પાસના સંયોજક અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલે આજે ગુજરાત રાજ્યના પુર્વમુખ્યમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટ ના ચેરમેન કેશુભાઈ પટેલના જન્મદિવસ નિમિતે બાપાના નિવાસ સ્થાને જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બરાબર આજ સમયે ભાજપ સરકારના ઉપમુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ પણ કેશુભાઈને અભિનંદન આપવા આવ્યા હતા તે કેશુભાઈની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક હાર્દિક પટેલ ત્યાં આવી ચઢ્યા હતા.. હાર્દિકને આવતા જોઈને નીતિનભાઈ પટેલ સફાળા ઊભા થઈ ગયા હતા અને બાજુની રૂમમા થઈને તુરંત બહાર ભાગી છૂટયા હતાં. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે .ભગવાન કેશુભાઈને શક્તિ આપે અને નિરોગી રહે.કવિઓની કલમે લખાયેલી “ પાણીદાર સરદાર “ નામની એક ઐતિહાસિક બુક બાપાને ભેટ કરી.


English




You must be logged in to post a comment.