Thursday, August 27, 2026

બળાત્કાર કેસમાં ભાજપના નેતા ભાનુશાળની ધરપકડ કેમ થતી નથી 

સુરતની 21 વર્ષની ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરતી યુવતી ઉપર બળાત્કાર કરવાના કેસમાં જયંતી ભાનુશાળી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની પૂછપરછ માટે હાજર થવા પોલીસે વોરંટ બજાવ્યું હતું. તેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જયંતિ ભાનુશાળી હજુ સુધી 26 જૂલાઈ 2018 સુધીમાં સુરત પોલીસ સમક્ષ હાજર થયા નથી. તેમણે જવાબ આપ્યો નથી. તેને એવો ભય છે કે, તેની ધરપકડ કરી લેવામા...

મહારાષ્ટ્ર અનામત આંદોલનમાં પણ ગુજરાત વાળી થશે ? 

ગુજરાતમાં અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલે મહિલાઓ અને પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે ની ચૂંટણીમાં મોટા ફટકો પડ્યો હતો. જેના કારણે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ભાજપે પડતા મૂકવા પડયા હતા. આનંદીબેન પટેલનું રાજીનામું માગ્યું હતું. આનંદીબેન પટેલે પોતાનું રાજીનામું ફેસબુક ઉપર મૂકીને નારાજગી વ્યક્ત કરી હત...

સરકારે કેસ પરત ખેંચવાનું કહ્યું હતું તેનું શું થયુ? હાર્દિક પટેલ

આજની મીડિયા વાર્તાના મુખ્ય મુદ્દા 1.સરકારે કેસ પાછા લેવાની જાહેરાત કરી હતી તેનું શું થયુ. 2.કાશ્મીરમાં સેના પર પથ્થર મારનારા હજારો પથ્થરબાજોનાં કેસ પાછા ખેંચાયા..તો શું ભાજપ માટે પાટીદારો પથ્થરબાજ કરતા પણ વધારે ગુનેગાર છે. 3.વિસનગરમાં હાર્દિક પટેલે તોડફોડ કરી હતી એટલે મને બે વર્ષની સજા અને પાટીદારોની સોસાયટીઓમાં તો મંગળ ગ્રહ ઉપરથી એલિયન આવીને તો...

14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિ...

મુખ્યમંત્રીના જનસંપર્ક  ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997 અને પછી 2003થી શરૂં કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી 14 વર્ષમાં 4.77 લાખ ફરીયાદો દૂર કરવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજી વિનિયોગથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ ...

શાંતિ જાળવવા હાર્દિક પટેલની ગુજરાતના લોકોને અપીલ, હું અને મારી ટીમ નિર...

23 જૂલાઈ 2015માં ઉત્તર વિસનગરમાં ત્રીજી રેલી હતી. જેમાં પહેલાં મહેસાણા, બીજી માણસા અને ત્રીજી વિસનગરમાં થઈ હતી. વિસનગરમાં પહેલી રેલી થઈ હતી. જેમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની કચેરીએ કેટલાંક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ભાજપના હોદ્દેદારની કાર સઘલાગી દેવામાં આવી હતી. આંદોલન પૂરું કરવા માટે પહેલી વખત તોડફોડ કરીને ભાજપના જ અમૂલ લોકોએ મારા સહિત 1...

પોલીસ અને ભાનુશાળી પરિવાર પીડિતાને વધું પીડા આપી રહ્યા છે 

ભાજપના વિવાદાસ્પદ નેતા જયંતી ભાનુશાળીના દુષ્કર્મ પ્રકરણમાં આવે જનતા પાર્ટીના નેતા છેલ્લી પાયરી પર ઉતરી આવ્યા છે. ગુજરાત પોલીસ પણ તેને સાથ આપી રહી હોય તેમ ભાજપના ભાગેડુ નેતા જયંતિ ભાનુશાળીને પકડવાના બદલે તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે અને યુવતીની નબળી કડી શોધી કાઢવા પોલીસ દોડધામ કરી રહી છે. ભાનુશાળીએ રાજીનામુ આપવું પડ્યું છે. ભાનુશાળીના બદલામા...

પુરતા નાણાં આપવામાં કેન્દ્રની ભાજપ સરકારની ગુજરાતને વધુ એક થપ્પડ

છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે. ગુજરાતને થતા અન્યાયના મુદ્દે મોદીએ ગુજરાતની વિધાનસભાની ચાર ચૂંટણીઓ લડી હતી. ચારેય ચૂંટણીઓના  પ્રચારમાં એવું કહેવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છે. દરેક વિધાનસભા સત્રમાં સૌરભ પટેલ થી લઈને તમામ પ્રધાનો એવું કહેતા હતા કે કેન્દ્ર સરકારે ગુજરાતને ...

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા લાંચ માંગે છે

ગૃહ રાજ્ય પ્રધાન અને અમિત શાહના ખાસ માણસ પ્રદિપસિંહ જાડેજાએ સિદસરના ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ જયરામ વાંસજાળી વચ્ચે પૈસાની લેતી દેતીનો ઓડિયો સરકારના એક અધિકારીએ જાહેર કર્યો છે. જેમાં ગૃહમંત્રી લાંચ માંગી રહ્યા છે. સાંભળો.. https://m.youtube.com/watch?v=rxelqvq1wio ખરેખર વિકાશ જેાવેા હેાય તેા સાભળેા આ કલીપ વિકાસ વિકાસ વિકાસ આ છે. માર...

