માનસિક અસ્થિર વૃદ્ધે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને દોડાવી
અમદાવાદ, તા.18
શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલું અંતરિક્ષ બિલ્ડીંગ નમી પડ્યું છે તેવો સંદેશો મળતા ફાયરબ્રિગેડની ટીમો અને પોલીસ હાંફળી ફાંફળી થઈને સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, ઘટનાસ્થળે પહોંચેલી તમામ ટીમોએ અંતરિક્ષ બિલ્ડીંગને જોયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી બિલ્ડીંગ નમી પડ્યું હોવાની જાણ કરનારા શખ્સ માનસિક અસ્થિર હો...
પાલનપુરમાં વીજકર્મીને દારૂડિયાએ લાકડી વડે ફટકારી જાહેરમાં દોડાવ્યો
પાલનપુર, તા.18
ત્રણબતી વિસ્તારમાં ગુરૂવારે મીટર રિપ્લેસમેન્ટ માટે ગયેલા વીજકર્મીને દારૂના નશામાં સ્થાનિક યુવકે લાકડી વડે જાહેરમાં માર માર્યો હતો. અધુરામાં પુરૂ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ જતા વીજ વિભાગના સ્ટાફે ઘટના સ્થળે પહોચી કર્મીને હોસ્પીટલ ખસેડ્યો હતો. જે બાબતે પાલનપુર યુજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇન મેન તરીકે ફરજ બજાવતા સેધાભાઇ...
થરાદની દેના બેંકમાં શોર્ટ સર્કિટથી આગ, લાખો રૂપિયા સહિત ઓફિસનું ફર્નિચ...
પાલનપુર, તા.18
થરાદમાં આવેલી દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગને પગલે બેંકમાં રહેલા લાખો રૂપિયા અને ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા. આગને કાબૂમાં લેવા થરાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. થરાદમાં એક કોમ્પલેક્સના પહેલા માળે આવેલી દેના બેંકની શાખામાં શોર્ટ સર્કિટને કાર...
અમદાવાદ ટોરેન્ટ પાવરને ૧૮.૫૦ લાખની પેનલ્ટીની વસુલાત નહીં
અમદાવાદ,તા.૧૮
શહેરના ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને અલગ-અલગ કારણોસર અમપા ઈજનેર વિભાગ દ્વારા રૂપિયા ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છે.આમ છતાં આ પેનલ્ટીની આજ દિન સુધી વસુલાત કરાઈ નથી. આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે કહ્યુ,સનસુર્યા એપાર્ટમેન્ટ,આલફાવન મોલ પાસે ટોરેન્ટ પાવર દ્વારા કેબલ નાંખવા રોડ ખોદી નાંખવામા આવતા સ્થાયી સમિતિએ ૩ મે-૨૦૧૮ના રો...
વિસનગર શહેરના ગંજબજારમાં આવેલા શુધ્ધ ઘી ભંડારમાંથી ફૂડ વિભાગના દરોડા
વિસનગર, તા.18
વિસનગર શહેરના ગંજબજારમાં અાવેલ શુધ્ધ ઘી ભંડારમાંથી ગુરુવારે ફૂડ વિભાગે 674 કિલો શંકાસ્પદ ઘી અને 238 લિટર વેજફેટ સહિત 3,46 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. ફૂડ વિભાગે નમુના વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે વેપારી બહારથી ઘી અને વેજફેટ લાવી વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત ઊંઝામા ફરસાણ અને મીઠાઇની 13 દુકાનોમાં...
રૂપિયા 22.50 કરોડનું ખાણદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે તહોમતનામું
અમદાવાદ, તા. 18 મહેસાણાના બહૂચર્ચિત દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડના કેસમાં પાંચ વર્ષના ગાળા બાદ વિપુલ ચૌધરી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.ચૌધરી સહિત છ આરોપીઓ વિરૂદ્ધ મહેસાણા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.આ તહોમતનામું ફરમાવાતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે મળતી વિગતો અનુસાર સાગરદ...
ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો મળ્યા બાદ આરટીઓનો સિ. ક્લાર્ક સસ્પેન્...
હિંમતનગર, તા.18
હિંમતનગર આરટીઓ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ખેંગારભાઇ કાનાભાઇ વાણીયા વિરુદ્ધ ગેરરિતી અને ભ્રષ્ટાચારની ગંભીર આક્ષેપોવાળી ફરિયાદ મળ્યા બાદ કમિશ્નર કચેરીના અધિકારીએ ત્રણેક સપ્તાહ અગાઉ રૂબરૂ હિંમતનગર આવી તપાસ કરતા સિનિયર ક્લાર્ક દ્વારા આચરવામાં આવતી ગેરરિતીઓ બહાર આવ્યા બાદ વાહન વ્યવહાર કમિશ્નરે સસ્પેન્ડ કરી વલસાડ આરટીઓ કચે...
