દૂધસાગર ડેરીમાં મશીન અને ખાંડ ખરીદીમાં કૌભાંડથી દૂધનો ભાવવધારો ન અમાયો...
મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાન ના દૂધ ના ભાવ માં વધારો આપ્યો છે. મહેસાણા દૂધ સંઘ ના પશુપાલક ને 550 રૂપિયા અપાય છે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 10 રૂપિયાનો વધારો આવતીકાલથી અપાશે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 610 રૂપિયા આપશે.રાજસ્થાનમાં દૂધના ભાવ સિવાય લીટરે એક રૂપિયો પ્રત્સાહન અપાય છે. સાગર ડેરીના દૂધ ઉત્પાદકોને અપાતો નથી. રાજસ્થાનમાં છે...
ગુજરાતનો બ્લેક ડે, હોટેલની જેમ પક્ષ અને નીતિ બદલતા નેતા
ગુજરાતની રાજનીતિમાં 9 માર્ચ 2019 અત્યંત મહત્વનો દિવસ હતો. તે દિવસે સમગ્ર રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી. પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી અને બીજા નેતાઓએ પક્ષાંતર કરવા માટે દિલ્હીથી આવેલી સૂચના પ્રમાણે તખ્તો ગોઠવી લીધા બાદ 12 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે રાજકીય ફેરફારના નિર્ણયો લીધા હતા. 4 અને 5 માર્ચ 2...
હાર્દિક પટેલનો ઉંટ તરીકે માડમે ઉપયોગ કરી લીધો
ભાજપના સાંસદ પનમ માડમના કોંગ્રેસમાંના કાકા વિક્રમ માડમ જામનગરમાં હાર્દિક પટેલને લાવીને પુનમને હરાવવાનો કારશો રચ્યો હતો. તેનાથી જામનગર લોકસભામાં હારની બીકથી ભાજપે તે પ્લાન તોડી પાડવા માટે રિવાબા જાડેજા કે જે ક્રિકેટરની પત્ની છે. તેમને ભાજપમાં લાવી દીધા છે. તેમને ટિકિટ આપવાની હતી. હવે લોકસભાની બેઠક જીતવા માટે હવે મૂળ કોંગ્રેસી અને પછી ભાજપમાં જઈને ચૂ...
ચાલુ બસ મથકનું ઉદઘાટન કરવા આવેલા ભાજપના સાંસદનો ગરીબોએ વિરોધ કર્યો
મારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્લાતલ્લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે. આજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજ...
દાનવીર ભામાસા અમરેલેથી ચૂંટણી લડે તેવી શક્યતા
અમરેલી જિલ્લા ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલા ભામાસા તરીકે ઓળખાતા ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્તરપરા સાથે બેઠક કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્તરપરા સાથે બેઠક કરી હતી. ભાજપના હાલના સાંસદ નારણ કાછડીયા જીતે તેમ ન હોવાથી ભાજપ તેમને ટિકિટ આપે તેમ નથી. તેમના સ્થાને ગોપાલભાઈ વસ્તરપરાને...
ભાજપમાં જોડાવા કરતા હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ: લલીત
લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા ભાજપ દ્વારા ગુજરાત કોંગ્રેસમાં તોડફોડ કરી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના રાજીનામા અપાવી ભાજપમાં સામેલ કરી તેમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે, તેવી અટકળોના સમાચાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલીલ વસોયાએ પોતાના Facebook અકાઉન્ટ પર લખ્યું છે કે, ખેડુત વિરોધી માનસિકતા ધરાવનાર લોકો સાથે બેસવા કરતા આત્મહત્યા કરી લેવી સારી છ...
સાવરકુંડલા તાલુકા પંચાયતમાં પક્ષાંતર થશે ? ભાજપમાં ભાડગંજ
સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્ય કક્ષાના સ્થાનિક સ્વરાજય તાલુકા પંચાયતના સદસ્યોમાં ભારે રોષ છે. તેથી કોંગ્રેસના કેટલાંક લોકો હવે પક્ષાંતર કરીને ભાજપમાં જવા માટે તૈયારી કરી રહ્યાં છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે. સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયા બાદ સ્થાનિક સ્વરાજયની જિલ્લા પંચાયત અન...
પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર
2010-2011માં સુરતમાં કાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ એક આંદોલન શરૂ કર્યુ હતું. તેમનો મુદ્દો હતો કે ઉન અને પલસાણા ખાડીમાં ઝેરી રાસાયણીક કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકશાન થાય છે. ખાડીમાં સૌથી વધુ ઝેર એવી કંપની ઓકતી હતી જેનું કામ પ્રદૂષિત પાણીને સ્વચ્છ કરવાનું હતું. કંપનીનું નામ પણ ગુજરાત એન્વાયરો પ્રોટેક્શન એટલે કે ગેપિલ હતું. ગે...
વિધાનસભાના અધ્યક્ષે ભગવાનને સસ્પેન્ડ કર્યા અને કોર્ટે સજામાં સ્ટે આપ્ય...
