Thursday, August 13, 2026

મોહન સાથે નીચી મુંડીએ સમાધાન કરી લેતા સોમાણી

રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ મોહન કુંડારિયા સામે વાંકાનેરના ભાજપ નેતા જીતુ સોમાણી મેદાને પડી ગયા હતા. તેમણે ખુલ્લીને કુંડારીયાનો વિરોધ કર્યો હતો. ભાજપનું કાર્યકર્તા સ્નેહમિલન યોજી પક્ષ સામે બળવો પોકાર્યો હતો. આખરે જીતુ સોમાણીએ હાર સ્વિકારી છે અને મોહન ટુંડારીયા સાથે નતમસ્તકે સમાધાન કરી દેવાની ફરજ પડી છે. બંને જૂથ વચ્ચે વિધાનસભાની 2017ની ચુંટણી વખત...

ટ્વીટર અને ફેસબુક ભાજપને મદદ કરે છે, મેવાણીના ખોટા સમાચાર છતાં કોઈ પગલ...

ગુજરાતની વડગામ બેઠકના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે લોકો સાથે ઘર્ષણ કરતા જોવા મળે છે. આ ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જિગ્નેશ મેવાણી અને તેના સાથીઓની બેગુસરાયના યુવાનોએ ખૂબ પિટાઈ કરી હતી. આ ફોટોને ટ્વીટર પર મુરારી શરણ શુક્લએ ટ્વીટ કરી હતી. સમગ્ર દેશમાં ભાજપને ભારે પડી રહેલાં જીજ્ઞેશ મેવાણીની છાપ...

મુખ્ય પ્રધાન વડી અદાલતમાં કહે કે હાર્દિક ચૂંટણી લડે તો અમને વાંધો નથી

CM વિજય રૂપાણીના ઢોંગી નિવેદન પર પ્રતિક્રિયા આપતા ધોરાજીના ધારાસભ્ય અને પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તથા હાર્દિક પટેલના સાથીદાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી બે ફામ નિવેદન બાજી એટલે કરી રહ્યા છે કે, પ્રશ્ન ઉપરથી લોકોનું ધ્યાન બીજે ખેંચાય. કોર્ટનો હુકમ આવે તો હાર્દિક પટેલ ચૂંટણી જીતીને બતાવે તેમ છે. તમારામાં તાકત હોય તો સરકાર હાઈક...

થાળી વગાડી નરેન્દ્ર મોદીની યોજનામાં ભ્રષ્ટાચાર સામે અદાવાદના બોપલમાં આ...

અમદાવાદના બોપલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજનાનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ યોજનામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓઆ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. મૂળ યોજના TP 241માં શરૂ કરવાના બદલે એકાએક સ્થળ બદલીને ટાઉન પ્લાનિંગ - TP 232 પર શરૂ કરી દેવામાં આવી છે. રાતો-રાત રાજકારણીઓની મિલી ભગતના કારણે આવું થયું છે. એ લોકોએ ખોટું કર્યું છે, પણ ખોટુ...

આણંદમાં ક્ષત્રિય કોંગ્રેસનું પેઢીગત રાજકારણ જીતશે કે ઉદ્યોગપતિ

આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ભરત સોલંકી અને ભાજપનાં ઉદ્યોગપતિ મિતેષ પટેલ વચ્ચે જંગ જામશે. દિલીપ પટેલની ભાજપે ટિકિટ કાપી છે. તેમના સ્થાને ઉદ્યોગપતિ અને લક્ષ્મી તુવેરદાળ બ્રાંડ બનાવતી લક્ષ્મી પ્રોટીન પ્રોડક્ટસ લી. કંપનીની મલિક મિતેષ પટેલ છે. પટેલ શનાભાઈ ધીરૂભાઈ કંપનાના પાર્ટનર છે.  દિવ્ય કિરણ એગ્રોમાં સીએમડી છે. તેઓ આણંદ ભાજપના ખજાનચી છે. મિતેષ આજ...

રેશ્મા પટેલે પોરબંદરથી અપક્ષ ઉમેદવારી કરી, ભાજપ પર પ્રહાર

ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ 1 એપ્રિલ 2019માં પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ક્લેક્ટર કચેરીએ જઇને ઉમેદવારી પત્રક ભર્યું હતું. ગાંધીજીના જન્મ સ્થળ કિર્તીમંદિર જઇને સુતરની આટી પહેરાવી હતી. એનસીપીમાંથી પોરબંદરની સીટ પરથી ટિકીટ મળી નહોતી, જેના કારણે રેશ્મા પટેલે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી ...

ભગવાનભાઈને ન્યાય અપાવવામાં અર્જુન મોઢવાડિયાનો મોટો ફાળો

ભગવાનભાઈને દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી મોકુળ રાખીને ન્યાય આપ્યો છે. તે મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ભાજપે જે રીતે બિનબંધારણીય પગલાં ભરીને વિપક્ષને નાબૂદ કરવા પ્રયત્ન કર્યો છે. ભગવાનભાઇ ને ખોટી રીતે સસ્પેન્ડ કરવા પ્રયત્નો પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ ચૂંટણની નહિ યોજવા સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સસ્પેન્ડ કરવાન...

વિધાનસભાના અધ્યક્ષ, ભાજપ અને ચૂંટણી પંચની સર્વોચ્ચ અદાલતમાં કોંગ્રેસ સ...