જયંતિ ભાનુશાળી પર બળાત્કારનો આરોપ છતાં જીતુ વાઘાણી સસ્પેન્ડ કરતા કેમ ગ...

ભારતીય જનતા પક્ષની સંઘી સંસ્કૃતિ સમયાંતરે વિકૃત સ્વરૂપે બહાર આવે છે. પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા સંજય જોશીની સેક્સસીડીનું મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બહાર વિતરણ કરાવવાની મનોવૃત્તિ ધરાવનાર પક્ષનું સંગઠન કઇ દીશામાં જઇ રહ્યુ છે તેનુ સૌથી સૌથી ગંદુ અને હલકુ ઉદાહરણ નલીયાના ભાજપી હોદ્દેદારો એ ઉજાગર કર્યુ હતું જેની શ્યાહી સુકાય તે પહેલાં...

અનામત આંદોલનથી 127 જ્ઞાતિઓને ફાયદો થયો

ગુજરાતમાં હાર્દિક પટેલે શરુ કરેલા અનામત આંદોલનના કારણે યુવાનોને વ્યાપક પ્રમાણમાં ફાયદા થયા છે. છેલ્લાં બે વર્ષમાં લોકોને થયેલા ફાયદા અહીં આપવામાં આવ્યા છે. 127 જ્ઞાતિના યુવાનોને ફાયદો થયો છે. 20 ફાયદા નજરે દેખાય છે તે આ રહ્યા. તેમ સમાજ સેવક પરેશભાઈ દવેએ જણાવ્યું હતું 1 - MBBS ના વિદ્યાર્થીઓની ફી 50% થઇ છે. 2 - એન્જીનીયરના વિદ્યાર્થીઓને 50% ફી...

બળાત્કાર કેસમાં હું નથી ભાનુશાળી છે,ભાજપના નેતા છબિલભાઈ

જયંતિ ભાનુશાળીના બળાત્કાર કેસમાં અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલ ઉપર આક્ષેપ કર્યો છે કે આ કેસની અંદર ફરિયાદી યુવતી એટલે કે તેની પૂર્વ પત્ની અને છબીલ પટેલ સાથે અને તેને ધમકી આપે છે. તેઓ આક્ષેપ કરતા છબીલભાઈ  પટેલે આ મુદ્દાને લઈને બંને જણાની નાર્કોટેસ્ટ કરવાની માગણી કરી છે અને સમગ્ર આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી થયા હોવાનું જણાવ્યું છે. કચ્...

ભાનુશાળી બળાત્કાર કેસમાં પીડિતાના પૂર્વ પતિના આરોપ

ભાજપના નેતા જયંતી ભાનુશાળી ઉપર બળાત્કાર કેસમાં જે પ્રમાણે કાનૂન વીદ્દો ધારણા વ્યક્ત કરી રહ્યા હતા તે પ્રમાણે ભાજપના નેતાની તરફેણમાં નિવેદન આવવાના શરૂ થયાં છે. સુરતની 21 વર્ષની પીડિતાના પતિએ અમદાવાદ આવીને સૌથી મોંધ વિસ્તારમાં અચાનક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે ભાજપના આ છોકરી બધાને ફસાવે છે અને રૂપિયા પડાવે છે. તેણે 70થી 80 લોકો પાસે પૈ...

હાર્દિક પટેલને જોઈ નીતિન પટેલ કેશુભાઈને ત્યાંથી કેમ ભાગ્યા ?

પાસના સંયોજક અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલે આજે ગુજરાત રાજ્યના પુર્વમુખ્યમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટ ના ચેરમેન કેશુભાઈ પટેલના જન્મદિવસ નિમિતે બાપાના નિવાસ સ્થાને જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બરાબર આજ સમયે ભાજપ સરકારના ઉપમુખ્ય પ્રધાન  નીતિનભાઈ પટેલ પણ કેશુભાઈને અભિનંદન આપવા આવ્યા હતા  તે કેશુભાઈની સાથે વાતચીત કરી રહ્યા હતા ...

કેશુભાઈ પટેલ 91માં વર્ષમાં પ્રવેશ્યા, સોમનાથ મંદિર દ્વારા પ્રાર્થના કર...

સાદગી માટે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ જાણીતા છે. તેઓ રાજકારણમાં અનેક દાયકાથી સક્રિય છે. તેમનો મોટો ચાહક વર્ગ રહ્યો છે. તેમનો આજે 91મો જન્મ દિવસ છે. ગાંધીનગર ખાતેના સર્કિટ હાઉસ સામે સરકારી બંગલામાં નિવૃત્તિ જીવન જીવતાં કેશુભાઈ પટેલે તેમનો જન્મ દિવસ સાદગીથી મનાવ્યો હતો. 24 જૂલાઈ 2018ના દિવસે તેઓ પોતાના નિવાસ સ્થાને જ હતા અને તેમના ચાહકો ...

મેડિકલ તપાસ માટે ભાજપના જયંતી ભાનુશાળીને હાજર થવા સમન્સ

કચ્છના અબડાસાના માજી ધારાસભ્ય અને પ્રદેશ ભજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીને સુરત પોલીસે બળાત્કારના ગુનાનું નિવેદન લેવા તથા મેડિકલ તપાસ માટે તાત્કાલિક હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સુરતની એક યુવતીએ ભાજપના માજી ધારાસભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં કરી છે. જેના આધારે સરથાણા પોલીસે સમન્સ પાઠવ્યું છે. તેથી હવે તેને તાત્કાલિક હાજર થવું...