વેરાવળ સેશન્સ કોર્ટે કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્ય ભગવાન બારડને મોટી રાહત આપી છે. વેરાવળ સેશન્સ કોર્ટે ભગવાન બારડની સજા પર સ્ટે આપ્યો છે. એટલે કે ભગવાન બારડ હાલમાં ધારાસભ્ય પદે છે. કોર્ટના ચુકાદા કોપી પણ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા હતા. હવે ...
કોંગ્રેસે આત્મવિશ્વાસથી વહેલા ઉમેદવાર જાહેર કરીને મોદીની ભૂમિ પર પડકાર...
લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ બીજા બધા પક્ષો કરતાં ઉમેદવારો પસંદ કરવામાં આગળ છે. કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી તેમાં 15 ઉમેદવારોમાં ગુજરાતના લોકસભા 4 ઉમેદવારોના નામ છે. ગુજરાતના બીજા 22 બેઠકના ઉમેદવારોના નામ નક્કી કરી દેવાયા છે. જે 12 માર્ચ 2019 પછી જાહેર કરી દેવાશે. આમ કોંગ્રેસ નવી નેતાગીરીમાં આત્મ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે જે યોજ...
કુલપતિને ઉથલાવનાર પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પર હુમલો
કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર હુમલો થયો છે. પાટણના ભાજપના આગેવાનો દ્વારા કિરીટ પટેલ પર હુમલો કરાવાયો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલા બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થતી હતી. કિરીટ પટેલના સમર્થક અને ભાજપના આગેવાનો વચ્ચે થયેલી મારામારીના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. તેમણે ઉત્તર ગુજરાતના કુલપતિને હમ...
પુરાવા માટે કોંગ્રેસના નેતાને પ્લેન સાથે બાંધીને પાકિસ્તાન મોકલો: ભાજપ...
પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતના 40 CRPFના જવાનો શહીદ થયા હતા. જેને લઇને દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને દેશના લોકો સર્જીકલ સ્ટ્રાઈકની માગણી સરકાર સામે કરી રહ્યા હતા, તેવામાં ભારતની વાયુસેના દ્વારા 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતની એરસ્ટ્રાઈકને લઇને કેટલાક કોંગ્રેસના નેતાઓ દ્વારા એરસ્ટ્રાઈકના પુરવાઓ મા...
ભાજપના મિડિયા સેલના હર્ષદ પટેલ ટીચર્સ યુનિવર્સિટીના ઉપકુલપતી કેમ બન્યા...
હમણા ભાજપમાં આવેલી નવી પેઢીને કદાચ તલાટી કાકાનું નામ યાદ નહીં હોય. ભાજપનું પ્રદેશ કાર્યાલય પહેલી ખાડીયાના એક નાનકડા ઘરમાં ચાલતુ હતું અને ત્યાર બાદ ભાજપનું પ્રદેશ કાર્યાલય અમદાવાદના ખાનપુરમાં આવ્યુ, ત્યારે મારો પહેલી વખત પરિચય થયો તલાટી કાકા સાથે, જો કે ત્યારે ભાજપની સ્થિતિ સારી નહોતી, જેના કારણે મારા જેવા ગણ્યા ગાઠ્યા પત્રકારો જ ભાજપના પ્રદેશ કાર્ય...
ભાજપના નામે કોંગ્રેસને બ્લેકમેઈલ કરી પત્નીને લોકસભાની ટિકિટ અપાવવા તૈય...
અલ્પેશ ઠાકોર લાંબા સમયથી પોતાના માટે લોકસભાની ટિકિટ માગી રહ્યો છે. જો ટિકિટ ન આપે તો કોંગ્રેસ છોડી પક્ષાંતર કરીને BJPમાં જોડાઈ જવાનું પક્ષ પર દબાણ કરીને બ્લેકમેઈલ કરી રહ્યો છે. કોંગ્રેસ હાઇ કમાન્ડે અલ્પેશ ઠાકોરને સમજાવી લેવા માટે ઠાકોરની પત્નીને લોકસભા ટિકિટ આપવા તૈયાર છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે એવો નિર્ણય ...
મોદીના મિત્રની ગેપીલ કંપનીએ 20 હજાર લોકોને પ્રદુષણની લપેટમાં લીધા
વાપી-અંકલેશ્વર સહિતના ઉદ્યોગગૃહોના ભયાનક ઝેરી કેમિકલ કચરો એકત્ર કરીને નિકાલ કરવાની કામ કરતી ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ પ્રોટેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ યોગ્ય કામગીરી ન કરતાં બેફામ પ્રદૂષણ ફેલાવીને જીવસૃષ્ટિને જોખમમાં મૂકી છે. જે અંગે સુરતના ચીફ જ્યુડીશીયલે સમન્સ કાઢેલ, ઈ.ડી.એ કરોડો રૂપિયાની રકમ જપ્ત કરી છે, અને દક્ષિણ ગુજરાતમાં લાખો નાગરિકોના જીવનન...

English