બે સગી બહેનો પર દુષ્કર્મ આચરી અન્યને વેચનારને 10 વર્ષની કેદ
મહેસાણા, તા.૧૯
3 વર્ષ અગાઉ વિજાપુર તાલુકાની એક જ પરિવારની બે સગીર બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ બેથી વધુ જગ્યાએ પૈસા લઇ વેચી મારનારા વિજાપુર તાલુકાના નવા સંઘપુરના જીતેન્દ્ર ઉર્ફે લાલાજી ઠાકોરને શુક્રવારે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. ગત 2 જૂન, 2016ના મજૂરીએથી પરત ફરેલા શ્રમિકે ઘરે બે સગીર પુત્રીઓના જ...
રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી
અમદાવાદ, તા.૧૯
રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સ્કૂલ બસ પલટી ખાઇ ગઇઃ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઇજા જ્યારે અન્યનો ચમ...
અમરેલી,તા.18
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે વિવેકાનંદ સ્કૂલની બસ 25 જેટલા વિદ્યાર્થીઓને લઇને જઇ રહી હતી. તે દરમિયાન ફુલઝર ગામ નજીક બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ બે વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થતાં વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ઘાયલ બાળકોને ખાનગી દવાખાનામાં ...
ડેરી અને નોન ડેરી પ્રોડક્ટ્સ પર વેજ-નોનવેજ જેવા સિમ્બોલ મૂકવાની સિસ્ટમ...
અમદાવાદ,શનિવાર ઘી, માવો અને દૂધ જેવા ડેરી ઉત્પાદનોના ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ તૈયાર કરીને ખોટી નકલ કરીને અસલી કરતાંય ઊંચા ભાવે બજારમાં મૂકીને ગ્રાહકોના ખિસ્સા ખંખેરવા ઉપરાંત તેમની સાથે કરવામાં આવતી છેતરપિંડીને અટકાવવા માટે ડેરી પ્રોડક્ટ અને નોન ડેરી પ્રોડક્ટ્સના અલગ સિમ્બોલ તૈયાર કરવામાં આવશે તેમ જ તેમના અલગ અલગ કલર કોડ પણ નક્કી કરવામાં આવશે. આગામી...
ચોમાસા માં 200 લોકોના મોત કેમ થયા?
ગાંધીનગર,તા:20 ચોમાસા ની સત્તાવાર વિદાય બાદ રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા, વરસાદની સિઝન દરમિયાન ચાલુ વર્ષે રાજ્યમાં 199 લોકોએ જીવ ગુમાવ્યા, વીજળી પડવાથી 54 લોકોના મોત, 89 લોકો પાણીમાં તણાયા, દીવાલ તેમજ ઝાડ પડવાથી 56ના મૃત્યુ, રાજ્ય સરકારે પ્રત્યેક મૃતકના પરિજનોને 4 લાખની સહાય ચૂકવી, કુલ 179 પરિવારજનોને 7.16 કરોડની સહાય ચૂકવ...
ડીફેકટ લાયબલિટીવાળા શહેરમાં કેટલા કીલોમીટરના રોડ છે તેનાથી સ્થાયી સમિત...
અમદાવાદ,તા.૧૮
અમદાવાદ શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે મેયરે કરેલા નિવેદનથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી શકે છે.સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટે આજે કહ્યુ,શહેરમાં હાલ રોજ ૧૫ ટન ડામરની મદદથી રોડ રીસરફેસની કામગીરી કરાઈ રહી છે.સાથે જ તેમને પુછવામાં આવ્યુ કે,શહેરમાં જે રોડ તુટેલા છે એ પૈકી ડીફેકટ લાયબલિટીવાળા રોડ કેટલા ...
જાફરાબાદના કાગવદર ગામે સિંહોના ધામાથી લોકોમાં ભય
જાફરાબાદ,તા.18
ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહનું નિવાસસ્થાન છે. ત્યારે અહીં જંગલોમાંથી સિંહો હવે ગ્રામીણ વિસ્તારોમાં વિચરી રહ્યાં છે. જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ જેવા જીલ્લાઓમાં સિંહોના આંટાફેરા હોય છે. હવે ગીરના સાવજો દિવસે પણ ગામડાઓની સીમમાં ઘૂમતા જોવા મળી રહ્યાં છે. આવો જ એક વિડિયો વાઇરલ થયો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદના કાગવદર ગામેસિ...
પુત્રને ત્યાં વાસ્તુનાં પ્રસંગમાં હાજરી આપીને પરત આવતાં પિતાપુત્રનું ...
અમરેલી,તા:૧૮
અમરેલીના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા નજીક માર્ગ અકસ્મા તમાં મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પિતાપુત્રના 108 ઘ્વાારા ધંધુકા ખાતે પી.એમ અર્થે બન્નેી મૃતદેહને ખસેડવામા આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જયને કાર્યવાહી હાથ ધરી હતી મળેવી વિગતો મુજબ અમરેલી જીલ્લાના ખાંભાનાં પીપળવા ગામનાં પિતા-પુત્રનું ધંધુકા ...

English