BJP MLA કેસરી સોલંકીએ ફરી ધમકી આપી, અગાઉ DySP સાથે બબાલ કરી હતી
વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે ધારાસભ્ય કેસરી સોલંકીની દાદાગીરી અને ભાજપના સાંસદ દેવુ ચોહાણ સામે આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો હતો. જેના મુદ્દે માતરના કેસરી સોલંકી ધારાસભ્ય લવાલ ગામે એકાએક તોફાન સાથે ધસી ગયા હતા. સરપંચની ફેંટ પકડીને ઝપાઝપી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ ટેકો આપતાં હોવાના આર...
6 લોકસભા બેઠકના મત ભાજપને મળે તે માટે શંકરસિંહ અને હાર્દિકનો ઊંટ તરીકે...
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી અને લોકસભાની 2014ની ચૂંટણીના મતોની લોકસભા બેઠક પ્રમાણે સરખામણી કરવામાં આવે તો 10 બેઠકો પર કોંગ્રેસને વધું મત મળેલા છે. આ 10 બેઠક પરની 6 બેઠક એવી છે કે જ્યાં હાર્દિક પટેલની સીધી અસર જોવા મળે છે. 2017 કરતાં પણ 2018માં ખરાબ સ્થિતી ભાજપની છે. 2019 સુધી તેમાં કોઈ સુધારો કરવાની ક્ષમતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે ગુજરાત ભાજ...
કોંગ્રેસ મેરીટ નહીં મની, પાર્ટી નહીં પરિવાર, નિષ્ઠા નહીં નાતના માપદંડથ...
1985થી કોંગ્રેસ સાથે રહેલાં સાવરકુંડલા વિસ્તારના કોંગ્રેસના આગેવાન દીપક માલાણીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર પાઠવીને પોતાના ધારાસભ્ચ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ કરી છે. અમરેલી જિલ્લામાં કેવું ચાલે છે મેરીટને સ્થાને મની, પાર્ટીને બદલે પરિવાર, નિષ્ઠાને બદલે નાતના પેરામીટરથી બધુ ચાલે છે તે બજાવવા માટે અમદાવાદ ખાતે ધરણા...
મીની ઈન્ડિયા વિજલપોરને કોણ વેરવિખેર કરી રહ્યું છે
નવસારીના વિજલપોરને લઘુ ભારત કહેવાય છે, કારણ કે અહીં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, સહિતના 12 રાજ્યના લોકો વસે છે. ત્યારે ત્યાં જે રાજકારણ ખેલાય છે તેની નોંધ સમગ્ર ભારતમાં લેવાતી રહી છે. વિજલપોરમાં જે થાય છે તે આ 12 રાજ્યોના લોકો પોતાના વિસ્તારમાં વિગતો આપતા હોય છે. ત્યારે અહીં જે થાય છે તે મહત્વનું માનવામાં આવે છે. અહીં ગુજરાતી કરતાં બહારથી આ...
કોંગ્રેસના MLA ધવલ ઝાલા કેમ અપ્રિય થઈ રહ્યાં છે
અરવલ્લી જિલ્લાના પ્રશ્નો માટે બોલાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલાને હવે અધિકારીઓ પણ જવાબ આપતા ન હોવાથી તેમને અપ્રિય થઈ રહ્યાં હોવાનું લાગતાં તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમને અધિકારીઓ પણ હવે જવાબ આપતાં ન હોવાનું જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું છે. બેઠક મજાક બની ગઈ હોવાનું તેમણે કબુલ્યું હતું. આવી બેઠક સમય...
કયા મુખ્ય પ્રધાનને શું પ્રિય ?
ડો. જીવરાજ મહેતા ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના તા. ૧લી મે, ૧૯૬૦ના રોજ થઈ. તેના પહેલાં મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા હતા. એ વખતે દિલ્હીમાં ગુજરાતના સર્વોચ્ચ ગણાતા મોરારજી દેસાઈની ઈચ્છા વિરુદ્ધ એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ડો. જીવરાજ મહેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ડો. જીવરાજ મહેતા મૂળ અમરેલીના હતા. તેઓ મ્યુનિસિપલ બત્તી નીચે ભણી ડોક્...
ગુજરાતના ઉભરતાં ચાર યુવાન રાજકારણીઓ
પરેશ ધાનાણી
પરેશ ધાનાણી એ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના યુવાન સક્રિય નેતા છે. ધાનાણી એ સૌરાષ્ટ્રના અને પાટીદાર સમાજનો રાજકીય અને જાણીતો ચહેરો છે. ધાનાણી અમરેલીના ધારાસભ્ય છે. અમરેલીમાં કદાવર ભાજપ નેતા દિલિપ સંધાણીને હરાવીને જાયન્ટ કીલર સાબિત થયેલા છે. પરેશ ધાનાણીને કોંગ્રેસમાં રાહુલ ગાંધીના નજીકના પણ ગણવામાં આવે છે. અમિત ઠાકર
અમિત ઠાકર ભાજપના તેજ...
ભાજપે 15 વર્ષ પહેલાના વચનો કેટલા પાળ્યા ?
ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો - ભાજપનો ચૂંટણી ઢંઢેરો -
આ સંકલ્પપત્ર માત્ર ચૂંટણી ઢંઢેરો નથી કે પાંચ વર્ષની સરકારની કાર્ય-યોજના પણ નથી, પણ તે ઉપરાંત આ ઢંઢેરો 21મી સદીના ગુજરાતના વિકાસની દિશાનો પાયો નાંખે છે! આ પાયો મજબૂત જ બનશે, કારણ કે ગુજરાતની ક્ષમતાનો પરિચય દેશને આપી દેવામાં આવ્યો છે. 10મી પંચવર્ષીય યોજનામાં ગુજરાતની વિકાસ દર 10 ...
