલમાં જુગારનો અડ્ડો ચાલે છે તે...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાની સંચાલકો સાથે સાંઠગાંઠ
થોડાં સમય પહેલાં રાજ્યની ખાનગી શાળાઓમાં બેફામ રીતે વાલીઓ પાસેથી વસૂલાતી ફી સામે વાલીઓએ મોરચો માંડ્યો હતો. જે આજે પણ ચાલુ છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં હજુ આખરી સુનાવણી માટે પેન્ડીંગ છે. જે રીતે ખાનગી શાળાઓ ફી વસૂલતી હતી તેની સામે રાજ્ય સરકારે ફી નિયમન ધારો લાગુ કર્યો, પરંતુ શાળા સંચાલકોની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મિલીભગતનાં કારણ...
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે નામો નક્કી કરાશે
ગુજરાત પ્રદેશ ભાજપા પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આજ રોજ સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને, ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી હતી. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિમાં જૂનાગઢ મહાનગર પાલિકાની તા.21મ...
નર્મદા બંધથી કંપનીઓને ફાયદો સાથી રાજ્યોને નહીં
સરદાર સરોવર ડેમ પર સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં "જૂઠાણું" છે, જે સૂચવે છે કે, સરદાર સરોવર બંધનો અર્થ ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી આપવા માટે હતો, ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સૂકા વિસ્તારો માટે, પણ ખરેખર એવું બન્યુ નથી. તેમ નર્મદા બચાવો આંદોલન (એનબીએ) એ કહ્યું હતું. સરદાર સરોવર ડેમના નિર્માણમા...
MLA અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો
અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરાવવા માટે કોંગ્રેસ દ્વારા કરાયેલી અરજીના મામલે ગુજરાત હાઈકોર્ટે વિધાનસભાના અધ્યક્ષ અને અલ્પેશ ઠાકોરને નોટિસ પાઠવી છે. જેના કારણે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. જોકે, વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, નોટિસનો અભ્યાસ કર્યા બાદ આખરી નિર્ણય કરવામાં આવશે. આ કેસની અંતિમ સુનાવણી 27મી જ...
ભારતીય જનતા પાર્ટી નો કાળો દિવસ
23 મે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નો બલિદાન દિવસ જેણે ભારતીય જનતા પાર્ટી માટે કાશ્મીર ની જેલ માં પોતાના જીવનનું બલિદાન આપ્યું. આજે મહેસાણા ખાતે સંઘઠન પર્વ નિમિત્તે જિલ્લા ના પદાધિકારીઓ ની મિટિંગ નું આયોજન કરેલ ત્યારે જેણે પોતાના જીવન ના 50થી વધુ વર્ષ પાર્ટી માં રહી પાર્ટી ને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા સુધીની સફર માં દરેક પરિસ્થિતિમાં અડગ ઉભારહ...
સુપ્રીમનાં આદેશ બાદ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી
રાજ્યસભાની બે બેઠકો માટે 5મી જુલાઈએ ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બન્ને બેઠકોનાં અલગ અલગ મતદાન માટેનાં ચૂંટણી પંચનાં નિર્ણયને પડકારતી કોંગ્રેસની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દઈને મોટો ઝટકો આપ્યો છે. સાથે સાથે આ બન્ને બેઠકો પર અલગ અલગ મતદાન થવાથી રાજ્યસભાની ચૂંટણીમાંથી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચૂંટણી પંચ દ્વારા પોતાનો જવા...
રાજ્યસભાની બન્ને બેઠક કોંગ્રેસ હારી, ભાજપની જીત, ચૂંટણીનો બહિષ્કાર એકમ...
ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠકો પર એક જ દિવસે 5 જુલાઇના રોજ ચૂંટણી થવાની છે, જેમાં કોંગ્રેસે અલગ અલગ બેલેટથી ચૂંટણી ન કરાવવાની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે.અને ચૂંટણીપંચની પ્રકિયાને યોગ્ય ગણાવી છે. દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાનો હવાલો આપીને આ ચૂકાદો આપવામાં આવ્યો છે. જેથી હવે બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નક્...
ભાજપે JNUને દેશદ્રોહી ગણી, તેમાં ભણેલા જયશંકર ગુજરાતના સાંસદ બનશે, મુખ...
કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ગુજરાતમાંથી ગુજરાત બહારના ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર ડો.એસ જયશંકર મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે એવી અપીલ ન કરી હતી કે તેમને ગુજરાત વિધાનસભામાંથી રાજ્યસભામાં ચૂંટીને મોકલવામાં આવે. જોકે, જયશંકરને ઉમેદવારી કરવા માટે ગુજરાતના બે ટોચના નેતા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે....
કોંગ્રેસના રાજ્યસભાના નામો ચલાવવાનું રાજકારણ
કોંગ્રેસના પાંચ સભ્યો રાજ્ય સભા માટે લાઈનમાં છે એવા સમાચારો દરેક અખબારમાં છપાયા છે. જેમાં ખરેખર તો 4 નામો જ છે. પાંચમુ નામ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નામ મૂકવામાં આવ્યું છે. જે ખરેખર તેમનું નામ ક્યાંય ન હતું. પણ તેમને ટીવીના પત્રકારો અને છાપાના પત્રકારો સાથે સારા સબંધો હોવાના નાતે નામ ચલાવવામાં આવ્યું છે. આવું કોંગ્રેસમાં જ શક્ય બને ભાજપમાં ન...
ભાજપ હવે બિનગુજરાતીને સાંસદ કેમ બનાવે છે ?
બિન ગુજરાતીને રાજ્ય સભાની ટિકિટ ન આપવા કોંગ્રેસ સામે આંદોલન કરનારા ભાજપે સતત ગુજરાત બહારના વ્યક્તિઓને ટિકિટ આપી છે. ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણી વખત રાજ્યસભાના સભ્ય માટે ગુજરાતમાંથી બહારના ઉમેદવારને ઊભા રાખતો હતો. ત્યારે અશોક ભટ્ટ અને કેશુભાઈ પટેલે ઉગ્ર વિરોધ કર્યો હતો કે ગુજરાતની રાજ્યસભાની બેઠક પર ગુજરાત બહારના કોઈ પણ ...

English