Saturday, August 8, 2026

ગાંધી આશ્રમમાં વિદ્યાર્થી જીવન કેવું હતું ?

ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે સત્યાગ્રહ આશ્રમને 12 વર્ષ સુધી કર્મભૂમિ બનાવી હતી. આઝાદીના ઈતિહાસમાં સત્યાગ્રહ આશ્રમનું યોગદાન જેટલું હતું એટલું કોંગ્રેસનું પણ ન હતું. સમગ્ર વિશ્વમાં આશ્રમની વિશ્વસનીયતા હતી. ત્યાંથી લેવાતા પ્રત્યેક નિર્ણયોનો સમગ્ર દેશના લોકો અમલ કરતાં હતા. આટલી પવિત્રતા ગાંધીજીના સમયમાં સત્યાગ્રહ આશ્રમની હતી. લોકો આજે પણ આશ્રમને પવિત...

39.3 ટકા બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે.

માર્ચ 2016માં યુનેસેફે કરેલા સરવેમાં ગુજરાત રાજ્યને ચેતવણી આપવામાં આવી હતી. બાળકો પર થયેલા આ અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં સરેરાશ 10.1% બાળકો નિયત વજન કરતા ઓછા વજન સાથે જન્મે છે અને 41.6% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે 2017માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 38.5% બાળકો વિકાસથી વંચિત રહી જાય છે...

નિરમા યુનિવર્સિટીમાં રીવરફ્રંટ – નદી કિનારા બાંધવા સામે વિરોધ, ગ...

નિરમા યુનિવર્સિટીમાં લૉ ઇન્સ્ટિટયૂટ અને સેન્ટર ફોર એનવાયર્મેન્ટ લૉના સંયુક્ત ઉપક્રમે 'રીવાઇવલ ઓફ ઇન્ડિયન રિવર' પર સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદની સાબરમતી નદી અને ગુજરાતના 24 શહેરોની નદીઓના કિનારા સિમેંટથી બાંધીને રિવરફ્રંટ બનાવવામાં આવી રહ્યાં છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત, વડોદરા, રાજકોટ, દાહોદ જેવા 24 શહેરોમાં નદીઓના કિનારા બ...

શેરબજારની લેવડ-દેવડમાં ત્રાસવાદીએ બ્રોકરને ધમકી આપી

અમદાવાદ, તા.27 શેરબજારના ધંધામાં થયેલા નુકસાન બાદ સવા કરોડની લેતી-દેતીમાં લેણદાર બ્રોકરને ત્રાસવાદી ફોન કરી દેવાદાર શખ્સ વતી ધમકી આપી હોવાની ફરિયાદ સોલા પોલીસના ચોપડે નોંધાઈ છે. સોલા પોલીસે અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કરનારા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાયસન્સ સિટી રોડ મલય બંગલોઝમાં રહેતા સંજય જેઠાલાલ સોની (ઉ.48) શ્રીતી સિક્યોરિટીના ...

મોડાસા નામ આપનાર રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ ખાતાની બેદરકારીન...

મોડાસા, તા.૨૭ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર પ્રાચીનકાળમાં મોહડવાસક તરીકે જાણીતું હતું. મોહડવાસકએ મોડાસાનું સંકૃતમ રૂપ છે, મોડાસા શહેરનું નામ રાજા માંધાતાના નામથી પડ્યું હોવાનું મનાય છે. મોડાસા શહેરના શાહી કોટ વિસ્તારમાં આવેલા રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ વિભાગની બેદરકારીના લીધે નામશેષ થવાની તૈયારીમાં છે. રાજા માંધાતાના ભવ્યાતિભવ્...

વોલ્વોની બસમાં ડિઝલ લિકેજને લઇને મુસાફરોનો હોબાળો

રાજકોટ તા. ર૬ : રાજકોટથી અમદાવાદ વચ્ચે દર કલાકે એસટી બસ ડેપો ઉપરથી વોલ્વો બસ ઉપડે છે, આજે ગયેલ એક વોલ્વો બસમાં ડીઝલની ટાંકી તૂટેલ હોવા છતા, લીકેજ થતુ હોવા છતા બસ અમદાવાદ તરફ રવાના મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા, ભારે દેકારો મચી ગયો હતો, મુસાફરો ફરીયાદ કરવા ગયા પણ કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ ગંભીર બેદરકારી અંગે ભારે ટીકા થઇ રહી છે. દરમિયાન ...

જયેશ ઈશ્વર પટેલે ગાંધીજીના 12 મકાનો ગેરકાયદે પચાવી પાડ્યા

ઈશ્વર પટેલના કાળા કરતૂત 23 નવેમ્બર 1966થી બહાર આવવા લાગ્યા હતા. ગાંધીજીના અંતિમ અનુયાયી પરીક્ષિતલાલ મજમુદારનું અવસાન થતાં સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષિતલાલ સ્મારક નિધિ એકઠો કરવાનું નક્કી કર્યું હતું. ફાળામાં હજારો રૂપિયાના ગોલમાલ થઈ હતી. તે સમયના સંચાલક ડાહ્યાભાઈ નાયકે જાહેર કર્યું હતું કે, દાનની પાવતીનો હિસાબ આવી ગયો છે પણ સુંદરલાલ સોલંકી અને દલપત શ્ર...