એવું શહેર જેને માટે ભાજપે 22 વર્ષથી વચન પાળ્યું નથી
જામનગર શહેરમાં ૧૯૯પ થી ભાજપે વિકાસને નામે દૈનીક પાણી આપવાનો ચુંટણી વચન આપ્યાને આજ રર વર્ષ પછી દૈનિક પાણી આપવાનો લોલીપોપ દેખાડી કદી રોજ પાણી આપેલ નથી માટે રર વર્ષમાં દૈનીક પાણી આપવામાં આવતું નથી. 6 નવેમ્બર 2018માં તેને બરાબર 22 વર્ષ થયા છે. શહેરમાં ગુલાબનગરના ઇ.એસ.આર. બનાવતી વખતે શહેરમાં નર્મદા રથ ફેરવી. નર્મદે સર્વદે આનંદો દુષ્કાળ બની ગયો ભુતકાળ...
’વિકાસ ગાંડો થયો’ પોસ્ટ કરનાર ભાજપ કોર્પોરેટરને ન્યાય ન મળ...
જામનગરમાં 9 સપ્ટેમ્બર 2018માં સોશિયલ મીડિયામાં 'વિકાસ ગાંડો થયો છે' ના મેસેજ વાઇરલ થઈ રહ્યા હતા. વિરોધપક્ષ તેમજ પ્રજા તો ઠીક ભાજપ પક્ષના પોતાના જ કોર્પોરેટર પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ત્યારે જામનગર ભાજપ વોર્ડ નં 5માં સતત પાંચ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર કરશન કરમૂરે પણ ભાજપ સરકારની નિષ્ફળતાઓ વર્ણવી 'આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે' ની પોસ્ટ પોતાના ફેસબ...
જામનગર લોકસભા બેઠકમાં મતદાન ઓછું કેમ થાય છે
જામનગર લોકસભા બેઠક ઉપર ૧૯પ૭ થી ૨૦૦૯ સુધીમાં માત્ર ચાર વખત જ પચાસ ટકાથી વધુ મતદાન થયું છે. એ સિવાય મતદાનની ટકાવારી પચાસ ટકાથી ઓછી જ રહેવા પામી છે. આ બેઠક ઉપરના વિજેતા ઉમેદવારોમાં પ્રથમ સાંસદ એટલે કે, ૧૯પ૧માં જયારે બેઠકનું નામ હાલાર હતું તેના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી હતા. જેમને બિનહરીફ બેઠક મળી હતી. ૧૯પ૭માં બોમ્બે બેઠકન...
જામનગરમાં રાઘવજી ભાજપમાં ગયા પછી કોંગ્રેસની સ્થિતી યથાવત
1 સપ્ટેમ્બર 2017માં ધારાસભ્ય રાઘવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા તેને એક વર્ષ થયું છે. આ જિલ્લામાં કોંગ્રેસે સ્થિતી સુધારવા માટે કોઈ જ પ્રયાસ 6 નવેમ્બર 2018 સુધી કર્યો નથી. તે દિવસોમાં જામનગરના રાજકારણમાં ભૂકંપ થયો હતો. જામમનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ કોંગ્રેસના કાંગરા ખેરવ્યા બાદ આજે જામનગર જીલ્લામાં રાઘવજીભાઈ પટેલનું વાવાઝોડુ ત્રા...
૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના મોટા માથાને બચાવવા ભીનું સંકેલી લીધ...
રાજ્ય સરકારે વર્ષ-૨૦૧૮માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે. અત્યારે આ યોજનાનો
લાભ લઈ મગફળી વેચવા માંગતા ખેડૂતોની લાંબી લાંબી લાઈનો રજીસ્ટ્રેશન કેન્દ્ર ઉપર જોવા મળે છે. ૧ નવેમ્બરથી
રજીસ્ટ્રેશન ચાલુ થયું છે અને ૧૫ નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને
જરૂરિયાતમંદ ખેડૂતોને તો મજબુરીમાં પોતાની મગફ...
લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ મેળવશે
અમેરિકાના ન્યુયોર્કમાં સાઉથ એશિયા બિઝનેસ એશોશિએશનના ઉપક્રમે કોલમ્બીયા બિઝનેસ સ્કૂલમાં યોજાયેલી ૧૪મી વાર્ષિક કોન્ફરન્સમાં ભારતના રાજયસભાના સાંસદ તથા ભાજપ અગ્રણી ડો.સુબ્રમણ્યમ સ્વામીએ હાજરી આપી સંબોધન કર્યુ હતું. તથા ૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમણે ન્યુજર્સીના એડિસનમાં આવેલા TVAsia ઓડીટોરીયમમાં પણ ભેગા થયેલા કોમ્યુનીટી અગ્રણીઓ સાથે વાર્તાલાય કર્યો હતો. તથા...
લોકસભા પૂર્વે જ આંદોલનકારીઓ એક થતાં ભાજપ પર ખતરો
લોકસભાની ચૂંટણીને બરાબર એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે રાજયમાં વિવિધ મુદ્દાઓને લઇને પાટીદાર અને દલિત આંદોલનકારીઓ તેમજ અનેક સંગઠનો ફરી ભાજપ સરકાર સામે સક્રિય થઇ રહ્યા છે, જે આગામી સમયમાં ભાજપ માટે શિરદર્દ સમાન બની શકે છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પણ પાસ, દલિત મંચ, ઓબીસી-ઠાકોર, માલધારી સમાજ વિગેરેના સંગઠનો દ્વારા ઉગ્ર રીતે વિવિધ મુદ્દાઓને લઇને આંદો...

English