મેઘાણીની કર્મભૂમિ પર ગંદકીથી ભરેલાં રાજકીય કાવાદાવા
મતગણતરી થાય તેની 20 મિનિટ પહેલાં જ પાંચ સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરી લઈને ગુજરાત સરકારે રાજકીય કાવાદાવા કરીને સત્તા ટકાવી રાખવા ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિને લજવી છે. બગસરા પાલિકાનાં પ્રમુખ તરીકે ફરીથી ભાજપનાં રસીલા પાથર એક મતે વિજેતા થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર મંજુલા મેરનો 1 મને પરાજય થયો હતો. પ્રમુખ ચંપાબેન બઢીયાનું અવસાન થયા બાદ ચૂંટણી થઈ ...
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 7 મહિનાથી વિરોધ પક્ષના નેતા નિયુક્ત...
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો હતો. પણ કોંગ્રેસના નેતા ખોડાજી ઠાકોરની નકારાત્મક નીતિના કારણે 6 સભ્યો ભાજપમાં જતાં રહેતાં કોગ્રેસે સત્તા ગુમાવી દીધા બાદ 7 મહિના થયા છતાં હજુ સુધી વિરોધ પક્ષના નેતા પણ નિયુક્ત કરી શકાયા નથી. આ 6 સભ્યોની સામે પક્ષાંતર હેઠળ કામ ચાલે અને તેઓ સસ્પેન્ડ થાય તેની રાહ કોંગ્રેસ જોઈ રહી છે. તેથી તેમને પરત...
ગુજરાતના અંદાજપત્રમાં લઘુમતીના પાંચ ધર્મ માટે રૂ.5940 કરોડની માંગણી
રાજયમાં લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%ખ્રિસ્તી ૦.પ% સિખ ૦.૧ % બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ગુજરાત રાજયનું ૧૮-૧૯ વર્ષનું બજેટ આશરે ૧,૮ર,૦૦૦ કરોડ હતું જેમાં લધુમતિ સમાજના વિકાસ કે રક્ષણ માટે કોઈ અલગથી નકકર ફાળવણી ન હતી, જેવી કેન્દ્ર સરકારના બજેટમાં હોય છે.
ગુજરાતમાં લઘુમતિ સમાજ વિકાસ અને રક્ષણ ક્ષેત્રે ખુબજ પાછળ છે જે...
મા વાત્સલ્ય યોજનામાં ખાનગી હોસ્પિટલોને સારવારના રૂ.2170 કરોડ ચૂકવાયા
ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ હેલ્થમાં નવા જોડાઈ રહેલા ૧૪૬૬ સ્ટાફ નર્સને નિમણૂંકપત્રો એનાયત કરાયા હતા. આગામી સમયમાં નવા ૧૦૦૦ સ્ટાફ નર્સની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરાશે. રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ વિભાગોમાં વિવિધ કેડરોમાં ૧ લાખથી વધુ કર્મચારીની ભરતી કરી છે. મેડિકલ બેઠકોમાં વધારાની સાથે હોસ્પિટલો વધી છે. મધ્યમ વર્ગોના પરિવારોને ...
ગાંધીનગર શહેરની ખુરશી મેળવવાનો ગંદો ખેલ, પાટનગરને કાળી ટીલી
પાટનગરનો ખેલ – દિલીપ પટેલ – વિશ્લેષણ ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપને સરખી બેઠકો મળી હતી. તેથી ભાજપ દ્વારા તોડફોડની રાજનીતિ કરવામાં આવી હતી. કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇને આવેલા પ્રવિણ પટેલ બળવો કરીને ભાજપમાં જોડાઇ જતાં તેમને મેયર પદ સોંપવામાં આવ્યું હતું. ફરી એક વખત ભાજપના મેયર બનાવવા માટે ખેલ શરૂ થયા છે. અગાઉ પણ બે વખત ભાજપે ગાંધીન...
કલોલમાં પક્ષાંતર કરનાર ભાજપના 4 સભ્યો ગેરલાયક, કાયદો પણ પક્ષપાતી બની ગ...
રાજ્યના પાટનગર ગાંધીનગરના જિલ્લાની કલોલ નગરપાલિકાના BJPના 4 કાઉન્સિલરોએ પક્ષ સામે બળવો કરી પક્ષાંતર કરીને કોંગ્રેસમાં ભળી ગયા હતા. રાજ્યના નાણાં પ્રધાન નિતિન પટેલના શહેર કલોલમાં ભાજપને મોટો ફટકો માર્યો હતો. કલોલ તાલુકા પંચાયત ભાજપે ગુમાવ્યા બાદ શહેર પણ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે પક્ષાંતર કરનારા 4 સભ્યો સામે અત્યંત ઝડપે સભ્યપદેથી ...
રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના ગુજરાતથી કેમ જાહેર કરી
રાહુલનો ચક્રવ્યૂહ – દિલીપ પટેલ – વિશ્લેષણ 2019ની ચૂંટણી કેવી હશે, તે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને મોદી અને અમિત શાહને પડકારીને સ્પષ્ટ કહી દીધું છે. તેમણે વલસાડમાં રેલી સંબોધી તેમાં સ્પષ્ટ હતું કે, તે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભ્રષ્ટાચારના મુદ્દા આગળ કરીને ચૂંટણી મુદ્દો બનાવી રહ્યાં છે. હવે પછી 60 દિવસ સુધી તેઓ ભાજપના નેતાઓની સામે આ બાબત અંગે...