કચ્છમાં શરુ થનારા એલ્યુમિનીયમ પ્રોજેકટ પર પડદો પડી ગયો

ગાંધીનગર,તા.24 જે પ્રોજેકટના રાજનેતાઓ દ્વારા અનેક સપના દેખાડવામાં આવ્યા હતા તે કચ્છના ભૂજમાં શરુ થનારો રુ.15 હજાર કરોડનો એલ્યમિનીયમ પ્રોજેકટ અંતે પડતો મુકવામાં આવ્યો છે અને બોકસાઈટની સંપતિ ધરાવતી કચ્છની ધરા માટે આ પ્રોજેકટ છેવટે સાકાર ના થનારુ સપનું જ સાબિત થયો છે. ઉઘોગ વિભાગે પણ આગળ કામ કરવાની ના પાડી છે ત્યારે આ પ્રોજેકટ હવે કયારેય પણ સાકાર નહ...

યુવતિના મંગેતરે ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી હોવાની કબૂલતા કરી

પોરબંદર,તા.27   પાંચેક દિવસ પહેલા દરિયાકાંઠે રેતીમાંથી અર્ધ સળગેલી હાલતમાં લાભશંકરભાઇ જોષીની પુત્રી રિમાની લાશનો ભેદ પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી લીધો છે મરનાર  રીમા સાથે સગાઇ  બાદ મંગતેર નિરવ થાનકીએ અવારનવાર ચારિત્ર્ય ઉપર શંકા રાખતો હતો અને હત્યાનો કર્યાના કબૂલાત કરી હતી..ગત ૨૩ ઓક્ટોબરના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં ઇન્દીરાનગર બાવળની કાટ પાછળ ...

સિદ્ધપુરના રાજપુર ગામમાં હડકાયા વાનરનો આતંક, 12 ને બચકા ભર્યા

સિધ્ધપુર, તા.૨૬ સિદ્ધપુરના રાજપુર ગામમાં આવેલ આનંદ પરા અને સરદાર નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી એક વાંદરો હડકાયો થતા આવતા જતા વૃદ્ધ મહિલાઓ તથા બાળકો સહિત 12 જણાને બચકા ભરતા રહીશોને હોસ્પિટલ પહોંચાડવા પડતા રહીશોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. એક નાગરિકના જણાવ્યા પ્રમાણે સરદાર નગર આનંદ પરુ અને તેની આજુબાજુની સોસાયટીમાં ચાર દિવસથ...

મહેસાણા સ્ટેશને ટ્રેનો મોડી પડતાં મુસાફરોમાં કચવાટ સાથે હંગામો મચાવ્યો...

કલોલ, તા.૨૬ કલોલથી ખોડિયાર સાબરમતી ટ્રેક પર ડબલ લાઇનનું કામ ચાલતું હોઇ 5 ટ્રેનો બંધ કરાઇ છે, જ્યારે અન્ય ટ્રેનો મોડી આવતી હોઇ મુસાફરોની હાલત દયનીય બની છે. ગુરુવારે રાત્રે બરેલી- ભુજ ટ્રેન અઢી કલાક મોડી આવતાં મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. નોંધનીય છે કે, નેટ પર પણ ટ્રેનો સંબંધે કોઇ માહિતી મુકાતી ન હોવાના કારણે મુસાફરો અટવાયા હતા. ટ્રેક સમારકામને...

ડીસામાં દિવાળી ટાણે તસ્કરો સક્રિય : બે બંધ મકાનના તાળા તૂટ્યા

ડીસા, તા.૨૬ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હોય તેમ એક પછી એક અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે. જેમાં લૂંટ, ચિલ ઝડપ અને ચોરીની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, ત્યારે દિવાળી ટાણે તસ્કર ટોળકી સક્રિય હોય તેમ ગઇ ગુરુવારની રાત્રે ડીસાની સ્નેહકુંજ સોસાયટીમાં બંધ પડેલા મકાનને નિશાન ...

પાલનપુરમાં પ્રેમિકા પૈસા લઇ ભાગી જતાં વિરહમાં પ્રેમી યુવકે ઝેર ઘોળ્યું...

પાલનપુર, તા.૨૬ શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમિકાના વિરહમાં ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં દસ વર્ષથી લીવ ઇન રિલેશનમાં રહેતી યુવતી છોડીને ચાલી જતાં યુવકે અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા અને ધંધાર્થે સુરત સ્થાયી...

કપડાંની ખરીદીના બહાને મોરબી બોલાવી મુંબઈના દંપતી પાસેથી 4 લાખની લૂંટ

મોરબી,તા:૨૬ મોરબીના અણિયારી ગામે મુંબઈના દંપતી પાસેથી રૂ.4 લાખની લૂંટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના પાંચ શખ્સો દ્વારા મુંબઈના દંપતીને ઓનલાઈન કપડાં બતાવી સસ્તા ભાવે ખરીદી કરવા અણિયારી ગામે બોલાવ્યાં હતાં. દંપતી જ્યારે કારમાં અણિયારી ગામે પહોંચ્યું ત્યારે અણિયારીના ટોલનાકા પાસે તેમની પાસેથી લૂંટ કરવામાં આવી હતી. ટોલનાકા પાસે કેટલાક આરોપીઓએ...

પોસ્ટ ઓફિસને નિશાન બનાવીને ત્રિકમ વડે તિજોરી તોડવાનો પ્રયાસ

રાજકોટ,તા.26 શહેરમાં તસ્કરો પોતાની રીતે તહેવારની ઉજવણી કરવા મેદાને પડ્યા છે. બે દિવસ અગાઉ બે મકાનમાં ત્રાટકી લાખોની માલમત્તા ઉઠાવી ગયા હતાં. હવે માધાપર ગામની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા.બારી તોડીને ચોર અંદર ઘુસી ગયા હતાં અને સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. જો કે ટેબલોના કોઇ ખાનામાંથી કંઇ હાથ આવ્યું નહોતું. એ પછી તસ્કરોએ ત્રિકમનો ઉપયોગ કરી તિજ...