હિંમતનરમાં સામાજિક ન્યાય સમિતિના 20 લાખના વિકાસ કામોનાં વર્કઓર્ડર ત્રણ...
હિંમતનગર, તા.૨૨ કોંગ્રેસ શાસિત સા.કાં. જિલ્લા પંચાયતની સોમવારે યોજાયેલ સામાન્ય સભામાં 2016 ના સામાજીક ન્યાય સમિતિના રૂ.20 લાખના વિકાસ કામોના વર્ક ઓર્ડર આપવામાં ન આવ્યા હોવાનો મામલો ગરમાયો હતો અને શાસક પક્ષ દ્વારા અધિકારીઓને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ત્રણ ચાર અધિકારીઓ બદલાઇ ગયાનું કારણ આપી વાહિયાત બચાવ કરાયો હતો. જિલ્લા પંચાયત પ્ર...
ટેમ્પાને ઓવરટેક કરવા જતાં લકઝરી ચાલકે ટ્રેલરને અથડાવી, 3ના મોત
થરાદ, તા.૨૨ થરાદના સાંચોર હાઇવે દુધવા ગામના પુલ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગે ટેમ્પાને ઓવરટેક કરવાની લ્હાયમાં લકઝરીના ચાલકે સામે આવતા ટ્રેઈલર સાથે અથડાવતા લકઝરીના ડ્રાઇવર-ક્લીનર અને ટ્રેઇલરના ડ્રાઇવર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં 3 જણને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સુરતથી રવિવારે ...
બાળકો કેમ ગુમ થઇ રહયા છે?
ગાંધીનગર,તા:23 ગુજરાતમાં એક વર્ષમાં 2172 બાળકો ગૂમ થયાં છે જે પૈકી 1653 બાળકો પાછા મળી આવ્યા છે. જો કે બીજા વર્ષે પણ એટલી જ સંખ્યામાં બાળકો ગુમ થયાં હોવાનો પોલીસ રિપોર્ટ છે. પોલીસે બાળકોને શોધવા બાળ સેલ અને ઓપરેશન મુસ્કાન શરૂ કર્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા ક્રાઈમ ઈન ઈન્ડિયા ના નવીનતમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સગીર બ...
રેસ્ટોરન્ટ માલિકના ઘરમાં તોડફોડ કરી પાડોશીએ આતંક મચાવ્યો
અમદાવાદ, તા.23 એસ.જી.હાઈ-વે ગોતા વરૂડી ખોડીયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટના માલિકના ઘરમાં ઘૂસી પાડોશીએ સાગરીતો સાથે મળી તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસે નોંધી છે. પાડોશી સુનિલને સાતેક મહિના અગાઉ કોઈ બાબતે રેસ્ટોરન્ટ માલિક રિતેશ ઉર્ફે લાલા પટેલે માર માર્યો હોવાથી તેનો બદલો લેવા હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે. સુનિલે આતંક મચ...
આજીવિકા માટે ગામે ગામ ભટકતા પરિવારોની દયનિય સ્થિતિ
ડીસા,તા:23 જાહેર માર્ગ પર બેઠેલા આ બાળકોની તસ્વીર સરહદી બનાસકાંઠાના ડીસા પંથકની છે સમગ્ર રાજ્યમાં વિચરતી જાતિના અનેક સમુદાય છે પાપી પેટનો ખાડો પુરવા માટે એક ગામથી બીજા ગામ ભટકતા આ પરિવારો આજીવિકા રળવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા સાક્ષરતા અભિયાનની સૂફીયા ની વાતો કરી અનેક બડાશો હાંકવામાં આવી રહી છે જે તમામ દાવા આ તસવીર જોતા ખો...
વડગામના મેતામાં નવ વર્ષની કિશોરીને શંકાસ્પદ ડિપ્થેરિયા થતાં ખળભળાટ
છાપી, તા.૨૨
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામમાં એક નવ વર્ષની બાળકી ડિપ્થેરિયાની ઝપેટમાં આવતા તાલુકામાં ખળભળાટ સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે. સરહદી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે છ બાળકો ભોગ બનતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આ રોગ ટૂંકા ગાળામાં વડગામના ગામડાંઓ સુધી પહોંચતા લોક...
મેઘરાજાએ વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિય...
વડાવળ, તા:23 બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ પાછોતરા વરસાદના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો. જે સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન બાબતે વીમા કંપનીઓને તાત્કાલિક સર્વ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ વીમા કંપનીઓની બેદરકારી સામે આવી રહી છે. આ બાબતે કેટલાંક ખેડુત...
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાતમાં ઘટાડો, સપ્ટેમ્બરમાં 13% આયાત ઘટી
અમદાવાદ,તા.22
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત સપ્ટેમ્બર 2019માં વાર્ષિક તુલનાએ 13 ટકા ઘટીને 13.03 લાખ ટન નોંધાઈ છે, જે સપ્ટેમ્બર 2018માં 14.91 લાખ ટન હતી એવું સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. સીના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વેજિટેબલ ઓઈલની કુલ આયાતમાં ખાદ્યતેલનો જથ્થો 12.54 લાખ ટન અને બાકીનો જથ્થો અખાદ્ય તેલનો...
રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત, અત્યાર સુધીમાં ૭૩૧૯ કેસ નોંધાયા
ગાંધીનગર, તા. 22 રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડેન્ગ્યૂનો કહેર ફેલાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂના અત્યાર સુધીમાં 7319 કેસ નોંધાયા છે. જે પૈકી 21 ઓક્ટોબરે 145 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારાને લઈને સરકાર ચિંતિત છે. અને આ અંગે પગલાં પણ લેવાઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે...
અમદાવાદથી જુદાં જુદાં ડેસ્ટિનેશન પર જતી લક્ઝરી બસોમાં રવાના કરાતો મીઠ...
અમદાવાદ,મંગળવાર લોકોના આરોગ્ય માટે ઝેર સમાન ગણાતી મીઠી બરફી કે મીઠા માવાનું ઉત્પાદન બંધ કરાવી દીધું હોવાનો ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દાવો કરતી હોવા છતાંય આજે પણ ગુજરાતમાં મીઠી બરફીનું ઉત્પાદન ચાલુ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. અમદાવાદથી દેશના જુદાં જુદાં વિસ્તારમાં જતી ખાનગી લક્ઝરી બસમાં આ મીઠી બરફીનો હોવાનું મનાતો જથ્થો રોજરોજ મોકલવામાં આવતો...
વિનોબા અને મીરા કુટીર તોડી પાડી, આજે નકલી કુટીરને અસલી બતાવાય છે
જવાહરલાલ નહેરુએ સ્મારક સંગ્રહાલયને 10 મે 1963ને રોજ ખુલ્લું મૂકતાં કહ્યું હતું કે, "હું વિચારુ છું કે, મને આ જુના સ્થળે તમે આમંત્રણ આપ્યું છે, આ સ્થળ યાદોથી ભરેલું છે. એ સારું થયું કે તમે અહીં એક મ્યુઝિયમ બાંધ્યું છે - એક સુંદર મ્યુઝિયમ....” દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7...
સોનાના ભાવો વધતા ગુજરાતમાં 8 લાખ કારીગરો બેકાર, નિકાસ ઘટી
કેન્દ્ર સરકારના આશીર્વાદસમાન મંદીના માર નીચે દિવાળીના સમયે પણ સોના-ચાંદી અને ડાયમંડના કારીગરો નવરાધૂપ બેઠા છે. જેના કારણે અમદાવાદ જ્વેલર્સ અને સોના-ચાંદી અને ડાયમંડના લાખો કારીગરોને મોટી અસર થઈ છે. સોનાના સતત વધતા જતા ભાવના કારણે ઘરાકીમાં ભારે ઘટાડો નોંધાયો છે. દિવાળીના દિવસો દરમિયાન મંદી અને બેકારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન ગુજરાતમાં સ...
ટાટાનું રૂ.111 કરોડનું એસ ટી બસ ખરીદી કૌભાંડ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનું રૂા.111 કરોડના ખર્ચે 520 મિડીબસ ખરીદનું કૌભાંડ
- જીઈએમના ઓનલાઈન ટેન્ડરમાં બતાવેલા સ્પેશિફિકેશન મુજબના એન્જિનને બદલે હલકી ગુણવત્તાનું એન્જિન જોડીને મિડીબસનો સપ્લાય કરતાં ટાટા મોટર્સની બસ રિજેક્ટ કરાઈ અને કૌભાંડ પરથી પડદો ઊંચકાયો
અમદાવાદ,મંગળવાર
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ટાટા પાસેથી રૂા.111 કર...
ધૂંવાવમાં ભળતા નામે કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી...
જામનગર,તા:૨૧
જામનગરની ભાગોળે ધૂંવાવમાં આવેલી પટેલ પરિવારની કરોડોની જમીન હડપ કરવા બોગસ ભળતા નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી કૌભાંડ આચરવામાં આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થયાં બાદ ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ આપતાં કૌભાંડિયાઓના હાથ હેઠાં પાડ્યાં છે. કૌભાંડિયાઓની મૉડસ ઑપરેન્ડી...
ખંભાળિયામાં મંદીના માર વચ્ચે નિસ્તેજ દિવાળી : બજારોમાં ઘરાકીનો અભાવ
અમદાવાદ,તા:૨૧
હિન્દુઓના પવિત્ર પર્વ દિપોત્સવી તથા નૂતન વર્ષ નિમિતે અગાઉના વર્ષોમાં ભારે ઉતેજના અને ઉમંગ ભર્યો માહોલ પખવાડીયા પૂર્વે જ છવાઇ જતો. તમામ વેપાર-ધંધાઓમાં ભારે તેજી સાથે બજારોમાં દિવાળીની અનેરી રોનક જોવા મળતી હતી. આ સુવર્ણ દિવસો હાલ જાણે સ્વપ્ન બની ગયા હોય, તેવો ભાસ ખંભાળિયાના વેપારીઓ તથા વિવિધ ધંધાર્થીઓ કરી રહ્યા છે. ખંભાળિયા શહેરના વેપ...

English