4 સરકારી વીજ કંપનીએ 1.40 કરોડ લોકો પાસેથી કરોડોની લૂંટ ચલાવી
રાજ્યના દોઢ કરોડ વીજધારકો પાસેથી ચારેય વીજકંપનીઓએ ફ્યુઅલ સરચાર્જના નામે એક જ મહિનામાં કરોડો રૂપિયાની ગેરકાયદે વસુલાત કરવામાં આવી છે. ગ્રાહકો ઉપર લાદવામાં આવેલ આ કરબોજને તાત્કાલીક હટાવવા જર્કમાં માંગણી કરવામાં આવી છે. ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ...
મેરા પરિવાર ભાજપ પરિવાર પણ કોંગ્રેસ પરિવાર વિખો
મેરા પરિવાર ભાજપ પરિવાર - અભિયાનનો પ્રારંભ કરવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના સરકીટ હાઉસ ખાતે ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. 26 સાંસદો પૈકીમાંથી કેટલાને ટિકીટ આપવી અને કેટલા સાંસદોને શા માટે પડતા મૂકવા તેની ચર્ચા વિચારણા કરાઈ. ઉપરાંત તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આશાબેન પટેલને તોડીને ભાજપમાં લવાયા હતા.
પૂર્વ ધારાસભ્ય આશાબેનની...
સંવિધાન બચાવવા કનૈયા કુમાર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની રાજકોટમા...
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સંવિધાન બચાવો, દેશ બચાવો રેલીને સંબધતાં યુવા નેતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે અમારી રેલી કોઇપક્ષ, કોઇ જાતી, જ્ઞાતિ માટે નથી. આ રેલી દેશના સંવિધાને સામાન્યમાણસને આપેલા અધિકારના રક્ષણ માટે છે. એટલે જ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સામાન્ય માણસને પણ એક જ મત આપવાનો સમાન અધિકાર છે. પરંતુ મોદી સરકારમાં સંવિવધાનીક અધિકાર ઉપર તરાપ...
કોંગ્રેસના 9 ધારાસભ્યો પરેશ ધાનાણી અને અમિત ચાવડાથી નારાજ
ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનાં રાજીનામાં બાદ 9 ધારાસભ્યોએ નોખો ચોકો માંડતા ફરી એકવાર ધાનાણી-ચાવડા મુશ્કેલીમાં મૂકાયા છે. 9 ધારાસભ્યો બળવાનાં મુડમાં છે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. નારાજગીનું કારણ ‘ચાવડા-ધાનાણી’ની કાર્ય પ્રણાલી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસે 5 જિલ્લા...
થરા નગરપાલિકામાં ભાજપનો વિજય
બનાસકાંઠામાં યોજાયેલી થરા નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપનો જય અને કોંગ્રેસનો પરાજય થયો છે. થરા નગર પાલિકા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. બહુમતિથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. થરા નગર પાલિકાના પ્રમુખ તરીકે ભારતી અખાણીની વરણી કરવામાં આવી છે. આ સિવાય વસંત ઘંઘોસની નવા ઉપ...
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં સભા કરશે
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરી 2019થી ગુજરાતમાં આદિવાસી મતદારો ધરાવતા ધરમપુરના લાલડુંગરીથી 14 ફેબ્રુઆરી 2019થી ચૂંટણી પ્રચાર શરૂં કરશે. અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા હતા. ગ...
મોરબીમાં પુસ્તકોની ભેટ આપી
સિનેમા તરફ જતી યુવા ભીડ લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સાચી સામાજિક ક્રાંતિ થશે. તે ઉક્તિને સાર્થક કરતો કિસ્સો મયુરનગરી મોરબીમાં જોવા મળી રહ્યો છે મોરબીમાં પુસ્તક પરબનો આઈડિયા સુપરહીટ રહ્યો છે અને તાજેતરમાં યોજાયેલ ૨૩ માં પુસ્તક પરબમાં કડકડતી ઠંડીમાં પણ પુસ્તકપ્રેમીઓનો ઘસારો અને ઓદ્યોગિક નગરી મોરબીવાસીઓમાં વાંચન ભૂખનો ઉત્તમ નમુનો જોવા મળ્યો હતો. મોરબ...
સિંચાઈ કૌભાંડના કેદી કોંગ્રેસના ધારાસભ્ય પરષોતમ સાબરીયાને વિધાનસભાના ક...
મોરબીના સિંચાઈ કૌભાંડમાં જેલમાં બંધ કોંગ્રેસના ધારાસભ્યની કોર્ટે વચગાળાના જામીન મંજુર કર્યા છે. મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનામાં નિવૃત મદદનીશ ઈજનેર તેમજ મંડળી આગેવાનો ઉપરાંત હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને તેના મળતિયા વકીલ સહીત છ આરોપીની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. અગાઉ ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ કરેલી જામીન અરજી કોર્ટે ફગા...

English