ગુજરાતની તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીના કાયદાકીય જંગમાં દેશની સર્વોચ્ચ અદાલતમાં ભાજપ, વિધાનસભાના અધ્યક્ષ, ભાજપના નેતા અને ચૂંટણી પંચને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે તાલાલા વિધાનસભાની પેટાચૂંટણી પર સ્ટે આપી દીધો છે.  આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય. ચૂંટણી પંચે ઉતાવળે લોકસભાની ચૂંટણીની સાથે તાલાલા વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરી હતી. મુ...

BJP અને PAAS આમને સામને, ભાજપની વિરૃદ્ધ કામ કરશે

મોરબીના આમરણ ગામે PAAS કન્વીનરોની બેઠક યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીમાં PAASનું કેવું સ્ટેન્ડ રહેશે તે નિર્ણય કરવા માટે આ બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ લોકસભાની ચૂંટણીમાં PAAS ભાજપની વિરુદ્ધમાં પ્રચાર કરશે. PAASના કન્વીનરો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. લોકસભાની ચૂંટણીને લઇને મહત્ત્વની ...

અમદાવાદમાં ભાજપના ઋત્વિજ પટેલ કેમ દાદાગીરી પર ઉતરી આવ્યા

શહેરના રિવરફ્રન્ટ ઉપર રવિવારે રાત્રે ખાનગી ન્યૂઝ ટીવી ચેનલ દ્વારા રાખવામાં આવેલ ડિબેટના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટે ભાજપના કાર્યકરોએ અપશબ્દો બોલાતા મામલો બિચક્યો હતો. કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ખુલ્લા હાથની મારામારી થતાં માશભાગ થતાં ડિબેટ રદ કરવી પડી હતી. બંને પક્ષે સુત્રોચ્ચારો ચાલુ કરી સામ સામે આવી ગયા હતા. રિવરફ્રન્...

શંકરસિંહ આખરે બનાસકાંઠા બેઠક ઉપરથી ચૂંટણી લડશે

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૌધરી સમાજના પરબતભાઈ પટેલને ટીકીટ અપાઈ છે. તો સામે કોંગ્રેસ દ્વારા પણ એજ સમાજના પરથીભાઈ ભટોળને ટીકીટ અપાય તેવી ચર્ચા ચાલી રહી છે. ઈતર સમાજમાં આ બંને પક્ષો તરફી નારાજગીનો સુર ઉઠ્યો છે. આગેવાનોએ બનાસકાંઠાની બેઠક ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડાવવા વિનંતી કરી છે. તેઓ કદાચ એનસીપીમાંથી ઉમેદવારી ...

રસ્તા અને ગટાર ન હોવાથી મત માંગશો નહીં, લાગ્યા બેનર

પ્રાથમિક સુવિધાઓના મુદ્દે મતદારો ચૂંટણી સમયે સત્તાધારીઓ સામે ડીસાની ચંદ્રલોક સોસાયટીનો રોડ વિસ્તારમાં બેનરો લગ્યા છે અને તેમાં આ લખાણો લખાયા છે. "મહેરબાની કરી વોટ માગશો નહિ" રસ્તો,ગટર ખરાબ છે માટે બીમાર પડશો... લી.ચંદ્રલોક" સોસાયટી ફક્ત આ જ વિસ્તારનાં જ પ્રશ્નો નથી પણ ડીસાના મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અથવા અપૂરતી હોવાના કારણે સ...

દાનહમાં અમિત શાહને પડકારી અંકિતા પટેલ અપક્ષ ઉમેદવારી કરશે

ગુજરાતની ભૂમિ સાથે જોડાયેલો ગુજરાતનો જ ભૌગોલિક ભાગ એવા દાદરા નગર હવેલી - દાનહ - માં ભાજપના રાષ્ટ્રીય કિશાન મોરચાના મંત્રી અંકિતા પટેલે રાજીનામું આપી અપક્ષ અથવા કોંગ્રેસથી ચૂંટણી ડલવાની તૈયારી શરૂં કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે અહીંના ઉમેદવારની જાહેરાત પોતે જ કરી હતી તેથી અંકિતા પટેલે સીધો અમિત શાહને પડકાર ફેંકીને ભાજપમાંથી રાજીનામુ...

કોંગ્રેસના બનાવટી નેતા બની રાજીનામાનું તરકટ

જૂનાગઢ કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર મહેતાએ કાર્યકર્તાઓની અવગણના કરવાના આક્ષેપો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઅંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રસના પ્રમુખ નટુ પોંકિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને કહ્યું હતુ કે, જીતેન્દ્ર મહેતા નામનો કોઈ શખ્સ કોંગ્રેસમાં હતો જ નહીં આ વાત સદંતર ખોટી છે. જૂનાગઢ કોંગ્રેસની 7 માર્ચના રોજ નવી કારોબારીની ...

ખેડૂતોના પ્રશ્નોનોથી રાજકોટ ભાજપના સાંસદ મોહન કુંડારીયાએ ભાગવું પડ્યું...

લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે પ્રચાર માટે વાંકાનેરના પલાસ ટામે ભાજપના નેતા સાંસદ મોહન કુંડારીયાને પ્રજાના પ્રશ્નોના કારણે ઘણા કડવા અનુભવ થાય છે.  રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જયારે ખેડૂતો સાથે વાતચીત કરતી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ પાક વિમાની વાત કરતા રાજકોટના મોહન કુંડારિયા ભડકી ઉઠયા હતા. તમારે રજૂઆત કરવી હોય તે ગુજરાત સરકારને કરો તેમ કહીને તેઓએ ...